ye rishta tera mera 2.19 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.19

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.19

યે રિશ્તા તેરા મેરા 2.19

જિંદગી ઘણાય ઉતાર ચડાવથી ભરેલી હોય છે,દરેક વખતે ઢાળ આસાનીથી ચડી જવાય એવુય નથીને ન ચડી શકાય એવુય નથી કેમ કે એક બાજુ ઢાળ ચડવો પડે તો બીજી બાજુ ઉતરવાનુય આવે.

આવુ જ થયુ મહેક સાથે,અવનીનો મુકેલો ચાડીયો મહેક પાછળ પીછો કરતો આવ્યો તો ખરો પણ જયદિપને મહેક વચ્ચેની વાતચીત ન સાંભળી શક્યોને એ ન સાંભળી શક્યો એટલે જ અવનીને ખબર ન પડી કે મહેકને કોઇ જોડે પ્રેમ હતો એ જ જયદિપ છે,પણ એટલી અવશ્ય ખબર પડી કે જયદિપને મહેક જોડે સરસ બને છે.

***

10,000 રુપિયા લઇને મીત મફતપરામા ગયો...
મીત;ઓ સુવરકી ઓલાદો,ચલો જાયે નાસ્તો કરવાને રમવા,હજુ દુધ પીવોકે શુ તમારીમાનુ?

રવિ;ના..ના.....તારી માનુ

પરેશ;જો આવ્યા...

બધા જ આવ્યા...

(આજ બે દોસ્ત નવા પણ આવ્યા...)

દેખાવે સુવ્યવ્સ્થિતને બોલીના શાંતને સારા...

પ્રતિક;ક્યા જાવ છો?

મેહુલ;અરે!!અમે નાસ્તો કરવા જાયે છીએ અગર તને મીત હા,પાડે તો આવ

મીત;ઓકે નો પ્રોબ્લેમ્સ

ત્યા જ સામેથી રોહન આવ્યો..

રોહન;ઓ પ્રતિક ક્યા જાય છે?શુ કરે છે? ને તારા મમ્માને તે કશુ કહ્યુ?

પ્રતિક;ના,એ તો ભુલાય જ ગયુ.

રોહન;અઠવાડિયા પેલા કિધા વગર વયો ગયો તો માર્યો તો હસીને યાદ છે ને?

પ્રતિક;હા,લે કહિયાવુ...જતા જતા આને જમવા લઇ જવાનો છે તો એની મમ્મીને પણ કે’તો આવુ.

મીત;હા,કે’તો આવ.

મીત,પ્રતિક,રોહન,મેહુલ,પરેશ,રવિ, સાગર,અમર,જતીન બધા ને લઇને મીત હોટેલમા જવા રવાના થયા..બધા જ દોસ્તો રોડ પર આવીને ઉભા રહ્યા...

રવિ;ઓટો...ઓટો..ઑટો...

ઓય....જતી રહી

મીત;ઓટો..ઓટો..

જતી રહી..ઓહો તમારે લોકોને તો આવુ જ હોય

મેહુલ;ઓટો,ઓટો...ઉભી રહી બધા બેસી ગયા.

મીત;જો તમારે બધા એ ત્યા શાંતિ જ રાખવાની છે ને કોઇ એ આડા-અવળુ બોલવાનુ જ નથી.

અમર;ઓકે ભાઇ લઇ તો જા,અમને એ હાઇફાઇ તારી હોટલ તો બતાવ.!

પ્રતિક;ત્યા તો વ્યવસ્થિત જ રેવાનુ જેમ આપને બોવ પૈસાવાળા હોઇએ.

રોહન;હા,મારા પાપા મને એકવાર હોટલમા લઇ ગયાતા.

મીત;હા,સુપર જ લાગવાનુ ત્યા.

રવિ;અમે નવા કપડા પહેર્યા જ છે સારા જ લાગીશુ.

મેહુલ;પણ "રમવા" જવાનુ શુ થશે?

મીત;ઘણાય પૈસા છે.ચિંતા ન કરો...

પરેશ;હા,ભાઇ,હા...તુ સાળો ડૉકટરનો છે,

રીક્ષાવાળો બોલ્યો શુ?

આ અંશ સાહેબના સાળા છે? મેહુલ બોલ્યો.

રોહન;હે?

જતીન;હા,તો તને શુ થયુ?

સાગર;અમે અમારા પૈસે થોડા જાયે છીએ.

રોહન;તો?

અમર;મીત લઇ જાય છે.

પ્રતિક;આટલા રુપિયા?ત્યા બોવ ખર્ચ થાય છે હો.

મીત;દસ હજાર રુપિયા છે.

રીક્ષાવાળો;શુ?

મીત;હા,ટેક્સીવાળા ભાઇ આજ તમને 50 નહી 100 મળશે....ચલાવે રાખો હો.

બધા હસી પડ્યા...

ટેક્સીવાળો;પણ આટલા રુપિયા...આવ્યા ક્યાથી?

પ્રતિક;હા તો...ક્યાથી?

રોહન;મીત,તુ ઘેરથી પુછીને લાવ્યોને મને તો ડર લાગે છે મને મારા પાપા મારશે.

મેહુલ;આ હરામી તો બિકન છે બે’ય...રોહનિયોને પ્રતિકિયિઓ....

રવિ;મા-બાપની ચમચી છે...એ કે એટલુ જ પાણી પીવે બે’ય બાયો છે બા’યો

બધા હસી પડ્યા....

ટેક્સીવાળો પણ તે ઘેર વાત કરી,આ બધુ કરતા પેલા?

પરેશ;રુપિયાવાળાના છોકરા પુછીને કામ ન કરે?

મેહુલ;એ તો જાતે જ બધુ નક્કી કરે હો...

રોહન;તેમ છતાય એક..

જતીને રોહનનુ મો દબાવ્યુ ને પછી બોલ્યો પ્રતિકબેન રોહનબેન અમે તમને ઘેર મુકી જશુ ચિંતા ન કરો.

રવિ;પણ પછી રમવાના પૈસા વધશે?

મીત;દસહજાર છે વધે જ ને?

ટેકસીવાળો;રમવાના એટલે તમે મોલમા જવાના છો પેલી બધા ચલાવવા જાય લાઇટને પાવરવાળી મોટર ચલાવવા?

સાગર;હસીને "ના પત્તા રમવા"

ટેકસીવાળો;નક્કી કશુ ક રંધાય છે.......તમે ક્યા રમવા જશો?

મીત;તમારે શુ કામ છે આટલુ બધુ?


અમર;ઓહો...રીક્ષાવાળા રમતા હોય ને દારુ પણ પીતા હોય....અરે!! ભાઇ,મફતપરાની ચાલીમા જ...

મીત;હવે મને રમતા ફાવી ગયુ...

અમર;ને હમણા તો પીતા પણ...

મેહુલ;હા....આજ વિદેશી લેવાનો છે...વિદેશી

રીક્ષાવાળો;મને ક્યારેક ચખાવજો....પછી વાત જાણવા બોલ્યો.....તમે વિદેશી લાવો ક્યાથી?


રવિ;મફતપરામા બધુ મળે...હસીને

પ્રતિક;તમારા જોડે અમારે આવવુ જ ન’તુ મારા મમ્મી ખીજાશેને પાપા મારશે એ જુદા.

રોહન;હા,મારા પાપા તમારા જોડે રે;વા ની ના જ કહે છે.

પ્રતિક;અમે તો જમવા માટે આવ્યાને તમે લોકો તો કેવુ કરો છો.!!!

પરેશ;અમારા જોડે આવ્યા જ કેમ તો?અમે ક્યા બોલાવ્યાતા,?તમે તો સામેથી જ આવ્યા..

મીત;હા,તમે જમીને જતા રે;જો કોઇ ખીજાયને મારે ત્યારે કેવુ થાય એની મને બધી જ ખબર છે.

પ્રતિક બહાર આવ્યો...

તેનુ મન અશાંત છે,મારા ટીચરે કહ્યુ કોઇ ખોટા રસ્તા પર જતુ હોય તો તેના મમ્મી-પાપાને કેહવુ જોઇએ.

પણ હુ મીતની મદદ કેમ કરુ?

મને તો મીત વિશે કશી જ ખબર નથી

તેની નજર સામે પડી ત્યા હજુય રીક્ષાવાળા કાકા ઉભા છે તે પણ કશુંક વિચારી રહ્યા એવું લાગે છે,પ્રતિક ત્યા ગયો

કાકા...કાકા..કા...કા..

કાકા;બોલ બેટા બોલ શુ છે?

પ્રતિક;કાકા આ અમારા મફતપરાના છોકરા મીતને એક નંબરનો હલકટ બનાવી દેશે તમે મારી મદદ કરો...મદદ કરો

પ્રતિક કાકાને કેહતો હતોને કાકાને યાદ આવ્યુ......યાદમા સરી પડ્યા

અરે અરે એ ગઇ ગઇ

લે જો પડીને?

ઓય બાપ...કેટલુ લોય નીકળ્યુ!!!

શુ થયુ શુ થયુ....જે બાળકી પડી એની મમ્મી આવી..

ઓય મા...મારી "વીશુ" પડી પડી...

લોય નીકળ્યુ....

ત્યા જ દરવાજો ખોલ્યુ અરે...મારી વીશુ પડી

તેડીને લ્યો વોવ તમે ને વીશુ ની બા બેસી જાવ ને બેસી ગયાને એમણે રીક્ષા ચલાવી.....સ્પીડમા ચલાવી.

હોસ્પિટલ પહોચી ગયા.વીશુને અંદર લઇ જવામા આવી ત્યા જ એક ડોકટર દેખાયા 

ડૉકટર;અરે બોવ લોહી નીકળે છે,કાકા તમે વિંડૉ પર 500 રુપિયા જમા કરાવી આવો મીરા બેબી ને ...
ટાકા મારી દે

પણ સાહેબ;વીશુના દાદા બોલ્યા

ડોકટર;હા...કાકા સામે જ

એમ નહી સાહેબ...ઉતાવળમા આવ્યા તો પૈસા નથી માત્ર રીક્ષા ભાડાના આવેલા 100 જ છે.એ જમા કરાવી દઉ.

અરે કાકા ના ના ચિંતા ન કરો બેબી ની ચિંતા ન કરો...સારવાર થઇ જશે.બાળક છે એ અચાનક જ પડે.તમમારે નીરાતે પૈસા ભરી જજો.

કાકા;તમારો બોવ આભાર સાયબ તમારો આભાર...

કાકા વાંધો નહી...એમા શુ!!! ડોકટર બોલ્યા

પ્રતિક;કાકા બોલો બોલો...તમે કોલ કરશોને કરશોને?

કાકા;હા...હા... એ વિચારો માંથી બહાર આવ્યા.

તુ જા બેટા હુ કરી દઇશ.

કાકા; ડોકટરે તેની જવાબદારી નિભાવી હુ મારી નિભાવીશ.પાક્કું,

તેમણે હોસ્પિટલની ઓફિસનો નંબર લગાવ્યો પોતાના મોબાઇલમાંથી...રીંગ વાગી...

ડૉકટર;હલ્લો

કાકા;જલ્દી ડોકટર અંશને જલ્દી કોલ આપો,મારે બોવ જરુરી કામ છે.

હુ અંશ જ બોલુ છુ બોલો’

કાકા; હુ ભુરો સાયબ...મારી દિકરાની દિકરીને તમે પૈસા વગર જ ટાકા કરી આપ્યાતા.

હા હા....કેમ હજુ સારુ નથી થયુ કાકા

કાકા;ના,ના હુ મારી ઓળખ આપુ છુ....આખી વાત કરી.સાયબ, અમે નાના માણસો,તમને અમારી વાત સાચી ન લાગે પણ તમે મારા પર દયા કરીતી એટલે હુ મારી ફરજ નિભાવુ,બીજુ તમે અહી ના નામદાર વ્યક્તિ અગર કશુક થશે તો ટીવીમા આવવા માંડશે તમારી આબરુના કાકારા થઇ જશે.

અંશ;સારુ થયુ કાકા તમે કીધુ,હુ હમણા જ અવનીને કહી તપાસ કરાવુ છુ આભાર તમારો.


કાકા;એમ નહી કરતા સાયબ..

અંશ;કેમ?

સાયબ;ખરાબ વસ્તુ છાની રાખવાની હોય ગમે તેવી નજીકની વ્યક્તિ હોય કેવાની ન હોય.એકલા જ જોવા જાણવાનુ હોય.ગામને મોઢે ગળણુ ન બંધાય સાયબ.કે સુરજ આડો પડદો પણ ન કરાય.એ તો આપડે જ સંતાવુ પડે.

અંશ;હુ તમાંરો કેવાનો અર્થ સમજી ગયો,કાકા તમારો ફરીવાર આભાર.હુ મારી જાતે જ તપાસ કરીશ,મને ફરીવાર બધુ કહો ક્યા જાવ?

કાકા;તમે તમારા ઠાઠમા ન આવતા.

અંશ;એટલે?

કાકા;તમે આવશો તમારા વેશમા તો એમ લાગશે કે કોઇ પોલિસ આવી તમે સાદા વેશમા પત્તા રમવાની આશાથી જ આવશો.

અંશ;ઓકે....


કાકા;જગ્યા કીધીને કેમ આવવુ એ કહ્યુ.

અંશ;ઓકે....હુ તમારા કહ્યા પ્રમાણે જ કરીશ.
કોલ રાખ્યો....


અંશને યાદ આવવા લાગ્યુ


અંશ;અવની આટલી મોડી?
અવની;અ..અ..અ...એ હુને મીત બ..ઝાર...મા.પણ તુ અહી કેમ?

***
મહેશકાકા;અંશ સાહેબ મીત ગમે તેટલા પૈસા માંગે હુ ના ન કહુ પણ હુ પુછુ કેમ જોઇતા તો અવનીમે’મ પૂછવાની ના કહે છે.

અંશ;ઓહ,કાકા અવની કરે એ બરાબર જ હોય.

***
મહેશકાકા;અવની મે’મ બોવ જ લાડ લડાવે છે.એ સમયસર ઘેર પણ નથી આવતો.

અંશ;અવની મે’મ ને બધી ખબર છે?

કાકા;હા

અંશ;તો વાંધો નહી.

***
મીરા;અંશ  મારી મજબુરી કોઇ નથી સમજતુ કોઇ નહી...

અંશ;શુ બોલ?

મીરા;તમે લોકો કશુ જ નથી સમજતા મારી લાઇફ,નર્ક થઇ ગઇ નર્ક.

આકાશ;તુ આવુ એક વીકથી કરે છે,મે ને અંશે તારા માટે શુ નથી કર્યુ,?ખીજાતા-ખીજાતા મહેક પણ અંશથી દુર થતી જાય છે,હુ રાત-દિવસ તુ કહે તેમ કરુ છુ કેમ કે તને ઘરની યાદ ન આવે ને તુ બસ મને કોઇ સમજતુ નથી કોઇ સમજતુ નથી તુ બેહરી કે મુંગી નથી અમને કહે તને શુ વાંધો છે.?


મીરા;વાંધો લાગણીનો નથી,ઇશ્વરનો પણ નથી પણ મનુશ્યનો જ વાંધો કેમ પતે કે?...તમે મને કોઇ સમજતુ જ નથી.....

અંશ;બસ,આકાશ,મારી બેનને આવુ ન કે આ બાજુ આવ એમ કહી હગ આપતા જ બોલ્યો મીરા પ્લીઝ બસ....શાંતિ.

મીરા;હુ મજબુર છુ જેમણે મારી હેલ્પ કરી એ જ લોકોને હુ હેરાન કરુ છુ

***
અંશને કાકાના કોલ પછી યાદ આવવા લાગ્યુ કેમ કે કાકા એ કોલમા કહ્યુ કે મીતને મદદ કોઇ અવનીદીદી કરે છે,

અંશ વિચારી રહ્યો મતલબ આ બધુ અવની કરે છે ને એ મીરાને મજબુર કરે છે.

અંશે મીરાને તત્કાલ બોલાવી.