White dav antim bhag in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | વ્હાઇટ ડવ, અંતિમ ભાગ

Featured Books
Categories
Share

વ્હાઇટ ડવ, અંતિમ ભાગ

કાપાલી હજી જીવે છે. એ એક બુરી આત્મા છે પાછી શક્તિશાળી, આસાનીથી હાર નહિ જ માને. એણે વિચાર કર્યો છે ફરીથી જનમ લેવાનો અને એક નવા રૂપે પૃથ્વી પર ફરીથી અવતરવાનો...!

માણસની કેટલીક મર્યાદા હોય છે! દેવો કે દાનવો જેટલા આપણે શક્તિશાળી નથી. એમના જેવું જાદુ કે સિધ્ધિ આપણી પાસે નથી. પણ એ મેળવવા માટે કેટલાક માણસો મંત્ર તંત્રનો આશરો લે છે અને ઘણી હદે સફળ પણ થાય છે! એ શક્તિઓ જો સારા કામ માટે વપરાય તો એ લાંબો સમય ટકી રહે છે અને જો ખરાબ કામમાં વપરાવા લાગે તો એનો અંત એક દિવસ નિશ્ચિત જ છે! કાપાલી એણે મેળવેલી શક્તિઓને વધારવા માંગે છે, એક જનમમાં ખૂબ. ખરાબ રીતે પછડાટ ખાધાં પછી પણ તે હાર માનવા તૈયાર નથી. પોતાનું શરીર પાછું મેળવવા એ નવા રૂપે અવતરવાનો છે, માણસ અને પિશાચ બંનેનું લોહી એક થાય ત્યારે જે શરીર ઘડાશે એમાં હશે કાપાલીનો આત્મા! આ બધું પાર પાડવા કાપાલીને જોઈએ છે બે યુવાન શરીર! એક યુવકનું અને એક યુવતીનું. બંને ખૂબ સારા અને એકબીજાને ભરપૂર પ્રેમ કરતાં હોય તો એમનું બાળક વધારે મજબૂત, મક્કમ ઈરાદાઓ વાળું આવે.

કાપાલીએ પોતાનો શિકાર શોધી લીધો છે અને એની મદદગાર પિશાચી આત્માઓએ પોતાની જાળ બિછાવી દીધી છે! આ વખતે એનો શિકાર બનશે મન અને મોહના નામના બે ભોળા પારેવડાં!

મન પહેલી નજરે જ મોહના ઉપર મોહી પડેલો, સ્કૂલના સમયથી એ મોહનાને ચાહતો હતો પણ કહેવાની હિંમત ન હતી. એ વખતે મોહનાને બીજા એક યુવક સાથે મનમેળ રાખતી જોઈ મન ઉદાસ થઈ જાય છે અને બધું ભૂલીને પોતાના ભણતર તરફ ધ્યાન આપે છે. એન્જિનિયર થઈ ગયા બાદ એ અમેરિકામાં સેટલ થઈ જાય છે. મોહના હજી એના દિલમાં રહેતી હોય છે! કોઈ દોસ્ત વિનાનો, એકલો, પોતાના કામમાં જ મગ્ન એવા મનને અનિવાર્ય સંજોગો વસાત ભારત પાછા ફરવાની નોબત આવે છે અને અહીંથી જ ચાલું થાય છે એની પ્રેમકહાનીનો બીજો અધ્યાય!

મોહના ઉપર મુસીબતોનો પહાડ ખડકાયેલો છે. મનના દોસ્ત ભરત ઠાકોર અને નિમિશ એને રોકવાનો અને બચાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે...એ બધી જ મુસીબતો વચ્ચે મનનો પ્રેમ વધારે ને વધારે નીખરતો જાય છે! મોહના ઉપર લાગેલા બધા આળ સાથે પણ મન એને અપનાવવા રાજી હોય છે, એની જાનના જોખમે પણ એ મોહના ને મળતો રહે છે....

આગળ કેવી કેવી મુસીબત આવી અને એમાંથી મન કેવી રીતે બહાર આવ્યો એ જાણવા તમારે “મન મોહના" નામની મારી બીજી નવલકથા, કાપાલી કથાની બીજી નવલકથા વાંચવી પડશે...

એક સામાન્ય માણસ ઈચ્છે તો પોતાના પ્રેમ ખાતર ગમે તેવી મોટી, ખોફનાક તાકાત સામે પણ બાથ ભીડી શકે છે... અહીં મન પણ એવી જ વ્યકિત છે, જે પોતાની પ્રેમીકાને હરહાલમાં બચાવવા માંગે છે અને સફળ થાય છે!

અહીં મનની સફળતા એકલા મનની સફળતા નથી...! એની પાછળ કાપાલિની ઇચ્છાશક્તિ પણ જોર કરી રહી છે. મતલબી, સ્વાર્થી અને પોતાના ફાયદામાં જ વિશ્વાસ રાખતો કાપાલી જાણે અજાણે પણ મનના જીવનની ખુશીઓનું કારણ બને છે! એણે જે માતાપિતા પસંદ કર્યા છે પોતાના બીજા જનમ માટે એ મન અને મોહના જ છે, એટલે એમને એક કરવા કાપાલી પોતાની સમસ્ત શક્તિઓ સાથે પ્રયત્ન કરવાનો જ હતો!

પ્રોફેસર નાગ બધું જાણે છે, એમની પાસે રહેલી ડાયરીમાં કેદ કપાલી એની મદદકર્તા આત્માઓ સાથે મળીને કંઇક ખેલ ખેલી રહ્યો છે એ એમની જાણમાં આવી ગયું છે પણ એ શું હોઈ શકે એ હજી ખબર નથી પડી...

“વ્હાઇટ ડવ” વાંચવાની મજા આવી હોય તો એના જ ભાગ સમી આ નવી કથા, “મન મોહના" વાંચવાની ઔર મજા આવશે... કેમ કે એમાં હોરર ની સાથે સાથે એક બીજું તત્વ પણ ઉમેરાયું છે, “પ્રેમ", “લવ", “ઇશ્ક" કે “મુહોબ્બત"! જેના વગર બધી વાર્તા અધૂરી છે...આગળની વાતો કૉમેન્ટમાં કરીશું...??