Che koi evi bhasha ? in Gujarati Love Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | છે કોઈ એવી ભાષા????(1)

Featured Books
Categories
Share

છે કોઈ એવી ભાષા????(1)

હું કિંજલ પંડ્યા..કુંજદીપ 

        મારા   મનમાં ઉદ્દભવતા અને કંઈ કેટલાંય દિવસ
થી મને સતાવતા.. એવા મારા શબ્દો ને વાર્તા રૂપી
વાચા  આપુું  છું...કંઈ કેટલાંય દિવસો  થી  આ કથાવસ્તુ મારા મનમાં      હતી,જે આખરે આજે લખાઈ રહ્યું છે..

વેલેન્ટાઇન ઉપર ઘણી  વાર્તાઓ વાંચી આ તેની જ અસર લાાગે છે..
     
    છે કોઈ એવી ભાષા????????
જે બોલ્યા વિના સમજાય જાય...
હા જાણું મૌન પણ એક વાણી જ છે..
અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું..

આજે મને 13 તારીખ નું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ love story જ હોય તો જ મારી પાસે પણ હોય.

વાત ની શરૂઆત કંઈક આમ થાય છે કે,છોકરી જેનું નામ સેજલ છે એ એના બોય ફ્રેન્ડ ને સમજાવતી હોય છે જેનું નામ વિશાલ છે.બંને જણાં બાગ માં બાંકડે બેઠા હોય છે..હાથ માં હાથ નાખીને... અનહદ પ્રેમ છે બંને વચ્ચે..એક વિચારે ત્યાં બીજો એનો જવાબ આપે...એ હદ સુધી નો એમનો પ્રેમ..પરંતુ બંને ની જાતી અલગ હોય છે..બંને જણ એટલા સંસ્કારી ઘર માંથી આવે છે કે પોતાના માં બાપ સામે એ લોકો પોતાના પ્રેમ ને પણ મહત્વ નથી આપતા.

હવે ખરી વાત અહીંથી શરુ થાય છે..

    વિશાલ પોતાના કરિયર પર ધ્યાન આપે છે સાથે નોકરી પણ કરે છે.આ બાજુ સેજલ હજી ભણે છે. સેજલ વિશાલ ને કહે છે કે જયાં સુધી વિશાલ ના મેરેજ ના થઈ જાય ત્યાં સુધી બંને સાથે રહે..સેજલ વિશાલ ને ભરપુર સાથ આપે છે,એના ભણવામાં એની નોકરી માં, દરેકે દરેક માં દિલ થી સાથ આપે છે અને વિશાલ પણ સેજલ ને હંમેશા ખુશ રાખવાનો અને આગળ વધવા માં ખૂબ સાથ આપે છે, પરંતુ વિશાલ આ સંબંધ ને અહીયાં જ અટકાવી દેવા માં માને છે કારણ કે આ સંબંધ ને લીધે એ પોતાના કરિયર માં કે એને ગમતી બીજી કોઈ એક્ટીવીટી કરી શકતો નથી એવું એને લાગે છે ,
,પ્રેકટીકલી વિચારવા જઈએ તો સાચું જ છે,બીજી બાજુ સેજલ ને પાછળ થી વધારે તકલીફ થશે એમ વિચારી ને એનાંથી દૂર થવા માંગે છે.
     સેજલ અને વિશાલે કંઈ કેટલાંય સપનાઓ જોયેલા સેજલ એ બધા જ વિશાલ સાથે જીવવા માંગે છે.,એને બધી જ રીતે સાથ આપી વિશાલના સપના પૂરા કરવામાં એનો સાથ આપવા માંગે છે,
કદાચ...કદાચ વિશાલ સેજલ ને એની કમજોરી માને છે પરંતુ ખરા અર્થ માં સેજલ વિશાલ ની ઢાલ બની ને એના જીવન માં કોઈ બીજું ન આવે ત્યાં સુધી એની પડખે પડછાયા ની જેમ એના એક એક કદમ પર સાથ આપવા માંગે છે.વિશાલ ની જે શરત હોય એ બધી જ માનવા તૈયાર છે ફકત એને એ પ્રેમ કરતા પોતાની જાત ને રોકી શકતી નથી, વિશાલ એને ફ્રેન્ડ બની ને રહેવા કહે છે ,ફોન પર વાત ઓછી કરી દેવાની, એકબીજાને i lv u ના કહેવાનું, આવું તો ઘણું ઘણું કહે છે.એ પણ સેજલ ને એટલું જ ચાહે છે, પરંતુ...
એના વિના રહી શકે એમ પણ નથી અને સાથે રહેવું પણ નથી.
આ કેવો પ્રેમ..??

      બંને એકબીજા ની ભલાઈ જ વિચારે છે.સેજલ પોતાના પ્રેમ ને ટકાવી રાખવા માટે વલખાં મારે છે,પ્રેમ ની ભીખ માંગે છે પણ વિશાલ સમજતો જ નથી.
      હવે કઈ ભાષા માં સેજલ એને સમજાવે...!!???
એ એને સુઝતું જ નથી,બંને પારાવાર દુખી છે...
શું કરવું હવે??? બંંને હાથ માં હાથ પકડી ને કલાકો સુુધી બેસી રહેે છે..મૌન...
    "મૌન પણ એક વાણી છે,
               સમજાય તો ઠીક નહીં તો બધું પાણી છે.."
પરંતુ મારા મનમાં જન્મેલી કવિતા અહીયાં જરૂર લખીશ...હું વધારે મૌન ન રહી  શકું...
     
     પ્રેમના દિવસો જીવવા ક્યાં વેલેન્ટાઇન ની જરૂર હોય છે.!!?

       એ તો જ્યારે મળીએ ત્યારે વેલેન્ટાઇન થઈ જતો હોય છે.

                        પ્રેમ પોતે જ એક ઉત્સવ છે.

                       તો ચાલ ને રોજ ઉજવી લઈએ.

                      રોજ વેલેન્ટાઇન મનાવી લઈએ.

       આવ એકબીજાનો હાથ પકડીને આ જિંદગી માણી લઈએ.

        ખુબ સુંદર છે આ જીવન અને એકબીજાથી શણગારી લઈએ...

                               ચાલ જીવી લઈએ

             અને જીવનની હરેક પળ વેલેન્ટાઇન મનાવી લઈએ...
                   
                                 - કુંજદીપ .

              
                                       

                     
To be continue...