bas kar yaar part-6 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર ભાગ - 6

Featured Books
Categories
Share

બસ કર યાર ભાગ - 6







ભાગ 6..સમજવા માટે ભાગ 4,5 વાંચવા જ પડશે..!! 

બસ કર યાર ભાગ 6,

આજે તો ફોન આવવો જ જોઈએ.. 
તેવા અરમાનો સાથે મોડી રાત સુધી જાગવુ, વહેલા ઊભા થઈ જવું, થોડી થોડી વારે.. મેસેજ ચેક કરવા, વગેરે બાબતો વિજય ને સંકેત કરતી હતી કે "અરુણ" કોઈ પરેશાની મા છે...

પૂરાં સાત દિવસ થઈ ગયા હતા.. હું ફોન ની તીવ્ર રાહ જોઈ રહ્યો હતો.. દરરોજ નાં રોજીંદા વહેવાર કરતા હાલ મા મારા સ્વભાવ નો બદલાવ.... ઘણા મિત્રો ની નજરે ચડયો હતો..

ખાસ કરીને વિજય અને પવન ની નજરે મને પૂરો સમજી લીધો હતો..

"અરુણ" શું આખો દિવસ સૂનમૂન, વિચારો માં ખોવાયેલો રહે છે, વિજયે મને ધ્યાનભંગ કર્યો..

કાંઈજ નહીં !. મેં નકલી સ્મિત સાથે કહ્યું..

હવે મહેક,  માં આખો દિવસ ખોવાયેલ ના રે... ઈ હવે કઈ થવા કરવા નું નથી,  પવન ટીખળ કરી હસ્યો...

મેં પણ મિત્ર સામે હાસ્ય નો મુખવટો પહેર્યો..અને મનમાં બબડ્યો  "થઈ તો ગયું છે પણ, કહી નથી શકતો..!!

અમારી વાતો ના વડાપાઉ હજી તૈયાર થાય.. ત્યાંજ મારા ફોન ની રીંગ ટોન વાગી..!

અજાણ્યા નંબર પરથી આવેલા આ કોલે મહેક ની યાદ ને તાજી કરી દીધી... 

મેં તરત જ ફોન રિસીવ કર્યો.. અને સામે થી સુમધુર મીઠાસ ની ખુશ્બુ જેવો અવાજ મારા કાને પરાણે અથડાયો...!
"હેલો, અરુણ,?"

"યસ" મેં કહ્યું..

"હું મહેક, ઓળખાણ પડી..? 

હા,કેમ છો ? મેં કહ્યું...

મહેક નો અવાજ સાંભળીને મારું હૃદય ગાર્ડન ગાર્ડન થઈ ગયું... રણ પ્રદેશ માં વરસાદી વાવાઝોડું તોફાને ચડયું હતું....

હાય, હેલો ની વાતો પૂરી કરી.. 
મેં મહેક પાસે એનો વોટ્સએપ, ફેસબુક આઇડી માંગી લીધા..ચેટ  પર મળીશ, એમ કહી ફોન કટ કર્યો..

શરૂઆત માં વહેલી સવારે જાગતા.. Good morning ને મોડી રાત્રે good night... ના મેસેજ ચાલુ થઈ ગયા...
પણ, પછી ધીરે ધીરે ફોટા, ફની વિડિયો, શાયરી ને જોકસ ફોરવર્ડ કરવાનું કાયમી થઈ ગયું..

મહેક પણ આ મા અપવાદ નહોતી...
મહેક મન્ડે થી કોલેજ આવશે.. સમાચાર સાંભળતા જ મારા દિલ માં હર્ષ છવાઈ ગયો..

હું એને કેવી રીતે આવકારીશ... તેના ખ્યાલ માં ખોવાઈ બેઠો જ હતો...ત્યાં જ.. 

પવન.. એક દમ વાવાઝોડા ની જેમ ત્રાટક્યો..અને એકસાથે બબડ્યો.. 
"અરુણ, તારે મારી સાથે સન્ડે આવવુ પડશે.. ગિવ પ્રોમીશ,?..

ક્યાં જવાનું..? મેં કહ્યું..

મારા ફ્રેન્ડ ના બર્થ ડે પાર્ટી મા... તારે આવવુ જ પડશે..!!
કહી એ કામ નું બહાનું બતાવી નીકળી ગયો..

પવન ફર્સ્ટ યર માં હતો..વિજય નો જીગર જાન દોસ્ત હતો.. આજે એની મિત્ર, ગર્લ ફ્રેન્ડ નેહા નો બર્થ ડે હતો..
આજની બર્થ ડે પાર્ટી નેહા ના  મિત્ર વર્તુળ દ્વારા આયોજિત હતી..
માટે યુવા મિત્રો જ આવવાના હતા..
હું પણ, પવન ની સાથે પાર્ટી મા ઉપસ્થિત થયો... ગુલાબ ના તાજા તાજા ફૂલો નો ગુલદસતો લઈ... પણ, એમાં મહેક ની કમી લાગતી હતી.... 

__-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_

બસ કર યાર..! આવતાં ભાગ માં મહેક અને અરુણ ની વાસ્તવિકતા પ્રગટ કરીશ.... મહેક ના દિલમાં અરુણ માટે લાગણી વ્યક્ત થાય છે કે નહીં....? 
શું મહેક અરુણ ને ચાહે છે કે પછી..?? 




Continues to.. Part 7

મિત્રો, આપ સહુ નો હ્રદય થી આભાર.!! 
બસ કર યાર... 
એક શોર્ટ સ્ટોરી લખેલી... પણ, #માતૃભારતી અને માત્રુભારતી પરિવાર થી જોડાઈ રહેવા માટે વિસ્તાર થી લખવાનું શરૂ કરી... આપની સમક્ષ પાર્ટ - 6 મૂક્યા છે..

આ ભાગ તમે વાંચસો ત્યાં સુધીમાં કદાચ બસ કર યાર ના સંપૂર્ણ ભાગ સબમિટ થઈ ગયા હસે...

આપના પ્રતિભાવ ની રાહ જોઈશ... 
હસમુખ મેવાડા.. 9913002009 watsup, 
991300mewada@gmail.com