સ્નેહાની વાત સાંભળી મારા હૈયામાં વેદનાના શૂળ ભોંકાયા .
' તમે મારા પતિને હોટલમાં લઈ જઇ મોંઘેરા ખાણા ખવડાવી ભડકાવો છો ! તમારે કારણે અમારી વચ્ચે ટેન્શન ઊભું થાય છે ! '
સ્નેહાએ તો હદ જ કરી દીધી હતી ! અાટઅાટલું થવા છતાં પણ સત્યમ તેને છોડી શકતો નહોતો .
તે કેમ અાવું કરતી હતી ? સત્યમ અા વાત જાણતો હતો . સ્નેહા દુનિયાદારીથી અજાણ હતી . લોકોની વાતોમાં અાવી જતી હતી . હર કોઈ પર અાંધળો વિશ્ર્વાસ મૂકી પોતાના જ પગ પર કુહાડી મારતી હતી . સત્યમ સદૈવ પ્રેમ માટે તલસ્યો હતો . તેની જિંદગીમાં અનેક લોકોની પધરામણી થઇ હતી . પણ તેને કયારેય સાચો પ્રેમ હાંસલ થયો નહોતો !
તેના અંતરપટ પર હંમેશા એક ગીત ગૂંજતું રહેતું હતું :
' સુનો હાલ મેરી જીંદગી કા ,
મુઝે પ્યાર મિલા ન કિસી કા ,
સ્નેહાનો સંગાથ સાંપડતા સત્યમના હૈયામાં અાકૃત સપનાને પીઠ બળ સાંપડયું હતું . તેની વાતો સત્યમના હૈયામાં કોતરાઈ ગઈ હતી . તેના જીવન સંગીતનો સૂર બદલાઈ ગયો હતો !
' હૂં બહુત નાદાન મૈં કરતા હૂં યે નાદાની ,
બેચકર ખુશિયા ખરીદૂં અાંખ કા પાની ,
હાથ ખાલી હૈં મગર વ્યાપાર કરતા હૂં ,
અાદમી હૂં અાદમી સે પ્યાર કરતા હૂં .
પણ સ્નેહા બહું જ જલ્દી દુનિયાની ભીડમાં ખોવાઈ ગઈ . અને સત્યમ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયો હતો ! સ્નેહાની અવગણના તેના કાળજે ભોંકાતી હતી . ભગવાને તેને પ્રેમ અાપવામાં કંજૂસાઈ કરી હતી . અા વાત સતત તેને પીડા અાપતી હતી !
અા ખ્યાલ અાવતાં સત્યમ અતીતની ગર્તામાં ધકેલાઈ ગયો .
ત્રણેક વરસની અત્યંત કુમળી વયે તેની જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! તેને તો બિચારાને માતાના દૂધનો સ્વાદ પણ યાદ નહોતો .
માતાના અવસાન બાદ સત્યમ તેના ભાઈ પંકજ અને નાની બહેન ભાવિકા સાથે તેના વતનમાં નાની મા પાસે રહેતા હતા ! તેઓ પોતાની દીકરીના સંતાનને જાનથી પણ અધિક કાળજી રાખતા હતા . મા અનંત નિદ્રામાં પોઢી ગઈ હતી અને પિતા ઈશ્ર્વર લાલ મુંબઈમાં રહેતા હતા . માતા પિતાની ખોટ તેમને ઘણી જ સાલી રહી હતી . પ્રેમની કમીથી તેઓ ભટકી પડયા હતા . ઈશ્ર્વર લાલ મહિનામાં એક વાર પોતાના સંતાનોને મળવા અાવતા હતા ! ત્રણે ભાઈ બહેનોમાં સત્યમ તેના પિતાનો ખૂબ જ હેવાયો હતો . તેમના વગર રહી શકતો નહોતો .
એક વાર તેના પિતા નિયમ પ્રમાણે પોતાના સંતાનને મળવા હાંસોટ અાવ્યા હતા ! ત્યારે સત્યમે તેમને પાછા જતાં રોકયા હતા , તેમની સાથે જવાની જિદ પકડી ખૂબ રોયો હતો . દીકરાનું કલ્પાંત નિહાળી પિતાજી પીગળી ગયા હતા ! તેમણે મુંબઈ જવાનું માંડી વાળ્યું હતું ! બીજે દિવસે પણ અાવી જ હાલત નિર્માણ થઈ હતી ! ઈશ્ર્વર લાલ ઘરેથી નીકળી પણ ગયા હતા . સત્યમે તેની પૂંઠ પકડી હતી . તે બસ સ્ટોપ સુધી પહોંચી ગયો હતો . ઈશ્ર્વર લાલે બસ પકડી પણ લીધી હતી . સત્યમ રડતો રડતો બસની પાછળ ભાગી રહ્યો હતો . કંડકટરે તેમનું દયાન ખેંચ્યું હતું . અા હાલતમાં તેઓ બસમાંથી ઊતરી ગયા હતા . નાનકડા સત્યમને તેડી લઈ ઘરે અાવ્યા હતા .
ત્રીજે દિવસે સત્યમના ઊઠતાં પહેલાં જ તેઓ જતા રહ્યા હતા . તે દિવસે સત્યમ ખૂબ રોયો હતો . ખેતરના ખોળે ભૂખ્યો તરસ્યો પડયો રહ્યો હતો !
નાનીમાએ બંને ભાઈઓને શાળામાં ભરતી કરાવ્યા હતા . પણ બંનેને ભણવામાં કોઈ દિલચસ્પી નહોતી . ભણવાનું નામ લઈ બંને દફતર લઈ ઘરેથી નીકળી પડતા હતા . શાળાએ ન જતાં બહાર ભટકયા કરતા હતા . અને શાળા છૂટવાને ટાણે ઘરે અાવી જતા હતા . બે ચાર દિવસ પોલ ચાલી પણ પછી ભાંડો ફૂટી ગયો . બંને ભાઈઓ પકડાઈ ગયા ! નાની માએ બંનેને સારો એવો મેથીપાક જમાડયો . તેમણે કાન પકડી નાનીમાની માંફી માંગી અને ફરી એવું ન કરવાની ખાતરી અાપી .
થોડા દિવસ બાદ એક બપોરે ઈશ્ર્વર લાલની ટપાલ મળી .
' મેં ફરીથી લગ્ન કરી લીધા છે ! '
જાણી નાનીમાએ અાઘાતની લાગણી અનુભવી . તેઓ ભાવિકાને છાતીએ વળગાડી રડવા લાગ્યા . તે જોઈ સત્યમે ભોળા ભાવે સવાલ કર્યો .
' તેમાં રડવા જેવું શું છે ? તમારે તો ખુશ થવું જોઈએ . અમને તો મા મળી ગઇ છે ! '
સત્યમની વાત સાંભળી નાનીમાએ ટકોર કીધી :
' સાવકી મા દુખ અાપે છે ! '
નિર્દોષ છોકરાઓને તો સગી મા , સાવકીમા વચ્ચેના ભેદની જાણ નહોતી ! પણ તેમની અવૈચારિક વાતે બાળકોના મનમાં વિષ રેડયું હતું . સત્યમ પર નાનીમાની વાતની વધારે અસર પડી નહોતી પણ ભાવિકા અને મોટાભાઈ પંકજ પર વિપરિત અસર પડી હતી . બંને નવી માના નામથી પણ ફફડાટ અનુભવતા હતા . બંનેના હૈયામાં નવી મા પ્રત્યે નફરતની અાગ ભડકી રહી હતી .
થોડા દિવસ બાદ પંકજે ફરીથી નિશાળમાં ગાપચી મારવાનું શરૂ કરી દીધું . અા વખતે નાનીમાએ તેને અાકરી સજા ફટકારી . ઢોર માર માર્યો . ખાવા પણ ન અાપ્યું અને પડોસીના અવાવરા ઓરડામાં રાત ભર ગોંધી રાખ્યો .
નાની મા ના નિર્દય વ્યવહારની પંકજ પર ભારે અસર થઈ . તે બીમાર પડી ગયો અને એકાએક તેની વાચા હણાઈ ગઈ . અા હાલતમાં નાની મા ગભરાઈ ગયા . તેમણે તરત જ તાર કરીને હાંસોટ લઈ ગયા . ડોકટરે તેને સુરત લઈ જવાની ભલામણ કરી . ત્યાં નવી મા નું ઘર હતું . પંકજ કયારેય નવી માને જોવા મળવા માંગતો નહોતો અને કુદરત તેને તેના જ બારણે ઘસડી ગઈ હતી ! પંકજે ૨૪ કલાકમાં દેહ છોડી દીધો હતો .
અા ઘટનાથી ઈશ્ર્વર લાલ પણ ઘણા જ નાસીપાસ થઈ ગયા હતા , પોતાના સંતાનને પોતાની સાથે જ રાખવા માંગતા હતા . તે બાબત ઈશ્ર્વર લાલે સાસુ સમક્ષ વાત કરી હતી :
' હું મારા સંતાનોને મારી સાથે જ રાખીશ ! '
સાંભળી નાનીમાએ ઊભરો ઠાલવ્યો હતો !
' હું કોના ભરોસે રહીશ ? '
પોતાની સાસુની લાગણીનો ખ્યાલ કરી ભાવિકાને તેમની પાસે રહેવા દઈ સંતાનોના ભાગલા પાડયા હતા !
સત્યમ પિતા તેમ જ નવી મા ગીતા બહેન સાથે મુંબઈ અાવી ગયો હતો . તેમની માં સવિતા પડખે જ રહેતી હતી . તે પોતાની દીકરીના લગ્નથી નારાજ હતા . તેમને દીકરીના ઓરમાયા સંતાનોની એલર્જી હતી . તેઓ કટ્ટર મરજાદી હોવાનો દાવો કરતા હતા ! અા જ કારણે તેઓ દૂર રહેવાનું નાટક કરતા હતા . મા દીકરા વચ્ચે જ ઘણું છેટું હતું . નવી મા હજી તેને પારકી લાગતી હતી .
ગીતા બહેન ખૂબ જ નાજુક તેમ જ સંવેદનશીલ હતા . નાની નાની વાતમાં નારાજ , ગુસ્સે થઈ જતા હતા , રોઈ પડતા હતા .
એક વાર તેઓ સત્યમને ઘરમાં રેઢો મેલી પોતાની બહેન સાથે કોઈ બીમારની ખબર કાઢવા હોસ્પિટલ ગયા હતા . સત્યમે બાળ સહજ જિદ પકડી હતી : ' મને પણ સાથે લઈ જાઓ ! '
ગીતા બહેને મનાઈ કરતાં કહ્યું હતું :
' નાના બાળકથી હોસ્પિટલ ન અવાય ! '
અા વાતમાં દમ હતો , છતાં તેઓ પોતાના દીકરાની લાગણીનો ખ્યાલ કરી હોસ્પિટલ જવાનું માંડી વાળી શકયા હોત !
સત્યમ તે દિવસે ખૂબ જ રોયો હતો , ધમપછાડા કર્યા હતા તે સાંભળી પડોસમાં રહેતી અવનિ તેને વહારે ધાઈ હતી . તેણે ઈશ્ર્વર લાલને ફોન કરી ઘરે બોલાવ્યા હતા ! તેઓ તરત જ સત્યમને તેમની સાળીને ઘરે લઈ ગયા હતા ! પણ તેઓ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા . અને તેઓ કઈ હોસ્પિટલમાં ગયા હતા તેની કોઈને માહિતી નહોતી . અને બાપ દીકરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા હતા !
સત્યમ ખૂબ જ અસ્વસ્થ હતો . અા હાલતમાં તેના પિતા તેને ફિલ્મ જોવા લઈ ગયા હતા . ત્યાર બાદ બીજી બે ચાર ફિલ્મો જોઈ હતી અને તેને ફિલ્મો જોવાનો ચસકો લાગી ગયો હતો . શરૂઅાતમાં ફિલ્મ કોને કહેવાય ? અા વિશે તેને કોઈ જાણકારી નહોતી . તેને બધી જ ફિલ્મો જોવી ખૂબ જ ગમતી હતી . ન જાણે કેમ છૂટા પડેલા સ્વજનોનું પુર્ન મિલન તેની
અાંખોમાં હરખના અાંસુ અાણતું હતું ! ફિલ્મના સુંદર પાત્રો તેમ જ સંવાદો સત્યમના સંવેદનશીલ તેમ જ લાગણીભીના હૈયાને સ્પર્શી જતા હતા !
ગીતા બહેનના લાગણી શૂન્ય વ્યવહારને કારણે અવનિ સત્યમની જીંદગીમાં દાખલ થઈ હતી ! તે પહેલી વાર કોઈ છોકરીને મળ્યો હતા . તેના પિતા પણ તેને નાની મૂકીને સ્વર્ગ સિધાવી ગયા હતા . તેની માતા મંજુલા બહેને તેને ઉછેરીને મોટી કરી હતી . અવનિ ઉંમરમાં તેનાથી બે વરસ નહોતી . સત્યમના નસીબમાં કોઈનો પ્રેમ નહોતો . તે મા વિહોણો હતો કદાચ તેથી તેના દિલમાં સત્યમ પ્રતિ સહાનુભૂતિની લાગણી ઉભરાઈ રહી હતી ! ગીતા બહેન વિશે સત્યમે મા દીકરીના મોઢે ઘણી બધી વાતો સાંભળી હતી . બંને તેમની ટીકા કરતા હતા !
અવનિના ઘરે રોજ એક છોકરો અાવતો હતો . તે બાજુના બિલ્ડિંગમાં રહેતો હતો . તેનું નામ અાકાશ હતું !
એક વાર રક્ષા બંધનના દિવસે મંજુલા બહેનને સત્યમે કહેતાં સાંભળ્યા હતા !
' અાકાશ ! તારે કોઈ બહેન નથી અને અવનિને કોઈ ભાઈ ! અાજથી તમે બંને ભાઈ બહેન છો !
મંજુલા બહેને ત્યાર બાદ અવનિને પણ સૂચના અાપી હતી !
' તું અાકાશને રાખડી બાંધ ! '
પોતાની માતાની વાતને અનુસરી અવનિએ અાકાશના કાંડે રાખડી બાંધી હતી અને અાકાશે વીરપસલીની રસમ પણ અાદરી ! અાવો મંગળ નજારો નિહાળી સત્યમ ભાવુક બની ગયો હતો . તે ક્ષણે તેના દિલમાં પણ રાખડી બંધાવવાના કોડ જાગ્યા હતા , પણ તેનો શરમાળ સ્વભાવ અાડે અાવ્યો હતો ! સત્યમ ત્યારે અબૂધ હતો . દુનિયાદારીથી સાવ અજાણ હતો .પ્રેમિકા અને બહેન વચ્ચે શું ફરક હોય છે ? તે વાતની પણ તેને ગતાગમ નહોતી ! અવનિનું ઘર તેને માટે શાળા હતી અને તે સત્યમની ટીચર હતી !
બિલ્ડિંગમાં અાકાશ અને અવનિના સંબંધને લઈને જાતજાતની અને ભાતભાતની વાતો થતી હતી . બિલ્ડિંગના બધા છોકરાઓ તેમને ખૂબ જ ચિઢવતા હતા .
સત્યમ પહેલાં અા બધા છોકરાઓ સાથે ઊઠતો બેસતો હતો .પણ એકાએક બદલાઈ ગયું ! સત્યમ અને અવનિની ઓળખાણ વધી ગઈ ! તે વધારે સમય અવનિના ઘરમા લાગ્યો!
અાથી છોકરાઓ તેના પર ભડકવા લાગ્યા ! તેમણે સત્યમને પણ રંજાડવા માંડયો !
સત્યમ નિયમિતપણે અવનિના ઘરે જતો હતો . અા વાતે તેઓ રોષે ભરાયા હતા . ઓચિંતો બદલાવ અાવી જતાં તેઓ સત્યમને ' જાસૂસ ' માનવા લાગ્યા હતા . અા વાતે તેને અચરજની લાગણી નિપજતી હતી , તેને હસવું પણ અાવતું હતું !
તેણે અચાનક ટ્રેક બદલ્યો હતો .
તેની સત્યમને સજા કરી હતી . તેને ખોખરો કરવા એક છોકરો ભાડે પણ રાખ્યો હતો જેને સત્યમે મારીને ભગાડી દઈ તેમની ચાલ નિષ્ફળ બનાવી દીધી હતી ! તેમના અાવા કાવતરા બદલ સત્યમના એક મિત્રે અાડકતરી રીતે પોતાનો રોષ જાહેર કર્યો હતો . તેણે ખુલ્લે અામ પોતાની નારાજગી જાહેર કરી હતી .
' અાવા લલ્લુ પંજુને જવાબદારી થોડી સોંપાય ! અા ને માટે કોઈ મજબૂત છોકરો રાખવો હતો ને ? '
સત્યમની અવનિના ઘરે નિયમિતની અવરજવર જારી હતી . તે દરમિયાન તેની સગી અાંખોએ ઘણું બધું જોયું નિહાળ્યું હતું જેને કારણે સત્યમના દિમાગમાં ગૂંચવણ ઊભી થઈ હતી !
તેણે અવનિને અાકાશના ખોળામાં માથુ રાખીને સૂતી હતી
. અાકાશને કિસ કરતી નિહાળી હતી . તે પણ વારંવાર અવનિને કિસ કરતો હતો . તેને પોતાના બાહુપાશમાં ઝકડી લેતો હતો . તેના બ્લાઉઝના હૂકસ બંધ કરી અાપતો હતો ! અા બે પ્રેમીઓ વચ્ચેના હોટ રોમાન્સનો પ્રકાર હતો . સત્યમતો તેમને ભાઈ બહેન તરીકે ઓળખતો હતો . તેમના વ્યવહારે સત્યમને ભ્રમિત કરી દીધો હતો . તે એવું માનવા પ્રેરાયો હતો . ભાઈ બહેન પણ અાવું કરી શકે !
તેના મનમાં પણ અાવું કંઈ કરવાના ઓરતા જાગતા હતા પણ તેનામાં હિંમતનો અભાવ હતો . છતાં મોકો મળતાં તે અવનિનો સ્પર્શ કરતો હતો જે બદલ તેણે કોઈ જ વાંધો લીધો નહોતો . તેણે એક વાર ઉન્માદિત થઈ અવનિના બંને ગાલ પોતાની હથેળી વચ્ચે ભીંસી નાખ્યા હતા . એક વાર સવારે અવનિને વહેલી ઉઠાડતી વચ્ચે તેણે તેના પુષ્ટ સ્તન પર હાથ દાબી દીધો હતો !
અાકાશ અને અવનિ બંને બિલ્ડિંગમાં ખૂબ ગવાઈ ચૂકયા હતા . તે વખતે બિલ્ડિંગમાં એક મિત્ર મંડળની સ્થાપના કરી હતી . તેના સેક્રેટરી અને અાકાશ વચ્ચે કોઈ વાતે મનમુટાવ થઈ ગયો હતો તેને હાથો બનાવી તેમણે બધા સભ્યોને ચેતવણી અાપી હતી !
' કોઈ પણ સભ્યે અાજ પછી અાકાશ અને અવનિ જોડે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં રાખવાનો ! '
સત્યમે તેમનો અાદેશ માની
અાકાશ અને અવનિનો બોયકોટ કરી નાખ્યો હતો ! છતાં એક દિવસ રાતના અાઠ વાગે કલર કરવા માટે પીંછી લેવા તે સત્યમના ઘરે ગઈ હતી .તેનો ચહેરો વિલાયેલો હતો . તે જોઈ સત્યમને દયા અાવી ગઇ . મંડળની સૂચનાને અવગણી તેણે તરત જ પીછી હાથમાં થમાવી દેતા કહી દીધું ! 'પ્લીઝ
કોઈને વાત ન કરીશ ! ' !
તે જ દિવસે સહકુટુમ્બ સત્યમ ' અનાડી ' ફિલ્મ જોવા ગયો હતો .
અભિનેત્રી નૂતન ફિલ્મની મુખ્ય નાયિકા હતી . સમગ્ર ફિલ્મ દરમિયાન સત્યમને તેમાં સતત અવનિની છબી દેખાઈ હતી . સત્યમ પણ ફિલ્મના નાયકની જેમ
' અનાડી , બેવકૂફ હતો . અવનિ બાદ તેની જીંદગીમાં બે અન્ય છોકરી અાવી હતી , જેમણે તેને
અા ટાઈટલની લહાણી કરી હતી .
બંને વચ્ચે શું નાતો હતો ? સત્યમ તે વિશે બિલ્કુલ અજાણ હતો ! બંને રોજ સવારે સાથે જ નિશાળે જતા હતા ! ગીતા બહેન અા વાત જાણતા હતા ! સત્યમ એક કલાક વહેલો ઘરેથી નીકળી જતો હતો
. છતાં તેમણે કદી દીકરાને રોકયો કે ટપાર્યો નહોતો !
લગભગ રોજ દસ મિનિટનો સત્યમને સંગાથ સાંપડતો હતો . અા વાતે તે ખુશી અનુભવી રહ્યો હતો . છતાં ન
જાણે કેમ
તે અવનિની
હાજરીમાં અશાંત રહેતો
હતો . અા કારણે તેણે અનેક વાર
અવનિ સાથે અબોલા પણ લીધા હતા . અા દરમિયાન તે માનસિક શાંતિ અનુભવતો હતો
! કદાચ અા પ્રેમ હતો , પણ સત્યમ તેનાથી અજાણ હતો .
એક વાર અવનિ અાખો દિવસ બહાર રહી હતી . તે કયાં હતી ? અા વાત તેનો બોડી ગાર્ડ , ગોડ ફાધર કૌશિક અા વાત જાણતો હતો
તેણે પૂછવા છતાં પણ સત્યમને તેણે કંઇ જ કહ્યું નહોતું !
છેક સાંજના તે ઘરે પાછી અાવી હતી . સત્યમ ત્યારે કૌશિકના ઘરે બેઠો હતો . અવનિ ત્યારે ત્યાં અાવી હતી . તેણે મારી મનપસંદ લવેંડર રંગની
સાડી
પરિધાન કરી હતી . તે અપ્સરા જેવી સુંદર લાગતી હતી .
સત્યમની હાજરીની અવગણના કરતાં તે કૌશિક જોડે વાત કરવામાં વ્યસ્ત બની ગઈ !
તેઓ શું વાત કરતા હતા ? સત્યમ તેમની વાતોને સમજી શકયો નહોતો !
સત્યમ અધીરો થઈ ગયો હતો !
અા હાલતમાં તેણે હરકત કરી જેથી કૌશિક ભડકી ગયો .
ક્રમશ :