Sandhya Suraj - 10 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સંધ્યા સૂરજ - પ્રકરણ - 10

Featured Books
Categories
Share

સંધ્યા સૂરજ - પ્રકરણ - 10

હું આરાધનાનો કિસ્સો યાદ કરવા લાગી. એક એક કડીઓનો તાગ મેળવવા લાગી. મેં છેક શરુઆતથી જ બધું યાદ કરવા માંડ્યું. એ દિવસે શનિવાર હતો. હું આરાધનાને ઘરે ગઈ હતી. હું દરવાજો ખોલવા જતી હતી, પણ હું આરાધનાને સરપ્રાઈઝ કરવા માંગતી એટલે મેં દરવાજો જરાક ખોલ્યો જેથી મારો ચહેરો અંદરની તરફ જોઈ શકે. મેં દરવાજાની તિરાડમાંથી અંદર ડોકીયું કર્યું પણ ફોયરમાં કોઈ દેખાયું નહી. કદાચ તેઓ કોઈ રૂમમાં હશે અથવા તો ઉપર હશે મેં વિચાર્યું. મને અંદાજ લગાવવાની છેકથી આદત હતી.

“હેલો? આરાધના...” મેં અંદર દાખલ થઇ હળવા અવાજે આમ તેમ જોતા કહ્યું.

મને મારા જ અવાજનો પડઘો સંભળાયો. એ મારી કલ્પના હતી કે ખરેખર મારા અવાજનો પડઘો સંભળાયો હતો એ હું ન સમજી શકી. એ ઘર પડઘો સંભળાય તેટલું વિશાળ તો ન જ હતું. હું થ્રેસહોલ્ડ પર પગ મૂકી અંદર પ્રવેશી.

“આરાધના? સ્નેહા?”

સ્નેહા આરાધનાની ફ્રેન્ડ હતી. એની સાથે ત્રીજી પણ એક છોકરી હતી પણ મને એ પાતળી છોકરીનું નામ યાદ નહોતું. મારો એમની સાથે ખાસ પરિચય ન હતો પણ એક બે વાર એમને મળી હતી. છેલ્લીવાર હું તેમને ઇસ્કોન મોલમાં મળી હતી. તેઓ આરાધના સાથે ખરીદી કરવા આવી હતી. એ બંને છોકરીઓ આરાધના સાથે જ રહેતી હતી. આરાધના અને તે બેય છોકરીઓ એક જ ગામની હતી એટલે ત્યાં રૂમ રાખીને રહેતી હતી. મેં સ્નેહાનું નામ લઇને પણ બુમ મારી જોઈ પણ એ ઘર શાંત રહ્યું કોઈ જવાબ ન આવ્યો.

“ક્લિક.....”

અચાનક થયેલ અવાજથી હું એકદમ ઉછળી. હું ડરી ગઈ પણ બીજી જ પળે મને ખ્યાલ આવ્યો હતો કે એ માત્ર ઘડિયાળના લોલકનો અવાજ હતો. બાકી ઘર એમ જ શાંત હતું.

“ધીસ ઈઝ સંધ્યા.” મેં કહ્યું. મારા અવાજમાં ચિંતા આપોઆપ તણાઈ આવી. મને કઈક અજુગતું થયું હોય તેમ લાગી રહ્યું હતું.

ઘર એકદમ સરસ રીતે બનાવેલ હતું છતાં મને એ દિવસે એ ઘરમાં જતા ડર લાગી રહ્યો હતો. ઓપન લીવીંગ રૂમ, સ્પેસીયસ કિચન, ત્રણ બાથરૂમ, એક નીચેના માળે અને બે ઉપરના માળે. બેડરૂમ પણ એવી જ ગોઠવણના હતા - બે ઉપર અને બે નીચે.

કદાચ તેઓ બેક યાર્ડમાં હશે? એમ વિચારી મેં પગ ઉપડ્યા પણ ત્યાં જ યાદ આવ્યું. ના, ત્યાં હોત તો હું આવી ત્યારે જ મને એ દેખાઈ જાય કેમકે હું ઘરના પાછળના રસ્તે આવી હતી. એ છોકરીઓ ત્યાં હોત તો મેં એમને જરૂર દેખી હોત.

મેં કિચન તરફ નજર કરી. કિચનનો સાઈડ ડોર અધખુલ્લો હતો. એ દરવાજાથી અટેચડ ગરાજમાં જવાતું. હુ અરાધનાને જેટલી સારી રીતે જાણતી હતી એટલી જ સારી રીતે તેના ઘરને પણ જાણતી હતી. તે એક પારસીનું મકાન હતું. એમણે ત્રણેયે તે ભાડા પર લીધું હતું. ભાડું પણ મકાન જેમ જ હાઈ હતું - ચાર હજાર રૂપિયા. પણ એ ત્રણ એ વહેચી લેતા એટલે એમને મોઘું ન પડતું.

મેં ગરાજમાં જઇને જોયું તો આરાધનાની એકટીવા ગરાજમાં પડી હતી. સ્નેહાની પેપ જયારે હું ઘરમાં દાખલ થઇ ત્યારે પોર્ચ આગળ જ મેં જોઈ હતી. ત્રીજી છોકરી પાસે કોઈ વિહિકલ હતું જ નહી. એનો અર્થ એ હતો કે તેઓ ક્યાય બહાર ગયા હોય એ શક્ય ન હતું. તેઓ ઘરમાં જ હોવા જોઈએ.

કદાચ કોઈ બીજા વાહનમાં ગયા હોય તો? પણ તેઓ કોઈ બીજા વાહનમાં બહાર કેમ જાય? એ પણ શનિવારના દિવસે? એમાય આરાધનાને ખબર હતી કે હું ત્યાં આવવાની હતી. આરાધના એવી ન હતી. કોઈને ઘરે આવવાનું કહી પોતે જ ક્યાંક બહાર ચાલી જાય તેવી ન હતી.

મને ચિંતા થવા લાગી. હું ગભરાવા લાગી કેમકે આ આરાધનાનું બિહેવિઅર ન હતું. કદાચ રવિવારે તેઓ ક્યાંક બહાર ગયા હોય તો એ સામાન્ય હતું પણ શનિવાર?

મેં ઘરમાં ધ્યાનથી જોયું. દરેક વસ્તુ પોતાની જગ્યા પર હતી. જ્યાં સુધી મને યાદ હતું બધી જ વસ્તુઓ એ રીતે ગોઠવાયેલી હતી જે રીતે હોવી જોઈએ. કોઈ ચીજ અસ્તવ્યસ્ત ન હતી કે કઈ જ ગુમ ન હતું સિવાય કે મારી ફ્રેન્ડઝ.!

સુટકેશ બેડરૂમમાં વ્યવસ્થિત ગોઠવાયેલ હતી. આરાધનાની લગેજ બેગ પણ એમ જ હતી. હું આરાધનાના બેડ રૂમમાં ગઈ. તેના મેટ્રેસના ખૂણા પર બેઠી. કોઈની ગેરહાજરીમાં તેના બેડરુમમાં જવું સભ્યતા નથી. હું જાણતી હતી કોઈના બેડરૂમથી પ્રાયવેટ જગ્યા કઈ હોઈ શકે? પણ તપાસ કર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો. મને ખબર હતી કે કોઈ વ્યક્તિ હાજર ન હોય ત્યારે તેના બેડરૂમમાં પ્રવેશી તેના ડ્રોઅર ફંફોસવા સારી બાબત નથી.

અચાનક મારું ધ્યાન મેટ્રેસ પાસે ફ્લોર ઉપર પડેલ ફોન પર ગયું. એ આરાધનાનો ગેલેક્ષી હતો. મારું હ્રદય જોરથી ધબકવા લાગ્યુ. કોલેજમાં ભણતી છોકરી પોતાનો ફોન ઘરે છોડી ક્યાય કેમ જાય?

હું ઉભી થઇ. મેં એ ફોન તપાસવાનું વિચાર્યું પણ ત્યાજ મારા મનમાં થયું કદાચ કઈક થયું હશે તો? કદાચ એમના પર કોઈ અન્ય વ્યક્તિના ફીન્ગરપ્રિન્ટ હશે તો? મેં ફોન ત્યાજ રહેવા દીધો. હું એ બેડરૂમમાંથી બહાર આવી.

હું સ્નેહાના રૂમમાં ગઈ. એના રૂમમાં એના બેડના ફૂટ પાસે એનું સ્વેટર પડ્યું હતું. મેં સાચવીને પગથી એને ખસેડ્યું. એની નીચે કાઈ ન હતું. મેં સ્નેહાના સ્ટડી ટેબલ તરફ નજર કરી ત્યાં અધખુલ્લી ફિલોસોફીની ડાઈજેસ્ટ પાસે તેનો ફોન આરામ કરી રહ્યો હતો.. સ્નેહાનો ફોન પણ ઘરમાં? એ કઈ રીતે શક્ય છે?

હું ફરી મેન હોલમાં આવી. અત્યાર સુધી મારું ધ્યાન મારી ફ્રેન્ડઝના ચહેરા જોવા પર હતું એટલે કદાચ હું પહેલીવાર ફોયરમાં આવી ત્યારે મારા ધ્યાનમાં નહી આવ્યું હોય પણ બીજી વાર જ્યારે ફોયરમાં આવી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે એ ત્રીજી છોકરીનો સલીમ ગ્રે ફોન ખૂણાના ટેબલ પરના સ્ટેન્ડમાં હતો - તે ચાર્જ થઇ રહ્યો હતો. એ કયા મોડલનો ફોન હતો એ મને ખબર નથી પણ હું જાણતી હતી કે હું કઈક અજીબ જોઈ રહી છું. મેં જે જોયું એનો શું અર્થ? એનો અર્થ એક જ હતો - ગર્લ્સ આર મિસિંગ....!

અજાણ્યા લોકો ગાયબ થઇ જતા હોય છે પણ કોલેજમાં ભણતા મિત્રો આમ એકાએક કોઈ ટ્રેસ વગર ગાયબ થઇ જાય એ કઈ રીતે માન્યામાં આવે? કદાચ તેઓ ક્યાંક બહાર ગયા હશે? મેં વિચાર્યું. કદાચ ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ ગયા હશે? પણ ફોન કેમ ઘરે છોડીને જાય? કદાચ બીચ પર ફરવા ગયા હશે અને એન્જોયમેન્ટમાં કોઈ ડીસ્ટર્બ ન કરે એ માટે ફોન ઘરે છોડીને ગયા હશે?

ના, ના એવું ન હોઈ શકે...! તેઓ બીચ પર જવું હોય તો રવિવાર પસંદ કરત... શનિવારે શા માટે?

મને એક અજબ એહસાસ થવા માંડ્યો. હું છોકરીઓ કેમ ગાયબ થાય છે એ જાણવા માટે કોલેજમાં આવી હતીં અને મારી આંખ સામેથી છોકરીઓ ગાયબ થઇ ગઈ! એ પણ મારી ફ્રેન્ડઝ અને મારી પાસે કોઈ કલુ ન હતો.

આઈ વોઝ ધેર ટુ નો એબાઉટ ઓલ ધ મિસિંગ ગર્લ્સ.

*

“મારે ચિંતા કેમ ન કરવી જોઈએ?” હું, રાઘવ અને શુનીલ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. આરાધનાનો કિસ્સો મારા રાઘવ સાથેના બ્રેકઅપ પછીનો છે પણ શુનીલ આરાધનાના ગુમ થયા પછી એકદમ ભાંગી પડ્યો હતો એટલે એને રાઘવના સાથની જરૂર હતી. મને પણ એમ જ લાગતું હતું કે રાઘવ એની સાથે હોય તો સારું એટલે અમે રાઘવને પણ સાથે લઇ લીધો હતો.

“કેમકે એ લોકો ગુમ થયા હોય એવું તમારી વાત પરથી ક્યાય નથી લાગતું.” ઇન્સ્પેકટર દવે મક્કમતાથી બોલ્યો.

હું જાણતી જ હતી કે પોલીસ આ બાબતમાં રસ નહિ દાખવે. મને જાણ હતી કે એ લોકોને કેવા કેસમાં રસ હોય છે.

“તો તેઓ ક્યા જઈ શકે?” મેં સામો સવાલ ધર્યો. કદાચ હું કોલેજની સામાન્ય છોકરી હોત તો એટલી બેધડક રીતે સવાલ ન કરી શકી હોત પણ હું પ્રોફેશનલ હતી.

“કદાચ તેઓ ક્યાંક ફરવા ગયા હોય.. કદાચ કોઈ આકસ્મિક કામથી બહાર ગામ ગયા હોય. ગમે તે કારણ હોઈ શકે.” ઈન્સ્પેકટરે એ મુદ્દાને એકદમ હળવેથી લેતા કહ્યું હતું.

“મેં પણ પહેલા મારી જાતને એ જ કહ્યું હતું ઇન્સ્પેકટર સાહેબ. પણ એમના બધાના ફોન ઘરે જ પડ્યા છે. એવું કઈ રીતે બની શકે કે એ કોઈ આકસ્મિક કામે જાય અને પોતાના ફોન ઘરે છોડીને જાય?” હું દલીલ માટે કેટલાય સવાલ પૂછવા તૈયાર હતી કારણ મંજિલ હવે નજીક હતી.

“ફોનની વાતથી જરાક અજીબ લાગે છે પણ તમે કહ્યું કે ઘરમાં અપહરણ થયું હોય એવા કોઈ નિશાન નથી.”

“કોઈ નિશાન નથી એમ મેં કહ્યું પણ એનો અર્થ એ નથી કે અપહરણ નહિ જ થયું હોય.” મારાથી અનાયાસે જ બોલી જવાયું. મને લાગ્યું હું જરાક રુડ બની રહી હતી.

“હું સમજી શકું છું તમે શું વિચારી રહ્યા હશો. દરેક સારો મિત્ર એજ વિચારે છે પણ કદાચ સાંજે એ જ્યારે પાછા આવશે અને તમને ખબર પડશે કે એ કોઈ બીચ પર ફરવા ગયા હતા અને એમને કોઈ ડીસ્ટર્બ ન કરે એ માટે ફોન ઘરે છોડીને ગયા હતા ત્યારે તમે એમને સમજાવી નહી શકો કે તમે કેમ ઉતાવળ કરી પોલીસ ફરિયાદ નોધાવી.” ઈન્સ્પેકટરે મને ચેતવણી આપી સમજાવી કે હું ઉતાવળ કરી રહી છું.

“અને એવું નહિ થાય તો?” રાઘવે પોતાની શંકા વ્યક્ત કરી.

“મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જ થતું હોય છે. લોકો પાછા આવી જતા હોય છે. તમે વિચાર્યું હોય એમાનું કશુ જ હોતું નથી. જ્યારે એમને ખબર પડે છે કે તમારે લીધે એમના મિસિંગના સમાચાર લોકલ ટીવી પર દેખાડવામાં આવ્યા હતા તમે એમને દોસ્ત નહી પણ દુશ્મન જેવા લાગવા માંડો છો.” ઇન્સ્પેકટર દવેની સમજુતી રાઘવને વાજબી લાગી હોય એમ એ ચુપ રહ્યો.

“તો હવે અમારે શું કરવું જોઈએ?” શુનીલે અમને ચુપ જોઈ ઈન્સ્પેક્ટરને પૂછ્યું.

“તમારે રાહ જોવી જોઈએ. કમ-સે-કમ ચોવીસ કલાક. કાનુન પણ એમ જ કહે છે કોઈ વ્યક્તિની ભાળ ચોવીસ કલાક સુધી ન મળે પછી જ એને મિસિંગ જાહેર કરવું જોઈએ.” ઇન્સ્પેકટર આ બાબતે અનુભવી હશે એટલે એનો ચહેરો અમારી જેમ ગભરાયેલો ન હતો. હું જાણતી હતી કે માત્ર ફિલ્મો અને વાર્તાઓમાં જ અપહરણના ચોવીસ કલાક બાદ ફરિયાદ નોધાવાય છે હકીકતમાં નહી. પણ એ દલીલ હું કરી શકી નહી કારણ રાઘવ અને શુનીલને મારા ઉપર શંકા થાય કે આ અલ્લડ રખડું છોકરીને કાયદા ક્યાંથી ખબર હોય?

“પણ એ ચોવીસ કલાકમાં એમની સાથે ગમે તે થઇ શકે છે.” મેં ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

“અને કઈ ન થાય એવું પણ બને. લગભગ એવુ જ બનશે. એ લોકો સાંજ સુધીમાં પાછા આવી જશે અને તમને ખુશી થશે કે તમે પોલીસ ફરિયાદ ન નોધાવી એમના પર ઉપકાર કર્યો છે.” ઇન્સ્પેકટર દવેએ અમને સમજાવતા કહ્યું. હું ચાહોત તો મારી સાચી ઓળખ આપી એને કેસ લખવા મજબુર કરી શકોત પણ મેં એવું ન કર્યું એના બે કારણ હતા. એક તો મને પણ એની વાત વાજબી લાગી હતી કદાચ એ સાંજ સુધીમાં પાછા આવી જાય તો અને બીજું એ કે એ લોકોના ગુમ થવામાં જો પોલીસ ભેગી જ હોય તે પોતાના આંખ આડા કાન કરી રહી હોય તો મારી સાચી ઓળખ મૂળ ગુનેગારો સુધી પહોચતા વાર ન લાગે. અલબત્ત રાઘવ અને શુનીલ એક બીજી ઉપાધી હતી.

અમે પોલીસ સ્ટેશનમાં અમારો નંબર છોડી બહાર નીકળ્યા. ઇન્સ્પેકટર દવેએ પોતાની રીતે કેસ ફાઈલ કર્યા વિના જ હોસ્પિટલોમાં પૂછપરછ કરી. હાઈવે પેટ્રોલિંગ કરતા પોલીસોને એ વિશે જાણ કરીને અમારી મદદ કરવાનું વચન આપ્યું હતું પણ મને એના પીન્કી પ્રોમિસ પર ભરોસો ન હતો. મને પોલીસ પર કયારેય ભારોસો હતો જ નહી.. જો પોલીસ પોતાનું કામ સંભાળી લેતી હોત તો મારા જેવાની જરૂર જ ક્યા હતી.

અમે કોલેજના મિત્રોને ફોન કરી જોયા. બધે એ ત્રણેયને શોધ્યા પણ હતા છતાં ચોવીસ કલાક સુધી એમનો કોઈ પતો ન લાગતા ફરી એકવાર અમે ઇન્સ્પેકટર દવે સામે હતા અને એ વખતે એ કેસ લેવાથી ઇનકાર કરી શકે તેમ ન હતો. એણે પહેલા અમારી વાત ન માની અને કેસ ફાઈલ ન કર્યો એ બદલ ખેદ પણ વ્યક્ત કર્યો. મને ગુસ્સો આવ્યો. એના ખેદથી કોઈ ફાયદો થવાનો હતો જ નહી પણ એની એ ભૂલને લીધે કિડનેપરોને ફાયદો જરૂર થયો હતો. કદાચ ચોવીસ કલાક એમના માટે આરાધના, સ્નેહા અને એની ત્રીજી ફ્રેન્ડને મુંબઈ બહાર લઈ જવા માટે પૂરતા હતા.

કેસ નોધાવ્યા પછી હું પોલીસ તપાસ દરમિયાન સાથે જ રહી હતી. દવે અને એના માણસોને મેં આરાધનાના ઘરમાં ઠેર ઠેર બ્રશ કરતા જોયા. નાના મોટા એવીડન્સને પોલીથીન બેગમાં પેક કરતા જોયા અને એમને લેબમાં મોકલવામાં આવ્યા. ફરી એ જ ચોવીસ કલાકની રાહ જોવાની અને ત્યારબાદ લેબ રીપોર્ટ.

મારી આંખો પણ એ ઘરમાંથી કઈ જ શોધી શકતી ન હતી. હું એક પ્રાઇવેટ ડીટેક્ટીવ કરતા પણ હાઈલી ટ્રેન્ડ હતી છતાં મને નાનકડો અણસાર પણ આવ્યો નહિ કે આરાધના અને તેની ફ્રેન્ડઝને કઈ રીતે કિડનેપ કર્યા હશે! એ પણ કોઈ જ નિશાની છોડ્યા વિના..? કમ-સે-કમ ઘરમાં ઘુસી કીડનેપીંગ કર્યું હોય તો કોઈ નિશાની તો મળેને..? એમના ફોન જમીન પર પડ્યા મળ્યા હતા છતાં એક પણ ફોન તુટ્યો ન હતો મતલબ આરાધના અને તેની સહેલીઓએ એ ફોન પોતાની મરજીથી ત્યાં મુક્યા હતા. એ ફોન સાચવીને જમીન પર મુકાયેલ હતા.

કોઈ વ્યક્તિ એવું કેમ કરે? કોઈ છોકરી પોતાનું કીડનેપીંગ થતા પહેલા પોતાના ફોન કોઈ જગ્યાએ સાચવીને કેમ મુકે? મને કઈ જ સમજાતું ન હતું.

બારેક કલાક પછી એવીડેન્સનો લેબ રીપોર્ટ આવી ગયો. મને રાહત થઇ કે એમાં ચોવીસ કલાક ન લાગ્યા પણ એમાં અમને કઈ જ ન મળ્યું. ત્યાંથી આરાધના, સ્નેહા અને ત્રીજી ફ્રેન્ડ તેમજ મારા સિવાય કોઈના ફીન્ગરપ્રિન્ટસ ન મળ્યા. કોઈ જ સબુત કે કોઈ પુરાવો ન હતો. અરે આસપાસમાં રહેતા લોકો શુધ્ધાને કોઈ ખબર ન હતી. એમ લાગતું હતું જાણે એમને જમીન ગળી ગઈ હોય. જાણે એ પાતળી હવામાં ગાયબ થઇ ગયા હોય.

***

(ક્રમશ:)