Sahitya ne sathware preet ni sharuaat - 6 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૬

            યુવિકાની સ્પોન્સર્સ સાથેની મુલાકાત એક પછી એક સફળ થઇ રહી હતી. દુબઇમાં ઇવેન્ટ કરવાનું સ્વપ્ન હવે પૂરું થવાની કગાર પર હતું. પૂરતા ફંડની વ્યવસ્થા થતાની સાથે જ યુવિકાએ કરિશ્મા અને પોતાની ટિમના બીજા બે મેમ્બરને દુબઇ જવાના પ્લાન વિષે જણાવ્યું. ત્રણ દિવસ પછી યુવિકા અને કરિશ્મા દુબઇમાં લોકેશન ફિક્સ કરવા અને લીગલ પરમિશન પ્રોસેસ માટે રવાના થવાના હતા. કરિશ્મા પણ હવે ઇવેન્ટના કામમાં લાગી ગઈ હતી. પોતાની ઉદાસીને દૂર કરી એ પણ જોરશોરથી તૈયારીઓમાં લાગી હતી.

            યુવિકા અને કરિશ્મા યુવિકાના ઘરે ગાર્ડનમાં હિંચકે બેસીને કોફી પી રહ્યા હતા. સાંજનું વાતાવરણ ગાર્ડનની હરિયાળી અને પક્ષીઓનો ઝીણો કલરવ વાતાવરણને મોહક બનાવી રહ્યું હતું.

"કરિશ્મા એક સવાલ છે મારા મનમાં હું પૂછું?" યુવિકાએ કોફીની ચૂસકી લેતા કહ્યું.

"હા પૂછ. પણ એ સહલ રિલેટેડ હોય તો પ્લીઝ નહીં. માંડ મારો મૂડ સારો થયો છે. હું એ વિષે કોઈ વાત કરવા નથી માંગતી"

"જરૂર એ વિષે હું નહીં કહું. તું તારી રીતે જ એ વાત પતાવી લેજે. મારી મદદની જરૂર હશે તો કરીશ. પણ મારો સવાલ આજે બીજી વાતને લઈને છે."

"હા તો તું બિન્દાસ પૂછી શકે.."

"કરિશ્મા તારા પેરેન્ટ્સ નથી. મામાને ત્યાં થોડું ઓસીયાળું લાગે એ સમજી શકું પણ તું તારા નિર્ણયો જાતે લઈ શકીશ?"

"જો યુવિકા મારા મામી અને મામા મને સગી દીકરીની જેમ જ રાખે છે. હા મમ્મી-પાપાની જગ્યા કોઈ લઇ ન શકે પણ એ બને એટલા પ્રયત્નો કરે છે. મમ્મી-પપ્પાની યાદ આવે તો હું ક્યારેક રડી લઉં પણ હવે ઓસીયાળું નથી અનુભવાતું. પણ તું કેવા નિર્ણયોની વાત કરે છે એ કહી શકે?"

"હા, ફોર એક્ઝામ્પલ તારે તારી ચોઇસના છોકરા સાથે લગ્ન કરવા હોય. પોતાનું ભવિષ્ય ઇન્ડિયાની બહાર વિતાવવું હોય વગેરે-વગેરે."

"સાચું કહું યુવિકા તો એ વિષે ક્યારેય મામા મામી સાથે વાત નથી થઇ અને હજી સુધી મારા લગ્ન વિષે વાત પણ ઘરમાં નથી થતી. વાત રહી અબ્રોડ જવાની તો એ બધું હું લગ્ન પછી જ વિચારીશ. જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી તો અહીં જ છું. તારી સાથે.." કહીને કરિશ્મા હસી પડી. યુવિકા પણ કરિશ્માની વાત સાંભળીને હળવું સ્મિત કરવા લાગી.

"પણ યુવિકા મને એ ના સમજાણુ કે તે આવા સવાલો કેમ કર્યા?"

"કરિશ્મા તને યાદ છે આપણે વોટરસાઇડ રેસ્ટોરેન્ટ જવાના હતા ત્યારે મેં તને કહેલું કે તારા માટે એક સરપ્રાઈઝ છે અને એક બીજીવાત મારે કહેવાની છે? પણ એ સમય એવો હતો કે તને એ બીજીવાત ન કહી શકી. એ સહલ વિષે નથી એટલે આજે તને કહીશ પણ એક પ્રોમિસ કરવું પડશે."

"હા બોલ શું પ્રોમિસ કરવાનું છે?"

"પ્રોમિસ એ કરવાનું છે કે તું આ વાત કોઈને નહીં કહે."

"હા પ્રોમિસ કોઈને નહીં કહું. બોલ વાત શું છે?"

"વાત એ છે કે તું જાણે છે મારા મોમ અને અર્ઝાનના પિતા સારા ફ્રેન્ડ્સ છે. બંને વચ્ચે મિત્રતા એટલી છે કે કોઈપણ વાત કરતાં પહેલા બહુ વિચારવું પડે છે. મને અર્ઝાન ખુબ જ ગમે છે. હું મનોમન એને ચાહું છું. પણ મારા પરિવારને કે અર્ઝાનને આ વિષે કશું જ ખબર નથી. મને એ પણ ખબર નથી કે અર્ઝાનને આ વિષે કહીશ તો એ કેવું વર્તન કરશે. એટલે આ વાતને મનમાં જ દબાવીને બેઠી છું. વાતો વાતોમાં અર્ઝાનને મેં પૂછી લીધેલું કે એ લંડન જ રહેવાનો છે કે અહીં ઇન્ડિયા સેટલ થશે. એને જણાવેલું કે જો એક્ટિંગમાં અહીં સારો સ્કોપ હશે તો એ અહીં સેટલ થશે. મારા મોમ ડેડ ઇન્ડિયાની બહાર મને ક્યારેય નહીં મોકલે. હા વેકેશન માટે, ફરવા માટે જવા દેશે પબ્લિશ પરણાવશે તો ક્યારેય નહીં. એટલે બસ હવે હું એ જ વાતની રાહ જોઉં કે અર્ઝાનનું એક્ટિંગમાં અહીં ડેબ્યુ થાય. એ પછી જ મારા મનની વાત રજૂ કરવાની કોશિસ કરીશ."

            કરિશ્મા યુવિકાની વાત ખુબ જ ધ્યાનથી સાંભળી રહી હતી. અર્ઝાન પ્રત્યેનો એનો પ્રેમ જોઈ એ થોડી ચિંતિત બની. કરિશ્મા પણ અર્ઝાનને મનોમન ચાહવા લાગી હતી. કરિશ્માને એ ખબર હતી કે અર્ઝાન અને યુવિકા ફેમેલી ફ્રેન્ડ્સ છે પણ એ વાતનો ખ્યાલ નહોતો કે યુવિકા પણ એને મનોમન ચાહે છે. યુવિકાને એ પોતાના મનની વાત જણાવવા નહોતી માંગતી એટલે કરિશ્માએ યુવિકાને જવાબ આપતા કહ્યું

"તું ટેન્શનના લે. તારા નસીબમાં જો એ હશે તો એ ક્યાંય જવાનો નથી. અને ફેમિલી રિલેશન છે એટલે તારા પેરેન્ટ્સ પણ ના નહિ જ પાડે."

"હા, બસ હવે તો એ જ પ્રાર્થના કરું છું કે એ મારા નસીબમાં હોય અને મારી આ તમન્ના પણ પુરી થાય."

            યુવિકાના ઘરેથી થોડી ગપસપ બાદ કરિશ્મા પોતાના ઘરે રવાના થઇ. યુવિકા અને કરિશ્મા આવતી કાલે રાતની ફ્લાઇટમાં દુબઇ જવાના હતા. બંનેની બેગ પેક થઇ ગઈ હતી. યુવિકાના ઘરેથી પાછા ફરતી વખતે કરિશ્માના મગજમાં એક સાથે ઘણા સવાલો ટૂટી પડ્યા હતા. એક ટેન્શન તો પૂરું થયું ન હતું કે આ સહલ વાળા ચેપ્ટરનું શું કરવું ત્યાં યુવિકા પણ અર્ઝાનને જ પસંદ કરે છે એ વિઘ્ન એની સામે આવી ગયું હતું. હવે પોતાના મનની વાત તો એ કોઈને કહી શકે એ હાલતમાં જ નહોતી. યુવિકા સાથે એ પોતાના મનની વાત કરે તો એમની ફ્રેન્ડશીપ પર અસર થાય એમ એને લાગતું હતું. બધા વિચારોને ઉખાડીને ક્યાંક ફેંકી દે અને ઇવેન્ટ વિષે વિચારવામાં મગજને બીઝી કરે એવું એનું મન કહેતું હતું. પરિસ્થિતિથી ભાગવા એનું મન એને કહી રહ્યું હતું.

            સોમવારની રાત્રે ૧૧:૦૦ વાગે યુવિકા અને કરિશ્મા દુબઇ જવા માટે ઘરેથી રવાના થયા. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી બંને એ બોર્ડિંગ પાસ લીધા. ઇમિગ્રેશન બાદ પોતાના ફ્લાઇટની વેઇટ કરી રહ્યા હતા. બંને થોડા ચિંતિત હતા. ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું બંને ઉભા થયા અને ફ્લાઇટ તરફ જવા રવાના થયા. બંને થોડા સનુંમુન હતા. યુવિકા એમીરાટ્સ ફ્લાઇટની વિન્ડો સીટ પાસે ગોઠવાઈ અને કરિશ્મા એની બાજુની સીટ પર. ફ્લાઇટે અમદાવાદથી ટેક ઓફ કર્યું. યુવિકા અને કરિશ્મા પોતાની સામેની સીટ પર લાગેલી સ્ક્રીનમાં મૂવીઝ જોઈ રહ્યા હતા. ફ્લાઇટમાં એનાઉન્સમેન્ટ થઇ દુબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થવાની તૈયારીમાં હતી. બંને થોડા સ્વસ્થ થયા અને ફ્લાઇટ લેન્ડ થઇ. દુબઇના એરપોર્ટ પર પહોંચીને બંનેએ પોતાનો સમાન કલેક્ટ કર્યો અને એરપોર્ટથી બહાર આવ્યા. ટેક્સીમાં બેસી પોતે બુક કરેલી હોટલ હયાત રેસિજન્સી પર પહોંચ્યા. બંનેએ મુસાફરીનો થાક ઓગળવા અને રાત હતી એટલે થોડો આરામ કર્યો.

            વહેલી સવારે બંને તૈયાર થઈને ઇવેન્ટ પ્લેસ બુક કરવાની પ્રક્રિયા માટે ગયા. શેખ રાસીદ ઓડિટોરિયમ બુક કર્યો અને લીગલ પ્રોસિજર પણ કરી. યુવીકા અને કરિશ્મા એક અઠવાડિયા સુધી આ પ્રક્રિયામાં વ્યસ્ત રહ્યા. પક્રિયા બાદ એમની સાથે આવેલા બે વ્યક્તિઓને ઇન્ડિયા રવાના કર્યા. યુવિકા અને કરિશ્માની ફ્લાઇટ બે દિવસ પછીની હતી. આ બે દિવસો એમને મીની વેકેશનની જેમ માનવાનું નક્કી કર્યું. બુર્જ ખલિફા, ડિસ્કવરી ગાર્ડન, ડેઝર્ટ સફારી, સ્કાય ડ્રાઇવ , એડવેન્ચર ગેમ્સ વગેરે જગ્યાઓની મુલાકાત લીધી અને બંનેએ ખુબ જ એન્જોય કર્યું. હવે એમના ચહેરા પર જે ચિંતા હતી એ દૂર થઇ ગઈ હતી. ઇવેન્ટની ડેટ બુક થઇ ચુકી હતી. જેમ વિચાર્યું હતું એ ક રીતે ૧૪ ફેબ્રુઆરીએ પ્રેમનું પર્વ ટાઇટલથી ઇવેન્ટ કરવાનું કામ ઓલમોસ્ટ પતી ગયું હતું. બન્નેએ મિનિવેકેશન માણીને પોતાનું માઈન્ડ ફ્રેશ કરી લીધું હતું.

            બે દિવસ વેકેશન ગાળ્યા પછી યુવિકા અને કરિશ્મા ઇન્ડિયા પરત ફરવા રવાના થયા. બંને ખુશ દેખાતા હતા અને સુંદર મેમોરીઝ એકઠી કરીને ખુશહાલ ચહેરાઓ સાથે પરત ફરી રહ્યા હતા.

"કરિશ્મા આ પ્રવાસ જીવનમાં હમેશાં યાદગાર રહેશે કેમ?"

"હા યુવિકા સાચે. ખુબ જ મજા આવી. મેં વિચાર્યું નહોતું કે કામમાં આપણને આટલું એન્જોય કરવા મળશે. પણ બે દિવસ મળ્યા એમાં આપણે એનો ભરપૂર લાહવો ઉઠાવ્યો. અહીં ડિસિપ્લીન છે,સ્વચ્છતા છે, સારી ફેસેલિટીઝ છે. મને તો એમ થાય કે આપણે કાયમ માટે અહીં જ રહેવા આવી જવું જોઈએ. આપણાં દેશમાં તો રાજનેતાઓને લીલાલેર ને બિચારી પ્રજાની હળદોગળદી છે."

"હા, એ વાત છે. પણ આપણું ભારત પણ અતુલ્ય છે. અમુક ગણાગાંઠ્યા લોકોને કારણે જ બધું ખરાબ ચાલી રહ્યું છે. જયારે ભ્રષ્ટચાર જશે અને લોકો જાગૃત થશે તો જ સાચો વિકાસ થશે."

"હા, એ બધું છોડ આપણે રાજનીતિ નથી કરવી. હવે આગળનો પ્લાન શું છે?"

"બસ જો હવે ઇન્ડિયા જઈશું અને પછી ઇવેન્ટની જાહેરાત માટે મીટીંગ કરવાની છે અને ઇવેન્ટના એન્ટ્રી પાસ માટે પણ થોડું કામ બાકી છે"

"હમ્મ ઓકે ઓકે ચાલ આપણી ફ્લાઇટ આવી ગઈ. "

            બંને દુબઇ એરપોર્ટથી રવાના અમદાવાદ પાછા ફર્યા. ત્રણ કલાકની મુસાફરી બાદ બને અમદાવાદ આવ્યા અને ત્યાંથી ટેક્સીમાં બંને ઘરે રવાના થયા. યુવિકા ઘરે પહોંચી ત્યારે  સવારના ૭:૦૦ વાગી રહ્યા હતા. પારસ યુવિકાના પિતા કામથી ન્યુઝીલેન્ડ ગયા હતા. પૂજા યુવિકાના મમ્મી ચા પી રહ્યા હતા.

"આવી ગઈ બેટા યુવી.."

"હા મોમ. બહુ થાકી ગઈ છું. પણ મજ્જા આવી"

"ગુડ, કોઈ તકલીફ તો નહોતી પડીને?"

"ના મોમ જરાય તકલીફ ના પડી. ત્યાં કામ બધું ઝડપથી થયું આપણે અહીં જેમ ધક્કા ખાવા પડે એ ત્યાં નહોતા ખાવા પડતા. સિસ્ટમેટિક કામ હતું. અમને તો બે દિવસ ફરવા પણ મળ્યું બહુ એન્જોય કર્યું. થોડો આરામ કરી લઉં પછી તને ફોટોઝ બતાવું."

"હા બેટા , સુઈ જા તને જમવા સમયે ઉઠાળીસ."

"હા મોમ બસ શાવર લઈને પછી સુઈ જ જઈશ" કહીને યુવિકા પોતાના રૂમમાં બેગ લઈને પહોંચી અને શાવર લઇને સુઈ ગઈ.