પ્રકરણ 5
"શ્વેતલ, આમ તો તને કહેવાની જરૂર નથી પણ ધ્યાન રાખજે આ બધી વાતો તને એકને જ કહું છું હા પેલો નાલાયક અમીન કેટલું જાણતો હશે એ ખબર નથી પણ તારાં કાન માંથી આ વાત તારી ભીતર જ ધરબી દેજે."
શ્વેતલે મૌન હોંકારો ભણ્યો,
"તને તો ખબર છે કે છસો જેટલાં રજવાડા વિલીન થયા એમાંથી 223 જેટલાં તો સૌરાષ્ટ્ર ના હતાં એમાંનાં 23 રજવાડા અને સત્તર બીજા ગરાસદારો કે રજવાડા એમની જંગમ સંપત્તિ સરકાર હસ્તક ન જાય એટલે એક એસોસીએશન બનાવી એને નવલખી બંદરે થી કોઇક જગ્યાએ લઈ જવાનો આખ્ખો એક ખાનથી રાહે પ્લાન કર્યો હતો. આ માટે એક પેઢી બનાવાઈ હતી જેના વાણોતર કહો કે મુનીમ કહો કે વહીવંચા ગણો એ હતાં દામજી માણેક....હા મારાં જ બાપું એ માટે એમને એક ઓફિસ કહો કે ઘર કહો એક કોઠી લઇ આપી હતી હા કોઠી એટલા માટે કે જે જંગમ મિલકત હતી એની કિંમત એ વખતે કરોડમાં અંકાતી હતી , અને બાપું કાંઈ એ વખતે મોટું માથું ન ગણાય પણ હા.. !હિરા ઝવેરાત ની પરખ માટે એ વખણાયેલા અને એટલે જ એમને એ વહિવટ સોંપાયો હતો... "
SD ઘડીક વિરમ્યા..... શ્વેતલ તો સાંભળી જ રહ્યો SD સાથે આવી કોઈ ઘટના હશે એનો કોઈ અંદાજ જ નહોતો ...એને તો સાંભળવું જ રહ્યું શબ્દશઃ...
SD એ ફરી વાત નો દોર જોડ્યો,
"એ ગોજારી રાતે 23 ગરમ ક્ષત્રિય લોહી કરોડોની સંપત્તિ અને કદાચ નશો પણ જહાજમાં માલ તો લંગરાઈ ગયો બધો હિસાબ પણ થઈ ગયો જાંજીબાર જહાજ સાથે સાત કાઠી ભાયાત જશે અહીં નો બધો હિસાબ કિતાબ ગોંડલ પરેશાન ભાયાત ગણાતાં જયદેવ સિંહ જોવા ના હતાં પણ ત્યાં જે સાત જવાના હતાં , એમાં એક હતાં બલવંતસિંહજી અને મૂળુભા વચ્ચેની સંતલસ સાંભળી કઈંક વિવાદ થયો અને પછી તો જહાજમાં જ બખેડો ઉભો થઈ ગયો પછી તો એ કોઠી પરથી પણ બાકીના સોળ સહિત હું અને બાપુ પણ પહોંચી ગયા જહાજ પર પણ પછી તો વાત મારા કાપી સુધી વાત પહોંચી .....કુલ્લે 23 5અઠ્ઠાવીસ લાશો પડી ગઈ ..બાપુ જો કે પરિસ્થિતિ ભાંપી ગયાં હતાં મને કોઠામાં મૂકી આવવાનાં બહાને પહેલા જ નીકળી ગયાં હતાં ,ખાલી કેટલાંક નાવીકો જ બચ્યા હતાં જહાજમાં જે ભંડકીયામાં હતા બે ખલાસી હતા ને એક કેપ્ટન... બાપુએ તાત્કાલિક નિર્ણય લીધો , કેપ્ટન ને બોલાવી કહ્યું, "ફરી આવો મોકો નહીં મલે કપ્તાન..."
કપ્તાન પ્રશ્નસૂચક નજરે જોતાં કહ્યું," શું કહો છો દામા શેઠ!"
બાપુ કપ્તાનને એ રૂમમાં લઈ ગયાં જ્યાં અઠ્ઠાવીશ લાશ પડી હતી એને અગણિત જર ઝવેરાત...
કપ્તાન ને કહ્યું," પાંચ લાખ અને જહાજ ની કિમંત અલગ તમારા બધાની દશેક લાખ આમના વારસો ને આપવા પડશે અને બીજા દસ લાખ કદાચ મને મળશે અને અમુક બીજો ખર્ચ......... ગણી ને પાંત્રીસ લાખ નો હિસાબ બતાવી દીધો ..1965ની સાલ ને પાંચ લાખ ... કપ્તાન પીગળી ગયો વળી એ લાશ જોઈ હતપ્રભ થયો હતો....
બાપુએ બધો વહિવટ કાબેલિયત થી સંભાળી લીધો , જહાજ ડુબાડવાનો નિર્ણય લીધો એમણે તાત્કાલિક .....સામાન તાત્કાલિક બીજા જહાજમાં લંગરાઈ દીધો પોરબંદર રવાના કરી દીધો અને પછી તો..જહાજમાં જ આગ લાગી અને અને જહાજ દરિયામાં સ્વાહા થઈ ગયુ......
બસ આ કોઠી એ જ પછી માણેકભુવન થયું અને દામજી માણેક નો સુર્યોદય થયો એક સુવર્ણ ગૌરવવંત ઈતિહાસ નો સુર્યોદય.... "
SD એ વાત આટોપી, શ્વેતલ ને તો SD કહે એ જ માનવાનું હતું છેલ્લે કેટલીક કડીઓ ખુટતી હતી... પણ એનો કોઈ અર્થ ન હતો,અત્યારે તો અગત્ય છે તો અમીન નું.....
SDએ શ્વેતલ ને કહ્યું, " હવે સમજ્યો ને પાર્સલ ની કિંમત.... આપણે પુરી રીતે જાણી ન લઇએ ત્યાં સુધી એ જે કહે તે ચૂકવવું જ પડશે... અત્યારે મારે ઘરે પહોંચી જવું પડશે ગૌરી ની બર્થડે પાર્ટી છે તો, તું ખાલી તેજસ વર્મા ના નંબર ટ્રેસ કરાવ... "
શ્વેતલ :એ મેં કહી દીધું છે પણ એનો અર્થ નહીં સરે આપણને જે કોલ આવ્યો એ નંબર અત્યારે અસ્તિત્વ માં નથી એવું કહે છે....
SD મુઠ્ઠી ભિંસી નીકળી ગયો...
************** ****************
આકાશના મોબાઈલ માંSD ની ઓફિસમાંથી એક કોલ આવ્યો ... નંબર જોઇ એક ધબકારો ચુકી ગયો આકાશ...પણ એ ગૌરીના બર્થ ડે પાર્ટીમાં આમંત્રણા માટે નો કોલ હતો એ જાણી થોડી ધરપત થઇ ..અને ગૌરી નો ગૌર ચહેરો નજર સામે આવી ગયો... ચહેરો એકદમ રાજસી લાગે જાણે રાજકુમારી જ.. સહેજ લંબગોળ મુખાકૃતી તીખું નાક અણીયાણી આંખો ગોરા સ્નિગ્ઘ ગાલ સહેજ પણ ચરબી વગરનાં ને લીસ્સા ઉપરથી બહુજ ધ્યાન ખેંચતા ખંડન... અવાજ સત્તાવાહી પણ છતાં બાસ... અધિક નહીં .....કેમ નહી આખરે રાજકોટ નાં ગ્રેટ SD ની પુત્રી હતી ...એને પણ એક વાત કટકી જે યાદ આવી ગઈ એ જ્યારે મળી હતી ત્યારે કહ્યું હતું કે એ બે ભાઇ બહેન છે જ્યારે એની જાણ પ્રમાણે એને એક બહેન જ હતી..... સંધ્યા .....
"એ ખોટું બોલી હશે...? "
"ખેર છોડ મારે ક્યાં એની સાથે....? "
આકાશ આગળ નો વિચાર ગળી ગયો અને રોહિત ભાઇને ફોન લગાવ્યો
"બોલ આકાશ! "
"એક જ દિવસમાં SD ના ઘરેથી પાર્ટી નું આમંત્રણ મલશે એ નહોતું વિચાર્યું મામા.... "આકાશશે બધી વાતો માંડીને કરી રોહિત ભાઇએ કહ્યું તું અજાણ્યો જ રહેજે ત્યાં જે વાત થાય તે નોંધતો રહેજે બસ...... આખેટે ચડ્યા છીએ એ વાત ભુલતો નહીં સમજ્યો??? "
એણે હોંકારો દઇ ફોન મુકી દીધો....
"આખેટ.... "એને અશ્વિની ભટ્ટ ની નવલકથા યાદ આવી ગઇ
"ઓહ માય ગોડ.... સાલું હું કોઈ નવલકથા જીવી રહ્યો છું કે શું?? "
આકાશ ની નજર સામે બધા દ્રશ્યો ફરી રહ્યા....
***************** ***************
આકાશ ભલે એમ ધારતો હોય કે એનું જીવન કોઇ નવલકથા ના પ્લોટ સમું જઈ રહ્યુ હોય પણ નિયતિ તો અલગ જ આંચકો આપવા જઈ રહી હતી..... એનાથી અજાણ એવો એ પાર્ટી માં જવાં તૈયાર થઇ રહ્યો... બે દિવસ જુની વધેલી દાઢી ની કરચો પર હાથ ફેરવતો અરીસા સામે જોઈ રહ્યો રેપર ને શેવિંગ ક્રીમ ઉઠાવવું પણ પાછું મુકી દીધું ને બાથરૂમ માં જઇ શાવર નીચે ભીંજાવા લાગ્યો.
નાહી ને રેડ બ્લૂ ચોકકસ શર્ટ ને જેટબ્લેક ટ્રાઉઝર ચડાવી પાર્ટી માં જવા નીકળ્યો.....
(ક્રમશ :)