karamat kismat tari -1 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | કરામત કિસ્મત તારી -1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કરામત કિસ્મત તારી -1

અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ -  બાન્દ્રા જતી  ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો.

ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા  માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા.

ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે.

આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....
    
                 *        *        *        *        *

વાત જાણે એવી હતી કે વિહાન ની લાઈફ માં તેની સૌથી વધુ નજીકની કે તે તેનુ સર્વસ્વ હતી તેની બહેન આસિકા.

તેમના માતા પિતા નાનપણમાં જ બંને ભાઈબહેન ને નાના મુકીને સ્વર્ગે સિધાવ્યા હતા. તે મોટો હોવાથી તેને જ આસિકા ને માબાપ અને ભાઈનો પ્રેમ આપ્યો હતો.

એના માટે તો તેણે  ત્રીસ વર્ષ ની ઉમર થઈ હોવા છતાં હજુ લગ્ન નુ પણ વિચાર્યું નહોતું. તેને આસિકા ને ભણાવી ને તેના માટે તેનો જ એક ફ્રેન્ડ જે ડોક્ટર હતો તેની સાથે આસિકા ના લગ્ન નક્કી કર્યા હતા.

આજે જ તેના લગ્ન પતાવીને તેને ટ્રેન માં સાસરે જવા મુકીને આવ્યો હતો અને વિચારતો હતો કે હવે આસુ સાસરી માં સુખેથી રહે એટલે મારા દિલની બધી ઈચ્છા પૂરી થાય. આ વિચારતો જ હતો ને આ ટ્રેન અકસ્માત ના સમાચાર આવતા તે  પાગલ થઈને ભાગ્યો હતો.

              *        *        *        *        *  

રેલવે સ્ટેશન પર પહોચતા જ ચારે બાજુ કોલાહલ સંભળાય છે. ક્યાં કોઈ પીડા માં કણસતુ તો કોઈ ના સ્વજનો રોકકળ કરી રહ્યા છે. બહુ દયનિય અને ભયાનક વાતાવરણ છે.

વિહાન આસિકા અને સંકલ્પ ની બુમો પાડી રહ્યો છે. કલાકો સુધી તે બેબાકળો થઈ ને ભાગે છે ત્યારે માંડ સંકલ્પ એક જગ્યાએ બેભાન થઈ ને પડેલો દેખાય છે જે તેનો ખાસ ફ્રેન્ડ અને આસિકા નો પતિ હતો.

તેને ખાસ એવું વાગેલુ નહોતું તેથી તે મેડિકલ ટીમ પાસે તેને પ્રાથમિક સારવાર માટે લઈ જાય છે. અને પછી તે આસિકા ને શોધવા જાય છે.

ત્રણ દિવસ ની સતત શોધખોળ પછી પણ આસિકા નો કોઈ પતો નથી. ઘણી એવી ડેડબોડીઝ પણ મળી હતી જેને ઓળખવી પણ મુશ્કેલ હતી. છેલ્લે કંઈ સમજાતું નથી આસિકા જીવે છે કે હવે તે આ દુનિયામાં નથી.

ઘણા દિવસોની શોધખોળ પછી પણ કંઈ પતો ન લાગતા વિહાન, સંકલ્પ, અને તેના પરિવારજનો આસિકા હવે આ દુનિયામાં નથી રહી એવું વિચારે છે અને મનમાં દુઃખ સાથે પોતાની રૂટીન જીદંગી ફરી શરૂ કરે છે.

                 *.       *.       *.       *.       * .

અસિત માંડ આંખો ખોલી રહ્યો છે તે આજુ બાજુ જુએ છે તો સમજાય છે કે તે કોઈ હોસ્પિટલમાં છે. તે ટ્રેન માં બોમ્બે જવા નીકળ્યો હતો અને ટ્રેન માં સુતો હતો.....પછી શુ થયું??,
તેને કંઈ જ ખબર નથી. પણ હવે તે સારું ફીલ કરી રહ્યો છે. થોડા હાથ અને પગમાં પાટા બાંધેલા છે.

તે બાજુના બેડ પર જુએ છે  કે એક માંડ બાવીસેક વર્ષ આસપાસ ની છોકરી બાજુ ના બેડમાં સુતી હતી. તેને માથામાં વધારે ઈજા થઈ હતી. તે ભાનમાં તો હતી  અને તેને ઈન્જેકશન અને દવાઓ અપાતી હતી.પણ કદાચ માથા માં થયેલી ઈજાને કારણે તે કોણ છે, ક્યાંથી આવી છે તે પ્રયત્ન કરી રહી છે પણ તેને કંઈ યાદ નથી આવી રહ્યુ.

હોસ્પિટલમાં હોવાથી બીજું તો કંઈ પહેરેલુ નથી પણ તેના હાથ અને પગની મહેદી જોઈને લાગે છે કે હમણાં થોડા દિવસ પહેલા જ તેના મેરેજ થયા છે.

તે અસિતને જોઈને તેને યાદ અપાવવા માટે કહી રહી છે રડી રહી છે કે મને કંઈ જ યાદ નથી આવતુ...!!

કોણ હશે એ છોકરી??  આસિકા જીવતી હશે? કે પછી બીજું કોઈ...   અસિત સાથે કોઈ રિલેશન હશે??

જાણવા માટે વાચો આગળ નો ભાગ કિસ્મત કનેક્શન -2

next part.........publish soon...................