Pranay Saptarangi - 7 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી પ્રકરણ – 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય સપ્તરંગી પ્રકરણ – 7

રાત્રીનાં બાર વાગી ગયાં છે અને “"હવન અગ્નિ" ગ્રુપની ખાનગી મીંટીંગ એનાં વડા મથકે ચાલી રહી છે લગભગ બાર સભ્યો હાજર છે મુખ્ય વર્તુળમાં બીજા સભ્યો ઉમેરવાની અને બીજી સાવચેતીઓની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પ્રો.મધોક પોતાની ટીમને ઉદૂબોધન કરી રહ્યાં છે. મુખ્ય મુદ્દો સંયુક્તાનું અપહરણ કરવાનો મુદ્દો અને તેમાં બચેલી સંયૂક્તા તથા તેનાં સીક્યુરીટીનાં છીંડા ક્યા હતાં એની તપાસ ખાસ માણસોને સોંપી હતી એનો રીપોર્ટ આજે મળી જવાનો હતો. વિરાટે પ્રો.મધોકની પરવાનગી લઇને રીપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી. બધાંજ સભ્યો જાણવાં માટે આતૂર હતા.

ગ્રુપના આ ખાનગી વડામથકનાં મોટાં હોલમાં લગભગ 20 માણસો એક સાથે બેસી શકે એવું વિશાળ ટેબલ હતું અને એની ચારેબાજુ ખુરશીઓ ગોઠવેલી હતી. આખો હોલ વાતાનુંકુલિત હતો અને સંપૂર્ણ નોઇઝ પ્રુફ હતો. અહીંની કોઇ વાતચીતનો એક અંશ બહાર સંભળાય નહીં અને અંદર આવવા જવા માટે માત્ર બે દરવાજા હતા તે સામ સામે પૂર્વ પશ્ચિમ દિશામાં હતાં. બાકી ઉત્તર દક્ષિણ દિશામાં કાચની બારીઓમાં એવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી કે અંદરની જોઇ શકાય એવાં ટીન્ટેડ ગ્લાસથી મઢેલી હતી કે પ્રકાશ પણ બહારથી જોઇ ના શકાય. એની ઉપર સુંદર પડદાનું ડેકોરેશન હતું ઇમરજન્સીમાં પહોંચી વળાય એવી સંપૂર્ણ સેઇફટી સીસ્ટમ હતી. દરવાજા બન્ને પ્રો.મધોકનાં હાથમાં રહેલાં રીમોટથી જ ખૂલી અને બંધ થઇ શકે એવી વ્યવસ્થાવાળા હતાં. હોલની બહારની બાજુ બીજા બે ખંડ આવેલાં હતાં એમાં એકમાં લાઇબ્રેરી જેવું બનાવેલુ હતું બીજામાં બેસી ચર્ચા કરી શકાય અને વેઇટીંગમાં બીજાઓને બેસાડી શકાય એવી વ્યવસ્થા હતી.

હોલની બીજી તરફ એક બીજો રૂમ હતો જેમાં અત્યંત ખાનગી ચર્ચા કરી શકાય એવી વ્યવસ્થા હતી એમાં પણ ટેબલ ખુરશીઓ અને કોમ્પ્યુટર અને બીજા બીજાણુ સાધનો હતાં જ્યાંથી ઇન્ટરનેશનલ વાતચીત-સ્ક્રીન પર જોવાની વ્યવસ્થા અને ગમે તે લોકેશનનો અભ્યાસ થઇ શકે એવી જડલેસલાક વ્યવસ્થા હતી જે પ્રો.મધોક અને બીજા ખાસ વિશ્વાસુ સાથીદાર જ ઉપયોગ કરી શકતા. અને વચ્ચે ખૂલ્લી લોબી છોડી પછી પેન્ટ્રી હતી.

"હવનયજ્ઞ"નાં આ કાર્યાલયમાં પ્રવેશવા સાથે મીટીંગ અને રિસેપ્શન હોલ હતો અને એક તરફ અગાઉ દર્શાવેલ લાઇબ્રેરી રૂમ અને એની બાજુમાં ચુટીલીટી એરીયા હતો જેમાં લેડીઝ-જેન્ટસ અલગ અલગ ટોયલેટ્સ- વોશરૂમ- ચેઇન્જ રૂમ હતાં. ચુટીલીટી એરીયા, મુખ્ય કોન્ફરન્સ હોલ, પ્રાઇવેટ મીટીંગ રૂમ અને લાઇબ્રેરી સિવાય બધેજ સીસીટીવી કેમેરા અને બીજા સેઇફરી ડીવાઇસ લાગેલાં હતાં. ફાયર સેઇફટી માટે એક્ષટી.ગુઇશર લાગેલાં હતાં.

બધાંજ ટેબલ કોન્ફરન્સમાં બેઠેલા સૌની નજર વિરાટ ઉપર અને કાન સાંભળવા માટે આતુર હતાં. વિરાટે એક તરફ બધાની સામે નજર ફેરવીને પ્રો.મધોક તરફ નજર સ્થિર કરીને કહ્યું" સર આપણે પેલેસમાં પૂરતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બધાં માણસો પણ બરાબર ગોઠવેલા. શહેરની પોલીસનાં અમલદારો પણ એલર્ટ હતાં. પરંતુ ભૂરાની ગેંગ વધુ હોંશિયાર અને કાબેલ નીકળી. એમણે એવી જગ્યાએ હાથ માર્યો કે કોઇનું ધ્યાન જ ના ગયું. બધાં વધુ આતુરતાથી સાંભળી રહ્યાં. પ્રો.મધોકે કહ્યું " એટલે ? શું કર્યું એ લોકોએ ? વિરાટે આગળ જણાવતાં કહ્યું "સર હોલનો શણગાર કરવા માટે રાજાજીએ પોતાનાં માળીને બીજા માણસોની મદદ લઇને ફૂલો અને કૂંડાઓનો શણગારનું કામ સોપેલું. આ માળી એમનાં બાળપણથી સેવામાં છે અને ખૂબ વિશ્વાસુ છે. આ માળી નનકઉ રામાવિજય ની ઉંમર થયેલી છે છતાં હજી કામ કરી રહ્યો છે. એની સાથે એનો પુત્ર રામકરણ પણ સેવામાં છે. નનકઉએ એનાં પુત્ર રામકરણને કહેલું કે ફૂલો, ફૂલોની સેરો તથા હાર વિગેરેનું કામ આપણે નીપટાવશું પરંતુ જે શોભાનાં છોડનાં કુંડા ઘણાં છે અને ભારી છે તો તું બીજા માણસોની વ્યવસ્થા કરી દેજે.

રામકરણે બધીજ વ્યવસ્થા કરી એનાં ગામનાં અને પેલેસમાં ગાર્ડનમાં કામ કરતાં બીજા 8-10 મજૂરોને સાથે રાખેલાં એ બધાંનાં ઓળખપત્ર પણ બતાવેલાં અને અહીંજ એક મોટું પોલું તંત્ર પકડાયું અને બધીજ તપાસ કરી ત્યારે ખબર પડી કે ફાળીયા બાંધેલાં મજૂરોમાં બે મજૂરોને ગાર્ડનનાં સાધનોની ઓરડીમાં પૂરી મોઢે ફેંટો મારી બાંધી બેભાન કરીને ભૂરાનાં બે માણસો આમાં સામેલ થઇ ગયાં હતાં. અને પેલેસ રોડની બહાર કાલાધોડાની આગળ એનાં બીજા બે માણસો પોલીસ જેવી જીપમાં રાહ જોઇને બેસી રહેલાં. વ્યક્તવ્ચનાં વચમાં તારીકાએ પ્રશ્ન કર્યો પરંતુ પેલેસનાં માળીને કે એનાં દીકરાને ખબરના પડી કે આ અજાણ્યા માણસો કોણ છે ? અને એમનાં ઓળખપત્રો ? વિરાટે તરતજ કહ્યું" તારીકા તમે થોડી ધીરજ રાખો તમને બધાંજ જવાબ મળી જશેજ. સ્વાભાવિક છે તમને પ્રશ્ન ઉઠે પરંતુ મને પણ આ પ્રશ્ન પહેલાં ઉઠેલો. પરંતુ અમારી બધી પૂછપરછમાં અને સીસીટીવી કેમેરાની ફૂટેજ જોતાં જાણવા મળું કે એ બંન્ને જણાએ બે મજૂરોનાં ઓળખ પત્રો પ્રમાણે એમનાંજ કપડાં પહેરેલાં હતાં અને માથે ફેંટા બાંધેલા હતાં જે બીજાઓએ બાંધેલાં જ હતાં રજવાડી ફકશનનાં પહેરવેશ જ હતો એટલે ઓળખાયા નહીં. પ્રશ્ન એજ હતો કે થમ્બ પ્રીન્ટની ચકાસણીમાં એ લોકો છટકી ગયેલાં અને એમાં સીક્યુરીટી થાપ ખાઇ ગઇ.

નનકઉ ભૈયાને વિગતવાર પૂછપચ્છ કરી અને થોડી લાલ આંખ બતાવી ત્યારે પેલેસનાં સ્ટાફે વચ્ચે અંતરાય બની કહ્યું સાહેબ આ લોકો બાબા સાહેબનાં જન્મ પહેલાંના છે અને વફાદાર છે આ લોકોનો શંકામાં ઘેરાવામાં ના જ હોય. છતાં અમે પૂછપચ્છ ચાલુ જ રાખી ત્યારે નનકઉએ બયાન આપ્યું કે સાહેબજી હું અને રામકરણ મુખ્ય પ્રવેશ અને હોલની અંદર સ્ટેજ તથા બીજે ફૂલોનો શણગાર અમારાં ખાસ મદદનીશથી કરી રહ્યાં હતાં. અને બહાર દરવાજા પાસે અને પ્રવેશની લોબીમાં રામકરણનાં મિત્ર વિરેન્દ્રને સોંપ્યું હતું. વિરેન્દ્ર પણ સાથે જ ઉભો હતો એ બોલી ઉઠયો "હાં મામાએ મને સમજાવેલું. તે પ્રમાણે કુંડાની ગોઠવણી કરતો હતો. અમારાં મજૂરોમાં કુલ 8 જણાં હતાં અને બધાં જ કામ કરતાં હતાં. એમોનાં બે જણાએ મને કહ્યું" અહીં બધા મુકાઇ ગયાં છે અમને રામકરણ પાછળ બોલાવે છે કહીને એલોકો હોલની પાછળ તરફ ગયા મેં ધાર્યું બોલાવ્યા હશે કંઇ કામથી મને કાંઇ શંકા જેવું ના લાગ્યું કારણ કે કાલે રામકરણ ભૈયાએ કહ્યું હતું પાછળનાં ભાગમાં મોટી સીડી છે એ પકડવા માણસો કદાચ જોઇશે. બસ સાહેબ બીજી કંઇ ખબર નથી.

નનકઉએ કહ્યું સાહેબ કુંવરી સાહેબને કોઇ ઉઠાવી જવા આવ્યું છે એવું જાણ્યું પછી પોલીસ જમાદારે અમને બધાને લાઇનમાં એક બાજુ ઉભા રાખી ઓળખ પરેડ કરાવી ત્યારે ખબર પડી કે અમારાં બે માણસ નથી જે મેં સાહેબને જાણ કરી. છેક મોડી રાત્રે પોલીસે રૂમમાંથી અમારાં બે સાથીદારને છોડાવ્યાં. જે પેલા ગુંડાઓએ બંધક બનાવી બેભાન કરેલા. વિરાટે થોડો શ્વાસ ખાઇને કહ્યું આમાં આ લોકો આપણને આવી કામનાં મજૂર બનીને બેવકૂફ બનાવી ગયાં. અને ભૂરાનાં એ બે માણસો ભાગીને કાલાછોડા ઉભેલી જીપમાં બેસીને નાસી છૂટ્યાં. એ લોકો ત્યાંથી આગળ ક્યાંય નાકાબંધીમાં પકડાયા નથી. પોલીસને એ જીપ બીનવારસી રીતે કમાટીબાગ પાસે મળી આવી. મને પાકી શંકા છે કે એ લોકો નદીનાં કોતરોમાં ઉતકરીને ક્યાંક અલોપ થઇ ગયાં.

પ્રો. મધોકે કહ્યું "મને મી.અમુલખે પણ આવી જ શંકા વ્યક્ત કરી હતી પરંતુ આપણે હવે સજાગ રહીને આખી ટોળકી ક્રાઇમ અને પોલીસની મદદ લઇને જાણ કરવી પડશે. વિરાટે કહ્યું " આ આખો રીપોર્ટ હવે ક્રાઇમ અને પોલીસ હેડકવાર્ટમાં રજૂ થશે અને રાજા વીરભદ્રસિંહને પણ આપવામાં આવશે.

પ્રો.મધોકે કહ્યું "વિરાટ તું તારી અંગત ટીમને કામે લગાડીને આ લોકોનું પગેરુ શોધી નાંખ મને ત્યાં સુધી ચૈન નહીં પડે સાથે જરૂરી મદદ પોલીસ કે ક્રાઇમની પડે લઇ લે જે હું વાત કરી લઇશ.

બીજી ઘણી જરૂરી ચર્ચા થયાં પછી વિરાટને બેસવાનું કહી પ્રો.મધોકે બીજાઓને બહાર જવા કહ્યું. એમાં બહાર નીકળતાં અક્ષયે પાછળ જોયાં કર્યું પછી એ બહાર નીકળી ગયો. બધાં બહાર જતા પ્રો.મધોકે હોલ લોક કર્યો અને વિરાટની સામે જોઇ કહ્યું વિરાટ મને એક વિચાર આવે છે કે તું તારી અંગત ટીમમાં એક નવા છોકરાને લે. ભલે ફ્રેશ હોય પરંતુ તેને તું અંગત ટ્રેઇનીંગ આપીને તૈયાર કર જેનાં મગજમાં કોઇ પ્રવૃત્તિ માટે કે કોઇ પણ વ્યક્તિ માટે પ્રેજ્યુડાઇઝ ના હોય.

વિરાટે કહ્યું "સર તમારાં ધ્યાનમાં કોઇ આવ્યું છે ? એટલે પ્રો.મધોકે કહ્યું "હા,ડે.કમીશ્નર કંદર્પરાયનો દીકરો સાગર.... વિરાટ થોડાં આશ્ચર્યથી જોઇ રહ્યો પછી કહ્યું " એ કેવી રીતે મનમાં આવ્યો ? પ્રો.મધોકે કહ્યું એની અરજી આપણે ત્યાં આવેલી સરનામા વિનાની અને નામમાં ફક્ત એનું નામ અને અટક જ હતી. બાપનું નામ કે સરનામું ન હોતું. મને લાગે એને ઓળખ પહેલાં સંપૂર્ણ નહોતી આપવી. એને મેં આ પ્રોગ્રામમાં જોયો અને આંખો ચમકી. એને જોઇને લાગ્યું કે આ કામનો છે અને તૈયાર કરીએ તો ખૂબ વિશ્વાસપાત્ર બની શકે છે. બીજું ખાસ કે એ કલાકાર છે ગાયકીનો શોખીન છે હિંમતવાન બાપનું લોહી વહે છે દેશદાઝ છે અને આપણી અમીની બ્હેનનો ખાસ અંગત મિત્ર છે. મારી પાસે બીજી ઘણી માહિતી છે પણ અત્યારે આટલી કાફી છે. હું એનો ઉપયોગ આપણી બહારની ગતિવિધીમાં કરવા નથી માંગતો પરંતુ આપણાં ખાસ કન્ટ્રોલ રૂમમાં બધી ડીવાઇઝ, કોમ્પ્યુટર અને બીજાણુ સાધનોની ટ્રેઇનીંગ આપીને જરૂરી માહિતી એકઠી કરે આપણાં ગ્રુપની બધી કામગીરીનું સાધનો હાથ સંચાલન અને જાણકારી મેળવી આપણને રીપોર્ટ કરે. આ કામમાં એને સમયની સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ અને જરૂર પડે ત્યારે સતત હાજરી આપીને કામગીરી કરે. આ મારો વિચાર છે. પરંતુ.. એકવાર તું પણ મળ અને પછી તને શું લાગે છે ? એ પછી આપણે ચર્ચા કર્યા બાદ બધુ નક્કી કરીશું.

વિરાટે કહ્યું "ઓકે સર." આપનો સુઝાવ ખૂબ સારો છે મને ગમ્યો. કન્ટ્રોલરૂમ કોઇ પૂરી જવાબદારી સાથે કોઇ સંચાલિત કરે તો આપણાં માટે સારું રહેશે. તમે કહો ત્યારે મળી લઇશું. પ્રો. મધોકે કહ્યું "મેં એને બોલાવી લીધો છે અને છેલ્લાં 1 કલાકથી વેઇટીંગમાં એ આપણી રાહ જોઇ રહ્યો છે.

વિરાટે કહ્યું "ઓહ, ઓકે સર હું મળી લઊં છું પછી જરૂરી લાગે તમારી પાસે લઇને આવું છું. પ્રો. મધોકે કહ્યું ઓકે... વિરાટે કહ્યું તો હું જઊં એમ કહી ઉભો થયો અને અચાનક કંઇ યાદ આવ્યું હોય એમ કહ્યું " સર પેલા રણજીતસિંહની વાત તમે કરી હતી તો એનું શું કરવું છે ? પ્રો. મધોકે કહ્યું એ વાત ખૂબ નાજુક છે પછી કરીએ પહેલાં સાગરનું નિપટાવીએ. "ઓકે એમ કહીને વિરાટ બહાર નીકળી ગયો.

***********

હાય સંયુક્તાં ! માય ડાર્લીંગ કેમ તું હમણાંથી કોલેજ નથી આવતી ? તું તો રાજકુંવરી છે તને શું ફરક પડે ? પરંતુ તારાં દર્શન કરવા માટે આ આંખો તરસતી રહે છે અને તારાં આવવાનાં રસ્તા પર આંખો તાકેલી રહે છે. ક્યારે દર્શન કરાવીશ અને ક્યારે આંખોને ઠંડક મળશે ? હવે તું વધુ ના તડપાવ આવીજા મારી રાણી... સંયુક્તાએ પોતાનાં મોબાઇલમાં સેવ કરેલો મેસેજ વાંચ્યો અને એક મણનો નિસાસો નાંખ્યો અને વિચારમાં પડી ગઇ.

*********

સીમા ક્યારની સાગરનાં વિચારોમાં જ હતી એને ભાન ના રહ્યું કે રાત્રી ખાસી વીતી ગઇ છે એકબાજુ ડ્રોઇંગરૂમમાં ટીવી ચાલુ હતુ અને એનું ધ્યાન એનાં વિચારોમાં સરલાબહેને અંદર રૂમમાંથી આવીને કહ્યું સીમા આ ટીવી ક્યારનું ચાલે છે એમાં ક્યારની બધી જાહેરાતો આવે તારાં સ્વભાવ પ્રમાણે તું ચેનલ નથી બદલતી ? મને અંદર રહ્યે થયું કે સીમા જાહેરાત ક્યારથી જોવા લાગી ? અને જે પ્રોગ્રામ આવી રહ્યાં છે એ તું જોતી નથી તું શેનાં વિચારોમાં છે ? તારો સૂવાનો સમય ક્યારનો થઇ ગયો."

સીમા માં ના કહેવા સાથેજ જાણે ભાનમાં આવી ને બોલી "હાં હાં માં હું ટીવી જોતી હતી પરંતુ કોઇક વિચારોમાં ઉતરી ગઇ હતી સમયનો ખયાલ જ ના રહ્યો. ઓકે હું જઊં સૂવા ઉપર. માંએ કહ્યું "દીકરાં ? બધુ બરાબર છે ને ! શેનાં વિચારોમાં ખોવાઇ ગઇ છે તું ? સીમાએ કહ્યું "ના માં કંઇ નહીં આ તો પ્રોગ્રામમાં જે બધુ બની ગયું એ માનસ પર એક ચિત્રપટની જેમ ફરીથી આવી ગયું. અને મને થોડી સંયુક્તાની ચિંતા થઇ ગઇ હતી. કંઇ નહીં માં તમે સૂઇ જાઓ. પાપા સૂઇ ગયાં ?

સરલા બહેન કહે "નાહક ચિંતા ના કર. બધી વ્યવસ્થા અને સલામતી અંગે એનાં પિતા અને પોલીસ પૂરતાં છે તું ચિંતા ના કર સૂઇ જા. તારાં પાપા તો ક્યારનાં સૂઇ ગયાં. હવે હું પણ જાઉં સુવા તું પણ સૂઇ જા શાંતિથી હમણાં અમી પણ આવી જશે. એટલામાં જ અમી લોક ખોલીને અંદર આવી ગઇ. "લો અમી પણ આવી ગઇ. સૂઇ જાવ બંન્ને બહેનો. જયશ્રી કૃષ્ણ. કહીને સરલાબહેન સૂવા ચાલ્યા ગયા."

અમીએ સીમાને કહ્યું "કેમ દીદી હજી જાગો છો ! તમારી તો અડધી રાત્રી જાય અત્યારે શું નવાજૂની છે ? કેમ હજી નીંદર નથી આવી ? સીમા કહે ખબર નહીં વિચારોની વૈતરણી સૂવાજ નથી દેતી નથી પાર ઉતારાતી. અમી કહે ચલો ઉપર શાંતિથી વાત કરીએ.

અમી અને સીમા બંન્ને જણાં ઉપર જવા લાગ્યા અને અમીએ કહ્યું "દીદી મારાં રૂમમાં બેસીને જ વાતો કરીએ પછી સૂવા માટે તમારાં રૂમમાં જ્જો. સીમાએ હકારમાં ડોકું ધુણાવીને અમીની પાછળ પાછળ એનાં રૂમમાં ગઇ અને અમીએ કહ્યું દીદી તમે બેસો હું ચેઇન્જ કરીને આવું.

****************

વિરાટ હોલમાંથી બહાર આવ્યો અને શાંતચિતે મોબાઇલમાં બીઝી એવાં સાગરને પ્રથમ જોઇ રહ્યો પછી સાગરે નજર ઊંચી કરતાં બંન્નેની નજર મળી અને વિરાટે સ્માઇલ સાથે સાગરને હેલ્લો કીધું અને થોડીવાર રાહ જોવી પડી એનાં માટે સોરી કીધું. વિરાટે કહ્યું "સોરી સાગર અમારી એક અગત્યની મીટીંગ ચાલુ હતી તેથી તને મળવામાં થોડુ મોડું થઇ ગયું. વિરાટે સીધી એક મિત્રની જેમ તુંકારાથી જ વાત કરતાં કહ્યું "આવ આપણે અંદર જઇને વાત કરીએ. એમ કહીને સાગરને દોરીને અંદર લઇ ગયો.

સાગર વિરાટની પાછળ પાછળ દોરાતો એક રૂમ પસાર કરી ખાસ દેખાતાં રૂમમાં આવ્યાં ત્યાં વિશાળ રૂમમાં બધાં જ વિજાણું સાધનોથી સજ્જ હતો અને ત્યાં કોન્ફરન્સ માટે મૂકેલો મેજ અને ખુરશી તરફ ઇશારો કરતાં સાગર અને વિરાટ ત્યાં આવીને બેઠાં. પ્રથમ તો સાગર કૂતૂહૂલથી ચારે તરફ જોઇ રહ્યો. એની નજર રૂમમાં ઇન્સ્ટોલ કરેલાં કોમ્પ્યુટર, વિજાણુ સાધનો બીજા ડીવાઇસ સામે દિવાલ પર મોટાં સ્ક્રીનનું ટીવી - મોનીટર અને તૈયારી જોઇને મનમાં ખુશ થયો સાથે સાથે કામ કરવા માટે જાણે ઉત્તેજીત થઇ ગયો. પછી વિશાળ ગ્લાસની વિન્ડોવ એનાથી બહાર દેખાતાં રોડ પર વાહનોની ચહલપહલ જોઇ રહ્યો. એને થયું મારું શહેર આમતો ગુજરાતનું ત્રીજા નંબરનું શહેર છે પણ કામકાજ અવ્વલ છે.

વિરાટે થોડીવાર સાગરને નિરીક્ષણ કરવા દીધું પછી એણે કહ્યું "સાગર, આપણે મુખ્ય વાત ઉપર આવીએ. સાગરે કહ્યું "હા હું એ જ રાહ જોઇ રહ્યો છું. આવતા વેંત થોડું કૂતૂહૂલ અને મનમાં જીજ્ઞાસા હતી એટલે.... વિરાટે અટકાવતા કહ્યું હું સમજી શકું છું. બાય ધ વે હું વિરાટ અહીં "હવન અગ્નિ"માં ચીફ પછીનો સીનીયર ઓફીસર છું. ચીફે મને તારી મુલાકાત કરવા અને તારા અભિપ્રાય જાણ્યા પછી અને તારી બધી જ માહિતી લીધા પછી શું અમારે નિર્ણય લેવો એ જણાવીશ. વિરાટે કહ્યું "મને ખબર છે તું ડે.કમીશ્નર કંદર્પરાયનો એકમાત્ર દીકરો છે. તારી અગાઉ અરજી આવેલી છે છતાં તેં એમાં ફક્ત તારું નામ આપેલું બીજી વિગત નહોતી જણાવી એનું શું કારણ ? અને તું અમારી સંસ્થા વિશે શું જાણે છે ! શું છાપ છે ? અને શા માટે અમારી સાથે જોડાવા માંગે છે ? પહેલા તું મને બધી વિગત જણાવ પછી આગળ ચર્ચા કરીએ.

સાગરે પ્રથમ વિરાટ સામે આત્મવિશ્વાસ સાથે જોયું અને પછી મંદ સ્મિત સાથે કહ્યું "હું સાગર કંદર્પરાય ત્રિવેદી ડે.કમીશ્નર જે હવે પ્રમોશન લઇ કમીશ્નર થવાનાં છે. મેં ઘણીવાર શહેર અને રાજ્યમાં બનતાં ગુનાનાં કિસ્સોઓમાં તમારી સંસ્થાનું નામ છાપામાં અને પાપાનાં મોઢે વાત કરતાં સાભળ્યું હતું. તમારી ખરેખર શું કામગીરી છે એ પાકી ખબર નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનું રક્ષણ એનું પુનુરુત્થાનનાં કામ કરો છો તથા હિંદુત્વનો પ્રચાર રક્ષણનું કામ કરો છો અને પોલીસ અને સરકારને સાચી મદદ કરો છો એટલી જાણ છે. બીજું કે મારાં ગ્રેજ્યુએશન પછી મારે કોઇ એવું કામ કરવું હતું જે મારી સનાતન સંસ્કૃતિનો બચાવ પ્રચાર કરવામાં મારો ફાળો હોય ફક્ત પૈસા કમાઇને એશ કરવાનાં કોઇ ઇરાદા નહોતાં. હજી આગળ શું કરવું એ કંઇ ખબર નથી. આવનાર દિવસોને જે મારી જીંદગીનાં છે એને એવી રીતે ડીઝાઇન કરવાં છે જેમાં મને આત્મસંતોષ મળે અને દેશ-સંસ્કૃતિની સેવા થાય. શોખથી હું કવિ અને ગાયક છું થોડાં ઇન્સ્ટ્રમેન્ટસ પણ વગાડી શકું છું અને મારાં મન મોજથી જીવું છું. મારામાં પાપાનું લોહી વહે છે એટલે હિંમતવાન છું પરંતુ બહાદુરીનાં હજી કોઇ કામ કર્યા નથી કહેતાં હસી પડ્યો....

સાગર કહે તમારો ખૂબ પ્રશ્ન કે મેં અરજીમાં મારાં પિતાનું નામ કે બીજી વિગત આપી નહોતી. સાચી વાત છે મારે મારું બેકગ્રાઉન્ડ પર મારું સીલેકશન નહોતું જોઇતું મારે મારાં ખુદનાં વિશ્વાસ અને મારા વિચારોથી જોડાવું હતું જેમાં ફક્ત મારું આગવું ચરિત્ર અને કાર્ય હોય. બસ એજ કારણ છે. બીજી અહીં માહિતી અંદર અંદર સિવાય ખૂબ જ ખાનગી રહે છે એ નિયમ પણ મને ખૂબ આકર્ષે છે.

વિરાટે બધુ સાંભળ્યા પછી ખૂબ આનંદથી કહ્યું "સાગર તારી પાત્રતા સંપૂર્ણ યોગ્ય છે અમારાં માટે પણ તે જે છેલ્લે કીધું એમાં અંદર અંદર પણ જરૂર પડે એટલી જ માહિતી સભ્યોને આપીએ છીએ ઘણીવાર તો એક ઘરનાં બે સભ્યોને અંદર અંદર ખબર નથી હોતી કે અમારાં ગ્રુપમાં છે અને એમને શું ફરજ સોંપવામાં આવી છે. સાગર આશ્ચર્ય સાથે કહ્યું " વાહ કહેવું પડે. સરસ સુવ્યસ્થિત તંત્ર ચાલે છે પણ એમાં વફાદારી અને વિશ્વાસ સંપૂર્ણ હશે.

વિરાટે કહ્યું "મને લાગે છે આપણે જે પ્રાથમિક ચર્ચા થઇ ગઇ તેમાં તું ઉર્તિણ છું હવે આપણે ચીફને મળવા જઇએ. અને ચીફ સાથે વાત થયા પછી તારું કામ ફરજ તને સમજાવવામાં અને પછી સોંપવામાં આવશે. અને હા... સાગર આ બધાં કામ માટે ચોક્કસ પગાર જેવું નથી પરંતુ નિપુણતા અને ફરજનાં પ્રકાર પ્રમાણે કંઇને કંઇ પુરુસ્કાર અને વળતર મળે છે. સાગરે કહ્યું "હું એવી અપેક્ષા સાથે નથી આવ્યો પરંતુ એક પ્રશ્ન થયો છે મનમાં કહ્યું? વિરાટે કહ્યું "જરૂરથી બેઘડક પૂછ" સાગરે કહ્યું " આ સંસ્થાતો આમ સેવાભાવથી અને સનાતન ધર્મનાં રક્ષણ પ્રચાર પ્રસાર માટે ચાલે છે તો તમારી પાસે ફંડ બધું ચૂકવવા અને ખર્ચો કારવા ક્યાંથી આવે છે ? વિરાટે હસતાં હસતાં કહ્યું" ભાઇ હજી તો શરૂઆત છે ધીમે ધીમે બધુ સમજાઇ જશે બધી ખબર પડી જશે. પરંતુ હા એટલું કહું કે આપણી સંસ્થા પૈસા અને નાણાં ભંડોળ માટે ખૂબ સ્વાશ્રયી અને પહોંચી વળે છે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓને આપણી જરૂર છે. કોઇ ચિંતાની વાત નથી. આવ આપણે ચીફને મળવા માટે જઇએ.

સાગર અને વિરાટ બંન્ને પ્રો.મધોકની ચેમ્બરમાં ગયાં. પ્રો.મધોક કોઇ સાથે વાત કરી રહ્યા હતાં. એમણે મંદ હાસ્ય સાથે બંન્ને જણાંને ઇશારાથી સામે ચેર પર બેસવા માટે કીધું એમની વાત ટૂંકાવીને પહેલાં વિરાટ સામે નજર મિલાવીને પછી સાગર સામે જોતાં જ કહ્યું "હેલ્લો યંગ મેન વેલકમ ટુ હવનઅગ્નિ ગ્રુપ સાગર આશ્ચર્યથી એમની સામે જોઇ રહ્યો. એટલે પ્રો.મધોકે કહ્યું " વિરાટ તને મારાં સુધી લઇ આવ્યો એનો અર્થ જ છે કે તું હવે આ ગ્રુપમાં છે.

સાગરે કહ્યું " એ તો હું સમજી ગયો પરંતુ હું તમને મળેલો છું પેલેસનાં પ્રોગ્રામમાં મારાં પિતાના મિત્ર છો. પ્રો.મધોકે કહ્યું " તારી સાચી વાત છે મેં પ્રથમ વાર જ તને પ્રોગ્રામમાં જોયો હતો અને તને જોતા સાથે તારી અરજી સાથેનો ફોટો જોઇને તને ઓળખી ગયેલો. કંદર્પરાયનો દીકરો છે તું ત્યારે ખબર પડેલી અને પછી હું તારાં વિચારો સમજી ગયેલો અને મને સ્પર્શી ગયેલાં ત્યારે જ નિર્ણય લીધો કે તને બોલાવવો અને તને રસ હોય તો તને ગ્રુપમાં સામેલ કરવો. અને હા તારી મિત્ર અમી અને સીમા ને પણ હું જાણું છું અને અમી અહીં ગ્રુપમાં કામ કરે છે.

સાગર તો એક પછી એક આશ્ચર્ય વાગોળતો બેસી રહ્યો. એને થોડીક જાણ થયેલી. સીમાને ફાર્મ પર લઇને ગયો ત્યારે એણે કંઇક કહેવા ગયેલી પરંતુ મારે તમારો ફોન આવી જતાં અમે એમ કહી અટકી ગયો. એને વિચારોમાં અને અસ્પષ્ટ કંઇક બોલતો જોઇને પ્રો.મધોકે પૂછ્યું" શું થયું ?

સાગર કહે કંઇ નહીં આ તો બધું નવું નવુંજ હમણાંથી જાણવા મળે છે. ઘણાંને તો ઘણાં સમયથી ઓળખતો હોવા છતાં એમનાં જીવનનાં ઘણાં રંગ પછી ખબર પડે છે. પ્રો.મધોકે કહ્યું " સાગર એજ તો જીવવાની મજા છે. પરંતુ તું અહીં જોડાઇ જાય પછી તને ટ્રેઇનીંગ મળશે અને બીજી ઘણી બધી વાતો જાણવા મળશે જે ખૂબ જ ખાનગી અને ભરોસાપાત્રને જ ખબર હોય એવી હશે જે ફક્ત તારા પુરતી જ રહેવી જોઇએ. એની ગુપ્તતા જળવાવી જોઇએ. આ બધા ચોક્કસ નિયમો અને કાર્યશૈલી તારી તાલિમમાં તને જાણવા સમજવા મળી જશે. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન યંગ મેન. એમ કહી પ્રો. મધોકે સાગર સાથે હાથ મિલાવ્યા તે વિરાટે પણ હાથ મિલાવીને અભિનંદન આપ્યા. પ્રો.મધોકે વિરાટને આગળની માહિતી અને કાર્યવાહી સાગરને સમજાવવા કીધું અને સાગર અને વિરાટ પ્રો.મધોકેની ચેમ્બરથી બહાર આવ્યા.

**********

સીમા અમી કપડાં ચેન્જ કરીને આવી ત્યાં સુધી વિચારોમાં હતી. અમી આવીને સીમાને ચપટી મારીને તંદ્રામાંથી બહાર કાઢીને કહ્યું "દીદી હજી શું વિચારોમાં છો ?

અમી હું તો સાવ બદલાઇ ગઇ છું અચાનક આવુ બધુ બની ગયું છે. સંયુક્તાના વિચારો આવે છે. કોલેજમાં એ આપણાથી બે વર્ષ આગળ હતી. હું ગીત સંગીતને કારણે એનાં સંપર્કમાં આવી હતી. મેં એનાં વિશે ઘણું સાંભળેલું એને કોઇ ભૂપેન્દ્ર રાયકા સાથે દોસ્તી હતી અને પછી પ્રેમ થયેલો અને એનાં રજવાડી ઘરાનાને મંજૂર નહોતું ખબર નહીં પછી શું નું શું થયું ? બધી પૂર્ણ માહિતી નથી.

અમીએ કહ્યું "એ ભૂપેન્દ્ર રાયકા એજ ભૂરો"..... સીમા તો વિસ્ફારીત આંખે સાંભળી રહી.....

પ્રકરણ-7 સમાપ્ત- વધુ આવતા અંકે.

ભૂપેન્દ્ર રાયકા એજ ભૂરો... સીમા તો વિચારમાં પડી આગળ અમી શું કહે છે એજ સાંભળવા અધિરી થઇ ગઇ.