Dharbayeli Sanwedna - 5 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ધરબાયેલી સંવેદના - ભાગ ૫

Featured Books
Categories
Share

ધરબાયેલી સંવેદના - ભાગ ૫

પૃથ્વી જ્યારે પણ સમય મળે ત્યારે મેઘા સાથે વાત કરતો, એને સમજાવતો. પૃથ્વીની વાતની ધીમે ધીમે અસર તો થતી પણ ફરી એને રોહન અને રોહનની વાતો યાદ આવી જતી. મેઘા રોહનને ભૂલી નહોતી શકતી.

પ્રેમમાં મળેલ શબ્દરૂપી ઘાવ ક્યારેય નથી ભરાતા, 
તમે જ્યારે યાદમાં ડૂબો છો ત્યારે એ ફરીથી તાજા થઈ જાય છે.

     ઘણા પ્રેમને રમત સમજે છે...રમત રમીને, સપનાં દેખાડીને ચાલ્યા જાય...એને એમ કે, બેચાર દિવસ પછી ભુલી જશે...બધું નોર્મલ થઈ જશે...કેમ કે પ્રેમ ન હોય એ વ્યક્તિ માત્ર પોતાનું જ વિચારે છે...પણ આ રીતે તો મેઘા માટે બધું ખતરનાક થતું જતું હતું.

     આ રીતે જો કોઈ કોઈને ભુલી શકતું હોત, નોર્મલ થઈ શકતું હોત, તો દુનિયામાં કોઈ પાગલ જ ન હોત...પાગલનું કોઈ દવાખાનું જ ના હોત...આખી જિંદગી પુરી થઇ જાય તોય ૧ % જેટલું પણ ઠીક નથી થતું.

    રોહન તો મેઘાને સમજવા તૈયાર જ નહોતો. પણ જેની લાગણી ચુરચુર થઈ હોય એને કોણ સમજે ??? એ બિચારી ક્યાં જાય? કોને કહે? શું કહે? મેઘા અંદરને અંદર પિસાયા કરતી... કુરુક્ષેત્રનું લોહિયાળ મહાભારત તો બધાએ જોયુ. પણ આ મનની અંદરનું મહાભારત? એ કેટલું પીડાકારી હોય છે... એ તો તરછોડાયેલાને જ ખબર પડે.. જેના પર વીતે એ જ જાણે... બ્લડ કેન્સરની જેમ ધીમે ધીમે મરવાનું... પણ જ્યારે એમ સાંભળવા મળે કે પછી ધીમે ધીમે બધું ઓકે થઈ જશે... પણ બધુ ઓકે નથી થતું. એનો મતલબ જ એ કે એ પ્રેમને, એની તીવ્રતાનને એ જાણી જ ના શક્યો..! પછી એ તરછોડાપણું એ પોતે જાતે સ્વીકારી લે છે... એ બ્લડ કેન્સરની પીડા માટે તૈયાર થઈ જાય છે... સંપર્કવિહિન થઈ જવા મજબૂર જઈ જાય છે... અને બે ચાર મહિના પછી સામેની વ્યક્તિ મનોમન એમ જ વિચારે છે કે જો બધું ઓકે થઈ ગયું ને? રોહને તો માની લીધુ કે બધુ ઓકે થઈ ગયું...રોહને કાલ્પનિક સત્ય માની લીધુ... એકમાત્ર પોતાના ફાયદા માટે... 

      વિરહી પ્રેમિકાની જેવી મનોદશા હોય એવી જ મનોદશા અત્યારે મેઘાની થઈ ગઈ હતી. વારંવાર અફસોસ વ્યક્ત કરતી હતી. એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, જે ચમક ચહેરા પર હોય એ ફીકી પડી ગઈ હતી. એકલતા માં વારંવાર આંખો માં આંસૂ આવી જતા. વ્યગ્રતા, સતત ચિંતા માં રહેતી હતી. રોહનની બહુ આતુરતા પૂર્વક રાહ જોતી રહેતી. આખો દિવસ વિચારોમાં ખોવાયેલી રહેતી, દરેક ચીજ વસ્તુ થી લાપરવાહ રહેતી. ન તો ભૂખ લાગતી ન તો ઊંઘ આવતી. 

     મેઘા ધીરે ધીરે ખુદ માં સમેટાતી ગઈ... 
બધા સામે નોર્મલ રહેતા એ અંદર થી તૂટી
ગઈ.... 
અંદર થી રોજ એક મૌત મરતી રહી...
સપના ક્યારેય સાચા નથી થતા એ જાણતા હોવા છતાં... 
રોજ એક સપનું જોતી ગઈ...
બહુ બધું બોલતા બોલતા એ વધારે ને વધારે ચૂપ થતી ગઈ...
રોજ જુઠ્ઠું હસતા હસતાં એ અંદર ને અંદર રડતી ગઈ....
રોજ થોડું પીગળવા માં એ પથ્થર બનતી ગઈ....
એ ફક્ત એની થવામાં...
ખુદ થી દૂર થતી ગઈ...

    મેઘા ઈમોશનલી તૂટી ગઈ હતી. પોતાની પ્રોમ્બલેમ હવે એ પૃથ્વી સાથે શેર નહોતી કરતી. કોઈપણ વાત હોય કે મુશ્કેલી હોય પોતાની જ રીતે Solve કરતી. હવે પોતાની લાગણીઓને સરળતાથી કહી શકતી નહોતી. ચહેરા પર હસી રાખીને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. હંમેશા એકલી રહેવાનો પ્રયત્ન કરતી રહેતી. થોડી શાંત અને બિનસંવેદનશીલ દેખાતી પણ હકીકતમાં એવું નહોતું. પકડાઈ ન જવાય એવી રીતે ખોટું બોલતા શીખી ગઈ હતી. 

     મેઘાના આવા લક્ષણોને લીધે પૃથ્વીને ખ્યાલ આવી ગયો હતો કે મેઘા ભીતરથી ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ છે. એટલે પૃથ્વી એને સાંત્વના આપતો રહેતો. એને હસાવવાનો  પ્રયત્ન જરૂર કરતો...મેઘાને ક્યારેય એકલી પાડવા જ નહોતો દેતો. મેઘા ચિંતામાં હોય તો ગમે તે રીતે એનું મગજ કોઈ બીજી જગ્યા એ લાગે એવું કંઈક કરી દેતો.

      રોહનની અનહદ રાહ જોતી હોય તો એને વાસ્તવિકતા થી વાકેફ કરવા અને નવી દિશા બતાવવા પ્રયત્ન કરતો. મેઘા વિચારોમાં  ખોવાયેલી રહે તો પૃથ્વી એને વારંવાર ટોકતો રહેતો...ભૂખ્યા રહેવાથી કોઈ પાછું નથી આવવાનું...જાગવા થી કોઈ પાછું નથી આવતું...ઉપર થી તબિયત બગડતી હોય છે..
એવી પ્રેરણાદાયક સમજ આપતો રહેતો. 

કોઈ એક વ્યક્તિથી સંબંધ સચવાતો નથી 
માત્ર ને માત્ર ઢસડાય છે. અને આવા સંબંધોમાં પૂર્ણવિરામ મૂકી દેવું એ જ બેસ્ટ વિકલ્પ છે. 

     પૃથ્વી નોટીસ કર્યું કે મેઘા ઉપર ઉપરથી તો ખુશ દેખાય છે પણ ભીતરથી એકદમ તૂટી ગઈ છે. ઘરના લોકો સામે ખુશ દેખાય તો વાંધો નહિ પણ મારી સામે પણ ખુશ દેખાવાનું નાટક કેમ કરે છે? 

वो छिप छिप कर तन्हाई में
     आँसू बहाती रही
जब भी मिली मुझसे 
     अपने आँसू को छिपाती रही

देखकर उसकी आँखो का हाल 
      वजह पूछता कभी
मेरी आँख मे कुछ गिर गया है
      बहाना बनाती रही

खुशियों से दूर दर्द से कुछ
      एसा रिश्ता था उसका
हर दर्द को बडे प्यार से 
      अपने सीने से लगाती रही

      देखकर दूसरे के आँसू 
कोशिश करती थी उसे कम करने की
     वो भूलाकर अपनी महोब्बत 
हमें महोब्बत सिखाती रही।

    બાલ્કનીમાં પૃથ્વી અને મેઘા દરરોજ વાતો કરતા. આજે પૃથ્વી બાલ્કનીમાં ઉભો હતો. મેઘા પણ બાલ્કનીમાં આવે છે.

પૃથ્વી:- "ચકુ હું તારા ભલા માટે જ કહું છું. રોહનને ભૂલી જા. એ તને પ્રેમ જ નથી કરતો. તું સમજે છે એવી આ દુનિયા નથી. 12 ની Exam છે. તો પ્લીઝ વાંચવામાં ધ્યાન આપજે."

મેઘા:- "ના મારાથી નહિ બને. આ વર્ષે તો હું નાપાસ જ થવાની છું."

પૃથ્વી:- "શું થઈ ગયું છે તને? રોહન માટે તું તારું આખુ વર્ષ બગાડીશ એમ? Are you mad?  કાલ સાંજથી તું મારા ઘરે આવજે. દર વખતની જેમ આપણે સાથે અભ્યાસ કરીશું. સમજી?"

મેઘા:- "Ok."

    મેઘાએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ જ નહોતી આવતી.

एक सन्नाटा दबे पाँव गया हो जैसे
दिल से एक खौफ सा गुज़रा है,,,
बिछड़ जाने का ! !

    મેઘા રોહનના વિચારોને લઈ ઘણી ડિસ્ટર્બ થઈ જતી. પૃથ્વી એને સંભાળી લેતો અને મેઘાને Examની તૈયારી કરાવતો.

    એકલી પડતી ત્યારે રોહનને મનોમન ખુબ યાદ કરતી.

સ્મરણનું રણ બહુ વ્યાકુળ કરે શાને?
અશ્રુ દે તે મને જ..!!
મૃગજળ સમ હવે ભાસે મિલન
કોઈ ફેર પડે ના તને જ...

    મેઘા દિવસે દિવસે મૌન થતી જતી હતી. એકદમ ચૂપચાપ રહેવા લાગી. બધા સાથે જરૂર પૂરતી જ વાત કરતી.

Silence is a girls loudest cry...
You know she's really hurt,,,
When she starts ignoring you...

      બંન્નેએ 12 ની   Exam આપી. મે વેકેશન પડ્યું ને મેઘા અને એનો પરિવાર ગામે જવા રવાના થયો. કેજલ, મહેશભાઈ અને પાર્વતીબેન પણ ગામે જવા ઉપડ્યા. પૃથ્વીને આવવા કહ્યું પણ પૃથ્વીને તો અહીં જ રહેવું હતું. મહેશભાઈ અને હસમુખભાઈનું ગામ બાજુ બાજુમાં જ હતું. 

     ટ્રેનમાં બારી પાસે બેસી મેઘા વિચારી રહી હતી કે " રોહન જ મારી જીંદગી હતી. હવે હું શું કરીશ? શું રોહનને મારી જરાક પણ ચિંતા નથી?" 

કહેવી હતી ઘણી વાતો તને, પણ મેં એ ક્યારેય તને કહી નથી,
બોલીને કહેવું મને ગમતું નથી, ને મૌન સાંભળવાની તનેય પડી નથી...

ફરિયાદ તો આજે પણ ઘણી છે આ દિલને તારા પ્રત્યે,
પણ રિસાતા મને આવડતું નથી, ને મનાવવાની તનેય પડી નથી...

કંઈક હશે તારી ભૂલ, ક્યાંક હું પણ ખોટી હોઈશ સંબંધમાં,
દૂર થવાનું કારણ હું જણાવતી નથી, ને પૂછવાની તનેય પડી નથી...

હા, માનું છું કે નથી રહી મીઠાશ પહેલા જેવી સંબંધમાં હવે,
પણ સંબંધ મારે તોડવો નથી, ને બચાવવાની તનેય પડી નથી...

આંખ તો મારી કેટલીયે વાર ભરાઈ આવે છે તારી યાદોમાં,
પણ રડવું મને ગમતું નથી, ને મારા આંસુ લૂછવાની તનેય પડી નથી...

અંતર વધ્યું તો છે આપણી વચ્ચે, એનું આ પ્રમાણ છે,
હું દૂર જતી નથી, અને નજીક આવવાની તનેય પડી નથી...

હજી પણ રાહ જોઉં છું એ જ માર્ગ પર જ્યાંથી તું છોડી ગયો,
હું આગળ વધતી નથી, ને પાછું વળવાની તનેય પડી નથી...

કેવી અજબ ગાંઠ પડી છે સંબંધમાં કે તકલીફ મને થાય છે,
હું ગાંઠ તોડતી નથી, ને ગાંઠ છોડવાની તનેય પડી નથી...

યાદ તો આપણે બંને નથી કરતા હવે એકબીજાને,
કારણ કે તને હું ભૂલી નથી, ને મને યાદ કરવાની તનેય પડી નથી..!! 

ક્રમશઃ