Limelight - 7 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ ૭

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૭

ધારાને થયું કે આજે પોતે વધારે પડતું તો પી લીધું નથી ને? સામે હસતા ઊભેલા સાકીર ખાન સામે તે જોઇ રહી હતી. બે-ત્રણ વખત તેણે આંખો ખોલ-બંધ કર્યા પછી તેને ભાન થયું કે સામે ખરેખર સાકીર ખાન ઊભા છે અને તે કોઇ સપનું જોઇ રહી નથી.

"હાય બેબી! હાઉ આર યુ?" સાકીરે ફરી તેને બોલાવી.

"ઓહ! આઇ એમ ફાઇન!" ધારા ઉત્સાહથી બોલી.

"શું વાત છે એકલી બેઠી છે? કોઇની કંપની નથી?"

"ના, હમણાં સુધી જૈની હતી. હું પણ હવે નીકળું જ છું."

"કેમ? એકલી જ જઇશ?"

"હા, કાર જાતે જ લઇને જવાની છું..."

"પણ આજે કાર ચલાવવાનું સાહસ કરવા જેવું નથી. હું તને મૂકી જાઉં છું. મહેન્દ્રકુમારને પણ મળી લઉં..."

ધારાને થયું કે આ સારી તક છે. હું પણ વાત કરી લઉં અને પાપા પાસે પણ ભલામણ કરાવી દઉં તો સાકીર સાથેની ફિલ્મ પાકી થઇ જાય. ધારાની નવા હીરો સાથેની પહેલી ફિલ્મ "જબ તુમ સે મિલે" ખાસ ચાલી ન હતી. પણ સ્ટાર કિડ હોવાના નાતે સાકીરે તેની સાથે એક ફિલ્મ સાઇન કરી હતી. અને હવે બોલીવુડની ગલીઓમાં સમાચાર હતા કે સાકીર "લાઇમ લાઇટ" થી બોલીવુડમાં આવી રહેલી રસીલી સાથે ફિલ્મ કરવા જઇ રહ્યો છે અને ધારાની ફિલ્મનું હાલ કોઇ ભવિષ્ય દેખાતું નથી. પણ ધારાએ કસમ ખાધી હતી કે તે રસીલીને કારણે સાકીર સાથેની ફિલ્મ ગુમાવશે નહી. એટલે તે સાકીર સાથે જવા તૈયાર થઇ ગઇ.

"ઓકે! તમારી વાત સાચી છે. ચાલો તમારી સાથે આવું છું..." કહી ધારા ઊભી થઇ. તે મુશ્કેલીથી પોતાના પગ ઉપર ઊભી રહી. સાકીરે તેને ટેકો આપ્યો. પછી બોલ્યો:"ધારા, તું સંભાળીને પાર્કિંગમાં પહોંચતી થા. મારી સાથે આવીશ તો મિડીયાને નવો મસાલો મળી જશે..."

"સ્યોર..." કહી ધારા ધીમે ધીમે જાત સંભાળતી પાર્કિંગમાં પહોંચી. થોડી જ વારમાં સાકીર આવી ગયો. તેણે દૂરથી ઇશારો કરી પોતાની કાળા કાચવાળી કાર પાસે ધારાને બોલાવી. તેની કાર સુધી આવતાં ધારા લથડિયાં ખાતી રહી. સાકીરે તેને પકડીને પાછળની સીટ પર બેસાડી. ત્યારે તેના નાજુક અંગોને જાણી જોઇને અડવાનું સાકીર ચૂક્યો નહીં.

કાર ચાલુ કરી સાકીરે પાર્કિંગની બહાર કાઢી. અને રોડ પર દોડાવી. સાકીરે કાર ધીમી રાખીને મીરરમાંથી પાછળ જોયું તો ધારાની આંખ ઘેરાઇ રહી હતી. સાકીરની આંખો ચમકી. તેના મગજમાં વિચાર પણ ચમક્યો. "ધારા...ધારા....તું જાગે છે ને?"

"હં...હા...મારે તમને એક વાત કરવી હતી..." ધારાએ માંડ માંડ આંખો ખોલી.

"હા બોલ, પણ મને લાગે છે કે તું નશામાં ચકચૂર થઇ ગઇ લાગે છે." સાકીરે ચિંતાથી પૂછ્યું.

"હું તો હોશમાં છું.... તમે મારી સાથેની ફિલ્મ ક્યારે શરૂ કરશો...?"

"થોડો સમય લાગશે. હમણાં રસીલી સાથે એક ફિલ્મ સાઇન કરવાનો છું. એ પૂરી થાય એટલે ચાલુ કરીશું..."

"કેમ? હું રસીલી જેટલી સુંદર અને સેક્સી નથી..."

"એવું તને કોણે કહ્યું?" સાકીરે નવાઇથી પૂછ્યું. પછી મનમાં જ બોલ્યો:"એ તો આજે જ જાણી લઇશ!"

"તો પછી... મારી સાથે ફિલ્મ ચાલુ કરો ને! મારી પાસે હમણાં કોઇ કામ નથી..." ધારા કરગરી.

"અરે! મેં ક્યાં ના પાડી છે. તારા પપ્પા પણ ફાઇનાન્સ માટે તૈયાર છે. આ તો રસીલીની ફિલ્મના નિર્માતાને ઉતાવળ છે એટલે..." સાકીરે ધારાને તડપાવી.

"ના, મારી સાથેની ફિલ્મ પહેલાં કરો. શું હું તમને ગમતી નથી. તમે મારો સ્ક્રિન ટેસ્ટ લઇ જુઓ..." ધારા જીદ કરી રહી.

સાકીરે એકાએક કારને બ્રેક મારી. આંચકાથી ધારા ચમકીને આંખો ખોલી જોવા લાગી. "શું થયું?"

સાકીરે રોડની બાજુમાં કાર ઊભી રાખી પાછળ ફરી કહ્યું:"ધારા, તું અત્યારે હોશમાં નથી. જો ઘરે જઇશ તો મહેન્દ્રકુમાર ખીજવાશે અને તારું પાર્ટીઓમાં જવાનું બંધ કરાવી દેશે. એક કામ કર આપણે મારા ફાર્મહાઉસ પર જઇએ. તું ત્યાં શાંતિથી ઊંઘી જા અને સવારે નશો ઉતરે એટલે જતી રહેજે. અત્યારે પપ્પાને ફોન કરીને કહી દે કે એક બહેનપણીને ત્યાં રોકાઇ ગઇ છું...." કાહેતા સાકીરને ધારાનો નશો ચઢી રહ્યો હતો.

"ગુડ આઇડિયા..." કહી ધારાએ પાપાને ફોન લગાવ્યો. તેમણે ઉઠાવ્યો નહીં એટલે ધારાએ મેસેજ મૂકી દીધો અને ખુશ થઇ બોલી:"ચલો શાંતિ... પાપા ઊંઘી ગયા લાગે છે..."

"પણ આજે હું તને ઊંઘવા નહીં દઉં જાનેમન!" એમ મનોમન બોલી સાકીરે તેને કહ્યું:"આપણે ફાર્મ હાઉસ પર જઇ ફિલ્મની ચર્ચા કરીએ."

સાકીરે હવે કારને પૂરપાટ ભગાવી. તે કારને પોતાના ફાર્મહાઉસ પર લઇ ગયો. ત્યાં એક સીક્યુરીટી ગાર્ડસ જ હતો. તેણે સલામ મારી. સાકીરે કારને અંદર લઇ લીધી. ફાર્મ હાઉસના મકાનના પાછળના ભાગમાં પાર્કિંગમાં કાર મૂકીને ધારાને જગાડી. ધારા અડધી-પડધી ઊંઘતી-જાગતી તેની સાથે તેના રૂમમાં આવીને બેડ પર ઢગલો થઇ ગઇ.

સાકીરે કબાટમાંથી પાણીના સ્પ્રેની બોટલ કાઢી તેના મોં પર પાણી છાંટ્યું. ધારાની ઊંઘ ઉડી ગઇ. "અરે, વરસાદ આવ્યો કે શું?"

"ના, ધારા, મારે તારી સાથે એક વાત કરવી છે. હું તારી સાથે બહુ જલદી ફિલ્મ ચાલુ કરીશ. પણ તારે તારી વર્જીનીટીનો ટેસ્ટ આપવો પડશે..."

સાકીરની સીધી વાત સાંભળીને ધારા ચમકી ગઇ. પણ શરાબના નશાને કારણે માથું ભારે હતું. તેને ખ્યાલ આવી રહ્યો હતો. તેને થયું કે સાકીર સાથે એક રાત ગુજારવાથી મારી રાતોની ઊંઘ સારી આવે એવું થતું હોય તો શું વાંધો છે? તેણે ખાતરી કરવા પૂછ્યું:"મારી સાથે ફિલ્મ કરશો ને?"

"હા બેબી! તારી સાથેની રોમેન્ટિક ફિલ્મનું આ રિહર્સલ જ છે! જોઉં તો ખરો રોમાન્સના મહારાજાના રોમેરોમમાં તું કેટલી ખુશી ભરી દે છે!" કહી સાકીરે તેના હોઠ ચૂમી લીધા. સાકીરને થયું કે દાણા નાખ્યા વગર પંખી આટલી સરળ રીતે જાળમાં સપડાશે એની કલ્પના જ ન હતી. સાકીરે પોતાની ફિલ્મના રોમેન્ટિક સોંગ ચાલુ કરી ધારા સાથે મસ્તીમાં અડધી રાત વીતાવી.

સવારે ધારા ઊઠી ત્યારે તેની બાજુમાં સાકીર ઘસઘસાટ ઊંઘતો હતો. ધારાનો નશો ઊતરી ગયો હતો. તે વિચારી રહી. પોતે યોગ્ય કર્યું છે કે ભૂલ કરી છે? સાકીર પોતાની ફિલ્મની બધી હીરોઇનો સાથે આવો લાભ લેતો હશે?

તેણે જલદી ઘરે પહોંચવા સાકીરને ઊઠાડવા હચમચાવ્યો. સાકીરે તેને બેડ પર ખેંચી લીધી. તેના હોઠને જબરદસ્તી ચૂમી લીધા અને ગાવા લાગ્યો:"અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં...."

"ચાલો હવે તમારો સ્ક્રિન ટેસ્ટ પતી ગયો. મારે ઘરે જવું છે..." કહી તેની બાથમાંથી ધારા છટકી.

"તારો સ્ક્રિન નહીં સ્કિન ટેસ્ટ હતો. અને તું પાસ થઇ ગઇ છે ધારા! તારો જવાબ નથી. તારી ફિલ્મ લોન્ચ કરવાની તૈયારી કરી દઉં છું...." કહી સાકીર ખુશીથી ઉછળતો ઊભો થયો અને ઝટપટ તૈયાર થઇ ગયો.

એ સાંભળીને ધારા ખુશ થતી હતી ત્યારે તેને ખબર ન હતી કે તેણે સાકીરને શરીર સોંપીને કેટલી મોટી ભૂલ કરી છે.

***

પ્રકાશચંદ્રએ મૂકેલી શરત વિશે આલોક ગુપ્તા વિચારી રહ્યો હતો. આજે સાકીર ખાન ઓફિસ પર આવે એટલે તેમની સાથે ચર્ચા કરવાની હતી. મોડે સુધી ઊંઘતો સાકીર શુટિગમાં પણ મોડો જ પહોંચતો હતો. આજે કોઇ શુટિંગ ન હતું. પણ સાકીર જલદી આવે તો વાત થઇ જાય એમ વિચારી તે રાહ જોતો બેઠો હતો. પ્રકાશચંદ્રને જ્યારે તેણે રસીલી સાથે સાકીર ફિલ્મ કરવા માગે છે એમ કહ્યું ત્યારે તેમણે શરત મૂકી કે જો આ ફિલ્મનું ડાયરેક્શન તેમને કરવા દેવામાં આવે તો રસીલી કામ કરી શકે છે. આલોકને આ શરતથી આંચકો લાગ્યો હતો. તેને ખબર હતી કે સાકીરને તેનાથી વધુ આંચકો લાગવાનો હતો. પણ આલોકને પ્રકાશચંદ્રની વાત ખોટી લાગતી ન હતી. જો રસીલી સાથેની ફિલ્મનું નિર્દેશન તે સંભાળે તો તેની સાથેના કરારનો ભંગ થતો ન હતો. ત્રણમાંથી બીજી ફિલ્મ તેમની સાથે જ રસીલી કરવાની હતી. પરંતુ આ વાત સાકીરને ખટકવાની હતી તેની આલોકને ચિંતા હતી.

બપોરે સાકીર આવ્યો એટલે આલોક તરત જ તેને મળવા દોડી ગયો.

સાકીર પણ તેની પાસે રસીલી સાથેની ફિલ્મ વિશે જ જાણવા ઉત્સુક હતો. એટલે પહેલો જ એ સવાલ કર્યો:"આલોક, મિશન પૂરું થયું કે નહીં...?"

"જી, એ તમારા પર આધાર રાખે છે..."

"મતલબ? હું તૈયાર છું પણ પ્રકાશચંદ્ર નથી?"

"ના, એવું નહીં. રસીલી સાથે ફિલ્મ કરવા પ્રકાશચંદ્રની એક શરત છે...."

"પણ રસીલી સાથે ફિલ્મ કરવા બાબતે પ્રકાશચંદ્ર વચ્ચે ક્યાંથી આવ્યા? તેં રસીલી સાથે વાત ના કરી?"

"રસીલીના સેક્રેટરી પ્રકાશચંદ્ર જ છે. તેમની શરત છે કે ડાયરેક્ટર તરીકે તેમને સાઇન કરવામાં આવે તો રસીલી ફિલ્મ કરી શકે છે..."

સાકીર માટે રસીલી સાથે ફિલ્મ કરવાનું મહત્વનું હતું. પણ પ્રકાશચંદ્ર ડાયરેક્ટર બનવાનું કહીને પોતાની સાથે બદલો લઇ રહ્યા છે એ ગમ્યું નહીં. "આલોક, લાગે છે કે પ્રકાશચંદ્ર આપણી સાથે બદલો લઇ રહ્યા છે..."

"જી, મને પણ એવું જ લાગે છે. તમે અગાઉ એમની ડાયરેકટર તરીકેની ફિલ્મ ઠુકરાવી હતી એ ભૂલ્યા નથી...."

આલોકને એ દિવસ યાદ આવી ગયો. પ્રકાશચંદ્રની આર્ટ ફિલ્મ ડાયરેકટર તરીકેની ઇમેજને કારણે કોઇ જોખમ લેવા ના માગતા સાકીરે તેમની ફિલ્મ માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. પ્રકાશચંદ્રએ ઘણી વિનવણીઓ કરી તો પણ તે તૈયાર થયો ન હતો. પ્રકાશચંદ્રને થતું હશે કે અબ આયા ઊંટ પહાડ નીચે. આલોકને હતું કે સાકીર તૈયાર થશે નહીં. સાકીરનો પોતાનો ઇગો હતો. આટલા વર્ષોથી તે પોતાની મરજીથી કામ કરતો હતો. પણ આલોક માટે ચોંકવાનો વારો હતો.

"આલોક, મેં એમની ફિલ્મ ઠુકરાવેલી એ ભૂલ્યા નથી તો હવે એ ફરીથી મને સાઇન કરીને મોટી ભૂલ કરશે." એમ મનોમન બબડી સાકીરે કંઇક વિચારી પોતાનો નિર્ણય જાહેર કર્યો.:"આલોક, પ્રકાશચંદ્રને કહી દે કે હું તેમના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર છું."

"ખરેખર?"

"હા, કેમ તને શું લાગે છે હું હોશમાં બોલી રહ્યો નથી?"

"ના, પણ..."

"જો, જૂની વાતોને ભૂલી જવાની. તું એમને કહી દે કે હું તૈયાર છું. વહેલી તકે ફિલ્મની જાહેરાત કરી ફ્લોર પર લઇ જવાની ગોઠવણ કરે..."

આલોક તો અવાક થઇ ગયો. તેને સમજાતું ન હતું કે એક આર્ટ ફિલ્મના ડાયરેક્ટરની કમર્શિયલ ફિલ્મ હજુ રજૂ થઇ નથી તો પણ સાકીર કેમ તૈયાર થઇ ગયો.

સાકીર ખાન પ્રકાશચંદ્રની ફિલ્મ સાઇન કરી એક તીરથી બે શિકાર કરવા જઇ રહ્યો હતો તેની આલોકને ખબર જ ન હતી!

વધુ આવતા શનિવારે ૮ મા પ્રકરણમાં...

***

સાકીર ખાનને શરીર સોંપીને ફિલ્મ મેળવનાર સ્ટાર કિડ ધારાને આ ભૂલ કેટલી મોંઘી પડશે? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? "લાઇમ લાઇટ" નું ટ્રેલર લોન્ચ કર્યા પછી પ્રકાશચંદ્ર પર કઇ મુસીબત આવવાની છે? રસીલીના જીવનના કયા પહેલુ વિશે જાણીને બધાં ચોંકી જશે? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? એની પાછળ રસીલીની કોઇ ચાલ હશે? એ બધા જ સવાલ અને તેના રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. આ નવલકથા માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૬ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક સ્વરૂપવાન છોકરી અર્પિતા કેવી રીતે એક કોલેજની ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે અને રાજીબહેનને માત આપે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો. મારી ૧૧૦ ઇબુક્સ પ્રસિધ્ધ થયેલી છે અને તેને ૧.૭૫ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. એ માટે વાચકોનો આભારી છું.