Selfie - 26 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-26

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-26

સેલ્ફી:-the last photo

Paart-26

"શુભમ..મેઘા...શુભમ...મેઘા.."બોલતાં બોલતાં રુહી એ લોકો જ્યાં રોકાયા હતાં એની આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી..મોબાઈલની ફ્લેશ લાઈટમાં એ સાચવી સાચવી પોતાનું દરેક પગલું ભરતી આગળ વધે જતી હતી.

"ક્યાં ગયાં આ બંને.. નક્કી બંને કોઈ મોટી મુસીબતમાં મુકાયાં હશે.મારે જઈને રોહનને ઉઠાડી કહેવું જોઈએ."આટલું બબડતાં રુહી પાછી પોતે જ્યાં સૂતાં હતાં એ દિશા તરફ પાછી વળી.

હજુ આવું વિચારી એ ચારેક ડગલાં ચાલી હશે ત્યાં તો એનાં કાને કોઈકના ફુસફુસાવાનો અવાજ આવ્યો.. અવાજ દૂર ગીચ ઝાડીઓમાંથી આવી રહ્યો હોવાનું લાગતાં રુહીનાં પગ અનાયાસે જ એ દિશા ભણી ઉપડી ગયાં. રુહી ને અવાજ સાંભળી એવું લાગ્યું કે નક્કી શુભમ અને મેઘા ત્યાં કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં હશે એટલે રોહનને જગાડવા જવાનું એને ઉચિત ના લાગ્યું.

રુહી મક્કમ મને શુભમ અને મેઘાની મદદ કરવા અવાજની દિશામાં ભલે ગઈ પણ એનું આખું શરીર ડરથી ધ્રુજી રહ્યું હતું.દબાતાં પગલે અને હૃદયનાં ધબકારા પર મહાપરાણે કાબુ મેળવી રુહી આગળ તો વધી રહી હતી.ચાર ચાર મિત્રોની મોત બાદ એ કોઈને ગુમાવવા નહોતી માંગતી.

પથ્થરોવાળી જમીનને પાર કરી વચ્ચે આવતાં બે ખાબોચિયાં ધ્યાનથી પાર કરી રુહી અવાજની દિશા તરફ અગ્રેસર થઈ રહી હતી.ઝાડીઓમાંથી પસાર થતાં થતાં એને અવાજ ધીરે ધીરે સાફ આવી રહ્યો હતો..એ અવાજ કોઈ પુરુષનો હતો જે કોઈ યુવતીને ધમકાવી રહ્યો હતો..પણ રુહી એ અવાજને સ્પષ્ટ સાંભળે એ પહેલાં એ વાતચીત બંધ થઈ ગઈ.

ગીચ છોડ અને ઝાડી-ઝાંખરાની બીજી તરફ કોઈ હતું એવું રુહીને લાગ્યું એટલે એને પોતાનાં કદમ ત્યાંજ અટકાવી દીધાં.મોબાઈલની ફ્લેશ લાઈટ પણ સાવચેતી ખાતર બંધ કરી.રુહીએ અવાજ ના થાય એ રીતે હળવેકથી થોડી ઝાડીઓ ખસેડી બીજી તરફ ખુલ્લાં ભાગ તરફ જોવાની કોશિશ કરી..ચંદ્ર ની આછેરી રોશનીમાં રુહીની આંખે જે દ્રશ્ય પડ્યું એ જોઈ એની હૃદયની ધડકનોની ગતિ વધી ગઈ.

ત્યાં ખુલ્લાં ભાગમાં મેઘા જમીન પર પડી હતી..એનાં ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે એની ઉપર કોઈ ભારે વસ્તુથી પ્રહાર કરાયો હોવો જોઈએ..એનાં ગાલ નાં ભાગ ઉપર મોટાં કટ પડ્યાં હતાં જેમાંથી લોહી નીકળી રહ્યું હતું.રુહી મેઘા ને બચાવવા જતી હતી ત્યાં એની નજર મેઘાની જોડે ઊભેલાં માસ્ક મેન પર પડી.એને એક હુડીની જેકેટ પહેર્યું હતું.

આ માસ્કમેન નો ચહેરો માસ્ક વડે કવર હતો અને એનાં હાથ માં એક મીટ કટર હતું.મીટ કટર એટલે એક એવી છરી જે કસાઈ લોકો મટનને કટ કરવા વાપરતાં હતાં. મીટ કટરનો ઉપયોગ કરીને જ મેઘાને ઘાયલ કરાયી હોવી જોઈએ એવું રુહીને લાગ્યું.

એ માસ્કમેન નો ચહેરો તો ઢંકાયેલો હતો પણ એની આંખો દૂરથી જ ચમકી રહી હતી..રુહી ઘણાં પ્રયત્ન પછી પણ એ માસ્ક મેન ને ઓળખવામાં થાપ ખાઈ રહી હતી.આખરે કોણ હતો એ માસ્ક મેન..??અને એ અહીં સુધી કેમ પહોંચ્યો..??એ રુહી હજુ વિચારતી જ હતી ત્યાં એ માસ્કમેને મીટ કટર થી મેઘા નાં પગ પર જોરદાર ઘા કરી દીધો..જેનાં લીધે એનાં પગમાં ઊંડો ઘા પડી ગયો જેમાંથી પગનું હાડકું પણ દેખાઈ રહ્યું હતું.આમ થતાં જ મેઘા ની જોરદાર ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી.

રુહી ને થયું કે એ જઈને મેઘા ને બચાવી લે..પણ આમ કરતાં પોતાનો પણ જીવ ગુમાવવાનો વારો આવવાની ગણતરીએ એની હિંમત ના ચાલી કે જઈને મેઘાને બચાવે.

"પ્લીઝ, મને છોડી દો.. તમે શું ઈચ્છો છો અમારાંથી..?અમે લોકોએ તમારું શું બગાડ્યું છે..?"રોતા-રોતા મેઘા માસ્કમેન ને આજીજી કરી રહી હતી.

મેઘા નાં સવાલનાં જવાબમાં માસ્કમેન ખંધુ હસ્યો અને મેઘાનો ચહેરો પોતાનાં પંજા વડે જડબામાંથી પકડી નીચે જમીન પર અથડાવ્યો.આમ કરતાં મેઘા નાં મુખેથી ઉંહકારો નીકળી ગયો અને એ અર્ધબેહોશ બની ગઈ.

મેઘાનું આમ અર્ધબેહોશ થવું માસ્કમેન ને પસંદ નહોતું આવ્યું એટલે એને મેઘા નાં ગાલ પર બે ચાર તમાચા લગાવી દીધાં..આમ કરવાથી પીડા થતાં મેઘા થોડી હોશમાં આવી એટલે એ માસ્કમેને પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી એનું લોક ખોલી એની ડિસ્પ્લે મેઘાની તરફ કરી.

ફોનની સ્ક્રીન જોતાંજ મેઘાનાં ચહેરાનો બદલાયેલો હાવભાવ રુહીથી છૂપો ના રહ્યો..આ એજ ફોટોગ્રાફ હતાં જે જેડી ની હત્યા વખતે એનાં હત્યારા એ એને બતાવ્યાં હતાં. જેનો મતલબ હતો કે આ એજ હત્યારો હતો જેને જેડી ની પણ હત્યા કરી હતી.

એક પછી એક એ માસ્કમેન મોબાઈલની સ્ક્રીન સ્વાઈપ કરી એની અંદર રહેલાં ફોટો મેઘાને બતાવવા લાગ્યો..દર સેકંડે મેઘાનાં ચહેરાની રેખાઓ તંગ થઈ રહી હતી અને એનાં ભવાં સંકોચાઈ રહ્યાં હતાં.આ ફોટો એનાં મોતની ટીકીટ હોય એવું એને લાગી રહ્યું હતું.

એકાએક માસ્કમેને પોતાનો મોબાઈલ ખિસ્સામાં મુક્યો અને એક જોરદાર લાત મેઘા નાં પેટ ઉપર ફટકારી દીધી..લાત એટલી તીવ્રતા થી મારવામાં આવેલી હતી કે મેઘા એ લોહી ની ઉલટી કરી દીધી.ત્યારબાદ એ માસ્કમેને મેઘા ને હવે ખતમ કરી દેવાનાં ઉદ્દેશથી મીટ કટર ને હવામાં ઉગામ્યું અને એક જોરદાર પ્રહારથી મેઘાની ગરદન એનાં ધડથી અલગ કરી દીધી.મેઘા નું નિશ્ચેતન ધડ થોડો સમય તરફડ્યાં બાદ શાંત થઈ ગયું.

આ દ્રશ્ય એટલું ભયાવહ હતું કે એ જોઈને રુહી એ પોતાની નજર ઘુમાવી લીધી.એની આંખમાંથી આંસુ પણ નીકળી ગયાં.મેઘા ની મોત કરતાં પણ રુહીને એ વાતનું દુઃખ હતું કે પોતાની મિત્ર ની પોતાની નજરો સામે હત્યા છતાં એ કંઈપણ ના કરી શકી.આ સિવાય રુહીને હવે શુભમની પણ ચિંતા સતાવી રહી હતી.આ કાતિલે શુભમને પણ શક્યવત મોત ને ઘાટ ઉતારી દીધો હશે એવો વિચાર આવતાં જ રુહીનું હૃદય બે ક્ષણ માટે તો ધબકારો ચુકી ગયું.

મેઘા ની હત્યા પછી એ માસ્કમેને મેઘાની બોડી નાં ટુકડા કરવાનાં શરૂ કર્યાં. મેઘા નાં શરીરને અનેક ટુકડામાં વિભાજીત કર્યાં બાદ એ માસ્કમેને પોતાનાં જેકેટમાંથી એક પોલીથીન બેગ કાઢી અને બધાં બોડી પાર્ટ્સ એમાં ભરી દીધાં. ત્યારબાદ એ બેગ ખભે મૂકી એ હત્યારો માસ્કમેન ત્યાંથી ક્યાંય જવા લાગ્યો.

"નક્કી આ હવે શુભમને મારવા જશે..અથવા તો શુભમનાં જોડે કંઈક થયું પણ હોય..મારે આનો પીછો કરવો જોઈએ..ના ના એવું કરતાં ક્યાંક એ મને પણ મારી નાંખશે તો.."મન માં ચાલતાં દ્વંદ્વ યુદ્ધ માં લાગેલી રુહીનાં પગ અનાયાસે જ એ કાતિલ ની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.

ત્યાંથી નીકળી એ માસ્કમેન જમણી બાજુએ વળ્યો..એ તરફ દરિયાકિનારાં ને મળતી મોહિની નદી નો તટ હતો.એ ત્યાં જઈ રહ્યો હતો એનું કારણ ના સમજાતાં રુહી વધુ વ્યાકુળ બની.રુહી એક એક ડગલું બહુ સાવધાનીથી ચાલી રહી હતી કેમકે રખેને ક્યાંક એ કાતિલ ની નજર એની ઉપર આવી જાય તો એનું પણ આવી બને.

એ માસ્કમેન નદીકિનારે આવી પહોંચ્યો..ત્યાં જઈને એને પોલીથીન બેગ ખોલી અને એમાંથી મેઘાનાં મૃત શરીરનાં ટુકડા કાઢી એને નદીનાં વહેણમાં નાંખી રહ્યો હતો.આમ કરી એ મેઘા ની હત્યાનું દરેક સબુત મિટાવી દેવાં માંગતો હતો.

મેઘા ની લાશને નદીમાં નાંખ્યા બાદ એને પોલીથીન બેગ ને પણ નદીની વહેતી ધારામાં નાંખી દીધી.હવે એની જોડે રહેલ મીટ કટર ને એને નદીનાં પાણી વડે ધોવાનું શરૂ કર્યું.કત્લ બાદ એનાં દરેક સબુતને એ માસ્કમેન એટલે સિફતથી મિટાવી રહ્યો હતો એ જોઈ એ કેટલો મેન્ટલી રીતે ઠંડક ધરાવે છે એ સ્પષ્ટ સમજી શકાતું હતું.

મીટ કટર ને પાણી વડે ધોયાં બાદ એ માસ્કમેને એને નદીની જોડે એક પથ્થર પર મૂક્યું..ત્યારબાદ એને પોતાનાં ચહેરા પર નું માસ્ક ઉતાર્યું.રુહી એની પાછળની તરફ ઉભી હતી એટલે એ એનો ચહેરો જોઈ શકે એમ નહોતી.એ માસ્ટર માઈન્ડ ખુની નો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય એ હેતુથી રુહી ધીરે ધીરે પોતાની ડાબી તરફ વર્તુળાકારે વૃક્ષોની આડશનો ઉપયોગ કરી વધી રહી હતી.

પોતે હવે એ કાતીલનું મુખ કોઈપણ ભોગે જોઈને જ રહેશે એવો મક્કમ નિર્ધાર રુહી કરી ચુકી હતી..શુભમની પણ હત્યા થઈ ચૂકી હોવાંનાં એંધાણ એ પામી ગઈ એટલે એને જ્યારે પણ શુભમનો માસુમ ચહેરો યાદ આવતો ત્યારે એની આંખો આંસુઓથી ભરાઈ જતી.

રુહી હવે ત્યાં પહોંચી ગઈ હતી જ્યાંથી એ હત્યારાનું મુખ જોઈ શકાય એમ હતું..રુહી એ જેવો એ કાતિલ નો ચહેરો જોયો એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.રુહી ને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો.પોતે જે જોઈ રહી હતી એ કોઈ દુઃસ્વપ્ન લાગતાં રુહીએ પોતાની આંખો ચોળી જોઈ પણ સત્ય એ જ હતું જે એ જોઈ રહી હતી.

ડર અને આશ્ચર્ય નાં લીધે રુહી જ્યાં ઉભી હતી ત્યાં એનું બેલેન્સ થોડું જતું રહ્યું અને એ સરકીને નીચે પડી એટલે એનાં મોંઢેથી એક દર્દભરી આહ નીકળી જઈ જે હત્યારા એ સાંભળી લીધી.

ત્યાં કોણ હતું એ જોવાં હત્યારા એ પહેલાં તો મીટ કટર ને તુરંત હાથમાં લઈ લીધું અને જ્યાંથી કોઈ સ્ત્રીનો કરાહવાનો અવાજ આવ્યો હતો એ તરફ નજર ફેંકી.ચંદ્ર નાં પ્રકાશમાં એ યુવતી નો ચહેરો એની નજરે ચડ્યો.બિલકુલ એજ સમયે રુહીની નજર પણ એ કાતિલ પર પડી.બંને ની આંખો ટકરાઈ જેમાં હતાં હજારો સવાલો.

કાતિલ ની નજર પોતાની ઉપર પડતાં રુહી નું શરીર થરથર ધ્રુજવા લાગ્યું અને એ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી..હાથમાં મીટ કટર લઈને એ હત્યારો પણ એની પાછળ ભાગવા લાગ્યો.એક તરફ રુહી હતી જે પોતાનો જીવ બચાવવા ભાગી રહી હતી જ્યારે બીજી તરફ એ ખુની સિરિયલ કિલર જે હવે રુહીને શક્યવત જીવતી નહોતી જ મુકવાનો..!!

★◆★◆★◆★◆★

વધુ આવતાં ભાગમાં.

શુભમ જીવિત હતો કે પછી એની પણ હત્યા કરી દેવાઈ હતી...??રુહી કાતિલ ને ઓળખી ગઈ હતી તો આખરે કોણ હતું કાતિલ..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..??જેડી અને મેઘાને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ નોવેલ હવે પોતાનાં અંત ભણી આગળ વધી રહી છે..હોરર લખવાની સાથે સસ્પેન્સ નો મસાલો એડ કરવાનો આ મારો પ્રથમ અનુભવ આ હદે સફળ રહેશે એની આશા નહોતી.આવી જ અન્ય નોવેલ જેનું નામ શક્યવત Mr.shadow:ભયની દુનિયા હોઈ શકે છે.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ