Love, Life ane Confusion - 7 in Gujarati Love Stories by Megha gokani books and stories PDF | લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 7

કનેક્શન 

    "શું યાર પહેલા કહી દેવું હતું ને તો હું અહીંયા આવત જ નહીં." રિવરફ્રન્ટ ની એક સીટ પર એકલી બેઠેલ રિમા  ફોન માં જ નતાશા પર બરાડી. "ગમે ત્યારે તું આપણા પ્લાન કેન્સલ કરી ગમે તે છોકરા સાથે ડેટ નો પ્લાન બનાવી લે છે."
"હા મહેરબાની તમારી કે 6 માં દશ એ તમે મને ફોન કરી ને કહો છો કે તમે નહીં આવી શકો.  આ ટીન્ડર ની તો ..." અડધું વાક્ય છોડી ગુસ્સા માં રિમા એ ફોન કટ કરી નાખ્યો. 

પાછળ સાબરમતી તરફ રિમા એ નજર ફેરવી ત્યારબાદ આજુબાજુ નજર ઘુમાવી. કયાંય કાંઈ રસપ્રદ જણાયું . વિકેન્ડ ન હોવા ને કારણે લોકો ની ભીડ પણ ઓછી હતી. રિમા ત્યાં થી ચાલતી થઈ પડી.  પગથિયાં ચઢી ગાર્ડન તરફ આગળ વધી ત્યાં જ તેની નજર આગળ પાળી પર બેઠેલ માહિર પર પડ્યું. માહિર ની આંખો પણ રિમા ને જ જોતી હતી. રિમા માહિર ની નજીક પહોંચી , માહિરે એક સ્માઇલ આપી પછી નજર સાબરમતી તરફ કરી.

"ફોલો કરે છે મને ?" રિમા એ વાત ની શરૂઆત કરી.

"મને ખબર હતી તું આ જ પ્રશ્ન પૂછીશ તું ટિપિકલ છોકરી ની જેમ..." માહિર થોડું કટાક્ષ માં હસ્યો. 
" એવું...." કહેતા રિમા માહિર પાસે બેઠી અને બોલી ,"તો શું કરી રહ્યો છે અહીંયા , અને એ પણ એકલો....?"
" હું બસ મારા સાથે સમય વિતાવવું છું. આ સાબરમતી આંખો ને ઠંડક અને મન ને શાંતિ પહોંચાડે છે." 

"સ્ટ્રેનજ , સવારે તને જોયો ત્યારે કંઈક અલગ જ લાગી રહ્યો હતો અને અત્યારે કંઈક અલગ. આ બધું સ્ટોરી ના કેરેકટર માટે ??" રિમા એ એક નેણ ઊંચી કરી અને સીધો સવાલ પૂછી લીધો.

"સ્ટોરી ના કેરેક્ટર..... ઓહઃહ લાગે છે નતાશા એ તને મારી વિસે ઘણું જણાવી દીધું છે." 

"થોડું એને જણાવ્યું છે થોડું મેં પૂછ્યું છે......"રિમા એ બ્લશ કરતા એક સ્માઇલ આપી.

સાંભળી માહિર થોડો મલકાયો પણ ગળું સાફ કરી ટોપિક ચેન્જ કરતા બોલ્યો , "તો તું અહીંયા એકલી ....કેમ ?"

"અરે ....  નતાશા એ લાસ્ટ મિનિટ પર પ્લાન કેન્સલ કર્યો. આ ટીન્ડર અને ટ્રુ લવ....સાચે લોકો કેમ આમ ઓનલાઈન સાચો પ્રેમ ખોજતા હશે. યુ નો હું નતાશા ને દરેક વાત માં ફોલો કરવા માગું છું પણ આ બાબત માં ક્યારેય નહીં. " રિમા એક શ્વાસે બધું બોલી ગઈ."બાય ધ વે તારા વિચાર તો કંઈક અલગ જ છે ને આ બધા વિશે , તું તો ઇમેજીનેશન ને રિયાલિટી માં શોધે છે રાઈટ ?"  સળી કરતા રિમા બોલી.

"તો એમાં શું ખોટું છે એ કહે તું મને. એટલીસ્ટ મેં એને સાચું તો કહી દીધું કે તું સેમ એવી જ છે જેવી મેં મારી સ્ટોરીની હિરોઇન ને વિચારી હતી. એમાં તારી જીનીયશ ફ્રેન્ડ મને સાઇકો કહી ને ચાલતી થઈ પડી અને હવે સાચો પ્રેમ ટીન્ડર માં શોધે છે."  માહિર એ કટાક્ષ કર્યો અને સાંભળી રિમા થોડું હસી પડી.

"પોઇન્ટ તો છે બોસ તારી વાત માં , પણ તને છોડી ને ચાલતી થઈ પડી એ ખોટું કર્યું બાકી સાઇકો થોડો તો તું કહેવાય."
  
"કેમ , કેવી રીતે ?"  રિમા એના માટે શું વિચારે છે એ જાણવા ના હેતુ થી માહિરે વાત વધારી.

"મતલબ કે તું કોઈ છોકરી ને એમ કહે કે તું મારી ઈંસ્પીરેશન છે અને તારા થી ઇન્સપાયર થઈ મેં મારી સ્ટોરી નું કેરેકટર વિચાર્યું છે એ વાત નોર્મલ લાગે , પણ તારી તો શરૂઆત જ ઉલટી હતી." રિમાએ  માહિર સામે જોયું અને બોલી , "તો એ નતાશા જેવી કેરેક્ટર વાળી સ્ટોરી નું શું થયું?" 

"છોડી દીધી અધૂરી...." માહિરે રિમા સામે જોયું. અને એ જ ક્ષણે બંને ની આંખો એ બોલવા નું શરૂ કર્યું અમે જીભ થાક ઉતાવરા હોઠો પાછળ છુપાઈ અને આરામ થી બેસી ગઈ.
 થોડી ક્ષણો બંને બસ એકબીજા સામે જોતા રહ્યા. 

એ ક્ષણ ની શાંતિ ને તોડતા અને આંખો ને સાબરમતી પર ટેવકવતા રિમા બોલી , "બૌ ઇમોશનલ માણસ છે તું."

"ઇમોશન્સ તો આપણા બધા ની અંદર સરખા જ હોય છે રિમા . બસ લોકો પાસે અલગ અલગ રીત હોય છે એ ઇમોશન્સ ને એક્સપ્રેસ કરવા ની. " માહિરે રિમા પર થી તેની નજર ન હટાવી.

"એવું ?" 

"હા , મેં આ ઇમોશન્સ એક્સપ્રેસ કરવા ની રીતો પર એક લેખ લખ્યો છે એ વાંચી લેજે એટલે તને સમજાય જશે. " માહિર તેના જીન્સ ના પોકેટ માં કંઈક શોધતા બોલ્યો , " તારો વ્હોટ્સએપ નંબર આપ એટલે તને મારા બ્લોગ ની લિંક સેન્ટ કરી દઉં."

"મને ખબર હતી તું કંઈક ટ્રિક લગાવી અને ટિપિકલ છોકરાઓ ની જેમ મારા નંબર જરૂર થી માંગીશ." રિમા હસતા હસતા બોલી. 
પોતાની આ બાલિશ હરકત પર માહિર થોડો શરમાયો.

રિમા ત્યાં થી ઉભી થઇ અને ચાલતી થઈ પડી. માહિર રિમા ને રોકવા માંગતો હતો પણ તેને રોકવા માટે માહિર ને કોઈ બહાનું કે રિઝન ન મળ્યું. ત્યાં રિમા ઊંધી ફરી અને બોલી , "મિસ્ટર રાઇટર જો આપણા વચ્ચે કાંઈ કનેક્શન હશે ને તો આવી એકલતા વાળી મુલાકાત ફરી થશે અને ત્યારે તમારા બ્લોગ ની લિંક હું સામે થી માંગીશ." રિમા એ માહિર ને મસ્તી માં આંખ મારી અને માહિર તરફ પીઠ  દેખાડી ગાર્ડન ના લોન ને પાછળ છોડતા સિમેન્ટ ના પાકા રોડ તરફ ચાલતી થઈ ગઈ અને ક્ષણભર માં અદ્રશ્ય થઈ ગઈ.

એ સાંજ બસ એમ જ વીતી ગઈ , રિમા ઘરે પહોંચી. દર સાંજ ની જેમ મમ્મી ને ઘર કામ માં થોડી મદદ કરાવી અને દિયા અને અભી ના ટ્યુશન લીધા. ત્યાં પાપા ના સ્કૂટર નો અવાજ સંભળાયો દીપ દોડતો દરવાજો ખોલવા પંહોચ્યો. 
"પેસ્ટ્રી....વૉહો..." હાથ માં બોક્સ લઈ અભી દોડતો અંદર આવ્યો અને દિયા તેની તરફ ભાગી.

"સાંભળો છો , કઈ ખુશી માં આ ઈંડા વાળી પેસ્ટ્રી ઘર માં લઇ આવ્યા." શીતલબેન રસોડા માંથી મોઢું મચકોડતા બોલ્યા.

"અરે આજે મારી ઈમાનદારી માટે ઉપરિઅધિકારીએ પૂરા ઓફીસ સામે મારા વખાણ કર્યા." પરેશભાઈ હરખાતા બોલ્યા. "અને શીતલ બધી કેક માં ઈંડા નથી હોતા." પાપા એ પોતાના હાથે તેના ધર્મપત્ની ને કેક ખવડાવી. કેક નું ક્રીમ શીતલબેન ના નાક પર લાગી ગયું એ જોઈ બધા હસી પડ્યા.

****

લેપટોપ સામે આંખો પર ચશ્માં લગાવી માહિર તેના બેડ પર બેઠો હતો. પાસે પીઝા નું ખાલી બોક્સ પડ્યું હતું એક હાથ માં ડ્યુ ની બોટલ પકડી હતી અને હાથ લેપટોપ ઉપર ફરતો હતો. ફેસબુક પર સર્ચ બટન પર ક્લિક કર્યું ત્યાં રિમા ની પ્રોફાઈલ માહિર ના લેપટોપ પર દેખાઈ. વધુ વિચાર કર્યા વિના માહિરે પહેલું કામ તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા નું કર્યું. ત્યાર બાદ તેની પ્રોફાઈલ પર નજર કરી પણ તેની ફેમિલી સાથે અને નતાશા સાથે ના ફોટોસ સિવાય બીજું કાંઈ ઇન્ટરેસ્ટિંગ દેખાયું નહીં. માહિરે લેપટોપ બંધ કર્યું . બેડ ની પાસે ના ડ્રોવર ની અંદર પડેલ ડાયરી બહાર કાઢી. અને પહેલું પન્નુ ખોલ્યું. "ડ્રિમ ગર્લ". 40-45 જેટલા પેજ માહિર વાંચી ગયો પણ આગળ ડાયરી ના પન્ના કોરા હતા.  માહિરે ડાયરી બંધ કરી અને ફરી ડ્રોવર માં મૂકી દીધી.

***

રાત ના અગિયાર વાગ્યા હતા , રિમા તેના રૂમ ની બાલ્કની પાસે બિનબેગ રાખી અને બેઠી , કાન માં ઇઅરફોન  લગાવ્યા અને સાથે સોશ્યલ સાઈટ્સ પર એક્ટિવ થઈ. અને પેહલી જ નોટિફિકેશન માહિર એ મોકલેલ ફ્રેન્ડ રિકવેસ્ટ  ની આવી. રિમા એ તુરંત માહિર નું પ્રોફાઈલ ચેક કર્યું , ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કર્યા બાદ માહિર ની ફેસબુક વોલ પર કંઈક 2 દિવસ પહેલા અપડેટ કરેલ આર્ટીકલ રિમા એ વાંચવા ની શરૂઆત કરી. 

" તમને ગમતી વ્યક્તિ માટે તમે ગીફ્ટસ અને સરપ્રાઈઝ પ્લાન કરો એક દિવસ માટે એ માણસ ને ઈમ્પોર્ટનસ આપો , તેને દુનિયા ની બધી ખુશી આપવા ના પ્રોમિસિસ કરો એ બધા થી એ વ્યક્તિ તમારા થી ઈમ્પ્રેસ જરૂર થશે પણ તમારા થી ખુશ નહીં થાય. 
તમને ગમતી વ્યક્તિ ને જો તમે ખુશ જોવા માંગો છો તો એ વ્યક્તિ ના કામ ની તારીફ કરો , એ કામ જે તે વ્યક્તિ આખો દિવસ કોઈ શિકાયત વિના ચહેરા પર સ્માઇલ રાખી ને કરે છે. જેમ કે તમે તમારી મમ્મી ને ખુશ જોવા માંગો છો તો હંમેશા એમના દરેક નાના કામ માં એમની તારીફ કરો , આખા દિવસ માં તેની એક વખત એના કામ માં મદદ કરો , તમારો રૂમ સાફ જોઈ એને ગળે મળી ને થેન્ક યુ કહો અને રાત પડતા એને પૂછો કે" મમ્મી તું આખો દિવસ આટલું કામ કરી ને થાકી નથી જતી ?" 
આવી નાની નાની વાતો અને કાળજી જ એમને દિલ થી ખુશ કરી જશે. ......."

વગર પલક ઝબકાવ્યે રિમા લગભગ આખો આર્ટકિલ વાંચવા લાગી. અને એ વાંચ્યા બાદ એને સમજાયું કે આજે તેના પાપા આટલા ખુશ કેમ હતા. 'કોઈ ઈમાનદાર વ્યક્તિ ને જ્યારે દુનિયા સામે એની ઈમાનદારી માટે બિરદાવવા માં આવે ત્યારે એ વાત થી વધુ ખુશી એને બીજી કોઈ વાત માં ન મળી શકે. 

રિમા ઉભી થઇ તેને પોતાની ની બાલ્કની નો દરવાજો બંધ કર્યો અને તેના બેડ પર આડી પડી. આંખો માં નીંદર હતી પણ મન માં માહિર નો ચહેરો અને તેની વાતો ભમતી હતી ........


******
ચાલો હવે જોવા નું એ રહ્યું કે હવે કે રિમા અને માહિર ની એકલતા વાળી મુલાકતા થશે કે નહીં ? તમને શું લાગે છે ?