Yudhisthira and Duryodhana in Gujarati Spiritual Stories by Keyur Pansara books and stories PDF | યુધિષ્ઠિર અને દુર્યોધન

Featured Books
Categories
Share

યુધિષ્ઠિર અને દુર્યોધન

વિચારમગ્ન અવસ્થામાં બેઠેલા વિદુરજીનો હાથ તેમની દાઢી પર ફરતો હતો.ધૃતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર તેઓ વિચાર કરી રહ્યા હતા.                                           શકુની દ્વારા થયેલા વકબાણોથી પરેશાન ધૃતરાષ્ટ્રે વિદુરજી ને પ્રશ્ર્ન કર્યો હતો.                                                        હસ્તિનાપુર ભારતરાષ્ટ્ર એક અતિ વિશાળ , શક્તિશાળી અને અજેય રાજ્ય હતું.હસ્તિનાપુર નો કારભાર અંધ ધૃતરાષ્ટ્ર પર હતો મહામંત્રી પદ વિદુરજી શોભાવી રહ્યા હતા.                                                                          રાજકુમાર પાંડુ સાથે લગ્ન કરવા માટે ઘણા રાજાઓ પોતાની રાજકુમારીઓની ઈચ્છાઓ પિતામહ ભીષ્મ પાસે રજુ કરી ચુક્યા હતા.                                                                 પરંતુ રાજ્યનો મોટો રાજકુમાર હજુ પત્નીસુખથી વંચિત હોય અને નાના રાજકુમાર ઘોડે ચડે એ વાત પિતામહ ભીષ્મને ખટકતી હતી.તેથી તેઓએ પહેલાં ધૃતરાષ્ટ્રને પરણાવવા માટે પોતાના સૂત્રોને કામે લગાડ્યા અને તેઓને ગાંધાર રાજ્ય વિશે સાંભળવા મળ્યું.                                ગાંધાર-એક ખુબજ નાનું રાજ્ય અને ચારેય તરફથી દુશમનોનો ડર ધરાવતું હતું.પિતામહ ભીષ્મએ ગાંધાર નરેશને ધૃતરાષ્ટ્ર માટે તેમની રાજકુમારી ગાંધારી સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો.ગાંધાર નરેશને તો આ યોગ્ય લાગ્યું તેમને થયું કે જો હસ્તિનાપુર જેવું મોટું રાજ્ય તેમની સાથે હશે તો તેઓનું રાજ્ય આસપાસના રાજ્યોથી સુરક્ષિત રહેશે.એટલે હવે ગાંધારી ના લગ્ન હસ્તિનાપુરના મહારાજા સાથે નક્કી થયા પણ શકુની ને આ વાત જરાપણ યોગ્ય ન લાગી.         બીજી બાજુ પાંડુ ના વિવાહ પણ થઈ ગયા અને યુધિષ્ઠિર ના જન્મ બાદ રાજ્ય માં તેઓના ના સ્વાગત ની તૈયારીઓ થવા લાગી.  
@@@@@@@@@@@@@@@@@                                                                                         શકુનીએ પોતાના ભાણેજ દુર્યોધનને ગાદી પર બેસાડવા માટે ના કાવતરા શરૂઆત શરૂ કરી દીધી                            અવાર નવાર ધૃતરાષ્ટ્ર પાસે ધ્રુયોધન ગુણગાન અને યુધિષ્ઠિરની નિંદા શકુનીના શકુની ના કાવતરા નો જ એક ભાગ હતો પરંતુ નગરજનો ના મોંએ હંમેશા યુધિષ્ઠિરના ગુણગાન સાંભળવા મળતા.                                          આથી એક વખત ધૃતરાષ્ટ્રથી સહજ વિદુરજી ને પુછાઈ ગયું કે "વિદુરજી દુર્યોધન અને યુધિષ્ઠિર માં શ્રેષ્ઠ કોણ છે??"      આ વાત પર વિચાર કર્યા બાદ વિદુરજી એ દુર્યોધનને બોલાવવાનો આદેશ કર્યો.                                               સેવકે ધ્રુયોધન ને વિદુરજી નો સંદેશો પહોંચાડયો, સંદેશો મળતા થોડીવારમાં રાજકુમાર દુર્યોધન વિદુરજી અને મહારાજા ધૃતરાષ્ટ્ સમક્ષ હાજર થયા.                             વિદુરજીએ તેમને કહ્યું કે "રાજકુમાર હસ્તિનાપુર માંથી કોઈ પણ એક સારા વ્યક્તિને રાજદરબારમાં શોધીને લાવો" દુર્યોધન તો રાજ્યમાંથી સારા વ્યતિની શોધ નમાં નીકળી ગયો.                                                                          દુર્યોધનના ગયા પછી વિદુરજીએ યુધિષ્ઠિર ને હાજર થવા કહ્યું.                                                                          યુધિષ્ઠિર વિદુરજી અને ધૃતરાષ્ટ્ સમક્ષ હાજર થઇ ને નમ્રતા થી પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું.                                વિદુરજીએ તેમને કહ્યું "યુધિષ્ઠિર, હસ્તિનાપુરમાંથી કોઈ એક ખરાબ વ્યક્તિ ને રાજસભામાં હાજર કરો"                 એટલે યુધિષ્ઠિર કોઈ એક ખરાબ વ્યક્તિની શોધમાં રાજ્યમાં નીકળી ગયા.                                                  @@@@@@@@@@@@@                                   થોડાં સમય બાદ દુર્યોધન ગુસ્સામાં વિદુરજી અને ધૃતરાષ્ટ્ સમક્ષ હાજર થયો અને બોલ્યો કે "આપણા રાજ્યમાં મને એક પણ સારી વ્યક્તિ જોવા ન મળી,મારી તો સમજ માં નથી આવતું કે પિતાશ્રી આપના રાજ્યમાં આટલા ખરાબ માણસો કેવી રીતે હોઈ શકે" .
વિદુરજીએ સ્મિત સાથે દુર્યોધનને જવા માટે કહ્યું.
ત્યારબાદ સભામાં યુધિષ્ઠિર દાખલ થયા અને વિવેકથી કહ્યું કે"આપણા રાજ્યમાંથી મને તો એક પણ વ્યક્તિ એવી ન મળી કે જે ખરાબ હોય,મહારાજ ધૃતરાષ્ટ્ના નેતૃત્વમાં આપણી પાસે ખૂબ જ સારી અને સુખી પ્રજા છે."               વિદુરજીએ તેમને પણ જવા માટે કીધું ત્યારબાદ ધૃતરાષ્ટ્રને સંબોધીને કહ્યું કે જુઓ મહારાજ જે રાજ્ય માં દુર્યોધનને એક પણ સારી વ્યક્તિ ન મળી શકી જ્યારે એજ રાજ્ય ના એજ લોકોમાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ ના મળી.                                                                         કહેવાનો મતલબ એ કે ફરક વિચારોનો છે તમે જેવા જોશો તેવા સામે વાળા તમને દેખાશે. જો તમે સામેવાળી વ્યક્તિને સારા સમજશો તો તેઓ તમને સારા દેખાશે અને ખરાબ જોશો તો ખરાબ દેખાશે.                                           જેવું આપશો એવું મળશે.                                        જેવું જોશો એવું દેખાશે.                                          જેવું વિચારશો એવું થશે.                                        સારું વિચારો સારું થશે.                                                 સારું વિચારો સુખી રહો.