Vikruti - 44 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-44

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-44

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-44
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
  ખુશી અને દ્રષ્ટિ વચ્ચે વિહાનના ભૂતકાળ વિશે વાતો થાય છે,દ્રષ્ટિના કડવા શબ્દોથી ખુશી ગુસ્સે થઈ જાય છે, દ્રષ્ટિના ગયા પછી ખુશીને વિહાનની ચિંતા થાય છે, અને વિહાનને કૉલ કરે છે. હવે આગળ..
     ખુશીએ સતત ચાર કૉલ કર્યા પણ વિહાનનો કૉલ વ્યસ્ત આવતો હતો.ખુશી બેબાકળી બની વિહાનના કૉલની રાહ જોતી પરસાળમાં આમતેમ આંટા મારવા મંડી.ફોન રણક્યો.
“હેલ્લો વિહાન,ક્યાં છે તું?”ખુશીએ ચિંતાયુક્ત અવાજે કહ્યું, “મારે તને મળવું છે,અત્યારે જ”
“દ્રષ્ટિ આવી હતી?”વિહાને જરા પણ વિચલિત થયા વિના શાંત અવાજે કહ્યું.
“હા,હમણાં જ..વિહાન”ખુશીને ફરી ડૂમો ભરાયો, “તે શા માટે એને કહ્યું?”
      વિહાને ખુશીના અવાજમાં પોતાના માટેની ફિકર જોઈ,એ સહેજ હસ્યો, “ખુશી હું ઠીક છું, એ તો કાલે મૌસમ એવો હતો એટલે તેની યાદ મને આવતી હતી.મારે કોઈક વ્યક્તિની જરૂર હતી જેની પાસે હું રડી શકું,પોતાનું દિલ ઠાલવી શકું.આકસ્મિક રીતે દ્રષ્ટિએ મને પારખી લીધો અને મને પૂછી લીધું તો મેં….”
“એ આકૃતિને શોધવા નીકળી પડી છે.”વિહાનની વચ્ચેથી જ કાપતાં ખુશીએ ઊંચા અવાજે કહ્યું.
“હા મને એ પણ ખબર છે”વિહાને એટલા જ શાંત અવાજે કહ્યું,વિહાને કહેવા ખાતર કહ્યું પણ થોડીવાર પહેલા તેની અંદર ઘણુંબધું તૂટી ગયું હતું.એણે જે પાયા વિનાના મકાન જેવી દ્રષ્ટિ પે આસ બાંધી હતી તેનો કોઈ અર્થ નોહતો રહ્યો,“થોડાં દિવસ કોશિશ કરશે અને પછી થાકી હારીને ચૂપ થઈ જશે” વિહાને વાત પૂરી કરી.ખુશીએ કંઈ બોલ્યા વિના ફોન કટ કરી દીધો.
     ખુશીનો કૉલ કટ થયો એટલે વિહાને રોકી રાખેલો આંખોમાં આંસુઓનો બંધ તૂટી ગયો.
“આકૃતિતિતિ…..”બંધ ફોર્ચ્યુનરમાં જોરથી સ્ટિયરિંગ પર મુક્કો મારી પછી એ જ સ્ટિયરિંગ પર માથું પછાડતાં વિહાન રડી પડ્યો.થોડીવાર પહેલાં થયેલી વાત વિહાને યાદ કરી.
      62 વાળો નંબર જોઈ વિહાન ચોકી ગયો,થોડો ગભરાઈ પણ ગયો હતો.છેલ્લે જ્યારે 62 વાળો નંબર આવ્યો ત્યારે આકૃતિ સાથે છેલ્લીવાર વાત થઈ હતી.આ વખતે આ નંબર શું તુફાન લઈ આવશે એ જ વિચારમાં પહેલા કૉલની રિંગ પુરી થઈ ગઈ. ત્રીજી જ સેકેન્ડે ફરીવાર  એ જ નંબર ફ્લેશ થયો.
‘જે થશે એ જોયું જશે’એમ વિચારીને વિહાને કૉલ રિસીવ કર્યો.
“વિહાન..”સામા પક્ષે કોઈ પુરુષનો જાણીતો અવાજ વિહાનના કાને અથડાયો.
“વિક્રમ..”વિહાને અવાજ ઓળખીને સપાટ ભાવે કહ્યું.
“હા વિહાન,હું વિક્રમ”વિક્રમનો અવાજ થોડો અહમ અને ગુમાન સાથે ઊંચો થયો, “તને આમંત્રણ આપવા ફોન કર્યો હતો”
“શેનું આમંત્રણ?”
“તને નથી ખબર?”વિહાને કટાક્ષથી હસીને કહ્યું, “મને લાગ્યું ખુશીએ તને કહ્યું હશે,ખેર એ જે હોય તે.હું લગ્ન કરું છું,મારી આકૃતિ..આઈ મીન તારી પૂર્વ પ્રેમિકા સાથે.આ ડિસેમ્બરમાં સિંગાપોરમાં લગ્ન છે આવજે…”વિક્રમ થોડીવાર અટક્યો, “જો ઈચ્છા હોય તો!”
“વિક્રમ…”વિહાનને શું કહેવું એ સમજાયું નહીં.
“ફ્લાઇટ હું બૂક કરાવી આપીશ જો તારી પાસે સગવડતાં ના હોય તો..તું પણ જોઈ લે હું આકૃતિને કેટલી ખુશ રાખું છું”
“એ મારી સાથે પણ ખુશ હતી”વિહાને અંતે મૌન તોડ્યું.
“હતી…”વિક્રમે શબ્દ પર ભાર મુક્યો, “માત્ર સાત મહિના માટે, સાત મહિનામાં કોઈ સાત જન્મના સાથી નથી બની જતા વિહાન,એના માટે સમય જોઈએ.અમે બંને છેલ્લાં પાંચ વર્ષથી સાથે છીએ અને તે જે આકૃતિ સાથે કર્યું છે એ જાણીને આકૃતિ પણ પોતાના સાત મહિના કેવા વ્યક્તિ સાથે સંબંધમાં રહી એમ વિચારીને દુઃખી થાય છે”
“પણ ચિંતા ના કર,હવે મેં તેને સંભાળી લીધી છે, એ તો તને આમંત્રણ આપવાની પણ ના પાડતી હતી,તારી શકલ પણ નથી જોવી તેને..પણ હું ઈચ્છું છું તું આવ અમારા લગ્નમાં,અમને બંને સાત જન્મો સુધી સાથે રહીએ એવા આશીર્વાદ જોઈએ છે તારા મમ્મી પાસેથી”
    વિહાને ચાવી શરૂ કરી.સ્ટિયરિંગ વચ્ચે બે વાર જોરથી મુક્કો માર્યા.ગાડીનો હોર્ન વાગ્યો.
“વિક્રમ હું કાર ડ્રાઇવ કરું છું, પછી વાત કરું”કહી વિહાને કૉલ કટ કરી દીધો.હજી તેની આંખોમાંથી પાણી છૂટે એ પહેલાં તેણે ખુશીના ચાર મિસ્કોલ જોયા અને કૉલ લગાવ્યો.
     ખૂબ સરળતાથી અને સ્વસ્થતાથી વિહાને ખુશીને ભણક પણ ના પડે એવી રીતે વાત કરી.ખુશીનો કૉલ કટ થયો એટલે વિહાન ચોધાર રડી પડ્યો.તેને સંભાળવાવાળું કોઈ નોહતું.એકલા જ રડવાનું હતું અને એકલા જ પોતાને દિલાસો આપી સ્વસ્થ થવાનું હતું.
      વિહાન રડતો હતો એ સમય દરમિયાન ફોર્ચ્યુનરના કાચ પર બે ટકોરા પડ્યા.એક ભગવાધારી,કમર સુધી પહોંચેલ વાળનો માથે અંબોડો વળેલ,દાઢી છાતી સુધી પહોંચી ગયેલ, ચહેરા અને શરીરના ભાગ પર ભભૂત લગાવેલ સાધુ મહાત્મા તેની સામે ઊભા હતા.વિહાને પોકેટમાં હાથ નાખ્યો અને પચુરણમાંથી એક સિક્કો કાઢી,કાચ નીચે કરી એ મહાત્મા તરફ સિક્કો ધર્યો.
“ભોળાનાથ રૂપિયાના ભૂખ્યા નથી બેટા”પ્રભાવિત અને અસરકારક ઘેરા અવાજમાં એ મહાત્મા બોલ્યા.
“તમે ભોળાનાથ નથી બાવાજી”વિહાને તરડા અવાજે કહ્યું.
      મહાત્મા હસ્યા, “હું તો એનો એક ભક્ત છું અને હું તારી પાસે કોઈ ભિક્ષા કે દાનની આશાએ નથી આવ્યો”મહાત્માએ તદ્દન સરળ અને શાંત અવાજે કહ્યું.
“તો તમે શા માટે?...”
“તું જેની પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યો છે એ પણ તારી બેસબરીથી રાહ જુએ છે”મહાત્માએ રહસ્યમય વાત કરતાં કહ્યું, “અફસોસ એ તારી રાહ જોવા છતાં તને મળવા નથી માંગતી”
“તમે કોની વાત કરો છો બાવાજી?”વિહાને ખિજાઈને કહ્યું, “હું કોઈ અંધવિશ્વાસમાં નથી માનતો”
“આ અંધવિશ્વાસ નથી ‘વિહાન’” વિહાનના નામ પર ભાર રાખતા એ મહાત્મા બોલ્યા.
“નામ જાણવું કોઈ ચમત્કારની વાત નથી બાવાજી”વિહાને કહ્યું, “અને તમે જો કહેતાં હોવ જે એ મારી રાહ જોઈ રહી છે તો હું હવે તેને ન મળવાના પ્રયાસ કરીશ”
“આ તારો અહમ કહે છે વિહાન”મહાત્માએ કહ્યું,એક ઊંડો નિશ્વાસ ખાધો અને ફરી બોલ્યા, “હું પણ ભોળાનાથને પ્રાર્થના કરીશ કે તું તેને કોઈ દિવસ ના મળે”
“બાવાજી..”વિહાનનો અવાજ ઉંચો થયો, “હું પોતાનો મિજાજ ગુમાવી બેસું એ પહેલાં તમે….”વિહાનનું વાક્ય અધૂરું રહી ગયું.મહાત્મા પોતાના રસ્તે નીકળી ગયા.
    વિહાન અંધવિશ્વાસમાં માનતો નોહતો પણ બાવજીની વાત રહી રહી તેને યાદ આવતી હતી.
‘શું બાવાજી સાચું કહેતા હતા?,આકૃતિ ખરેખર મારી રાહ જોતી હશે?વિક્રમે કહ્યું એ મારો ચહેરો સુધ્ધાં જોવા નથી માંગતી.તો શું વિક્રમ ખોટું બોલતો હશે?’વિહાન પોતાની જાત સાથે વાતો કરી રહ્યો હતો, ‘એ શા માટે ખોટું બોલે?જો આકૃતિ સાચે જ મારી રાહ જોતી હોત તો છેલ્લા પાંચ વર્ષમાં એકવાર તો કૉલ કરેત ને?,મારે સિંગાપોર જવું જઈએ?’
       પોતાના મન સાથે સમાધાન કરવા વલખા મારતાં વિહાને અંતિમ નિર્ણય લીધો.હજી ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હતો,ડિસેમ્બરને હજી ચાર ચાર મહિના બાકી હતા.સિંગાપોર જવું કે ના જવું એ પછી વિચારીશું,અત્યારે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું એમ વિચારી વિહાને ફોર્ચ્યુનરને સેલેપ આપ્યો,ફોર્ચ્યુનર ઓફિસ તરફ હંકારી.
     ઑફિસમાં બધું હતું એમ જ હતું.સ્ટાફના મેમ્બર પોતાની રીતે કામ કરતાં હતાં.વિહાનના ઑફિસમાં સમયના અંતરે થોડી થોડી ચહલ-પહલ થતી હતી.ચાર વાગ્યા એટલે પ્રશાંત વિહાનને કૉફી આપી ગયો.વિહાન તો પેલા બાવજીએ ઉચ્ચારેલા વાક્યોનું જ ગથન કરતો હતો, ‘તું જેની પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યો છે એ પણ તારી બેસબરીથી રાહ જુએ છે,અફસોસ એ તારી રાહ જોવા છતાં તને મળવા નથી માંગતી’
‘કારણ વિના બાવાજી સાથે વાત કરવાનું ટાળ્યું મેં’વિહાનને બાવાજી સાથે વાત ન કરવાનો અફસોસ થયો, ‘જો બાવાજી સાથે વધુ વાત કરી હોત તો….’વિહાને નિસાસો નાખ્યો. કૉફીનો મગ હાથમાં લીધો પણ કૉફી પર તર વળી ગઇ હતી,ઠંડી થઈ ગઈ હતી કૉફી.
      જો પોતે આકૃતિ વિશે વધુ વિચારશે તો વધુ દુઃખી થશે એમ વિચારી વિહાન કેબિન બહાર નીકળ્યો,કોઈને કહ્યા વિના સડસડાટ નીચે ઉતરી ગયો.
      જ્યારે પણ વિહાન આવી રીતે મુંજાતો ત્યારે એ રિવરફ્રન્ટ પર આવીને બેસતો,આકૃતિ સાથે થયેલી અહીંની મુલાકાતો યાદ કરતો, એ યાદોને વાગોળતો.ક્યારેક એકલો જ આકૃતિ સાથે વાત કરતો,હસતો-રડતો અને છેલ્લે ચૂપ થઈ જાતે પોતાને સંભાળી નીકળી જતો.આજે રિવરફ્રન્ટ પર આવવાનો નિર્ણય તેને ખોટો લાગ્યો.જે આકૃતિની યાદોથી એ ક્યાંય દૂર સુધી ભાગી જવા ઇચ્છતો હતો એ જ યાદો એક પડછાયો બની તેની સાથે રહેતી હતી.
    વિહાને સિગરેટ સળગાવી.દિવસ આથમવાની તૈયારી કરતો હતો.ઢળતી સાંજના આછા રાતાં-પીળા કિરણો નદીના પાણીને અડીને એક દ્રશ્ય સર્જતાં હતા.સામે અંતરે અંતરે કપલ્સ બેઠાં હતાં.બધા પોતાની જુદી દુનિયામાં મગ્ન હતા,એકબીજામાં ખોવાયેલા હતા.
    એક કપલ બરાબર વિહાન સામે જ દીવાલને ઓથાર દઈ,આજુબાજુમાં શું બની રહ્યું છે તેની પરવા કર્યા વિના હોઠોનું રસપાન કરતાં હતાં.પહેલાં તો વિહાને ત્યાં નજર ના કરી પણ નચાહવા છતાં મનુષ્યવૃત્તિને વશ વિહાનની નજર એ કપલ પર જઈ અટકી.
    એ છોકરી ક્યારેક છોકરાના ગાલ પર કિસ કરતી હતી તો ક્યારેક તેના કાન પર હળવું બચકું ભરતી હતી.સામે છોકરો પણ ક્યારેક છોકરીના અઘરો પર અધર રાખી દેતો હતો ક્યારેક ગરદન પર બચકું ભરી લેતો.અંતે એ છોકરાએ છોકરીને ફોરહેડ કિસ કરી.વિહાનની નજર એ જ સેકેન્ડે ત્યાંથી હટી ગઈ.એણે પણ આકૃતિને આવી રીતે ફોરહેડ કિસ કરેલી અને મનમાં કહેલું કે તને કોઈ દિવસ દુઃખી નહિ થવા દઉં, તારા બધા દુઃખ પોતાની આંખોમાં સમાવી લઈશ અને તને હંમેશા ખુશ રાખીશ.
     વિહાનની આંખો ભરાય ગઈ.ના ચાહવા છતાં તેની આંખોમાંથી ચુપચાપ આસું વહેવા લાગ્યા.
‘બસ બોવ થયું’વિહાને મનમાં કહ્યું,આસું લૂછી નાખ્યા અને મોબાઈલ હાથમાં લીધો,
“ખુશી તું અત્યારે જ રિવરફ્રન્ટ પર આવી શકીશ?”સામે પક્ષે કૉલ રિસીવ થયો એટલે વિહાને પૂછ્યું.
‘હા’નો જવાબ મળતાં વિહાને કૉલ કટ કરી દીધો અને બીજી સિગરેટ સળગાવી.
                         ***
      દહેરાદુન જવાની બધી તૈયારી થઈ ગઈ હતી.બની શકે એટલું જલ્દી આકૃતિને મળવું એમ વિચારી દ્રષ્ટિએ કાલ સવારની ટ્રેનમાં રિઝર્વેશન કરાવી દીધું હતું.
‘હું મારો પૂરો પ્રયાસ કરીશ’મનોમન વિચારીને દ્રષ્ટિ સુવા માટે આડી પડી.પણ નીંદ ના આવી.પોતાના ભૂતકાળને નજર સામે જોઈ રહેલી દ્રષ્ટિએ કસીને આંખો બંધ કરી અને ચાદર ઓઢી લીધી.
(ક્રમશઃ)
     વિહાન સાથે શું થઈ રહ્યું છે?ખુશી વિહાનને શું કહેશે?દ્રષ્ટિને દહેરાદુનમાં આકૃતિની બીમારી વિશે ખબર પડશે? અને ખબર પડશે ત્યારે શું થશે? જાણવા વાંચતા રહો,વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)