તમને યાદ હશે નાનપણ માં નદી કિનારે કે દરિયા કાઠે નાના છીપલાં, કોડી વગેરે જોયા હશે અને વિણયા પણ હશે. અને તેનો આનંદ આજ પણ યાદ હશે. તે વીણી , ભેગા કરવાની મજા કઈ ઔર હતી. દરિયા દેવ પાસે થી માનવીને ઉપયોગી અમૂલ્ય વસ્તુઓ ની પ્રાપ્તિ થઈ છે. હજારો વર્ષો પૂર્વે જયારે સમુદ્ર મંથન થયેલ ત્યારે તેમાંથી અદભૂત, અલૌકિક ૧૪ વસ્તુઓ નીકળેલી, તેમાં ની એક હતી શંખ, જે વિષ્ણુ ભગવાને ગ્રહણ કરેલ. હિંદુ ધર્મ તથા બુદ્ધ ધર્મ માં તેની અનેરી અગત્યતા છે.
આ શંખ (Conch) એ એક પ્રકાર ના દરિયાઈ જીવ નું રક્ષણ કવચ છે. તે પોતાના રક્ષાર્થે શરીર ફરતે શંખને કવચ તૈયાર કરે છે જેમાં તે સુરક્ષિત રહી શકે , જીવ મોટા થતા તેમાંથી બહાર નીકળી જાય અને શંખ એ અવશેષ રૂપે આપણ ને મળી આવે છે. અનેક સાઈઝ, વજન અને પ્રકાર ના શંખ સમુદ્ર માં થી મળી આવેલ છે.
આ શંખ ની રચના અદ્ભૂદ છે, તેના માનવ જીવન માં અનેક ઉપયોગ છે. હિંદુ ધર્મ ની માન્યતા પ્રમાણે શંખ એ પવિત્ર ગણાય છે. તેની પૂજા અર્ચના થાય. આરતી કે ધાર્મિક વિધિ ની શરૂઆતમાં તેને ફૂકી ને ધ્વની ઉત્પન કરવાથી વાતાવરણ ની શુદ્ધાતા થાય છે. શંખ ધ્વની માં ઓમ નો રણકાર હોય છે તથા પુરાણા વેદો ના મતે તે વિજય ધ્વની હોય છે.
શંખ અનેક પ્રકાર ના હોય છે પરંતુ બે મુખ્ય પ્રકાર છે, ૧) દક્ષિણાવર્તી શંખ જેમાં શંખનો ખુલ્લો ભાગ જમણી તરફ હોય છે. ૨) વામાંવર્તી શંખ જેમાં તેનો ખુલ્લો ભાગ ડાબી તરફ હોય છે, જે દરેક ધાર્મિક કાર્ય માં ઉપયોગ માં લેવાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તેના ધ્વની થી આસપાસ ના વાતાવરણ માંથી નેગેટીવ ઉર્જા દૂર થઇ ને વાતાવરણ સાત્વિક બને છે. વૈદિક વિજ્ઞાન મુજબ તેના ધ્વની થી ઉત્પન થતા અવાજ ના મોજા થી વાતાવરણ માં રહેલ માઈક્રો બેક્ટેરિયા નાશ પામે છે અથવા શુશુપ્ત થઇ જાય છે. આજના આધુનિક વિજ્ઞાને પણ તેનો સ્વીકાર કરેલ છે.
શંખ ને વગાડવા થી ઘણા ફાયદા થાય છે જેમકે તેમાંથી શ્વાસ ને લગતી બીમારી માં મળે, ફેફસા મજબુત થાય, અસ્થમા અને લીવર ના રોગો થી છુટકારો અને શંખ વગાડવો એ એક પ્રકારના યોગ નો પ્રકાર છે. જે આપણાને ગંભીર રોગ જેવા કે હ્રદય રોગ, ઉચ રક્ત ચાપ વગેરે થી બચાવે છે. હેવ તમને સમજાશે કે સામાન્ય લગતા શંખ એ માનવ જીવન માટે કેટલો ઉપયોગી છે.
શંખ ના કાયમી ઉપયોગ થી અંધત્વ અને તોતડાપણું દૂર થાય છે. શંખ માં પાણી ને સૂર્ય ને જળ ચઢાવવા થી આંખની તકલીફ મા રાહત મળે છે. હિંદુ માન્યતા પ્રમાણે શંખ માં પાણી ભરવાથી તે પાણી ની ગુણવત્તા વધે છે તે ગંગા જળ સમાન પવિત્ર બની જાય છે. તમે જોયું હશે જયારે મંદિર માં આરતી થાય છે ત્યારે શંખ માં પાણી ભરી ને રાખે છે અને ત્યાર બાદ તે પાણીનો છંટકાવ ભક્તો પર અને ચોરફ કરવામાં આવે છે. આ પાણી શંખ રાખવા થી શુદ્ધ બને છે અને તે ચર્મરોગ મટાડે છે.
એક પ્રયોગ મુજબ, શંખ માં રાતે ગંગાજળ ભરીને રાખવું અને સવારે તે પાણી હ્રદય રોગી અને ડાયાબીટીસ ના દર્દીને આપવું તેનાથી દર્દ માં રાહત થાય છે.
વાસ્તુશાસ્ત્ર માં પણ શંખ ને ખુબ જ પવિત્ર માનેલ છે તેને ઘર માં રાખવા થી ખરાબ ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. ભારત ના મહાન વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે અગણિત પ્રયોગો શંખ ને લઈને કરેલ હતા અને તેમના મતે શંખ નો ધ્વની વિશિષ્ટ છે એમ સાબિત કરેલ અને દર્દ નિવારક તરીકેની અગત્યતા પુરવાર કરેલ છે.
મહાભારત ના યુદ્ધની શરૂઆત માં અલગ અલગ પ્રકાર ના શંખનાદ કરવામાં આવેલ તેવી માહિતી શ્રીમદ ભાગવત ગીતા માં છે. તેના પહલે અધ્યાયના જણાવ્યા મુજબ યુદ્ધ પહેલા શ્રીકૃષ્ણ પાજ્ન્ય નામક શંખ, અર્જુને દેવદત્ત નામનો શંખ તથા ભીમે પૌંન્દ્ર નામનો મહાશંખ ને વગાડ્યા હતા.
શંખની બનાવટ તપાસીએ તો તેમાં પુષ્કળ પ્રમાણ માં કેલ્શિયમ, બ્રીમ સ્ટોન અને ફોસ્ફરસ થી બનેલ છે તેનો ભૂકો કરીને પાવડર સ્વરૂપ માં આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ થાય છે, તેનાથી પેટ ને લગતા રોગ માં રાહત થાય છે. આવા કુદરત ના અદભૂત અને માનવને બહુઉપયોગી એવા સામાન્ય દેખાતા શંખ માં અનન્ય ઉપયોગીતા રહેલ છે. તો હવે તમે પણ તમારા ઘર માં એકાદ શંખ વસાવજો અને તેનો ભરપુર લાભ લેવાનું ચૂકશો નહિ !!!!!!!!!
=====================================================================
Bharat D Mehta (9428352435)
Dy .Project Director (Ex)
Indian Space Research Organisation (ISRO)
Ahmedabad