Pride - 9 in Gujarati Fiction Stories by Bhoomi books and stories PDF | મહેેક ભાગ-૯

The Author
Featured Books
Categories
Share

મહેેક ભાગ-૯

 મહેક ભાગ-૯

"આ રીતે આંખો ફાડીને મારી સામે ના જો." આશ્ચર્યથી આંખો ફાડી તેની તરફ જોતી મહેકની સામે જોતા મુસ્કુરાઈને પ્રભાત બોલ્યો.
"તને કેમ ખબર કે હું અડધું સત્ય છુપાવું છું..?"
"મેડમ તે દિવસે તમે થેંકસ નો'તા કહી શક્યા ને, તો આજ કહી દ્યો." પંકજે સ્મિત કરતા કહ્યું.
"મતલબ કે તે દિવસે મને બચાવાવાળા તમે હતા.?" તમે ક્યારથી મને ફોલો કરો છો.? અને પ્રાઇવેટ નંબર પણ તમારો જ  છે ને.?" બધા સામે જોતા મહેકે પુછ્યું.
"એ પ્રાઇવેટ નંબર અમારો નથી... પ્રભાત તુંજ શરૂથી સમજાવ, નહીતો આ મેડમનું દિમાગ કામ કરતું બંધ થઈ જશે..." જનકે પ્રભાત સામે જોતા કહ્યું.
"ઓ.કે!  હું તને શરૂથી સમજાવું છું." પ્રભાતે મહેકનો હાથ પકડતા કહ્યું .
"અમારી સ્ટોરી તારી સ્ટોરી સાથે જ શરું થાઇ છે. અમદાવાદમાં તે અમારુ મિશન ફેલ કર્યું હતું ત્યારે મારા સાથી તને જાનથી મારવાના હતા પણ હું તને અને તારા સપના વિશે જાણતો હતો. મે બધાને સમજાવ્યા કે તે જે કર્યું એ આપણું કામ બગાડવા નથી કર્યું. અજાણતા આપણી વચ્ચે આવી છે. ત્યારે બધા શાંત થયા હતા.. બધું ભુલી અમે પાછા અમારી ટ્રેનિંગમાં બિઝી થઈ ગયા હતા.."
"ત્યારે હું હાથમાં આવી હોત તો સાચું મને મારી નાખેત?" મહેક બધા સામે ગુસ્સાથી જોતા બોલી.
"સોરી મેડમ! પણ સાચું તો એજ છે. અમને ટ્રેનિંગમાં બે વાત સીખવે છે. મિશન અને દુશ્મન, મિશન પર હોઇ ત્યારે કોઇ સબંધ નહી જોવાનો." પંકજે મહેક સામે જોતા કહ્યું.
પ્રભાત, કન્ટન્યું કરતા બોલ્યો. "બે મહિના પહેલા અમારા ઓફિસરે એક છોકરીને પ્રોટેકશન આપવાની જવાબદારી અમને સોપી હતી. ફોટો જોયો તો ખબર પડી કે એ તું છે. અમારે બસ દુરથી તારી પર નજર રાખવાની અને તું મુસીબતમાં હો તો તારી મદદ કરવાની હતી.."
પ્રભાત સતત બોલી રહ્યો હતો અને મહેક એક ધ્યાન થઇ સાંભળી રહી હતી.
"તું રોજ એ ઘર સામે બેસી નજર રાખતી અને પાછી હોટલ ચાલી જતી આવું લગાતાર દસ દિવસ ચાલ્યું એટલે મને તારા પર ગુસ્સો આવતો હતો. આ રીતે તું જાસુસ બનીશ! થોડી તો જાણકારી મેળવવા મહેનત કરવી જોઇએ કે નહી. પણ... ત્યારે ગુસ્સામાં હુંજ એક વાત ભુલી ગયો હતો કે જાસુસનું પહેલું હથીયાર છે 'ધૈર્ય,' જાસુસને ઘણી વખત મહિનાઓ સુધી યોગ્ય સમયની રાહમાં એક જગ્યાએ બેસી રહેવું પડે છે. તું પણ એજ કરી રહી હતી, તને ખબર નહોતી કે કોના પર નજર રાખે છે? શુકામે રાખે છે? તારે શું જાણવાનું છે? તને એક લક્ષ્ય આપ્યું હતું તેમાં તું શું નવીન જાણે છે. કેવી રીતે જાણે છે. એ તારાપર હતું.. આ તારી ટ્રેનિંગનું પહેલું ચરણ હતું અમારે એ જોવાનું હતું કે તું આમાં ક્યાં સુધી ટકી રહે છે..."
અચાનક ગાડીની બ્રેક લાગતા પ્રભાતની વાત પર પણ બ્રેક લાગી હતી. બધા શું થયું?ના પ્રશ્ન સાથે મનોજ તરફ જોઇ રહ્યા.
"હું પણ માણસ છું. સતત બે કલાકથી ડ્રાઈવ કરું છું,  ઘડીક ફ્રેશ થવા માટે ગાડી ઉભી રાખી છે. સામે ઢાબા છે. ચા-નાસ્તો કરી પછી આગળ વધ્યે." મનોજે બધાના આંખોથી પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું..
અડધી કલાકના વિરામ પછી ફરી ગાડી સાંગલાવેલી તરફ દોડતી થઈ હતી. મનોજને આરામ આપી ડ્રાઈવર સીટ પંકજે સંભાળી લીધી હતી. અને પ્રભાતે વાત કન્ટન્યું કરી હતી..
"દશમાં દિવસે મે તારા ચેહેરા પર કંટાળાના ભાવ સાફ જોયા હતા. મને લાગ્યું કે તું હવે ઝાઝું નહી ટકી શકે. ત્યારે જ એક પછી એક ઘટનાઓ બની હતી. અમે તને બચાવી અને તને સાંજે રેલવે સ્ટેશન ગાડીમાં બેસતા  જોઈ હતી. આ હતી તે કહેલી સ્ટોરી સુધીની વાત હવે એ સત્ય હું કહું છું જે તે અમને નથી કહ્યું અને અમે અમારી નજરે જોયું હતું.."
પ્રભાતે થોડો વિરામ લઈ વાત આગળ કહેતા બોલ્યો. "તે દિવસે તું ગાડીમાં બેસી હતી એ વાત સાચી પણ ગાડી ઉપડવાના એક મિનિટ પહેલા તું પ્લેટફોર્મની વિરુદ્ધ દિશામાં ટ્રેક પર ઉતરી, થોડી દુર ચાલી દિવાલ કુદી રોડ પર આવી હતી..
મહેકે વચ્ચે જ પુછ્યું. "તને કેમ ખબર પડી કે હું ગાડીમાંથી ઉતરી ગઇ હતી?"
"મેડમ આ ટેકનોલોજીનો જમાનો છે. અમે શરૂથી તારા મોબાઇલને ફોલો કરતા હતા. ગાડી ઉપડી મે સ્ટેશન છોડતા પહેલા તારા મોબાઇલ નું લોકેશન જોયું હતું. મને આશ્ચર્ય થયુ.! ગાડી જે તરફ જઈ રહી હતી તેની વિરુદ્ધ દિશામાં તારું લોકેશન આગળ જઈ રહ્યું હતું. મેં ટ્રેક પર આવી જોયું તો તું ઝડપથી દુર જઇ રહી હતી. મે મનોજને આપણો પીછો કરવાનું કહ્યું.એ સ્ટેશનની બાહર કારમાં મારી રાહ જોઈ રહ્યો હતો."
મનોજે વાતને આગળ વધારાતા બોલ્યો. "પ્રભાતના કોલ પછી હું GPSના આધારે એ જગ્યાએ કાર લઈને પહોચ્યો જયાથી તમે દિવાલ કુદી બાહર આવ્યા હતા. મે પ્રભાતને સાથે લઈ તમારો પીછો કર્યો, તમે ટેક્સી કરી એજ જગ્યાએ પાછા ગયા હતા જ્યા થોડા સમય પહેલા મોત સાથે મુલાકાત થઈ હતી.." મનોજની વાતમાં વચ્ચેથી કન્ટન્યું કરતા પ્રભાત બોલ્યો.. "મને કંઈ સમજાતું નહોતું કે તું  અહી પાછી કેમ આવી છે..! શું એવી કોઇ વસ્તુ હશે જે અહી પડી ગઈ હોય અને તુ એ જીવના જોખમે પાછી લેવા આવી હશે?  તું ટેક્સીને દુરથી જ રવાના કરી, ચાલીને એ ફેકટ્રીની સિક્યુરિટી ઓફિસ તરફ જઈ રહી હતી. અમે તારી પાછળ પાછળ આવી રહ્યા હતા અમે દુર રહી ને હવે તું શુ કરીશ તે અમે જોઈ રહ્યા હતા.. પહેલીવાર અમે તને ફાઇટ કરતા જોઈ હતી . તે ગાર્ડને બેહોશ કરી ઓફિસમાં જઈ સી,સી,ટી.વી. ફૂટેઝ ચેક કર્યા હતા. પછી તેની હાર્ડડિસ્ક લઈ તારી બેગમા મુકી અને સીસ્ટમને ફેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી તું ઓફિસની બાહર આવી. મને લાગ્યું તું અહી આજ કામે આવી હશે એટલે હવે બાહર આવીશ. પણ મારી એ ધારણા ખોટી સાબીત કરતી તું અંદર મેન ઓફિસ તરફ આગળ વધી હતી. અમે થોડા અંતરે ચુપચાપ તારો પીછો કરતા એ ઓફિસ પાસે આવ્યા હતા. તે ઓફિસનો લોક તોડી અંદર જઈ મોબાઇલની લાઇટના પ્રકાશમાં અંદરની લાઇટની સ્વિચ ઓન કરી હતી. મને થયું આ શું કરે છે..? આવા સમયે લાઇટ કરી સામે ચાલીને કોઈ મુસીબતને આમંત્રણ આપતું હશે.! પણ તે ઓફિસનું કમપ્યુટર ઓન કર્યું એટલે મને થોડું સમજાયું હતું. તે બેગમાથી કોઇ વસ્તું કાઢી cpu સાથે કનેક્ટ કરી કોમ્પ્યુટરમાં જોઈ રહી હતી. પહેલીવાર હું તારુ આ રૂપ જોઈ રહ્યો હતો. તારા ચહેરા પર ગભરાટ કે ડરનું  નામો-નિશાન દેખાતું નહોતું. જાણે ઘરમાં બેસી કોમ્પ્યુટર ચલાવી રહી હોય તેમ બિંદાસ તું બેસી જોઈ રહી હતી. થોડીવાર પછી બધો સામાન બેગમાં મુકી તું ઉભી થઈ. ચારેબાજું નજર ફેરવી એક ખુણામાં ફ્રિઝ તરફ ગઈ હતી. ફ્રિઝનો ડોર ખોલી પાણીની બોટલ લઈ પાણી પીધું, પછી બોટલ અંદર મુકી ડોર બંધ કરી ઓફિસના મેન ડોર તરફ આગળ વધી હતી. પણ કંઈક યાદ આવતા પાછી ફ્રિઝ પાસે આવી ડોર ખોલી અંદરથી બ્લેક કલરની બે બોટલ બાહર કાઢી ડોર બંધ કરી બોટલ સાથે લઈ લાઇટની સ્વિચ ઓફ કરીને બાહર આવી હતી.."
 પ્રભાત થોડીવાર ચુપ રહીને પછી ફરી કન્ટન્યું કરતા બોલ્યો..  "બાહર આવીને તું પાછી સિક્યુરિટી ઓફિસ તરફ આગળ વધી હતી. મારું મગજ હવે ચક્કરાવે ચડ્યું હતું. તું શું કરે છે, તું શું કરવા પાછી આવી છે. અમને બન્નેને કાઈ સમજાતું નહોતું.! તું બેહોશ ગાર્ડ પાસે આવી તેને ઢસળી ઓફિસથી દુર લઈ જઈને તેની પોકેટ તપાસી હતી. પાછી સિક્યુરિટી ઓફિસમાં આવી. સાથે લાવેલ બેય બોટલને તોડી નાખી પછી લાઇટર સળગાવતા તને જોઇ હુ સમજી ગયો તું ઓફિસને આગ લગાવી રહી છે... તારી આ મુર્ખામી પર મને બહું ગુસ્સો આવ્યો હતો.! તું સિક્યુરિટી ઓફિસને સળગતી મેલી ઝડપથી ફેક્ટ્રીની બાહર નીકળી ગઈ હતી. મે મનોજને ગાડી લઇને આવવાનું કહી હું તારી પાછળ આવ્યો હતો.તું  મેન રોડ પર આવી ગઈ હતી. થોડીવાર પછી મે તને એક ટેક્સીમાં બેસતા જોઈ હતી. મનોજના આવતા અમે એ ટેક્સીનો પીછો કર્યો હતો. તે રેલવેસ્ટેશન આવી ઉભી રહી હતી.. સ્ટેશન અંદર જઈ ટીકીટ લઈને તું રેલવેની કેન્ટીનમાં ગઈ હતી. ત્યારે રાતના 2:30નો સમય થયો હતો. ડોઢ કલાક એટલે કે સવારના ચાર વાગ્યે તને ગાડીમાં બેસતા અને ગુજરાત તરફ જતા જોઈ હતી. 
તારી પાછળ આટલા કલાક બગાડીયા છતા અમને એ ખબર ના પડી કે તું પાછી એ ફેક્ટ્રીમાં શું લેવા ગઈ હતી..!!"
પંકજ સીવાય બધાની નજર હવે મહેક પર હતી.
"વાત હજી અધુરી છે. પછી તમે શું કર્યું..?" મહેકે મુસ્કુરાઈને બોલી...
"તારા ગયા પછી તારા કામનો રિપોર્ટ અમારા સરને આપ્યો હતો. ત્યાર પછી અમે યાકુબની પાછળ પડ્યા હતા.એ સમયગાળામાં તે શુ કર્યું એની અમને કંઈ ખબર નથી.. હવેતો કહે તું કોણ છે ? અહી શું કરે છે ?"
"એક છેલ્લો સવાલ.. આ પ્રાઇવેટ નંબર કોનો છે એ તમને સાચું ખબર નથી..?"
"ના..! એ કોનો નંબર છે અને  શામાટે તને મેસેજ કરે છે એની અમને કોઈ જાણકારી નથી.. અમારો વિશ્વાસ કર...!" પ્રભાતે જવાબ આપતા કહ્યું.
"ઓ.કે. તો મારું એક કામ કરજે.. હવે જ્યારે તારા સર સાથે તું વાત કરે ત્યારે મારા તરફથી એક મેસેજ આપજે. કહેજે કે મહેકની જાસુસી કરાવા માટે વેલટ્રેન ઓફિસરને મોકલે. તમારા જેવા અનાળીને નહી. હું એટલી મુર્ખ નથી, હવે મને એટલી તો ખબર પડે છે કે એ નંબર તારા સરનો છે. મારા સ્વપ્ન વિશે આ દુનિયામાં બેજ વ્યક્તિ જાણતા હતા. એક તું એક મારી ફ્રેન્ડ કાજલ..  તો પછી આ પ્રાઇવેટ નંબરવાળાને કેમ ખબર પડી ? તે અમદાવાદના મિશન ફેલ થવાનુ કારણ આપતા મારી માહિતી તારા સરને આપી જ હશે ને ?"
"હા.. ત્યારે તારી માહિતી આપી હતી અને તારા સ્વપ્નાં વિશે કહ્યું હતું... પણ તારી જાસુસી અમે નથી કરી અમે તો તારી સુરક્ષા માટે તારી પાછળ હતા."
"હું દિલ્લીની વાત નથી કરતી, રાજકોટમાં એક મહિનાથી મારા પાછળ ફરતા જાસુસની વાત કરું છું.."
"એક મિનિટ..! હવે આ સસ્પેન્સ ઝાઝીવાર સહન નહી કરી શકું. મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું છે ... અત્યાર સુધી હું એવું સમજતો હતો કે મારા કહેવાથી મારા સરે તને તારું સ્વપ્ન સાકાર કરવા મદદ કરે છે, અને અમારામાથી જ કોઈ હશે એણે તને શિમલા આવવા મજબુર કરી હશે.! પણ હવે મને લાગે છે કે અમને શિમલા લાવવામાં તારો હાથ છે.." પ્રભાત કન્ફ્યુઝ થતા કહ્યું.
"હા.. એ વાત સાચી કે તમને શિમલા લાવવામાં આવ્યા છે, તમે આવ્યા નથી. પણ એ હું નહી. યાકુબ હતો. તમે બધા એની જાળમાં ફસાય ગયા હતા. એને તમારા ઓપરેશન 'D' ની ખબર હતી. એ તમને શિમલામાં ઘુમાવેત અને ત્યાં મેન વિલન મિટીંગ કરીને નીકળી જાત."
 મહેકની આ વાત સાંભળી બધા આશ્ચર્યથી મહેક તરફ જોતા રહ્યા...!!

ક્રમશઃ