Successful Medicines Part - 2 in Gujarati Motivational Stories by Shaimee oza Lafj books and stories PDF | સફળ થવાની દવા ભાગ 2

Featured Books
Categories
Share

સફળ થવાની દવા ભાગ 2

દરેક ને ખુશ રહેવું છે, દરેક માણસ ખુશ રહેવા માટે જ પૃથ્વી પર આવ્યો છે, પણ આપણો ઉછેર જ એવી રીતે કરવા માં આવ્યો છે, કે બધા તનાવ માં અને નકલી ફેકા ફેકી ના નશા માં અને અંદર થી ઉધઈ લાકડા ને કરડી ખાય ને લાકડું જેમ ક્ષીણ થઇ જાય, તેમ માણસ પણ ઠુંઠા જેવો જ રહે, કોઈ નથી ઈચ્છતા કે તમે મજામાં રહો.તમે ખુશ રહો તો કેટલાય લોકો નો ધંધો બંધ થઇ જાય, માટે ટાંકો જ એવો માર્યો છે, કે કલ્કી ભગવાન નું આખું ખાનદાન અહિયાં આવે ને અવતાર લઈ તો પણ કોઇ ને બચાવી નહીં શકે,નિરાશાજનક પરિસ્થિતિ માંથી.

    આપણને એવુ શીખવવા માં આવે કે તમે બીજા ના થી ઉતરતા છો, તમે કોઈ કામ ના નથી સફળતા ની વ્યાખ્યા ઓ માણસે માણસે અલગ હોય, આપણે એ સમજવાની જરુર છે, સફળતા ની વ્યાખ્યા સાદી ને સરળ તમારો ફોટો ઊંઘ માં પણ હસતો આવે,અને તમે 80વર્ષ ના થાવો ને તમને લાગે કે હુ મસ્ત જીવ્યો કે જીવી,અને સફળતા ની બીજી વ્યાખ્યા કે તમે મરણ પથારી એ પડ્યા હોય ને તમારે જીવન માં કોઇ પર પ્રકાર ની દવા ના ખાવી પડે,તમે બહાર હસતાં હસતાં જાવો ને હસતાં હસતા પાછા આવો તે છે,જે સ્કુલ કોલેજ માં કહેવા માં  આવે છે, તે વ્યાખ્યા બધાં પર લાગુ ન પણ પડે.અને 50,000હજાર થી વધુ માણસો ફોન કર્યાં વગર આવે તે છે.અને તમને એવું લાગે કે હું ભગવાન નું બેસ્ટ સર્જન છુંએના જગ્યા એ એવું લાગે કે હુ તો નકામો છું કે નકામી છું

જે હાઇ લેવલ ની ફીલોસોફી થી લોકો નશા માં ધુત ફરવા લાગ્યા. 

અપેક્ષા જ માણસ ને નીચે લઈ જાય છે.અને દરેક માણસ હતાશા નો શિકાર બને છે, તમે બીજા ને તો કદી સંતૃપ્ત નહીં કરી શકો,કેમ કે તે લોકો ની અપેક્ષા વધતી જ જશે,મા બાપ ની બાળકો તરફ અને  બાળકો ની મા બાપ તરફ પતિ ની પત્ની અને સાસુ ની વહુ તરફ, તરફ,પત્ની ની પતિ તરફ માટે દુઃખી તો તમે રહેવાના જ તમે દુઃખી ના રહો તો સાઇકેટ્રીસ્ટ અને ધર્મ ગુરુ ઓ ની રોજી નું શું? માટે તમને હતાશ અને દુઃખી રાખવા.અને તમને મગજ થી ચકરાવે રાખતા.

    સરકાર બદલવા થી કંઈ નહીં થાય આપણે બદલાવ લાવવો પડશે,આપણે જ ઊભા થવું પડશે,આપણે જ મથવુ પડશે,અત્યારે પરિસ્થિતિ એવી આવી છે, ભણેલા લોકો અભણો ને ત્યાં કામ કરે,"જો તમારા માં આવડત હોય તો ભણેલા તો ભાડે મળશે,"આ પાવર જો માણસ માં આવી જાય તો હતાશ નહીં રહે,
   
   શ્રીમદ્ ભગવત ગીતા માં જણાવ્યું છે, કર્મયોગ અધ્યાય માં,હે માનવ તું કર્મ કર ફળ ની આશા ન રાખ  કર્મ ની સાથે ફળ પણ બંધાઈ જાય છે. હુ તને યોગ્ય સમયે બધું જ આપીશ, પણ આપણે તો એવા નશા માં ચકનાચુર થઈ ગયેલા સમજ માં કઈ આવે!પણ આપણને આપણી પર નથી વિશ્વાસ તો એના પર ક્યાંથી હોય,કારણ કે આપણે તો તેને કયાં જોયો છે,આતો કવિ અને શાયરો દ્વારા તેનું વર્ણન જ સાભળ્યું છે,પણ આનો ખોટો મતલબ નીકાળવા લાગ્યા,પછી લોકો પૈસા બનાવવા માટે કોઈ નું પડાવવા ને મફ્ત કેવી રીતે ને જલ્દી મળે તેના માટે કાળા ધોળા ધંધાઓ ચાલું કર્યા.સૌથી જવાબ દાર કારણ છે જે લોકો ને ભ્રષ્ટાચાર ના માર્ગ પર લઈ જાય છે, તેમા ને તેમા લોકોનો એમાં દાવ થઈ ગયો,શોર્ટ કટ રસ્તો છે, સરળતા થી મેળવી લેવાનો જેને આ કર્યું છે તેનુખાનદાન માં મૂર્ખા લોકો જન્મે છે, પોતાના સંતાનો પણ તમને ત્યજી દે છે, ને બદમાશ,મવાલી,હરામી પેદા થાય છે. આ હું નહીં આચાર્ય ચાણક્ય કહે છે,અને જેને આવું કર્યું છે તે મોટા મોટા બીઝનેશ મેન છે, જે એક ખંડ આખો ખરીદી શકે તેટલી તાકાત ધરાવતા હતા એક અમેરીકા પણ ખરીદ્યુ હતુ.તે બધું મુકી ને કુતરા ની મોતે મર્યા છે, કશું જ હાથ નથી આવવાનું
તે મરી ગયા ને તેમની પાછળ  પોતાના બાળકો અને  પોતાની પત્નીપણ ન હતી આવી એતો બહુ ખરાબહાલત કહેવાય.

    ભલે બોલો હર હર મહાદેવ અને જય માતા કે અલ્લાહ, જીસસ ,કે જય સ્વામિનારાયણ, બોલો કે પછી નારા લગાવો પણ આપણને એમની ઉપર વિશ્વાસ કેમ ની આવતો તો એનું કારણ એ છે, કે આપણને આપણી જાત સિવાય બધાની પૂજાઓ અને વિશ્વાસ કરીએ છીએ ખોટા આપણે ત્યાં જ પડી એ છીએ,
   
     તમે ક્લ્પના કરો કે ચિંતા માં ડુબેલો માણસ કોઈ સમાજ માટે કંઈ કરી શકે ખરા,તે તો ડુબે ને બીજા ને પણ ડુબાડે, એક આશા ની કિરણ હોવી જોઇએ, નિરાશા ના વાદળ નહીં, અને આપણે વધારા નો કચરો કાઢી નાંખીએ ત્યારે આપણી અંદર રહેલું વ્યક્તિત્વ બહાર ચમકે છે.

   તમારે સફળ થવું જ છે, તો તમે તમારા જીવન ના દરેક નિર્ણયો જાતે જ લેવા, કોઇના પણ દબાણ માં આવી ને નહીં.એ નિર્ણયો પાછાં હ્રદય થી લેવા બુદ્ધિ તો તમને ક્યાય ભટકાવી મારશે. માટે તમે કાળજી રાખજો,

    જરુર છે સપના અને આત્મવિશ્વાસ ને જગાવી રાખવાની, અને જો તમે મહેનત કરતાં તમે નિષ્ફળ થાવો તો હારી ને બેસી ના જાવો, પ્રયત્ન ચાલું જ રાખવો,જીવો ત્યાં સુધી મથતાં રહેવું અને બીજા નક્કી કરે આપણી કેટેગરી ઈંટ નો જવાબ પથ્થર થી આપતાં શીખી જાવો મિત્રો, સફળતા નજીક જ છે.આપણે  ક્યારે પોતાની જાત ને નકામી ન સમજવી, સપનાં તો ઊંચા જ રાખવા ને સતત કુતરા અથવા આખલા પાછળ પાડેલા રાખવા, તમે જોવો આના થી સાત ફુટ ઉંડો ખાડો કુદી જશો.
માટે કુતરા અને ગાય પાછળ પાડેલા રાખો જોવો તમે કેવી સફળતા ની ટોચ પર પહોચોં છો, પણ આતો કોઈ સાલુ શિખવતું જ નથી.અને જે ના શીખવવા નું વ્યર્થ શીખવે,અને મા બાપ જે પોતાની બહુ ઈજ્જત હોવા નો જે બાળકો સામે ઢોંગ કરે, આની ઉપર તો અેક ફિલ્મ બને. પાછા બંને માંડ માંડ પોતાનું ભણવાનું પુરુ કર્યું હોય,અને બંને ના ભેગા કરો તો 60 પણ માંડ થાય.તે મા બાપ ઈજજત ની વાત કરી ને  મા બાપ જે બાળકો ને કલાઈ કરવાની ચાલુ કરે,ભુલ થી પણ તેને છોડવું નહીં.એવા લોકો ને પોતાના બાળક ને કહેવા નો  જ કોઈ અધિકાર નથી. પહેલા તો તેમને તેની જગ્યા એ પોતાની જાત ને મુકવી, કે આપણે કેવા ઊંધા પડી જતા હતા વાંચી ને  વાંચી ને પછી બધી હવા નીકળી જશે.

    બાળકો ને બાહ્ય અનુભવ પણ કરાવો કેમ કે ચોપડીયુ જ્ઞાન બાળકો ને ક્યારે કામ નહીં આવે,ને ધન કમાવવા ના કોઇ રસ્તા નથી, આતો તમે નશા માં રાખવાની વાતો છે, બીજું કશું જ નહીં.ધન કમાવાવા ના રસ્તા બતાવે તેને તમારે પુછવુ કે 

  પણ આજ કાલ તો એક કાગળીયુ આપણું ભવિષ્ય નક્કી કરે, તમે 80,90,95,લાવો તો તમે બાપુ નહીં તો તમે કચરો.અને તેના આધારે સફળતા નક્કી થાય,માત્ર તમે કાગળીયા ના આધારે અને તમારા પહેરવેશ ને આધારે નવી ફેશન આવી આ પહેરવેશ ને આધારે સફળ અને નિષ્ફળતા ને જર્જ કરવાની. પહેલા નો વાડા જ બધું તો અમે શું? 5 1 છીએ? ના લોકો ને માણસ ને ઓળખવા ની શક્તિ તે ખોઈ ચુક્યો છે, તે ને સફળતા ની સાચી વ્યાખ્યા અને મહેનત કેવી રીતે કરાય ને બધું સીધું કેવી રીતે પડે,તે સમજાવવા ની જરુર છે, પણ બધુ ખોટુ શીખવવા માં આવે,અને જેથી માનવી માટે સફળતા એક ખ્વાબ બનીને રહી જાય છે.


શૈમી પ્રજાપતિ