(તો આપણે પેહલા જોયું કે હવે આકાશ અને પાયલ બન્ને પોત પોતાની જિંદગી માં ખુશ રહેવા લાગ્યા હોય છે..હવે જોઈએ આગળ)
.
2 વર્ષ પછી
.
પાયલ એ 12th સાયન્સ્ માં બાયોલોજી લીધું હતું..હવે એનું 12th ની બોર્ડ ની પરીક્ષા નું રિસલ્ટ આવવાનું હોય છે. ઘરે બધા ખૂબ જ ટેન્શન માં હોય છે કેમ કે હવે થી એની જિંદગી નો અગત્યના નો વળાંક આવવાનો હોય છે.
( પરંતુ પાયલ ને જ ખબર હોય છે કે એની બોર્ડ ની પરીક્ષા કેવી ગઈ છે. કારણ કે એમનું ઘર ખૂબ જ નાનું હતું એટલે એને વાચવામાં ખૂબ જ તકલીફ પડતી કેમ કે જ્યારે એ વાચવા બેસે ત્યારે એના પપ્પા ટીવી જોવા બેસી જતા..સવારે તો એ ટેરેસ પર જઈને વાચી લેતી પણ રાતે એના વાચવામાં કંઈ પણ મેળ નહતો બેસતો..તો પણ એને જેટલું આવડતું હતું એટલા માં પરીક્ષા આપી હતી..હવે result આવવાની તૈયારી હતી..બધા વાટ જોઈ રહ્યા હતા..)
.
પાયલ ના પપ્પા એ રાત્રે વિશાલ ને 12 વાગે ફોન કર્યો..result આવી ગયું હતું.. પાયલ ના પપ્પા એ વિશાલ ને પૂછ્યું કે પાયલ ના કેટલા આવ્યા..થોડી વાર તો વિશાલ ચૂપ જ રહ્યો. પછી બોલ્યો કે" ઓછા જ આવ્યા છે"
"પણ કેટલા આવ્યા એ તો બોલ" પાયલ ના પપ્પા
"82 જ ખાલી" વિશાલ
"બસ ખાલી 82 જ" પાયલ ના પપ્પા
( પાયલ ને એમ થયું કે એની મેહનત પ્રમાણે તો સારા જ આવ્યા છે)
એના મમ્મી ની આદત મુજબ એમને પૂછ્યું" રિયા અને અપેક્ષા ના કેટલા આવ્યા છે"
" અપેક્ષા ના 87 અને રિયા ના 80 " વિશાલ
(આપણા સમાજ માં આં બાબત બહુ જ ખોટી છે.. પોતાના છોકરા સાથે બીજા ને સરખવાની..અરે ભાઈ તમારી છોકરી ના આટલા આવ્યા છે તો એમાં ખુશ રહો ને ..શું કરવા એને બીજા ની છોકરી જોડે સરખવો છો.)
હવે બધા કૉલેજ ની શોધ માં લાગી ગયા.. પેહલા વિચાર્યું કે જો government માં ડોક્ટર માં મળશે તો એજ કરવાનું છે.. નહિ તો pharmacy અથવા BSC nursing ... એના માટે counselling માં અમદાવાદ ની b.j. medical ma જવાનું હતું. પાયલ અને એના પપ્પા બન્ને ત્યાં ગયા.. અને જેમ જેમ પાયલ નો નંબર આવતો ગયો એમ એમ બધી સીટો ભરાતી ગઈ.. government ni બધી સીટો તો ફુલ થઈ ગઈ હતી..(કારણ કે પાયલ જનરલ કેટેગરી માં આવતી હતી)હવે તો પાયલ ના પપ્પા એને ફોર્સ કરવા લાગ્યા કે "હવે તારે વાપી માં જ નર્સિંગ કૉલેજ માં admission લેવાનું છે.. કંઈ પણ થાય.." પણ પાયલને નર્સિંગ નહતું ગમતું.. પણ કમને એને નર્સિંગ માં admission લેવું જ પડ્યું..
.
હવે અઠવાડિયા પછી કૉલેજ ચાલુ થઈ ગઈ..પાયલ પણ ધીરે ધીરે ત્યાં adjust થવા લાગી હતી.. નર્સિંગ માં આખો સ્ટાફ સાઉથ ઇન્ડિયન હતો.. એમને ગુજરાતી બોલતા આવડતું નહતું.. હિન્દી પણ તૂટેલું ફૂટેલું બોલતા.. બધી જ વાતો અંગ્રેજી માં જ થાય..પાયલ ગુજરાતી માધ્યમ માં ભણી હોવાથી એને ત્યાં નું વાતાવરણ માં ટેવડાતા માં ઘણી વાર લાગી..પણ એને હવે ફાવવા લાગ્યું હતું..અને હવે એ પણ અંગ્રેજી શીખી ગઈ હતી..
.
કલાસ માં ખાલી 2 4 જણ જ અંગ્રેજી માધ્યમ માંથી હતા..બાકી બધા ગુજરાતી માધ્યમ માંથી..એમાં પણ એક તો ડોક્ટર બની ગયેલો છોકરો( આયુર્વેદિક ડોક્ટર) ફરીથી BSC nursing કરવા માટે ત્યાં આવ્યો હતો..કેમ કે એમને foreign જવું હતું..અને આં કોર્સ પછી બહુ જ આસાની થી વિસા મળી જતા..
.
પાયલ હવે એનું બધું જ ધ્યાન ખાલી ભણવા પર આપતી હતી..એને એમ હતું કે હવે આં જ કોર્સ માં એને આગળ કારકિર્દી મેળવવાની છે.. કલાસ માં બધા જોડે મોબાઈલ હતો..અને એના ગ્રૂપ માં જ બધો સ્ટાફ ભણવાની બાબતે બધી ppt અને PDF મોકલતા એટલે પાયલ ને પણ મન થયું કે એના જોડે પણ મોબાઈલ હોય... એને મમ્મી ને કીધું અને એના મમ્મી માની ગયા અને એને મોબાઈલ લઈ આપ્યો..હવે એમની 1st semister પરીક્ષા આવવાની હતી ..પાયલ પૂરા જોશ થી એની તૈયારી કરી રહી હતી અને એક દિવસે એને મમ્મી પપ્પા ને વાત કરતા સાંભળ્યા કે" કૉલેજ ની 1st semister ની fees તો ભરી દીધી..પણ હવે બીજા પૈસા ક્યાંથી લાવીએ..ટોટલ 78000 ફીસ હતી..હવે કોઈના જોડે માંગવા પડશે.."
.
પાયલ ને આં બધું સાંભળીને ખૂબ જ દુઃખ થયું..કે એના લીધે એના માં બાપ ને બીજા જોડે પૈસા માંગવાની નોબત આવી ગઈ છે..પાયલ ને એમ પણ થતું કે ક્યાંક part time job કરી લે પણ એના કૉલેજ નો timing જ બહુ હતો.. સવારે 8 વાગે જતી તે છેક 6 વાગે આવતી હતી...એમાં ક્યાં જોબ કરે..અને આવીને વાચવામાં અને assignment મા જ એના રાતના 2 વાગી જતા હતા..અને એક બાજુ પરીક્ષા ચાલુ હતી... પરીક્ષા પૂરી થઈ અને એના 1 મહિના પછી જ પાયલ એ કૉલેજ છોડવાનો નિર્ણય કર્યો.. કેમ કે હવે ઘર માં શાક લાવવાના પણ પૈસા નહતા બચતા..
.
એને કૉલેજ છોડી દીધી..એમ કહીને કે એને નર્સિંગ નથી ગમતું અને નથી ફાવતું..અને એજ દિવસે University નુ પરીણામ આવ્યું હતું એમાં આખી University ma પાયલ નો બીજો નંબર આવ્યો હતો..એટલે કૉલેજ વાળા હવે એને છોડવા માંગતા જ નહતા..પણ પાયલ નું મન મક્કમ હતું..એટલે એને 1 મહિના ના પરિશ્રમ પછી કૉલેજ છોડી..એમાં એના ઘણા મેડમ અને સર જોડે સારા સંબંધ હોવાથી અમુક સ્ટાફ રડી પણ ગયો હતો..
.
પાયલ એ હવે સિલાઈ ના ક્લાસ અને બ્યુટી પાર્લર ના ક્લાસ શીખવાનું ચાલુ કર્યું..અને એક મહિના પછી એણે બધું શીખી ને પોતે જ કામ કરવા લાગી અને સાથે સાથે ટ્યુશન પણ લેવા લાગી..એમ વિચારીને કે આં જે પૈસા ભેગા થશે એનાથી એ આગળ ભણશે તો મમ્મી પપ્પા પર ભાર ન આવે..
પણ આં દરમિયાન એની આખી જિંદગી બદલાઈ ગઈ હતી.. હવે એના મમ્મી પપ્પા એને નફરત કરવા લાગ્યા હતા..રોજ ઘર માં જગડો થતો કેમ કે સમાજ માં ઊંધી જ વાતો ફેલાઈ રહી હતી કે પાયલ નું કૉલેજ માં લફડું હતું એટલે એને ભણવાનું છોડવું પડ્યું..પાયલ કેવી રીતે જીવી રહી હતી એ તો એને જ ખબર..એના મમ્મી પપ્પા એને અવગણવા લાગ્યા.. એને ઘર નું બધું કામ કરીને પણ ખાલી એક જ time નુ જમવાનું મળતું.. રોજ ઘરે થી પપ્પા સંભળાવતા ..એક પણ દિવસ એવો ના જાય કે એ રડી ના હોય..એના પપ્પા પોતાની જ દીકરી ને પોતાના જ ઘરે tourcher કરતાં..અપશબ્દ બોલતા હતા..પાયલ માટે આં બધું અસહ્ય હતું.. એ રોજ રાતે ટેરેસ પર જઈને સુતી..પરંતુ એક પણ વાર એના મમ્મી કે પપ્પા જોવા પણ નહતા આવતા કે એની દીકરી ક્યાં ગઈ કે શું કરે છે..હમણાં પાયલ ને એવું જ લાગતું કે આં દુનિયા માં એનું કોઈ જ નથી..પોતાના મમ્મી પપ્પા જ સાથ છોડી દે જેમના માટે એ આં બધું કરતી હતી..તો બીજા પાસે આશા રાખવાનો કોઈ મતલબ જ નથી.. ત્યારે એને ફક્ત એક માણસ ની યાદ આવતી એ હતો આકાશ... એને આકાશ ને ફેસબુક પર ફ્રેઇન્ડ request મોકલી..
.
તરત જ request accept થયી ગઈ..અને મેસેજ પણ આવી ગયો..
"હાય..પાયલ ઘણા વર્ષો પછી"આકાશ
" હા..કેમ છે તું?" પાયલ
"બસ આં જો ને ચાલે છે હવે કૉલેજ નું છેલ્લું વર્ષ!!"આકાશ
"ઓહ..બીજું ઘરે બધા મજામાં" પાયલ
" હા..બધા મજામાં.. તું કેમ છે? અને આટલા વર્ષો થી કોઈ કોન્ટેક્ટ નહિ કઈ નહિ.. મે તને સોશીયલ મીડિયા પર શોધવા માં કઈ બાકી નથી રાખ્યું..પણ તું મળી જ નહિ..અને વચ્ચે એવી વાત મળી કે તે ભણવાનું છોડી દીધું??" આકાશ
"હા.. છોડવું પડ્યું.." પાયલ
" કેમ? કોઈ લફડુ હતું.. સોરી પણ સમાજ વાળા આવી વાતો કરે છે એટલે પૂછ્યું" આકાશ
" ના એવું કઈ નહતું.."પાયલ
"તો શું થયું છે તને? તું કેમ આટલી ચેન્જ થઈ ગઈ યાર.. પેહલા તો કેટલું બોલતી હતી..મસ્તી કરતી હતી..ન હવે કેમ આવી?? કઈ થયું છે તારા જોડે..તો તું મને કહી શકે છે.." આકાશ
" ના ..કઈ નહિ..અને એમ પણ કેહવાથી કોઈ મતલબ નથી.. બોલ બીજું કોઈ gf બનાવી કે નહિ?" પાયલ
"ના યાર..અમારા જેવા છોકરા ને તો કોઈ ઘાસ પણ નથી નાખતું..મને તો ખાલી એક જ છોકરી ગમતી હતી પણ પછી એના જેવી કોઈ મળી જ નહિ ને.." આકાશ
" ઓહ..એવું.. કોણ છે એ છોકરી..તું મને તો કહી જ શકે..હું તારી મદદ કરીશ એને મેળવવાંમા.."પાયલ
"તો પેહલા તું મને કહે.. કે તને શું થયું છે પછી જ હું તને કહીશ કે એમને કોણ ગમે છે.." આકાશ
" પણ યાર ..તું કોઈને પણ કહેતો નહિ આં વાત ..please.." પાયલ
"ઓકે..પણ તું મને તો કહે..એક કામ કર મેસેજ માં awkward લાગતું હોય તો હું તને કૉલ કરું? પણ આટલી રાત્રે તને ચાલશે??" આકાશ
" હા..કર.. હું એકલી જ છું..અને એ એનો નંબર આપે છે" પાયલ
કૉલ આવે છે..અને પાયલ receive કરે છે.. આટલા વર્ષો પછી પાયલ ને આકાશ નો અવાજ સાંભળીને બહુ ખુશી થાય છે..કોઈ પોતાનું હોવાનો એહસાસ થાય છે..
" તો હવે બોલશો મેડમ.. કે તમને શું થયું છે???"આકાશ
અને પાયલ બોલવાનું શરૂ કરે છે..એ આકાશ ને બધી વાત જણાવે છે..result આવ્યું ત્યાંથી લઈને હમણાં સુધી..અને આં વાત કરતા કરતા એ રડી જાય છે... આકાશના આંખમાં પણ આં બધું સાંભળીને આંસુ આવી જાય છે..કે કોઈ છોકરી કઈ પણ બોલ્યા વગર આટલું બધું કેવી રીતે સહન કરી સકે..એના જગ્યાએ હું હોય તો તો હું તો ક્યારનો તૂટી ગયો હોત..
.
વધુ આગળના ભાગ માં..
.
તમારા અભિપ્રાય જરૂરથી આપશો..
.
(ક્રમશઃ)