Dardbharyo Prem - Satyaghatna par aadharit bhag - 3 in Gujarati Love Stories by Nitin Patel books and stories PDF | દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 3

Featured Books
Categories
Share

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 3

    પંકજ આશાને મનાવવા પ્રેમ માં બોલાતા શબ્દો ના બધા પાસા એક પછી એક ફેંકી રહ્યો છે પણ આશા નું સ્ત્રીસહજ હૈયું અંદર થી તૂટી ગયું હોય એમ આશા પર પંકજના કૂણાં તણખલા જેવા પ્રેમરસ થી ભરેલા શબ્દો ધારદાર તલવાર ની જેમ આશાને જખ્મી કરી રહ્યા હોય છે, આશા નું હૃદય પંકજ ના શબ્દો થી ચીરાઇ રહ્યું હોય છે. આશા પંકજને કહે છે કે મારે અત્યારે જ ઘરે જવું છે તો પંકજ કહે છે કે આપણે પહેલા ફરી લઈએ પછી તને ઘરે મૂકી જઈશ. ના..મેં કહ્યું ને કે મારે અત્યારે જ ઘરે જવું છે તો જવું છે, પંકજ ના પ્રત્યુત્તર માં વેધક શબ્દોમાં આશા કહે છે.

     પંકજ વધારે વાત કર્યા કરતાં જે પરિસ્થિતિ ઉભી થઈ હતી એને ધ્યાન માં લઈને આશાને કહે છે કે Ok.. As u wish.. એમ કહીને પંકજ બાઈક સ્ટાર્ટ કરે છે અને બંને ઘર તરફ રવાના થાય છે. લોન્ગ ડ્રાઇવ નો લુપ્ત ઉઠાવા અને પ્રેમમયી બનાવતી હરકતો કરવા નીકળેલ આ લવબર્ડ હવે અડધા રસ્તેથી જ પાછા વળી જાય છે. શાયદ આ બંને જણા આ લોન્ગ ડ્રાઇવ ની પળો ને પોતાની જીંદગી ની ખાસ યાદો માં વણી લેવાના હેતુ થી નીકળ્યા હશે પણ કોઈ ગુનેગાર ગુનો કરી ને પકડાઈ જાય અને એના મોં પર જે વિકાર આવી જાય એમ પંકજ અને આશા ના ઉતરી ગયેલા મોં પર થી લાગતું હતું.

   બાઈક પર કોઈપણ જાતની વાત કર્યા વગર બંને સૂનમૂન બેસી ને પોતપોતાના મનમાં ત્રાસદાયક વિચારો નું વાવાઝોડું ફરવા લાગ્યું હોય એમ અલગ અલગ વિચારો માં ખોવાયેલા હોય છે. પંકજ નાછૂટકે કોઈ એ હુકમ કર્યો હોય અને કામ કરવું પડતું હોય એમ મહાપરાણે બાઈક ચલાવી રહ્યો હતો.

     પંકજ મનોમન આવી વાતનો પ્રસ્તાવ આશા ની સામે મૂક્યો એ માટે ખુદને દોષી માની રહ્યો છે, પોતાને લજ્જીત સમજી પોતાની જાતને ધિક્કારી રહ્યો હોય છે અને આ તરફ આશા પણ પાણી માં પથ્થર નાખો અને જે વમળો થાય એમ કોઈ ગહેરા તણાવ માં પોતાનો ચહેરો નીચો કરીને બેસી હોય છે અને આમનેઆમ બંને ચિંતિત મુખે આ રસ્તો પૂરો થાય એની રાહ જોઈ રહ્યા છે, આમે પણ આપડે જે સમય જલ્દી પસાર થઇ જાય એમ વિચારતા હોય ત્યારે એ સમય પસાર થવાનું નામ જ ના લે.

    ત્રણ કલાક જેટલું બાઈક પર સફર કર્યા પછી આશાનું ગામ આવે છે, આશા કઈ પણ બોલ્યા વગર બાઈક પરથી ઉતરીને પોતાના ઘર ભણી હાલી નીકળે છે, પંકજ પણ અત્યારે કોઈ વાત નહી કરવી એવું વિચારી બાઈક ને એક્સિલિટર આપી એના ગામ તરફ હંકારી મૂકે છે.

   પંકજ ગામના પાદર થી થોડુંક દૂર આવેલું તળાવ ની પાર ઉપર એક ઝાડ ની નીચે જઈને બાઈક ઉભું રાખે છે, અને એના જીન્સ ના પેન્ટ માંથી એક સિગરેટ નું પેકેટ કાઢીને એક સિગરેટ સળગાવે છે ને કસ પર કસ મારવા લાગે છે. તળાવ માંથી આવતા શીતળ પવનની લહેર પણ પંકજ ના મનમાં ઉઠી રહેલા ઉદ્વેગો ને શાંત કરવા અસમર્થ હતી. ત્યાં ઉભા રહીને પંકજ લગાતાર ત્રણ સિગરેટ ફૂંકી નાખે છે. કદાચ પંકજ ને એવું હશે કે સિગરેટ પીવાથી ટેન્શન ઓછું થઇ જાય, પણ એ વાત થી અજાણ હશે કે પ્રેમના દર્દ નો કોઈ ઈલાજ નથી. પ્રેમ ગુલાબ જેટલો કોમળ છે તો એના કાંટા જેટલો કઠોર પણ છે.

   પંકજ ગહન વિચારોમાંથી નીકળીને બનેલી ઘટના થી જે Problem Create થયો હતો એને Normal કરવા માટે ત્યાં જ ઉભા ઉભા મોબાઇલ માંથી આશાને Message કરે છે, Message માં i am sorry, i am very sorry I talked to you about this, Sorry માટે Use થતા Emoji અને i love u, i miss u અને હાલમાં વપરાતા Romantic Word ( સોનું, દીકુ, જાનુ ) જેવા  શબ્દો Type કરીને Send કરી રહ્યો છે, પણ Reply માં કંઈજ પ્રત્યુત્તર આવતો નથી.

    લગાતાર સાત દિવસ પંકજ આશાને Call અને Msg કરતો રહે છે પણ બધું જ વ્યર્થ જ જાય છે, આશા પણ એટલા દિવસ કોલેજ જતી નથી એટલે બંને નું રૂબરૂ મળવાનું પણ થતું નથી, પંકજ આ સાત દીવસ એના માટે સાત વર્ષ બની ગયા હોય એમ પસાર કરે છે. પણ કહેવાય છે ને કે કોઈને સાચો પ્રેમ કરીએ તો એ એક દિવસ આપણી જોડે આવીને જ રહે, આશા પણ મન-તન અને દિલોજાન થી પંકજને ચાહતી હોય છે એમ આઠમા દિવસે પંકજના આટલા Call અને Msg જોઈને આશા પણ પંકજને Reply કરે છે.
                      
                                  ***
   
   આશા એ પંકજ ને મેસેજ માં શું કહ્યું હશે? શું હવે બંને ફરીથી મળશે? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે

  તમે મારી અન્ય પ્રેમ કહાની પણ વાંચી શકો છો.
  જમીનદાર : પ્રેમ અને દુશ્મની
  બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો..
   તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ
8849633855