Sahitya ne sathware preet ni sharuaat - 7 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૭ (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૭ (છેલ્લો ભાગ)

            ઇવેન્ટનો દિવસ નજીક આવી ગયો હતો. ઇવેન્ટની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી. યુવિકા અને કરિશ્મા ખુબ જ ઉત્સુક હતા પોતાની આ ઇવેન્ટને સફળ કરવા માટે. અર્ઝાન પણ પોતાની દુબઇ જવાની તૈયારીઓ કરી ચુક્યો હતો. બધા નીકળવાની તૈયારીમાં હતા. યુવિકા પોતાના પરિવાર સાથે જવાની હતી પણ પૂજા અને પારસને થોડા ફેમેલી ફનક્શનમાં જવાના હતા તેથી યુવિકા અને કરિશ્મા એકલા જ નીકળવાના હતા. કરિશ્માના મામાને થોડો હાર્ટનો પ્રોબ્લેમ થયો એટલે કરિશ્મા હોસ્પિટલમાં હતી. એને યુવિકાને કહ્યું કે તું નીકળી જા હું ઇવેન્ટના થોડા કલાકો પહેલા જ આવી શકીશ. મામા ICU માં છે એટલે તેમને ત્યાં રહેવું પડે તેમ હતું.

            ઇવેન્ટના બે દિવસ પહેલા જ યુવિકાએ સહલને ફોન કર્યો.

"હાય સહલ, કરિશ્મા મારી સાથે નહીં આવી શકે તો શું તું મારી સાથે ઇવેન્ટમાં આવીશ? તો આપણે એક દિવસ અગાઉ ત્યાં બધું સેટલ કરી લઈએ. નેક્સટ ડે એ આવી જશે."

"હા યુવિકા હું આવી જઈશ. તું ટિકિટ કરાવી લે.."

"થેન્ક્સ સહલ.." કહી યુવિકાએ સહલ અને એની બન્ને ટિકિટ કન્ફર્મ કરાવી.

            યુવિકા અને સહલ બન્ને ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. દુબઇ નજીક જ હતું. યુવિકાના મનમાં અર્ઝાનને પ્રેમનો એકરાર કરવાની વાતો દોડતી હતી અને સાથે સાથે ઇવેન્ટના સક્સેસ માટેની ચિંતા પણ ચાલતી હતી. સહલ પણ કરિશ્મા સાથે મળી એનો જવાબ જાણવાની રાહ જોઈ રહ્યો હતો. એને માટે પણ આ પ્રવાસ ખાસ હતો. થોડીવાર થઇ ત્યાં પ્લેનમાં એનાઉન્સમેન્ટ થઇ કે પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી છે તો બધા પોતાનો સીટ બેલ્ટ બાંધી લે. બધા પેસેનજર્સ ઘબરાય રહ્યા હતા. થોડી જ વારમાં એક મોટો વિસ્ફોટ થયો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. જે પ્લેનમાં સહલ અને યુવિકા સફર કરતા હતા એ પ્લેન ક્રેશ થયાના ન્યુઝ ઇન્ડિયામાં દોડવા લાગ્યા. પૂજા અને પારસ ખુબ જ ચિંતિત હતા. કોઈ જીવતું મળ્યાની જાણ જ ન થઇ. કરિશ્મા પણ સમાચાર સાંભળીને યુવિકાના ઘરે દોડી આવી.

            બધા સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. કરિશ્માએ બંનેને ફોન લગાવ્યા પણ ફોન ન લાગ્યા. કરિશ્માએ અર્ઝાનને ફોન લગાવ્યો.

"હેલો અર્ઝાન.." રડતા સ્વરમાં કરિશ્મા બોલી.

"હે કરિશ્મા.. શું થયું કેમ રડે છે તું?"

"અર્ઝાન.. યુવી... યુવિકા.. જે ફ્લાઇટમાં હતી એ ક્રેશ થઈ છે.."

"વોટ.. શું વાત કરે છે.."

"હા અર્ઝાન અને હજી કોઈ સમાચાર નથી.."

"કરિશ્મા હાલ તું ક્યાં છે?"

"હું યુવિકાના ઘરે જ છું.."

"પૂજા માસી છે ત્યાં?"

"હા મારી બાજુમાં જ છે એ પણ રડ્યા જ કરે છે.."

"તું એમને ફોન આપ.."

યુવિકાએ પૂજાને ફોન આપ્યો.

"અર્ઝાન બેટા મારી યુવી..... "

"માસી તમે રડશો નહી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ સમાચાર આવે સારા જ આવે. યુવીને કઈ જ નઈ થાય.."

"બેટા તું કે એવું જ હોય પણ મારી દીકરી....." કહીને પૂજા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

            અર્ઝાને પૂજા અને કરિશ્માને શાંતવના આપી. એની ફ્લાઇટનો સમય થયો હતો એટલે એ પણ નીકળી ગયો. અર્ઝાન ફ્લાઇટમાં હતો એટલે ફોન લાગતો ન હતો. અર્ઝાન જેવો દુબઇ એરપોર્ટ પર પહોંચ્યો ત્યાં કરિશ્માનો ફોન આવ્યો.

"અર્ઝાનનનન... આપણી યુવી......" જોર જોરથી રડતાં કરિશ્મા બોલી.

"શું થયું કરિશ્મા.. તું કહીશ?" અર્ઝાનના હ્રદયના ધબકારા વધવા લાગ્યાને એ બોલ્યો.

"પ્લેન ક્રેશ થયું એમાં યુવી અને સહલ બન્ને આપણને છોડીને ચાલ્યા ગયા.." કરિશ્મા ડૂસકે ને ડૂસકે રડતાં બોલી.

            અર્ઝાનના તો પગ નીચેથી જાણે જમીન જ નીકળી ગઈ. એ એરપોર્ટ પર નીચે ઢળી પડ્યો. અચાનક આવેલા આ સદમામાં એ પોતાને કન્ટ્રોલ ન કરી શક્યો અને એરપોર્ટ પર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એરપોર્ટ પર રહેલા પેસેનજર એની પાસે આવી ગયા અને એને શાંત કરવાની કોશિશ કરી. અર્ઝાન દુબઇથી તત્કાલ ટિકિટ કરાવીને ઇન્ડિયા આવ્યો. લંડન ઈરફાન અને મિસ્બાહને જાણ થતા એ લોકો પણ ડાયરેક્ટ ઇન્ડિયા આવવા નીકળી ગયા.

            યુવિકાના ઘરે પહોંચી અર્ઝાન પૂજાને વળગીને ખુબ રડ્યો. ઘરમાં રોકકળનો માહોલ હતો. ઈરફાન અને મિસ્બાહ પણ ત્યાં પહોંચ્યા અને પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યા. પ્લેન ક્રેશમાં એક પણ વ્યક્તિની લાશ નહોતી મળી. બહુ પ્રયત્નો કર્યા પણ કઈ મળી શકે એમ ન હતું. ઘરમાં જ રોકકળ કરી યુવિકાના બેસણાની વ્યવસ્થા કરવામાં આવી. બધાની માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. માંડ માંડ એક મહિના બાદ પુજા અને પારસને શાંત કરી ઈરફાન અને મિસ્બાહ લંડન પાછા ફર્યા અને અર્ઝાનને સાથે લેતા ગયા. અર્ઝાન હજી પણ સદમા માંજ હતો. કરિશ્મા પણ થોડી સ્વસ્થ બની રોજ યુવિકાના ઘરે જતી અને પૂજાને તે એમની જ દીકરી છે એવું ફીલ કરાવતી.

[બે વર્ષ પછી...]

            અર્ઝાન પોતાના ઘરે મુંબઇમાં ગાર્ડનમાં બેસીને છપુ વાંચી રહ્યો હતો. ઈરફાન અને મિસ્બાહ હજ માટે ગયા હતા. કરિશ્મા દીકરી આયાતને લઈને એની પાસે આવી હિંચકા પર બાજુમાં બેઠી.

"અર્ઝાન જાણે આ બે વર્ષ બસ્સો વર્ષ જેવા લાગ્યા નઈ"

"હા કરિશ્મા મારા માટે નાનપણની દોસ્ત યુવિકાને ખોવું ખુબ જ અઘરું હતું. જો તે સમય રહેતાં મને પ્રપોઝ કરીને મારો સાથ ના આપ્યો હોત તો હું મેન્ટલી બહુ વીક બની ગયો હોત."

"અર્ઝાન હું તમને પહેલે થી જ પ્રેમ કરતી હતી જેવું મેં તમને કહેલું. અલ્લાહએ આજે આપણને આયાત આપી દીધી. આપણી 3 મહિનાની દીકરીમાં જાણે આપણને આપણી યુવિકા પાછી મળી ગઈ" બોલી કરિશ્માની આંખમાં આંસુ સરી આવ્યા.

"કરિશ્મા રડ નહીં. યુવિકા આપણી યાદોમાં જીવે જ છે અને આયાતના રૂપમાં એ પાછી મળી એની ખુશીઓ મનાવ.." અર્ઝાન કરિશ્માના આંસુ લૂછતાં બોલ્યો.

"અર્ઝાન આજે મારે તમને એક વાત કરવી છે. પણ તમે પ્રોમિસ કરો કે તમે રડશો નહીં.."

"હા પ્રોમિસ.. કહે.."

"હું ને યુવિકા દુબઇ ગયા ત્યારે યુવિકાએ મને વાત કહેલી. કે એને તમે ખુબ ગમો છો પણ એ ફેમેલી રિલેશન ન બગળે એ માટે કહી નહોતી શકી. પણ એ તમને દુબઇની ઇવેન્ટ પછી કહેવાની જ હતી. " કરિશ્મા અર્ઝાનની આંખોમાં જોઈને બોલી.

"કરિશ્મા મને આછો અમથો ખ્યાલ તો હતો જ. અમે નાનપણથી સાથે હતા અને એ મારી ખુબ કેર પણ કરતી હતી. પણ નસીબમાં અમારું એક થવું નહીં લખ્યું હોય. અને હું ખુશ છું કે કુદરતે યુવિકા ન આપી પણ યુવિકા જેવા જ વિચારો વાળી સુંદર કરિશ્મા આપી" કહીને અર્ઝાને કરિશ્માના કપાળ પર ચુંબન કર્યું. કરિશ્મા આ સાંભળી ખુશ થઇ ગઈ.

"અર્ઝાન વાત હજી પુરી નથી થઇ. સહલએ પણ મને પ્રપોઝ કર્યો હતો. મેં એને એ સમયે જવાબ નહોતો આપ્યો. યુવિકાએ જયારે મને કહ્યું કે એ તમને ચાહે છે ત્યારે મેં એક નિર્ણય કર્યો કે જો યુવિકાને તમે જોઈતા હોય તો હું સહલ સાથે નિકાહ કરી લઈશ.. પણ કુદરતને એ મંજુર ન હતું."

            અર્ઝાન કરિશ્માની વાત સાંભળી થોડો સ્તબ્ધ બની ગયો. થોડીવાર પછી રિલેક્સ થઇ અર્ઝાન બોલ્યો.

"ખુદાએ ઉંમર, લગ્નજોડા બધું ઉપરથી જ નક્કી કરેલું હોય છે. હું તારા નસીબમાં અને તું મારા નસીબમાં પહેલેથી જ લખાયેલા હતા. અને સહલ અને યુવિકાની કુદરતને અહીં કરતાં વધુ ત્યાં જરૂર હશે. ખૈર આ બધું છોડ અને ચાલ આજે એ પ્લેન ક્રેશ થયાને બે વર્ષ થઇ ગયા. ચાલ આજે અનાથઆશ્રમ જઈને બંનેની આત્મશાંતિ માટે થોડું દાન કરતાં આવીએ."

"હા ચાલો હું તૈયાર જ છું."

            અર્ઝાન અને કરિશ્મા મુંબઇમાં આવેલા એક અનાથઆશ્રમમાં કોકલેટ્સ,વેફર્સને થોડી કોસ્મેટિક આઇટમ્સ દાન કરીને આવ્યા. અર્ઝાને ટી.વી. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કામ શરૂ કરી દીધું હતું એટલે આવીને એ પોતાના સૂટ માટે નીકળ્યો. કરિશ્મા પણ પોતાના એન્કરિંગના કામમાં આગળ વધી ગઈ હતી હવે એ મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહી હતી. યુવિકા અને સહલને ગયાને બે વર્ષ થઈ ગયા પણ કરિશ્મા અને અર્ઝાનના દિલોમાં એ હંમેશા જીવંત રહેવાના હતા.

[સમાપ્ત..]

***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ