Diwangi part 11 in Gujarati Love Stories by Pooja books and stories PDF | દિવાનગી ભાગ-૧૧

The Author
Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

દિવાનગી ભાગ-૧૧

    ઇન્સ્પેક્ટર એ જે ચળકતી વસ્તુ જોઈ તે એક વીંટી હતી. તેમણે ખિસ્સા માંથી રૂમાલ કાઢ્યો ને વીંટી રૂમાલ માં લઈ લીધી. તેમણે પોતાના ફીગર પ્રીન્ટ ન લાગે તેનું ધ્યાન રાખ્યું. તેમણે હજી પણ આસપાસ બારીક નિરીક્ષણ કર્યું પણ ત્યાં બીજું કશું ન હતું.
          તે પોતાની બાઈક પાસે આવ્યા ને બાઈક પોતાના ઘરે ભગાવી દીધી. રાત્રે જમીને ઇન્સ્પેક્ટર એ પોતાના બેડરૂમ ના ટેબલ પર રાખેલી રૂમાલ ની પોટલી ખોલી ને તે વીંટી ની ધ્યાન થી જોઈ. તે સોના ની જાડી વીંટી હતી. તેની ડીઝાઈન એટલી સુંદર હતી કે જે એકવાર જુએ તે ભુલી ન શકે. ઇન્સ્પેક્ટર એ તે પહેલાં પણ કાંઈક જોઈ હતી. પણ તેમને યાદ નહોતું આવી રહૃાું. અચાનક તેમને કશુંક યાદ આવ્યું ને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું.
           તે વીંટી ને ટેબલ ના ડ્રોઅર માં મુકીને નિરાંતે સુઈ ગયા.
     ***************************
       બે દિવસ થઈ ગયા હતા . સમીરા એ સરખી રીતે ખાધું  ન હતું ને કોઈ સાથે વાત પણ નહોતી કરી. તેના મમ્મી પપ્પા ને પોલીસ સ્ટેશન માં થયેલી ઘટના ની ખબર પડી હતી. સમીરા એ બધી વાત તેમને જણાવી હતી. ત્યાર પછી તે ઉદાસ જ રહેતી હતી. કોઈ સાથે વાત ન કરતી ને કલાકો સુધી વિચારો માં ખોવાયેલી રહેતી હતી.
             તે અને પ્રતીક ભલે વર્ષો પહેલાં અલગ થઈ ગયા હતા પણ સમીરા ના દિલ માં પ્રતીક માટે હજી પણ લાગણી અને પ્રેમ હતા. તેને બે વર્ષ ના સાહિલ સાથે ના લગ્નજીવન માં સાહિલ માટે ક્યારેય એવી લાગણી અને પ્રેમ નહીં આવ્યા. તે જ્યારે પણ સાહિલ ને મન થી સ્વીકારવા કે અપનાવવા પ્રયત્ન કરતી ત્યારે સાહિલ કોઈ ને કોઈ એવી હરકત કરતો કે જેથી તેને સાહિલ માટે અણગમો થઈ જતો.
            પ્રતીક અને તેણે સાથે વીતાવેલી પળો જ તેની હિંમત બનતી હતી. પ્રતીક નો નિઃસ્વાર્થ પ્રેમ હતો તેમાં માલિકીભાવ ન હતો. તેમાં સમીરા ની લાગણી અને ઈચ્છાઓ ની કદર હતી જ્યારે સાહિલ ના પ્રેમ માં માલિકી ભાવ હતો. હક જમાવવાની વૃત્તિ હતી. તે હંમેશા ઇરછતો કે સમીરા તેના તાબામાં રહે. સમીરા ની ઇરછાઓ અને લાગણી ની દરકાર તેને ન હતી. તેણે પોતાના પ્રેમ ના કિલ્લા માં સમીરા ને કેદ કરી હતી જ્યાં સમીરા ને ઘણી વાર ગુંગળામણ થતી હતી.
          સમીરા એ પ્રતીક નો પ્રેમ અને તેની સાથે વિતાવેલી પળો ને મન માં સાચવીને મૂકી હતી જે તેની હિંમત અને તાકાત હતા. પણ આજે પ્રતીક નું આ નવું અને સ્વાર્થી સ્વરુપ જોઈને  તે અંદર થી તુટી ગઈ હતી. સમીરા પોતાના રૂમમાં બાલ્કની માં આંખો બંધ કરીને બેઠી હતી. ત્યાં શ્રીકાંત ભાઈ આવી પહોંચ્યા.
     તેઓ સમીરા ની બાજુ માં બેઠા ને કહ્યું," સોના"
સમીરા એ આંખો ખોલીને કહ્યું," પપ્પા, કેમ મારી સાથે આવું થયું ? મેં તો મારા દરેક સંબંધો ને ઈમાનદારી થી નિભાવવાની કોશિશ કરી છે. તો પણ દર વખતે મારી નજીક ની વ્યક્તિ જ મને દુઃખ પહોંચાડે છે." આટલું બોલતાં તે શ્રીકાંત ભાઈ ના ખભા પર માથું મૂકીને રડી પડી.
     શ્રીકાંત ભાઈ એ તેને રડવા દીધી. તે જાણતા હતા કે રડીને સમીરા નુ મન હળવું થઈ જશે. તે સ્નેહ થી તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. સમીરા થોડીવાર રહીને સ્વસ્થ થઈ ત્યારે શ્રીકાંત ભાઈ એ કહ્યું," બેટા,
તું તો બહુ બહાદુર છે.‌હમેશા સત્ય ના માર્ગ પર ચાલી છે. જે સાચા હોય તેની જ સૌથી વધારે કસૌટી થાય છે. તું ચિંતા ન કર. જલ્દી આ ખરાબ સમય પણ જતો રહેશે."
       ત્યાં રમાબહેન આવી ગયા. તેમણે સમીરા ના માથા પર હાથ ફેરવતા કહ્યું," બેટા, હવે તો ઉદાસી છોડ. જમી લે. તે વ્યક્તિ પાછળ તારી તબિયત ન બગાડ."
    સમીરા એ કહ્યું," હા, હું ફેશ થઈને આવવું છું . તમે ડાઇનિંગ ટેબલ પર  મારી રાહ જુઓ." સમીરા ઉભી થઈને બાથરૂમ માં જતી રહી.
    રમાબહેન અને શ્રીકાંત ભાઈ ને થોડી રાહત થઈ.
   ત્રણેય જણા બપોરે ૧ વાગ્યે જમવા બેઠા. સમીરા ની જમવાની ખાસ ઈરછા ન હતી પણ મમ્મી પપ્પા નું મન રાખવા તે જમી રહી હતી.
    ત્યાં રમાબહેન એ કહ્યું," બેટા, મારી એક વાત માનીશ. એકવાર સાહિલ ને મળી જો. તે હવે ઘણો સુધરી ગયો છે."
   શ્રીકાંત ભાઈ એ તેમને ટોકતા કહ્યું," રમા, આ હજી યોગ્ય સમય નથી."
   સમીરા એ કહ્યું," હું સાહિલ ને મળવા તૈયાર છું. તમે નક્કી કરી લેજો કે કયા અને ક્યારે મળવું તે પ્રમાણે હું તેને મળી આવીશ" સમીરા એ સપાટ અવાજે કહ્યું.
    રમાબહેન એ કહ્યું," મારી દીકરી બહુ સમજદાર છે." તે ખુશ થઈ ગયા.
  શ્રીકાંત ભાઈ એ કહ્યું," સમીરા, કોઈ ઉતાવળ નથી. તું હજી શાંતિ થી વિચારી જો."
   સમીરા એ કહ્યું," ના પપ્પા, હવે તમે લોકો જેમ કહેશો તે પ્રમાણે જ હું કરીશ. હવે હું મારી લાઈફ ના નિર્ણય જાતે નહીં કરું. હું આરામ કરવા જાઉં છું." તે પોતાની થાળી રસોડા મુકીને પોતાના રૂમમાં સુવા જતી રહી.
     શ્રીકાંત ભાઈ એ કહ્યું," રમા, તું ઉતાવળ ન કર. સમીરા હજી આધાત માં છે. તેને હજી સમય ની જરૂર છે."
   રમાબહેન એ સાહિલ ના નંબર પોતાના ફોન પર ડાયલ કરતાં કહ્યું," ના, પરણેલી છોકરી સાસરે જ શોભે. હવે બધું બરાબર થઈ જશે. તમે ચિંતા ન કરો." તેમણે સાહિલ જોડે વાત કરીને સાંજ ના પાંચ વાગ્યે ગાર્ડન માં મળવાનું નક્કી કરી દીધું.
     શ્રીકાંત ભાઈ ને કશુંક ખટકી રહૃાું ને ખોટું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. પણ તે સમજી નહોતા શકતા. તેમણે બધું ઈશ્વર પર મુકી દીધું.
         **********************
      સાંજે સમીરા સાહિલ ને મળવા માટે તૈયાર થઈ. તેણે સાદો ગુલાબી રંગ નો ડ્રેસ પહેર્યો હતો. તેની આંખો માં ઉદાસી હતી. ચહેરો ઉતરેલો હતો. શ્રીકાંત ભાઈ એ જતા પહેલા પણ સમીરા ને કહ્યું," તું હજી પણ સમય લે. ઉતાવળ ન કર."
   " નહીં પપ્પા, મમ્મી ની ખુશી હું સાહિલ સાથે રહું તેમાં જ છે. તો હું તેમ કરીશ." સમીરા એ ઉદાસ અવાજે કહ્યું.
   " અમારી ખુશી તો તારી ખુશી માં છે, બેટા."
" મારી ખુશી તો પ્રતીક ના દગા પછી ખોવાઈ ગઈ. હવે તો મારું જીવન જ્યાં મને લઈ જશે ત્યાં હું જઈશ. " સમીરા એ કહ્યું. તેની આંખો માં કોઈ ભાવ ન હતા.
    " બેટા.."
" પ્લીઝ પપ્પા, હવે આપણે આ વિશે ચર્ચા નથી કરવી. હું જાઉં છું." સમીરા તરત ઘર ની બહાર નીકળી ગઈ.
     શ્રીકાંત ભાઈ નું મન વ્યાકુળ હતું. તેમને કંઈક ખરાબ થવાનો અંદેશો આવી રહૃાો હતો. બીજી તરફ રમાબહેન બહુ ખુશ હતા. તેમણે પોતાના છોકરા મનીષ ને ફોન કર્યો. સમીરા નો નાનો ભાઈ મનીષ પોતાની સ્ટડી ચાલુ હોવાથી તેના મમ્મી પપ્પા સાથે નહોતો આવ્યો. રમાબહેન રોજ તેની સાથે ફોન પર વાત કરી લેતા. આજે તેમણે ફોન કર્યો પણ મનીષ નો ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. તેમને નવાઈ લાગી. તેમણે થોડી વાર પછી ફોન કરવાનું વિચાર્યું.
      સમીરા ગાર્ડન માં પહોંચી ત્યારે સાહિલ પહેલે થી તેની રાહ જોતો હતો. તેના હાથ માં પીન્ક રોઝ નું બુકે હતું. તેણે તે સમીરા ના હાથ માં આપતા કહ્યું," ગુડ ઈવનિગ , ડાલિગ."
    સમીરા એ બુકે લેતા ફીકું સ્મિત કર્યું. બંને એક બેન્ચ પર જઈને બેઠા જ્યાં ચહલપહલ ઓછી હતી. ઠંડા પવન માં સમીરા ના હાફ પીન અપ કરેલા વાળ ઉડી રહૃાા હતા.
    સાહિલ સમીરા સામે જોઈ રહ્યો ને તેણે હળવે થી તેનો હાથ પકડતા કહ્યું," સમીરા, હું મારી ભુલો માટે માફી માગું છું. હું તને હંમેશા ખુશ રાખીશ .મારા ગુસ્સા ને પણ કાબુમાં રાખીશ. આપણે ફરી થી આપણા જીવન ની નવી શરૂઆત કરીશું?"
    સમીરા એ કહ્યું," હા, હું તૈયાર છું." આ સાંભળી ને સાહિલ બહુ ખુશ થયો ને તેણે સમીરા ને પોતાની બાહોમાં ભરી લીધી. સમીરા ખટકા સાથે તેને ભેટી પણ હજી તેનું મન સાહિલ ને સ્વીકારવા તૈયાર ન હતું.
     બંને અલગ થયા. ત્યાં સાહિલ એ કહ્યું," આપણે આ દેશ છોડીને જતા રહીશું. આપણે ઓસ્ટ્રેલિયા જઈને આપણી નવી લાઈફ શરુ કરીશું."
     આ સાંભળી ને સમીરા ચોંકી ગઈ તે બોલી ," પણ અહીં શું તકલીફ છે ?"
   " અહીં જુની કડવી યાદો તાજા થાય છે. મારો એક ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયા માં છે. હું તેની સાથે પાર્ટનરશીપ માં બેઝનેસ શરુ કરવાનો છું. તો આપણે ત્યાં જ શિફ્ટ થઈ જઈશું."
      " મમ્મી પપ્પા ..?"
" હું તેમને સમજાવી લઈશ. હવે બસ તું અને હું જ રહીશું. આપણા વરચે કોઈ બીજું નહીં આવે." સાહિલ એ ખુશ થતા કહ્યું. તેની આંખો માં અલગ ચમક હતી. સમીરા ને આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું.                      
      ત્યાં ગાર્ડન માં એક આઈસ્ક્રીમ વાળો હતો. સાહિલ એ કહ્યું," હું આપણા બંને માટે આઈસ્ક્રીમ લઈને આવું" તે આઈસ્ક્રીમ  લેવા જતો રહ્યો.
સમીરા બેન્ચ પર બેઠા બેઠા વિચારો માં ખોવાઈ ગઈ ત્યાં તેના  ફોન ની રીંગ વાગી. તેના ફોન પર અજાણ્યા નંબર ફ્લેશ થઈ રહૃાા હતા.
      તેણે ફોન રિસીવ કર્યો તો સામે થી ભારે અવાજ સંભળાયો," હેલ્લો મિસ સમીરા, હું ઇન્સ્પેક્ટર જશવંતસિંહ બોલું છું."
   સમીરા એ કહ્યું," જી."
" તમે ક્યાં છો ?"
    " હું અત્યારે બહારે છું."
" એકલા છો કે કોઈ છે તમારી સાથે ?"
  " સાહિલ સાથે છું."
     " ક્યાં છો તમે?"
" સીટી ગાર્ડન "
" હું હમણાં ત્યાં આવું છું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.સાહિલ ને વાતો માં મશગુલ રાખજો.તેને મારા ફોન વિશે ન જણાવશો."આમ કહીને તેમણે ફોન કાપી નાખ્યો ને સમીરા ફોન સામે નવાઈ થી જોઈ રહી. ત્યાં પાછળ થી સાહિલ નો ધારદાર અવાજ આવ્યો ," કોનો ફોન હતો ?" સમીરા ચોંકી ને સાહિલ સામે જોવા લાગી.