Parichay - 3 in Gujarati Love Stories by Rupal Mehta books and stories PDF | પરિચય ભાગ 3

Featured Books
Categories
Share

પરિચય ભાગ 3

પર્વ અને લજ્જા બન્ને સૂનમૂન હતાં. શું બોલવું ????કહ્યા વિના સઘળું સમજી જવાતું હોય તો શું હતું?
    બહાર મુુુશળધાર વરસાદ થંભી  ગયો  હતો. નિરવ શાંતિ હતી.રાત પણ વધવા લાગી હતી.લજ્જા વાત ની શરુઆત કેવી રીતે કરવી??? એ અવઢવમાં હતી.
       લજ્જા એ એની જીવન ની કિતાબ ખોલવા જઈ રહી હતી એ પણ પર્વ ની સામે.જેની સામે એ નિશ્ચિત થઈ ને સઘળું કહી શકે ને લજ્જા નો એવો વિશ્વાસ કે પર્વ સમજી શકશે એની વાત ને.
      લજ્જા એ કહ્યું કે એનું લગ્ન જીવન સરસ અને સરળ જઈ રહયું હતુ.પરિવાર ના ચાર જણા ખુશ ખુશાલ હતા.
       મમ્મી પપ્પા પણ અમેરિકા આવી ને વસ્યા.એ પણ પૌત્ર પૌત્રી સાથે ખુશ ખુશાલ હતા.
         નયન ખૂબ મહેનત કરી રહ્યો હતો.પણ મહેનત પાછળ ધીમે ધીમે એ પરિવાર થી દૂર જઈ રહ્યો હતો.એની ખબર તો જયારે ખૂબ મોડું થયું ત્યારે જ ખબર પડી.
        જયારે ખબર પડી ત્યારે પગ તળે થી જમીન ખસી ગઈ હતી. 
       નયન મહેનતું તો હતો જ પણ મહત્વકાંક્ષી પણ એટલો જ હતો.
    કયારે એને ખરબચડો મોડ મળી ગયો એ જ ખ્યાલ ના આવ્યો.
        આ બાજુ લગ્ન જીવન ના દસ વર્ષ માં એક પછી એક અણધારી ઘટના ઘટવા લાગી.
       પર્વ ના ચહેરા ના હાવભાવ બદલાતા હતા.એના દિલ માં ફાળ પડી કે લજ્જા ના જીવન માં કઈ દુઃખદ ઘટના ઘટી હશે??? લજ્જા ને અમરિકા છોડી ને મુંબઈ વાપસ આવવું પડયું???
       એવું કયું કારણ બન્યુ?? પર્વ નું મન જાત જાત ના વિચારો થી દોડવા લાગ્યુ.
           લજ્જા પણ સૂનમૂન થઈ .એ કયાં શબ્દો બોલી રહી હતી એ શું કહી રહી હતી એની એને કોઈ સુધબૂધ જ નહોતી.
      બસ એ તો આંખો ની સામે પસાર થઈ રહેલી એની જીંદગી જીવી રહી હતી.
      કેટલા પારાવાર દુઃખ સાથે એ કહી રહી હતી.હૃદય પર પથ્થર રાખી ને એ બોલી રહી હતી.
          લજ્જા એ બોલવા નું ચાલુ રાખ્યુ.એક ગોઝારી સાંજ એનાં જીવન માં આવી ને મારો માળો આખો તહસનહસ કરી નાખ્યો.
      એ દિવસ રવિવાર નો હતો.મમ્મી પપ્પા સાથે બાળકો ને લઈ ને મોલ માં શોપીંગ કરી ને બહાર જમી ને આવવા નું હતું. પણ અચાનક નયન નો ફોન આવ્યો કે ઘરે ઓફિસ ના ગેસ્ટ ડિનર પર આવી રહ્યા છે.
      મમ્મી પપ્પા ને ચીલ્ડ્રન મોલ માં જશે ને ડિનર ઘરે આવીને બધા સાથે જ લેશે.
        પર્વ એનાં ઓફિસ ના ગેસ્ટ સાથે સમયસર આવી જાય છે. એ લોકો ડિનર લઈ થોડી ઓફિસ ની વાતો કરી નિકળી જાય છે.
      આ બાજુ મમ્મી પપ્પા કેમ મોડાં પડયાં??? બાળકો તોફાન કરતાં હશે?? જીદ કરતાં હશે??? લજ્જા ના મન માં સતત વિચારો નો મારો ચાલતો હતો. અને દિલ જોર જોર થી ગભરાતુ હતું.
         અચાનક એક ફોન કોલ નયન ના ફોન માં આવે છે ને .....નયન ના હાથ માંથી ફોન પડી જાય છે.
    લજ્જા એ ફોન માં શું વાત થઈ એ સાંભળ્યુ નહી..પણ કોઈ ગંભીર વાત છે એનો અંદાજો તો આવી જ ગયો હતો.
        નયન એ લજ્જા ને કંઈ જ કીધું નહી ને જોડે જવાનું કહ્યુ.
      બસ એ ગોઝારો દિવસ આજે પણ લજ્જા ની આંખો માં આંસુ લઈ આવ્યો.લજ્જા ને ડૂમો ભરાઈ ગયો.પર્વ એ પાણી આપ્યુ.
     પર્વ ની હાલત તો કંઈ વિચાર કરવા ની અવસ્થામાં જ નહોતી.એ વિચારી જ નહોતો શકતો કે શું બની ગયું હશે?? લજ્જા સાથે!! 
    બસ લજ્જા ને લઈ નયન નિકળી ને મોલ પાસે પહોંચ્યો.
     ત્યા જઈ ખબર પડી કે મોલ માં આટલી સિક્યોરિટી વચ્ચે પણ આતંકવાદી ઓ એ પોતાનો આતંક મચાવ્યો.
    લજ્જા ની જીંદગી ના અણમોલ લોકો ને એ એની ઝપટ માં લેતો ગયો.
         લજ્જા ત્યા જ બેહોશ થઈ ગઈ.તો નયન ની હાલત તો લજ્જા થી પણ ખરાબ હતી.પોતાના બંને બાળકો ને ગુમાવી દીધાં ને લજ્જા ને પણ સાચવાની હતી.લજ્જા એ તો બાળકો સાથે પોતાના મમ્મી પપ્પા ને પણ ગુમાવી દીધાં હતાં.
       પર્વ તો આશ્વાસન પણ આપી ના શકે એ હાલતમાં હતો.
લજ્જા ને રડવા દીધી.લજ્જા છૂટા મોં એ પર્વ આગળ રડી પડી.
    પર્વ એ પાણી આપી શાંત રાખી.
             પર્વ એ પુછયું નયન કયાં છે????લજ્જા માંડ માંડ બોલી કે નયન મને છોડી ને જતો રહ્યો છે.
     ઓહ!!! આ વાત ખૂબ જ આંચકાજનક હતી.લજ્જા ને એક તો કુદરતે કૃરતા કરી ને બીજી જીવંત વ્યકતિ એ????
   મિત્રો લજ્જા સાથે આગળ શું થયું ???કયાં સંજોગોમાં નયન લજ્જા ને છોડી ને ગયો?????
   એ જાણવા વાંચતા રહો.. વિભાગ 4        (.part 4)