પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-
પ્રિયતમ નાં ચરણ માં ઉઝરડાં જોઈ રુક્મણી થઈ છે,ચિંતાતુર!
અનેં એમની, આ વ્યથા માં પણ, દ્વારિકાધીશ સ્મિત વેરવા છે આતુર!!
હવે આગળ :-
દ્વારકાધીશ નાં પગ માં મોટાંમોટાં લાલ ઉઝરડાં જોઈ નેં રુક્મણી એકદમ ચિંતા માં ડૂબ્યાં. અને, દ્વારિકાધીશ એમની સામેં જોઈ મંદ મંદ મુસ્કાતા જ રહ્યાં. દેવી રુક્મણી થી આ બંને સહન થયું નહીં. એમણે, દ્વારિકાધીશ નેં ગુસ્સા માં કહ્યું, "એક તો, આ ઉઝરડાં ક્યાં થી પાડી લાવ્યા એ કહેતાં નથી, અનેં, મારી ચિંતા પર હસી રહ્યાં છો? સમજાતું નથી મનેં કાઈ? જલદી થી મનેં કાંઈ કહેશો ખરાં?
નટખટ નંદકિશોર નેં પોતાની તકલીફ માં પણ, મજા છે. એ કરતાં કદાચ, એમનેં જ આવડે. આપણને, તો તકલીફ માં કાંતો રડતાં અનેં કાંતો ઈશ્વર નેં ફરિયાદો કરતાં જ આવડે. હસતાં તો ક્યારેય નાં આવડે. આ એમની કોઈ લીલા નો જ કદાચ ભાગ હશે? જેનાથી રુક્મણી નેં એ કાંઈ બોધપાઠ આપી શકે, અનેં સાથે સાથે જગત ને પણ!!!!
દ્વારકાધીશ રુક્મણી નેં કદાચ કાંઈ કહેવા માંગતાં નહોતાં. પણ, રુક્મણી ની ચિંતા નેં જોઈ નેં એમણેં કહેવું જ પડ્યું.
એમણે, રુક્મણી નેં પૂછ્યું, તમેં મારી રાધિકા નાં સ્વાગત માં શું શું કર્યુ? તેમાં જ તમારાં સવાલ નો જવાબ છે. સીધી રીતે કોઈ કામ કરે,, તો એ નટખટ નંદકિશોર શાના?
રુક્મણી એ કહ્યું કોઈ ની પણ, આગતાસ્વાગતા કરવી એ તો સારું કામ છે, એનાથી કોઈ નું ખરાબ કેમ થાય?
પછી, એમણે, યાદ કરી, કહ્યું, મેં તમારી રાધિકા નેં કેસર વાળું ગરમાગરમ દૂધ અનેં ફળાહાર પિરસ્યા હતાં, સ્વાગત માં!!!
એ પણ, તમારાં સમ આપી આપી ને, સારું કર્યુ ને વ્હાલાં?
ફરી થી વ્હાલો જોર જોર થી હસવા લાગ્યા. રુક્મણી આશ્ચર્ય માં?????
ત્યારે, કાના એ કહ્યું રાધિકા ને પીવડાવેલાં ગરમાગરમ દૂધ નું આ પરિણામ છે,મારાં પગ નાં ઉઝરડાં. રુક્મણી એ પૂછ્યું આ બંને ને શું લાગે વળગે, હું કાંઈ સમજી નહીં?
ત્યારે લાલા એ કહ્યું, તમારાં પ્રેમ માં રાધિકા નેં પણ, ગરમ દૂધ નું ભાન ન રહ્યું. અનેં, તમેં મારાં સમ આપી આપી નેં એમનેં જબરજસ્તી દૂધ પીવડાવ્યું. એ ગરમ દૂધ થી એમની જીભ દાઝી જેનાં પર સદાય મારું નામ જ હોય છે. અનેં એમનું હ્દય દાઝ્યું જેમાં મારાં ચરણ બિરાજે છે. અનેં, એ દાઝયા નાં ડામ /ઉઝરડાં મારાં ચરણ પર ઉપસ્યાં!!!!
રુક્મણી એકદમ નિ:શબ્દ!!અવાક!! જાણે, સુધબુધ ખોઈ બેઠાં.અનેં પલંગ પર ઢળી પડ્યાં. દ્વારિકાધીશે, એમનાં મુખ પર જળ નો છંટકાવ કરી એમનેં હોંશ માં લાવ્યા. ત્યારે રુક્મણી એ દ્વારકાધીશ નેં આલિંગન માં લીધા. અનેં ખૂબ રડ્યાં. થોડીવાર સુધી જગત નું ભાન એ ભૂલી ગયાં. જ્યારે, રાધારાણી નાં શબ્દો કાને વારંવાર અથડાવા લાગ્યા કે ગરમ દૂધ પીવાશે નહીં. અનેં રુક્મણી ની ક્ષુધા ખુલી!!!!! તરત જ પલંગ પર થી ઉતરી એ દ્વારકાધીશ નાં પગે પડ્યાં. લાચાર રુક્મણી માફી માંગવા લાગ્યા. વ્હાલાં મારી ભૂલ થઈ ગઈ. મનેં માફ કરી દો. હવે, આ ઉઝરડાં નો શું ઉપાય કરું તે તમેં જ મનેં સુચવો.
ત્યારે દ્વારકાધીશ બોલ્યાં એની કોઈ જરુર નથી. રાધિકા વૃજ માં જઈ જમના મૈયા નું જળ એકવાર આરોગી લેશે, એટલે મારી પીડા એની જાતે જ સમાપ્ત થઈ જશે.
આટલું બોલી દ્વારકાધીશ એકદમ ગળગળા થઈ ગયાં. ત્યારે, રુક્મણી નેં સમજાયું કે, જેમનાં હ્દયકમળમાં શ્રી કૃષ્ણ નાં ચરણકમળ ફક્ત ભાવનામય નહીં પણ, સાક્ષાત બિરાજે છે,તે,વૃષભાણનંદિની,વૃજેશ્વરી,વૃંદાવનેશ્વરી,હ્રદયેશ્વરી નાં અનન્ય, અવર્ણનીય પ્રેમ ની છાયા નેં સ્પર્શ કરવા પણ, હું શક્તિમાન કે લાયક નથી.
લાલાનો રાધાવિરહ હવે, ઉચ્ચ કક્ષા એ પહોંચી ગયો. બધાં રાધારાણી નેં મળ્યાં પણ, સદેહે એમનાં થી નાં મળાયું એમની વ્હાલી નેં!!!!! એ, સહન કરી નાં શક્યાં. અનેં આ જ પરિસ્થિતિ રાધિકા ની વૃજ માં થઈ. સુક્ષ્મ સ્વરુપે બંને એ એકબીજા નેં આલિંગન આપ્યા અનેં હર્ષાશ્રુ વહ્યાં ત્યારે વિરહ નાં તાપ ટળ્યાં.
પણ, રુક્મણી નાં મન માં એક અફસોસ રહી ગયો. બંને પ્રેમી નેં સદેહે મેળવવાનો, નિરખવાનો,એમનાં ચરણસ્પર્શ કરવાનો!!!!!
એમણે, વ્હાલાં ની સાથે ખુલ્લાં દિલે,છૂટ્ટા મન થી આ બાબત માં વાત કરી.
આટલાં અલૌકિક પ્રેમ માં આટલો વિરહ કેમ મારાં વ્હાલાં?
માનુની સૌનેં મળ્યાં પણ, તમનેં નહીં. તમેં પણ, જરાપણ, પ્રયત્ન ન કર્યો એમનેં મળવાનો?
આ કેવી તમારાં અવર્ણનીય પ્રેમ ની અવદશા કે પછી, આમાં પણ, તમારી કોઈ લીલા છે?
અને, લીલા હોય પણ, તો આ તે કેવી લીલા?
તમેં બંને પ્રેમી વિરહ માં આટલાં તડપી છો?
સામે આવ્યા છતાં સદેહે મળી શકતાં નથી?
આમાં મનેં કોઈ બોધપાઠ નાં જરાપણ, અાસાર દેખાતાં નથી.
ચોક્કસ દાળ માં કાંઈક કાળું છે?
જો તમનેં વાંધો નાં હોય તો મનેં જણાવો વ્હાલાં.
આપનાં મન ની વ્યથા મારાં થી સહેવાતી નથી,તમેં કેવી રીતે સહન કરો છો આટ આટલાં વર્ષો થી?
સાંભળ્યું છે કે માનુની નેં કોઈ ૠષિ નો શ્રાપ છે, જેમાં સો વર્ષ નાં તમારાં વિરહ ની વાત છે?
શું આ વાત સાચી છે?
પોતાનાં પ્રેમ માટે રુક્મણી ની આટલી વ્યથા જોઈ નેં દ્વારકાધીશ ગદગદ થઈ ગયાં. અને, બોલ્યાં દેવી, તમનેં શું લાગે છે, કે આ વાત સાચી છે? અનેં એટલે જ અમેં બંને આટલી વ્યથા માં છીએ? આટલાં મહાન હ્દયેશ્વરી જે સાક્ષાત શક્તિસ્વરુપા છે. પ્રેરણામૂર્તિ છે. પ્રેમ નું ઉત્તમોત્તમ ઉદાહરણ છે. બલિદાનો ની પરાકાષ્ઠા છે. વિરહાગ્નિ નું વરણ છે. સરળતા નો સાક્ષાત્કાર છે. ત્રિભુવન ની સર્વશ્રેષ્ઠ સતી છે. મારી પ્રિય ગૌલોકેશ્વરી છે. મારી અર્ધાંગીની છે. મારી સુખદુ:ખ ની સહભાગી છે.
આટલાં મહાન વ્યક્તિત્વ નેં કોઈ શ્રાપ આપી પણ, નાં શકે, અનેં એમનેં કોઈ નો શ્રાપ લાગી પણ નાં શકે. અમારાં ચિરવિયોગ નું સાત્વિક કારણ અમારાં બંને વચ્ચે નો સંઘર્ષ છે,જે સમય આવ્યે હું તમનેં બતાવીશ. પણ, રુક્મણી એમ, માને એવાં થોડાં હતાં? એમણે, વાત દ્વારિકાધીશ નાં મુખે થી કઢાવી જ? જેની જાણ, એમનેં રોહિણી મા તરફ થી પહેલેં થી જ હતી. બંને વચ્ચે નાં કટાક્ષ માં માનુની ને સાચે માન ચઢ્યાં અનેં વર્ષો નો વિરહ એમણે. જાતે જ લખ્યો એમનાં નસીબ માં!!! અનેં એ માનુની એમનાં બોલ માંથી ફરે એમ, થોડાં હતાં. આ ભવ માં વિરહ સહન કરશે પણ, સામે થી તો નહીં જ મળવા આવે!!! આ એમની અતુટ પ્રતિજ્ઞા હતી, એમાં દ્વારિકાધીશ પણ, લાચાર હતાં.
ત્યારે રુક્મણી પોતાની જાતને ધિક્કારતાં દ્વારકાધીશ નેં કહેવા લાગ્યાં, કે, મનેં અફસોસ છે,કે, હું તમારાં બંને નાં સ્નેહમિલન માટે કાંઈ કરી શકતી નથી. હું તો તમનેં બંને ને સજોડે જોવા ઇચ્છુ છું. અનેં નંદકિશોર અનેં વૃંદાવનેશ્વરી નેં એકસાથે બિરાજેલાં નીરખી અત્યંત સૌભાગ્યશાળી બનવા ઇચ્છુ છું. તમારાં બંને ની સાથે આરતી ઉતારવા અનેં તમારાં બંને નાં ચરણસ્પર્શ કરવા ઝંખુ છું. પણ, હું લાચાર છું તમારાં બંને નાં આ સંઘર્ષ થી. અનેં એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં, અનેં પલંગ પર ફરી પાછાં ફસડાઈ પડ્યાં.
કેવી આ એમની વ્યથા?
કેવી મનોવ્યથા?
વિષાદ ની કેવી આ પરાકાષ્ઠા ?
કેવી એમની મહાનતા?
કેવો પ્રબળ એમનોં પતિપ્રેમ?
કેવો અતૂટ એમનો વિશ્વાસ?
વિશ્વેશ્વર નાં વિરહ માં પણ, દુ:ખ નો અણસાર!!!!!
કેવો પતિવ્રતા નો નિઃસ્વાર્થ અહેસાસ!!!!!
એમનાં દુ:ખ માં દ્વારિકાધીશ પણ, થયાં હતાશ??
એમની ઈચ્છા પૂરી થયાં પછી પણ, અધુરી રહી જવા નો મન નેં વલોપાત!!!!
કેવો આ પ્રેમ જાણે વિધાતા નો પરિહાસ???
પ્રેમી નેં ન મળાવવા નો પત્ની નેં લાગ્યો સંવેદનશીલ આઘાત!!!!
એમની આ મનોદશા જોઈને દ્વારકાધીશ પણ, ભાંગી પડ્યાં. પણ, વિધિ નાં લેખ નેં આ વિશ્વેશ્વર પણ, મીટાવી શકતાં નથી, એનું આ જીવંત ઉદાહરણ છે,તો આપણે, આ માટી નાં માનવ ની તો શું હેસિયત? એમની આ લીલા પણ, અપરંપાર હતી. જે, જગત નેં ઘણું બધું શીખવી જાય છે. કોઈપણ પરિસ્થિતિ માં મનોબળ મજબુત રાખી હસતાં હસતાં આપણાં પોતાનાં વ્હાલાઓ માટે જીવન જીવી કાઢવું નહીં,પણ, જીવી જવું, એ પણ, ગર્વ અનેં ગરિમા નેં સાથે લઈને!!!!
માનુની ની આ પ્રતિજ્ઞા એ મનુષ્ય તરીકે સહનશીલતા ની ઉચ્ચ પરાકાષ્ઠા હતી, જે એ જ કરી શકે.
શ્યામ સુંદર નેં આટલાં ગર્વ થી એ જ ચાહી શકે?
આટલો અટલ વિશ્વાસ પ્રિયતમ પર એ જ રાખી શકે?
આટલું કઠણ કાળજું વિરહ માં એ જ રાખી શકે?
છતાં પણ, નિર્મળતા અનેં કોમળતા આજીવન એ જ રાખી શકે?
એમની આવી, અથાક વિરહ ની પરિસ્થિતિ નેં એ જ જીરવી શકે?
છતાં પણ, અટલ વિશ્વાસ થી પોતાનાં પ્રેમ પર અભિમાન એ જ રાખી શકે!!!
માનુની બની જીવનભર નાં માન પણ એ જ રાખી શકે?
છતાં પણ, મિલન ની આશા ને સહજતાં માં, સરળતાં પણ, એ જ રાખી શકે!!!!
એટલે જ "રાધાપ્રેમી રુક્મણી" નું ખરેખર આ નામ બની શકે!!!
જે, ખુદ દ્વારકાધીશ કરતાં પણ, રાધા નેં પ્રેમ આપી શકે!!!
કાના કરતાં વધારે એમનાં માન સાચવી શકે????
નંદકિશોર કરતાં રાધા ને તો એટલે જ રુકમણી જ ચાહી શકે!!!
રાધાપ્રેમી રુક્મણી એવું ખરા અર્થમાં એ સાબિત કરી શકે???
રુક્મણી ની આ મનોદશા જોઈ દ્વારકાનાથ બહું દુ:ખી થયા.
અને, હવે, નજીક નાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ થી એમનેં વાકેફ કરવા જ પડશે એવું વિચારવા લાગ્યાં !!!!!!
શું હશે રુક્મણી નાં રાધા-મિલન પછી નાં હાલ????
મુરલીમનોહર નાં મન ને ડંખે છે કઈ વાત????
વાંચો, વિચારો નેં જણાવો....
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો,અનેં હસતાં રહો હંમેશા....
મીસ. મીરાં....
જય શ્રી કૃષ્ણ........