Selfie - 24 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-24

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-24

સેલ્ફી:-the last photo

Paart-24

જેડી નાં રૂમમાંથી ભાગતાં ભાગતાં શુભમ,રુહી અને રોહન આવીને રોહનનાં રૂમમાં પ્રવેશ્યાં.અત્યાર સુધી જે કંઈપણ ત્યાં ઘટનાઓ બની હતી એનાં પછી મેઘા સાથે શું બન્યું છે એ જાણવાની અધીરાઈ દરેકનામાં હતી.રોહનનાં રૂમમાં પલંગ પર ટૂંટિયું વાળીને મેઘા હાથમાં ઓશીકું લઈને ચિલ્લાઈ રહી હતી.રોહનને જોતાં જ એ પલંગમાંથી ઉતરીને નીચે આવી અને દોડીને રોહનને વળગી પડી.

મેઘા રડી રહી હતી અને એવી હાલત જોઈ એવું લાગતું હતું કે એને કંઈક ભયાનક દ્રશ્ય જોઈ લીધું હતું.મેઘા નાં શરીર ફરતે હાથ વીંટાળી રોહન એને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ મેઘા હજુપણ ડરથી ધ્રુજી રહી હતી.

"શું થયું મેઘા..?"મેઘા થોડી શાંત થતાં રોહને પૂછ્યું.

"રોહન ત્યાં બાથરૂમમાં.."બાથરૂમ ભણી આંગળી કરી મેઘા બોલી.

"મેઘુ..બાથરૂમમાં કંઈ નથી.મેં અને શુભમે જઈને જોયું છે ત્યાં.."મેઘાનો ચહેરો પોતાની હથેળી વચ્ચે લઈને રોહન પ્રેમથી બોલ્યો.

"રોહન ત્યાં રોબિન નું માથું.."આંખો પહોળી કરી હાંફતા હાંફતા ત્રુટક શબ્દોમાં મેઘા બોલી.

"What..?"આશ્ચર્ય સાથે રોહન,શુભમ અને રુહી એકસાથે બોલી પડ્યાં.

"હા હું હમણાં વોશરૂમ ગઈ ત્યારે મેં બાથરૂમમાં રોબિનની કપાયેલી ગરદન જોઈ.."બાથરૂમ તરફ હજુ મેઘા ડરથી ફફડતાં જોઈ રહી હતી.

મેઘા ની વાત સાંભળી રોહન અને શુભમે એકબીજાની તરફ જોયું અને ઉતાવળાં પગલે બાથરૂમ તરફ દોડ્યાં.. બાથરૂમ નો દરવાજો તો સવારે જ રોહને તોડી દીધો હતો એટલે એ ખુલ્લો જ હતો.રોહને ઝાટકા સાથે અર્ધખુલ્લો દરવાજો પૂરો ખોલી દીધો.

અંદર નું દ્રશ્ય જોઈ રોહન અને શુભમ પણ ચાર ડગલાં પાછળ હટી ગયાં.. ત્યાં સાચેમાં રોબિનની કપાયેલી ગરદન શાવરની ઉપર લટકી રહી હતી.એની ગળાની નસો અત્યારે પણ બહાર દેખાઈ રહી હતી.એનો સૂકો પડી ગયેલો ચહેરો ભયાનક ભાસી રહ્યો હતો.બાથરૂમમાં અત્યારે તીવ્ર ગંધ પણ આવી રહી હતી.

રોહને અને શુભમે જેવી પોતાની નજર રોબિનની ગરદન પરથી બાથરૂમની દીવાલો પર ઘુમાવી તો એમનાં ચહેરા પર બેચેની ની સાથે ડર ઉભરાઈ આવ્યો.

બાથરૂમની દીવાલો પર અત્યારે રક્ત વડે લખેલું હતું.

"I will kill you.."

લખાણ જોતાં ની સાથે શુભમ અને રોહનનાં કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યાં..રોબિનની કપાયેલી ગરદન ને એમજ ટીંગાયેલી પડતી મૂકીને એ બંને બાથરૂમની બહાર નીકળી ગયાં.રોહન નો ચહેરો અત્યારે ડરથી ફિક્કો પડી ગયો હતો..કંઈક તો હતું જે રોહનને મનોમન ડરાવી રહ્યું હતું.

"હું સાચું કહેતી હતી ને..ત્યાં રોબિનની કપાયેલી ગરદન છે ને શાવરની ઉપર?"રોહન અને શુભમ ભણી જોઈને મેઘા એ પૂછ્યું.

એ બંને શું જવાબ આપશે એ જાણવા મેઘાની સાથે રુહી એ પણ રોહન અને શુભમની તરફ મીટ માંડી.

"હા,મેઘા ત્યાં સાચેમાં રોબિનની કપાયેલી ગરદન છે..અને સાથે-સાથે બાથરૂમની દીવાલ પર લોહી વડે "i will kill you" લખેલું છે."મેઘા ની સમીપ જઈને રોહન બોલ્યો.

"રોહન ચાલ અહીંથી ભાગી નીકળીએ..નહીં તો આપણાંમાંથી કોઈ જીવિત નહીં બચે.."ગંભીર ચહેરે અને ડરતાં સ્વરે મેઘા આજીજી કરતાં બોલી.એની આંખો એનાં શબ્દોની સાથે બીજું ઘણું બધું કહી રહી હતી.

"હા મેઘા..આજે જ અહીંથી નીકળી જઈએ..શુભમ તારું આ વિષયમાં શું કહેવું છે.?અન્નાનાં આવવાની રાહ જોવી છે કે પછી અહીંથી નીકળી જવું છે જીવતેજીવ?.."પહેલાં મેઘા અને પછી શુભમ તરફ જોઈને રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી શુભમે રુહી ની તરફ જોયું અને રુહીનાં ચહેરાનાં ભાવ વાંચ્યા બાદ રોહન ઊંડાણથી વિચારીને બોલ્યો.

"રોહન સ્થિતિની ગંભીરતા ને જોતાં મને પણ એવું લાગે છે કે હવે અહીંયા રોકાવવામાં જીવનું જોખમ છે.જો આજની રાત પણ અહીં રોકાઈશું તો આપણાં ચારમાંથી નક્કી કોઈક એક ઓછું થશે.."

"આપણે ચાર મતલબ..?આપણે તો હજુ પાંચ લોકો જીવિત છીએ ને..?"શુભમની વાત સાંભળી મેઘા એ પૂછ્યું..હજુ જેડી નું મૃત્યુ થઈ ગયું હોવાંની વાતથી એ સાવ અજાણ હતી.મેઘા ને કંઈક અનહોની બનવાનાં એંધાણ આવી ગયાં હતાં.

મેઘા નો સવાલ સાંભળી રોહને એની જોડે બેસી એનો સુકાઈ ગયેલો ચહેરો જોતાં હળવેકથી કહ્યું.

"મેઘા, જેડી હવે જીવિત નથી.એની લાશ એનાં પલંગ પરથી મળી આવી છે.જેડી નું મોત પણ એક રહસ્ય જ લાગી રહ્યું છે.એનાં મોતને નેચરલ ડેથ બતાવવાની કોશિશ કરવામાં ભલે આવી હોય પણ હું એ બાબતે આશ્વસ્થ છું કે એની પણ હત્યા જ થઈ છે."

"શું કહ્યું,જેડી પણ મરી ગયો.."આટલું કહી મેઘા રોહનને વળગીને રડવા લાગી.

થોડો સમય રડયા બાદ મેઘા નેપકીન વડે આંખોનાં આંસુ લૂછતાં બોલી.

"રોહન,આ હવેલી જ મને તો શ્રાપિત લાગે છે..એક પછી એક આપણાં ચાર દોસ્તો નું અકારણ અવસાન થઈ ગયું અને હવેલીનો નોકર દામુ પણ કોઈને કંઈપણ કહ્યાં વગર અચાનક ગાયબ થઈ ગયો.અહીં આવ્યાં બાદ એવું લાગી રહ્યું છે કે અહીં કોઈક તો એવું છે જે આપણી પર ચોવીસ કલાક ઘાત લગાવીને બેઠું છે..આપણે બધાં ને પણ એ મારી ને જ રહેશે."થથરતાં સ્વરે મેઘા બોલી.

"હા હવે એક ઘડી પણ અહીં રોકાવવું મોતને સામે ચાલીને નિમંત્રણ આપવા જેવું છે..માટે મેઘા કહે છે એમજ આપણે અહીંથી અબઘડી નીકળી જઈએ."રુહી પણ મેઘા ને સપોર્ટ કરતાં બોલી.

"જો હવે અહીંથી નીકળવાનું બધાં નક્કી કરી જ ચૂક્યાં છીએ તો પછી જેમ બને એમ ફટાફટ પોતપોતાનો જરૂરી સામાન પેક કરીએ અને પછી તત્કાળ જ આ જગ્યા મૂકી નીકળી જઈએ.."રોહન બધાંને ઉદ્દેશીને બોલ્યો.

"સારું તો હું અને રુહી અમારો સામાન પેક કરવા જઈએ..તું અને મેઘા પણ ત્યાં સુધી બધો સામાન પેક કરી લો..."રોહન ની તરફ જોઈને આટલું કહી શુભમ એનાં રૂમમાંથી નીકળી ગયો.રુહી પણ શુભમને અનુસરતાં રોહનનાં રૂમમાંથી બહાર નીકળી આવી.

અડધો કલાક બાદ એ ચારેય મિત્રો પોતપોતાની બેગ ખભે લટકાવી મુખ્ય હોલમાં હાજર હતાં.. રસ્તામાં પીવા માટે એમને પાણી ની બોટલ પણ ભરી લીધી અને રસોડામાંથી થોડો નાસ્તો પણ સાથે લઈ લીધો.

"રોહન આપણાં જોડે જવા માટે સૌથી સુરક્ષિત રસ્તો છે એ કાચો રસ્તો જેની પર આપણે ગાડી ચલાવીને દરિયાકિનારેથી અહીં હવેલી સુધી આવ્યાં હતાં.."શુભમ બોલ્યો.

"સારો વિચાર છે..કેમકે અન્ય રસ્તે જઈને ખોટું ભટકવાને બદલે સીધાં રસ્તે દરિયાકિનારે પહોંચી જવાશે."શુભમની વાત સાંભળી રોહન બોલ્યો.

"જતાં પહેલાં નાસ્તા જેવું કંઈક કરી લઈએ તો રાત સુધી રાહત રહે."રોહન સૂચન આપતાં બોલ્યો.

રોહનની વાત સાંભળી મેઘા અને રુહી રસોડામાં જઈને જે હાથમાં આવ્યું એમાંથી ફટાફટ બનાવી શકાય એવું જમવાનું બનાવીને લેતાં આવ્યાં.. જમવાનું આરોગી એનાં વાસણો ને ત્યાંજ એમને એમ પડતાં મૂકી એ ચારેય જણા હવેલીમાંથી બહાર આવી પહોંચ્યા.

રોહને પોતાની જોડે રહેલ ચાવી વડે હવેલીની લોક કરી દીધી..અને પછી ચાવી પોતાનાં ખિસ્સામાં સેરવી દીધી.હવે દરિયાકિનારા સુધીનું બાર કિલોમીટર જેટલું અંતર કાપવા માટે એ લોકો એ મક્કમ મન સાથે પોતાનાં કદમો ને દરિયાકિનારે જતાં કાચા રસ્તા ભણી ઉપાડ્યા.

હજુ એ લોકો હવેલીથી સો મીટર જેટલું દૂર ગયાં હશે ત્યાં હવેલીની અંદર એક જોરદાર વિસ્ફોટ થયો અને એકાએક આખી હવેલી આગની લપટોમાં ભડભડ સળગવા લાગી.એમનાં બહાર આવ્યાં ની દસ મિનિટ પછી આવું ઘટિત થતાં એ બધાં નાં છક્કા છૂટી ગયાં. વધુ સમય ત્યાં રોકાયા હોત તો હવેલીની સાથે એમનું પણ ભડથું થઈ જવાનું નક્કી હતું એટલું જ વિચારતાં એ ચારેય લોકોનાં પગ નીચેની જમીન જાણે સરકી ગઈ હતી.

હવેલી માં લાગેલી આગનું કારણ તો કોઈ સમજી શક્યું નહીં પણ ત્યાં ઘટનારી ઘટના જોઈ એ લોકોને એક આંચકો જરૂર લાગ્યો હતો અને સાથે-સાથે આ થવા પાછળનું કારણ શું હતું એ સવાલ પણ મનને ચકરાવે ચડાવી રહ્યો હતો.આ હવેલી શ્રાપિત હતી કે પછી બીજું કંઈ હતું એ વિશેનું રહસ્ય વણઉકેલ્યું મુકીને ત્યાંથી જીવ બચાવી નીકળી જવું જ ઉચિત હતું.

જેડી ની મોત અને પછી પોતાની માલિકીની હવેલીનું આમ સળગી જવાનું સગી આંખે નિહાળ્યા બાદ રોહન પર શું વીતી રહી હતી એ વાત ની ખબર હોવાંથી રોહનને હિંમત આપવા શુભમે એનો હાથ પકડી લીધો અને એની તરફ જોઈ એને ધીરજ રાખી આગળ વધવાનું કહ્યું.

ક્યારેય જે લોકો બસો મીટર પણ ના ચાલ્યાં હોય એવાં ચાર લોકો રોહન,મેઘા,શુભમ અને રુહી નીકળી પડ્યાં હતાં બાર કિલોમીટરની દુર્ગમ અને થકવી નાંખનારી સફર પર.જ્યાં હજુ નવું શું બનવાનું હતું એ વાતથી એ લોકો બિલકુલ અજાણ હતાં.

જીંદગી ને બચાવવાની કોશિશમાં એ લોકો ક્યાંક મોત ને સામે ચાલીને ગળે લગાવવા જઈ રહ્યાં હોય એવું બનવાજોગ હતું..જે ભવિષ્ય ને જ ખબર હતી..!!

◆◆◆◆◆◆◆

વધુ આવતાં ભાગમાં.

એ લોકો સહીસલામત દરિયાકિનારે પહોંચી શકશે..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..?એ જેકેટ પહેરેલ વ્યક્તિ કોણ હતો..??જેડી ને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ