vaibhav-nirali ni anokhi kahani-2 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | વૈભવ-નિરાલી ની અનોખી કહાની-2

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-2




"  એકલો હતો તો લાગતું હતુ કેવો અજાણ છું આ જગ્યા થી, તને જોયા પછી લાગ્યું આ તો એ જ છે જેને હુ જાણું છું વર્ષો થી..."

  (આગળ ના ભાગ મા આપણે જોયું કે વૈભવ નિરાલી ને જોય ને યાદ કરવાની કોશિશ કરે છે અને વિચારે છે આને મે ક્યાંક જોયેલી છે પણ ક્યાં..??? હવે આગળ ....)

    વૈભવ હજુ જૂની સ્મૃતિ વગોળે છે ત્યાં એને બધુ યાદ આવી જાય છે. અને એનાં મોઢા માથી થોડુ જોર થી બોલાય જાય છે એ ચોટલી તુ અહિયાં ક્યાં થી.. ???  આ ચોટલી નામ સાંભળતા જ નિરાલી આંચકા સાથે વૈભવ ની સામે જોવે છે અને મન મા વિચારે છે (આ તો લંબુ છે જે વર્ષો પેહલા મારી સાથે બાલમંદિર મા હતો અને 3 ધોરણ સુધી અમે સાથે હતાં અને ત્યારે મને ચોટલી કહી ને ચીડવતો હજુ પણ આ આ એવો જ છે. અને બોડી પણ સારી છે અને ઊંચાઈ પણ સારી વધારી છે )

વૈભવ: ઓય ચોટી ક્યાં ખોવાય ગઇ..????અને તુ ભાવનગર ક્યારે આવી હે...????
નિરાલી: ઓયય લંબુ જો હવે હુ ચોટી પેહલા જેવી નથી લેતી તો તુ મને હવે ચોટી નાં કે અને હુ આ જ વર્ષે ભાવનગર આવી છું
( એ બન્ને વાત કરતા હોય છે ત્યાં મેડમ આવી જાય છે અને બન્ને હવે પછી નાં 2 તાસ શાંતિ થી ભણે છે. અને 2 તાસ બાદ 10 મિનીટ નો બ્રેક પડે છે.)
નિરાલી: (વાત શરુ કરતા બોલે છે) ઓય તુ તો ઘણો બદલાય ગયો છે. ઓળખી પણ નથી શકાતો તને તો.
વૈભવ: (મજાક કરતા) હા તો કાઈ તારી જેમ થોડો ચોટલી લઇ ને ફરતો જ રહુ કે વર્ષો પછી પણ તરત જ ઓળખાય જાવ.
નિરાલી:(બનાવટી ગુસ્સો કરતા) બસ હો હવે બહુ બોલવાનું વધી જાય છે હો તારું અને હવે તુ મને ચીડવવાનું બંધ કર હો
વૈભવ : ઓકે ઓકે મેડમ માફ કરો મને પણ હા તારા મા પણ થોડો તો ફેરફાર છે હો ચોટી ના ના સોરી નિરાલી
નિરાલી:  અચ્છા તો તને આવડે છે એમ ને મારુ નામ ચલો યાદ તો છે તને સારુ કેહવાય હવે એ કે શુ ફેરફાર છે મારા મા..??????
વૈભવ: (મજાક કરતા) યાદ જ હોય ને આખા બાલમંદિર મા તુ એક જ તો ચોટી હતી જે મને મારતી હોય તારી ઊંચાઇ સારી વધી ગઇ છે પેહલા તો સાવ બટકી હતી હવે તો લાંબી થઇ ગઇ છે મારી જેમ.
નિરાલી: તુ પેહલા મને ચોટી ના કે નહી તો હજુ માર પડશે તને અને હા વાયડા તારા કરતા તો હજી હુ નીચી જ છું અને નાની હતી ત્યારે હુ બટકી હતી તો તુ પણ કાંઇ અમિતાભ બચ્ચન ન હતો હો.
  ( ત્યાં જ રીસેસ પૂરો થાય છે અને મેડમ આવે છે. અને બન્ને શાંતિ થી છેલ્લાં બન્ને તાસ પૂરા કરે છે અને વચ્ચે વચ્ચે એક બીજા સામું જોય ને હસી લે છે. અને પછી રજા પડે છે.)
નિરાલી: ચાલ બાય હો ને કાલે મળીએ.
વૈભવ:( મજાક કરતા) હા સારુ બાય પણ હા કાલે આવજે હો ચોટી
નિરાલી:( ગુસ્સા મા) કાલે તો જો તારું આવ્યુ જ છે લંબુ જો ને
વૈભવ:(હસતા હસતા) જા જા તુ ધમકી આપ મા તુ કાંઇ નહીં કરી શકે હો બેટા હુ ઓળખું છું તને
  (બન્ને છુટા પડે છે મીઠાં ઝઘડા સાથે અને આમ જ શાળા મા 3-4 દિવસ એક બીજા સાથે રમતા રમતા અને ભણતા ભણતા બન્ને વિતાવે છે. બન્ને ને હવે સારુ એક બીજા સાથે બનતું હોય છે 4 દિવસ પછી  એક દિવસ નિરાલી શાળા મા વહેલી આવી જાય છે વૈભવ આવી ને જોવે છે પણ નિરાલી કાંઈક ખોવાયેલી હોય છે એને વૈભવ આવી ને બેસે છે એ પણ ખ્યાલ રેહતો નથી)
વૈભવ: ઓ હેલો મેડમ ક્યાં ખોવાયેલા છો તમે....????
નિરાલી: (ગભરાતા સ્વરે) ક્યાંય નહીં તુ કેમ આજે મોડો આવ્યો એ કે ને ક્યારની રાહ જોવું છું તારી.
વૈભવ: ઓ સમય જો તુ હુ તો સમય પર જ આવ્યો છું તુ વહેલી છે. બોલ ને શુ કામ હતુ તારે....????
નિરાલી:( અચકાતા અચકાતા) વૈભવ હુ એક વાત પૂછું તને....??????
(સમાપ્ત)
નિરાલી કેમ અચકાય છે..??? એવી તો શુ વાત હતી કે એ કયારની વૈભવ ની રાહ જોવે છે...???

શુ સાચે કોઇ વાત હશે કે ખાલી એ વૈભવ ને ડરાવવા જ માંગે છે.....??????

કે સાચું કોઈ એવી વાત છે જેનાં થી વૈભવ ને ફેર પડે એમ છે....????

(આગળ ના ભાગ મા દરેક સવાલ નાં જવાબો મેળવવા વાંચતા રહો અને અપના પ્રતિભાવો જણાવતા રહો)