વહેલી સવારની સૂર્યની કિરણ ઉગતાની સાથે દિયા બહું વહેલી જાગી ગઈ સવારનું કામકાજ પતાવી આજે વહેલી ફ્રી પણ થઈ જતી,કારણકે આજે એમના લગ્નની તેરમી વર્ષગાંઠ છે આમતો દિયા લગ્નની વર્ષગાંઠ ઉજવતી નહિ પણ આ દિવસ દિયા માટે ખાસ હોય છે કારણ કે,આજે દિયાની આંખનું રતન એમનો નાનો ભાઈ પ્રથમ અચૂક દિયાને મળવા માટે આવતો અને ઘરેથી મમ્મીના હાથે બનાવેલ મોહનથાળનો ડબ્બો સાથે લાવતો.
દિયા સવારની આજે ઘરના મુખ્ય દરવાજા સામે બેસી ભાઈ પ્રથમની રાહ જોઈ રહી છે ,ત્યાં ડોરબેલ વાગે છે અને દિયા એકદમ સફાળી ઉભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને નઝરની સામે ભાઈ પ્રથમને જોતા ખુશ થઈ જાય છે,અરે મારો વીર આવી ગયો પ્રથમ આવીને સીધો દિયાને પાય લાગુ દિમા ,કેમ છો તું દિમા ?આવા ભાઈ બહેન વચ્ચે સંવાદો થાય છે.
બન્ને ભાઈ બહેન આજે બહું ખુશ હતા અને વાત વાતમાં દિયા એ પ્રથમને કહ્યું તું વિશ વર્ષનો થયો પણ હજુ તું મને દિમા કહેવાનું ભુલ્યો નહિ હો ? પ્રથમ તું બોલતા શીખ્યો પહેલી વાર ત્યારે તું દિમા બોલ્યો હતો કદાચ ત્યારે તને દિયા બોલતા નહિ આવડ્યું હોય એટલે દિમા બોલ્યો હશે,ત્યારે પ્રથમ બોલ્યો હા દિમા હું તો તને દિમા કહીશ હું ઘરડો થાવ તો પણ હું તને દિમા કહીશ હો કારણકે તું મારી દીદી કમ મા વધુ છે,હા એ સાચું કહ્યું તે પણ હું તારી મા કેમ બની કદાચ તને નહિ ખબર હોય તારા માટે તો આપણી મમ્મી મૃત્યુ સામે લડી અને તને જન્મ આપ્યો છે અને એ પણ મમ્મીએ તારી ત્રણ બહેન માટે,આટલું બોલી દિયાની આંખમાં આંસુ સરી પડ્યાં પ્રથમ દિમા તું રડ નહિ,
પ્રથમ આટલું બોલી બહાર જાય છે અને દિયા રસોઈ ઘરમાં જઈ રસોઈની તૈયારીમાં લાગી જાય છે પણ દિયાનું ધ્યાન આજે રસોઈમાં નથી લાગતું , ભાઈ બહેન વચ્ચે થેયેલી વાત દિયાના દિમાગમાં ઘૂમ્યા કરે છે અને દિયા આજે પોતાના બાળપણમાં સરી પડે છે.
માત્ર તેર વર્ષની ઉંમર હતી જ્યારે મમ્મી સાથે સરકારી દવાખાનામાં મમ્મીની તબિયત બતાવવા માટે ગઈ હતી ત્યારે ડોક્ટરે શું કહ્યું એ તો ન સમજી પણ એટલું કહ્યું કે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે, અને એ જવાબદારી આજ થી બેટા હું તને આપું છું,તારી મમ્મી પ્રેગનેટ છે મતલબ કે ભાઈ આવવાનો છે,આટલું સાંભળી દિયા ખુશ થઈ ગઈ.
બન્ને મા દીકરી ઘરે પોહચી ઘરે બધાને ખુશાલીના સમાચાર આપે છે ઘરમાં દાદી અને દિયાની બન્ને બહેનો પપ્પા ખુશ થઈ ગયા, સમય પણ એની ગતી સાથે વધવા મમ્મીની તબિયત નાજુક થવા લાગી અને દિયાને એ શબ્દો વારંવાર શબ્દ યાદ આવતા આ અમારી ત્રણ બહેનો માટે મમ્મી પોતે કેટલી તકલીફ વેઠી રહી છે મમ્મી હમેંશ કહેતી હું ને તારા પપ્પા છીએ ત્યાં સુધી પછી મારી દીકરીઓ માટે તો પિયરનું દ્વાર હમેંશ બંધ થઈ જાય,મને કોઈ દીકરાનો શોખ નથી કે દીકરો આવે તો એ સ્વર્ગ પહોંચાડશે બસ મારી દીકરીઓને ભાઈ મળી રહે એ માટે હું મૃત્યુ સામે પણ લડવા તૈયાર છું.
અને આખરે એ દિવસ આવી ગયો મમ્મીને હોસ્પિટલ લઈ જવામાં આવી ડોકટર આંટી એ દિયાને કહ્યું તું રૂમમાં જા જો તારો ભાઈ આવ્યો છે,
દિયા અંદર જઈ ભાઈને ખોળામાં લઈ રડવા લાગી અને રડતી આંખે મમ્મી તારો આભાર માનું એટલો ઓછો છે,કારણકે તે મૃત્યુ સામે લડીને પણ તે ભાઈનો ચહેરો બતાવ્યો....
સચીન સોની..