samudhri safar chapter 5 in Gujarati Adventure Stories by Megh books and stories PDF | સમુદ્રી સફર ભાગ 5

The Author
Featured Books
Categories
Share

સમુદ્રી સફર ભાગ 5

  નિકોલસ ??
સમુદ્વિ સફર માં નિકોલસ ,જેક,જ્યોર્જ,સ્ટીવ,કેવિન વગેરે એ ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી હતી.ખૂબ જ રોમાંચ મેળવ્યો હતો અને પોતાને આગળ ની મુશ્કેલીઓ માટે પણ  તૈયાર કર્યા હતા. અને તેમાજ એક વધુ મુશ્કેલી આવી ગઈ હતી.
   જેકે પાડેલી ચીસ સાંભળીને બધા જેક ની રૂમ માં ગયા અને તહસ નહસ થઈ ગયેલો ઓરડો જોયો.
    જેને રૂમ ની આવી હાલત કારી હતી  તે તો દરિયા માંજ તરતો તરતો જતો રહ્યો. અને પાછળ બાહોશ તરણવીર નિકોલસ પણ ગયો.
  સાંજ ના સાત વાગ્યા હતા પણ   નિકોલસની કોઈ ખબર ન હતો.સ્ટીવ અને કેવિન નિકોલસ ની રાહ માં જહાજ પર આટા માર્યા કરતા હતા પરંતુ તેમની દર વખત ની આશા નિષ્ફળ જતી હતી. નિકોલસ ને તેમને બપોરે દૂર દૂર જતો જોયો હતો પણ હવે તો નિકોલકસ નો દૂર દૂર કોઈ આતોપતો હતો જ નહીં.
 જ્યોર્જ અને જેક કેબીન માં રહી આગળ કેવી રીતે અને કયા માર્ગ થઈ જશે તેની ચર્ચા કરી રહ્યા હતા.તે જ્યાં બેઠા હતા ત્યાં તેમને એક મોટો દુનિયા નો નકશો પહોળો કર્યો હતી.જેક અને જ્યોર્જ બંને ના હાથ માં એક એક મોટી લાકડી હતી અને બંને એકબીજા ને કાઈ ને કાઈ સમજાવાની  મથામણ કારી રહ્યા હતા. જેક ધીમે ધીમે લાકડી પચાડતો હતો અને જ્યોર્જ ની વાત સાંભળતો હતો.
   નિકોલસ વિશે તેમને ખબર જ નહોતી કે નિકોલસ હજી જહાજ પર પાછો નથી ફર્યો.
  નીચે તૂતક ઉપર સ્ટીવ અને કેવિન ખુબજ પરેશાન થઈ રહ્યા હતા તેથી સ્ટીવે વિચાર્યુ કે હવે જેક કે કપ્તાન જ્યોર્જ ને કાઈ જણાવીએ તેથી એવું વિચારી સ્ટીવ અને કેવિન ઉપર જહાજ ના મુખ્ય કેબીન માં ગયા. 
 કેબીન માં પગ મૂકતાંની સાથે જ જેકે પૂછી લીધું " કેમ તમે અહીં આવ્યા? નિકોલસ શુ કરે છે ? તે તો પેલા માણસ નો પીછો કરવા ગયો હતો ને તે ક્યારે પાછો ફર્યો? "
 
સ્ટીવે થોડી પરેશાની સાથે બોલ્યો કે " હજી તો નિકોલસ પાછો જ નથી ફર્યો ખબર નાઈ ક્યાં ગયો "?
જેકે તરત પોતાની લાકડી બાજુ પર ફેંકી દીધી અને જ્યોર્જ ને પુછ્યું . 
" કપ્તાન જ્યોર્જ હોવી શુ કરીશું નિકોલસ તો હજી પણ નથી આવ્યો " 
જ્યોર્જે જેક સામે જોયું અને પછી કઈંક વિચારીને સ્ટીવ પાસે જયી કહ્યું " ચિંતા કરવાની કોઈ જરૂર નથી નિકોલસ ને કકઈ નહીં થયું હોય  નિકોલસ પકચી નથી ફર્યો તેનું કારણ રસ્તો ભૂલી જવો તેવું પકન થઈ શકે છે. આપણે આપણા જહાજ ની બધી લાઇટો ચાલુ કારી દઈએ અને આપના જહાજ નું ભોંપુ વગાડીએ જો નિકોલસ રસ્તો ભૂલી ગયો હશે તો તે આ અવાજ તથા લાઈટ નો પ્રકાશ જોઈ જરૂર આ બાજુ આવી જશે."
 " સાચું ને નિકોલસ ને કાઈ નાઈ થયું હોય ને ? " 
પાછળ થી અવાજ આવ્યો.તે કેવિન હતો.
" કાઈ નઈ થયું હોય તે તો બસ રસ્તો જ ભૂલી ગયો હશે." જયોર્જ કેવિન બાજુ જોતા બોલ્યો અને પછી કેબીન બાજુ જાવા નીકળ્યો.
 જેક તથા સ્ટીવ, કેવિન પણ જ્યોર્જ સાથે કેબીન માં ગયા. 
" હું હવે આખા જહાજ ની બધી લાઇટ્સ ચકલું કારી રહયો છું. " જ્યોર્જ સ્વીટચ ચાલુ કકર્તા બોલ્યો.
સ્વીટચ ચાલુ થતા ની સાથેજ જહાજ માં ઝબુક કરતી લાઇટો ચાલુ થઈ ગયી.
જ્યોર્જે એક સાઇરન જેવું યંત્ર લીધું અને તેને જોરથી ફૂંકયુ. અને એક મોટો અવાજ આવ્યો. 
 બાધક કેબીન ની બહાર નિકલ અને જહાજ ના તૂટકક પકર ઉભા રહ્યા.
 થોડો સમય વીતી ગયો . હવે બધાને બહુ ઊંઘ આવતી હતી એટલે જ્યોર્જે બધાને  અશ્વસન આપવા કહ્યું કે" કદાચ નિકોલસ ને કોઈ ટાપુ કે પછી કોઈ ધ્વીપ જેવી જગ્યા મળી ગઈ હશે તેથી તે આજ રાત કદાચ ત્યાંજ વિતાવશે. તમે બધા સુઈ જાવ".
" મને પણ એવું જ લાગે છે પણ અમે બધા જ કેમ કપ્તાન તમે પણ સુઈ જાવ ને " જેકે કહ્યું
" ના મારે આગળ નો રસ્તો નક્કી કરવાનો છે અને જો નિકોલસ પકચો ના ફર્યો તો મારે એ પણ નકક્કી કરવું પડશે કે આપણે તે ને શોધવા ક્યાં જઇશું? " જ્યોર્જે ઉત્તર આપ્યું




નિકોલસ ની વાપસી
તે રાતે બધા સૂઈ ગયાં . જેક બહાર જ સુઈ ગયો. જેક અડધી રાત સુધી ત્યાં જ જાગતો રહ્યું હતું તેથી તેને ત્યાં ને ત્યાં જ ઊંઘ આવી ગઈ. 
રાત ખૂબ થઈ ગઈ હતી અચાનક જ  જહાજ ની પાછળથી અવાજ આવ્યો. ટક ટક ટક......
જેક તરતજ જાગી ગયો.તે ટોર્ચ લઈને દબાતા પગે જહાજ ની પાછળ ની બાજુ જાવા લાગ્યો.પાછળ જાવા રસ્તામાં સ્ટીવ અને કેવિન ની રૂમ આવતી હતી એટલે જેકે તેમને પણ ઉઠાડ્યા અને તેઓ પણ દબાતા પગે પાછળ ગયા.
 પાછળ જઈને જોઉં તો કોઈ માણસ ભીનો હતો અને પોતાના કપડાં સાફ કરતો હતો.
જેકે પોતાની હિંમત ઝૂંટવી તેની સામે ગયો અને  તેના મોઢા પર પ્રકાશ નાખ્યો.
 આ સમય દરમ્યાન જ્યોર્જ પણ જાગી ગયો હતો તે તરત જ મેઈન કેબીન માં ગયો અને જહાજ ની પાછળ ની લાઇટો પણ ચાલુ કરી દીધી.
જેક ની ટોર્ચ અને જહાજ નો પ્રકાશ જેમ  પેલા માણસ પર પડ્યો બધા બોલી ઉઠયા
" નિકોલસ..............."






   ક્યાં હતો નિકોલસ ??
     નિકોલસ ને તરત જ જોઈને બધા આનંદ માં આવી ગયા. સ્ટીવ તો નિકોલસ ને જોઈને રડી જ પડ્યો.
           બધા નિકોલસ ને પૂછવા મંડ્યા.બધા તેની તબીયત પૂંછતા હતા પરંતુ જ્યોર્જ કાઈ વિચારી રહ્યો હતો.
         જોર્જે અચાનક નિકોલસ ને પૂછ્યું " તું જહાજ પર આવ્યો કેવી રીતે . જહાજ પર ભીના હાથ અને પગ સાથે જાઢવું તો અશક્ય છે.તું કેવી રીતે ચઢી શક્યો?" 
નિકોલસ જ્યોર્જ નો પ્રશ્ન સાંભળી થોડું હસ્યો અને બોલ્યો 
" આપણા જહાજ ની પાછળ એક દોરડા વળી સીડી લાગેલી છે જે બહુ જૂની છે. જહાજ ના પાછળ ના ભાગમાં આ સીડી છે તેવું કોઈને ખબર ન હતી.પણ જ્યારે હું આ સમુદ્ર માં ખોવાઈ ગયેલો ત્યારે મે જહાજ પર લાઈટ થતી જોઈ અને હું તુરત ટાપુ ઉપરથી ઉતરી આ પ્રકાશ બાજુ આવવા લાગ્યો ત્યારે ને આ સીડી ને પાછળ લટકતી જોઈ તેથી હું આ સીડી પર ચઢી આવી ગયો."
જ્યોર્જે કહ્યું " શું  તું ખોવાઈ ગયો હતો ? " 
નિકોલસ બોલ્યો " હા હું આ સમુદ્ર માં ખોવાઈ ગયો હતો. "
જ્યોર્જ બોલ્યો " કેવી રીતે અને તું કોઈ ટાપુ ઉપર રહયો હતો ? શું આ વાત સાચી છે ? " 
નિકોલસ બોલ્યો " હા આ વાત સાચી છે . પાછળ ના બે દિવસ હું એક ટાપુ પર રહયો હતો. " 
જ્યોર્જ બોલ્યો ". જો એક ટાપુ આપણા જહાજ ની આસપાસ હોય તો !!!!!!! " 
જ્યોર્જ એટલું બોલી અટકી ગયો તેના ચહેરા પર એક ભવ્ય તેજસ્વિતા હતી. 
" તો શું જ્યોર્જ ? કોઈ દુઃખ ની ખબર તો નથી ને ? " જેક જ્યોર્જ ની આંખ માં આંખ નાખીને બોલ્યો.
" કોઈ દુઃખ ની ખબર નથી. બસ એમ જ બીજું કઈ નહિ." જ્યોર્જ કોઈ વાત છૂપાવવા નો પ્રયાસ કરતો હોય તેવી રીતે બોલ્યો.
         જ્યોર્જ તરત જ પોતાના કેબિન માં ગયો અને એક મોટો દુનિયા નો મેપ લઈને જોવા લાગ્યો. તેને કોઈ એવી વસ્તુ મળી હતી કે જે ખૂબ ભેદી હતી.

શું હશે આ ભેદ ?