Vikruti- An Unconditional Lovestory - 39 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-39

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-39

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-39
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      એક્સિડેન્ટમાં વિહાનના મમ્મી પોતાના બંને પગ ગુમાવી બેસે છે,એ વાતથી ગુસ્સામાં આવી વિહાન મહેતાને ખતમ કરવાનો નીર્ધાર કરી લે છે.બિનમૌસમ વરસાદને કારણે પુરા અમદાવાદમાં પાણી-પાણી થઈ ગયું હતું.
      આકૃતિ પોતાની બીમારીથી બેખબર પૂરો દિવસ વિક્રમ સાથે ફરે છે,અંતે સમય જોઈને વિક્રમ આકૃતિને તેની બીમારી વિશે કહે છે…હવે આગળ..
      વિહાન આવેશમાં મહેતાના ઘર સુધી પહોંચી ગયો.મહેતા પુરી તૈયારી સાથે વિહાનની રાહ જોઈ બેઠો હતો.બંને પોતાની એડી ચોંટીનું જોર લગાવી પોતાનું મકસદ પાર પાડવા ઇચ્છતાં હતા પણ બંનેમાંથી કોઈ જાણતું નોહતું કે કોઈ ત્રીજી વ્યક્તિ બંને વચ્ચે કાંટો બની જશે.
     વિહાન દબે પાવ મહેતાનાં રૂમ સુધી પહોંચ્યો.મહેતાનાં ઘરના ખુફિયા રસ્તાઓ વિશે વિહાન જાણતો હતો એટલે તેના રૂમ સુધી પહોંચતા વિહાનને તકલીફ ના પડી. મહેતાનાં રૂમનું બારણું અધુકડું ખુલ્લું હતું.વિહાને કમરે લગાવેલી રિવોલ્વર હાથમાં લીધી,અધુકડા બારણાંમાંથી રિવોલ્વરનું નાળચુ સામે રહેલી ખુરશી તરફ તાક્યું. મહેતાં દરવાજા તરફ પીઠ રાખેલી ખુરશી પર બેઠો હતો.તેના હાથમાં રહેલ સિગારના ધૂમાડાની સેર અધુકડી ખુલ્લી બારીમાંથી બહાર ઓઝલ થતી હતી.રૂમમાં આછો પીળો પ્રકાશ ફેલાયેલો હતો.વિહાને હિંમત કરી બારણાંને ધક્કો માર્યો અને રૂમમાં પ્રવેશ્યો.
      મહેતાં ઘૂમ્યો,આમ અચાનક પોતાનાં તરફ તાંકેલી રિવોલ્વર જોઈ મહેતાં ડઘાઈ ગયો.
“વિહાન..વિહાન આ..આ શું કરે છે?”ગભરાઈને મહેતાએ કહ્યું.
“મેં કહ્યું હતુંને,તને જોઈ લઈશ.મારી મમ્મીને વચ્ચે લાવી તે તારા મોતને આમંત્રણ આપી દીધું છે”વિહાને દાંત ભીંસી  કહ્યું, “હવે હું તને છોડીશ નહિ”
“પ્લીઝ વિહાન,મને કંઈ ના કર હું નિર્દોષ છું,પ્લીઝ વિહાન..”મહેતાં કરગરવા લાગ્યો, “મેં તો મારા દીકરા-દીકરીની ખુશી માટે આ બધું કર્યું,તને હેરાન કરવાનો મારો કોઈ મતલબ નોહતો”
“તે જે માટે કર્યું હોય એ પણ તારા કારણે ઘણાં લોકોને તકલીફ થઈ છે, તેઓનો સળગતો આત્મા તને સજા આપવા દલીલ કરે છે”
“વિહાન તું પુરી હકીકતથી વાકેફ નથી,પ્લીઝ પહેલાં તું મારી વાત સાંભળ પછી તારે જે કરવું હોય એ કરજે”
     વિહાને બે સેકેન્ડ વિચાર કર્યો.
“વિહાન, તું સાચુ નહિ માને, તું જેટલું સાંભળ્યું એ બધી વાતો અધૂરી છે,હકીકતથી તું વાકેફ જ નથી”મહેતાએ વિહાનને સમજાવતા કહ્યું.
“તને એમ હશે કે હું જ બધુ કરું છું પણ આ ધંધાનો માસ્ટર માઈન્ડ કોઈક બીજો જ વ્યક્તિ છે,જેને હું પણ ઓળખતો નથી અને વાત રહી તારી તો હા હું એ ભૂલ સ્વીકારું છું કે મારા પોતાના નિજી મતલબ માટે તને હેરાન કર્યો પણ તારી મમ્મીને આટલી કફોડી હાલતમાં લાવવા જેટલું મેં નોહતું વિચાર્યું”મહેતાએ નિસાસો નાખી કહ્યું.
“પ્લીઝ તું સમજ,હું તને બધી જ વાતો કહીશ,તું એક મિનિટ માટે આ રિવોલ્વર સાઈડમાં રાખી દે”
    વિહાનને મહેતાંની વાતો થોડા અંશે સાચી લાગી.તેણે રિવોલ્વર સાઈડમાં ન રાખતા,નાળચુ નીચે લઈ લીધું.મહેતાં વિહાન તરફ ધસ્યો,બંને વચ્ચે ત્રણ ફૂટનું અંતર હતું.મહેતાં વિહાન તરફ ચાલતો હતો એટલામાં બારણાં તરફથી ગોળી છૂટી,વિહાનના જમણા ખભાને ચીરતી એ ગોળી સામેની દીવાલ પર રહેલી તસ્વીર પર ખૂંચી ગઈ.
“અનિલ…નહિ”મહેતાએ ચીસ પાડી.વિહાનના હાથમાં રહેલી રિવોલ્વર નીચે પડી ગઈ. વિહાને ડાબો હાથ જમણા ખભા પર રાખ્યો.
“અનિલ નહિ પ્લીઝ”મહેતાંએ ફરી ચીસ પાડી.
     અનિલ રૂમમાં પ્રવેશ્યો.વિહાનનો ચહેરો સખ્ત થઈ ગયો.
“વિહાન શું વિચારે છે?” વિહાન નજીક આવી અનિલે પૂછ્યું.
“એ જ કે નાસુરના ઘરે નાસુર જ પેદા થાય”વિહાને કટ્ટરતાથી કહ્યું, “કાયર અને હિજડા…!!!”
“વિહાન,તું એને શા માટે ઉકસાવે છે?”મહેતાં વચ્ચે બોલ્યો.
     વિહાનના વાળ એક હાથથી પકડીને અનિલે બીજા હાથની મુઠ્ઠી વાળી, ખોલી અને જોરથી એક તમાચો વિહાનના ગાલ પર મારી દીધો.વિહાનના દાંત કકડી ગયા.જમણા ખભા પર રાખેલો હાથ આપોઆપ મોં પર આવી ગયો.વિહાનનું મોઢું પેઢાઓમાંથી ફૂટેલા લોહીથી ખારું-ગરમ થઇ ગયું.
“યુ…***”વિહાન બોલ્યો.લાગેલા હાથમાં જોર એકઠું કર્યું,અનિલના નાક પર એક મુક્કો માર્યો.અનિલ ચીસ પાડી ઉઠ્યો,તેના હાથમાં રહેલી રિવોલ્વર પડી ગઈ.હજી તેને કળ વળે એ પહેલાં વિહાને અનિલને બે પગ વચ્ચે લાત મારી. અનિલે ફરી ચીસ પાડી અને ફર્શ પર ઢળી પડ્યો.વિહાનનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. જાનવરની જેમ જોરથી, ઝનૂનથી,રાક્ષસી તાકાતથી એ અનિલ પર તરાપ્યો. વિહાનનું વજન અનિલ પર તોળાઈ રહ્યું.
     મહેતાંએ નીચે પડેલી રિવોલ્વર ઉઠાવી.મહેતાં ગોળી નોહતો છોડવા માંગતો પણ તેના દીકરા માટે તેણે ગોળી છોડવાનો નિર્ણય કરી લીધો.
       મહેતાનાં આ રૂમમાં આવવાના બે દરવાજા હતા.એક દરવાજો ઉત્તર દિશામાંથી પડતો હતો અને બીજો દરવાજો પશ્ચિમ દિશામાંથી.કોર્નર પર રૂમ હોવાને કારણે બંને લોબી વચ્ચે મહેતાએ પોતાની એકાંતને કાપવા આ સ્પેશયલ રૂમ બનાવ્યો હતો.પહેલા દરવાજેથી વિહાન ઘૂસ્યો હતો અને સામેના દરવાજેથી અનિલ.હાલમાં બંને દરવાજા ખુલ્લા હતા.અંધારી રાતના પહેલા પહોરના સમયે ઘીમાં ઘીમાં વરસાદ વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યું હતું.ચીસોનો અવાજ સંભળાતો હતો.એક વ્યક્તિ તેની મમ્મીનો બદલો લેવા મથી રહ્યો હતો તો બીજો છોકરો તેના પપ્પાનો બદલો.
     આ બાધી ઘટનાઓથી દૂર ત્રણ વ્યક્તિ મહેતાનાં ઘર તરફ આગળ વધી રહ્યા હતા,જેમાંના બે વ્યક્તિ કૌશિક અને ઈશા હતા.
     કૌશિકે મહેતાંના ઘરથી દૂર,એક ગલીમાં ગાડી પાર્ક કરી.મહેતાનાં ઘરની નજીક પહોંચતા બંનેને કાને ગોળી છૂટવાનો ધડાકો સંભળાયો,જે અનિલે વિહાન પર ગોળી છોડી હતી..થોડીવાર પછી ક્રમશઃ વિહાન અને અનિલની ચીસો સંભળાવા લાગી.ઈશા દોડવા લાગી.કમરે રાખેલી રિવોલ્વર હાથમાં લઈ કૌશિક પણ ઈશા પાછળ દોડ્યો.બંને જેમ જેમ આગળ વધ્યા તેમ ચીસોનો અવાજ મોટો થતો ગયો.ઉત્તર દિશા તરફ પડતાં દરવાજા પાસે બંને આવી પહોંચ્યા.
        અંદરનું દ્રશ્ય,વિહાન અનિલ અનિલ પર સવાર હતો,અનિલ છૂટવાની કોશિશ કરતો હતો.વિહાને અનિલનો હાથ મરડેલો હતો એટલે અનિલ ચીસો પાડતો હતો,એ જ સમયે મહેતાં રિવોલ્વર લેવાં નીચે નમ્યો.વિહાનની પડેલી રિવોલ્વર તેણે ઉઠાવી.
      એ જ સમયે કૌશિકે મહેતાં પર નિશાનો તાક્યો.એક સાથે રૂમમાં ત્રણ ગોળી છૂટી.
                        ***
    અવિરત પણે વહેતી ગંગા,રાતના અંધારાને ઝાંખું પાડતી પુલ પર પડતી સફેદ સ્ટ્રીટ લાઈટનું અંજવાળું,સાત ડીગ્રીની ઠંડીમાં રોડની બાજુમાં એક બેન્ચ પર આકૃતી વિક્રમને ભેટીને ડૂસકાં ભરતી હતી.તેની આંખોના આંસુ પણ થીજી ગયા હતા.વિક્રમની આંખો પણ નમ હતી. 
"મારે વિહાન સાથે વાત કરવી છે ..." આકૃતી તેનું માથું ઊંચું કરતા બોલી.
"અત્યારે?મતલબ કે તું વિહાનને ..." વિક્રમનું વાક્યનું વાક્ય અધૂરું રહી ગયું. 
"જ્યાં સુધી જીવતા રહેશું ત્યાં સુધી ક્યારેય અલગ નહીં થઈએ.વિહાન મારા છેલ્લા શ્વાસ સુધી મારી પાસે રહેશે. વિહાનનો હક છે એ,મારે તેને આ વાત કહેવી જ પડશે વિક્રમ." આકૃતીનો અવાજ લથડી પડ્યો. 
    વિક્રમે તેના ખભે હાથ મુક્યો અને તેને હિંમત આપી.આંખમાં આવેલ આંસુને લૂછતાં આકૃતીએ વિક્રમ પાસે ફોન માંગ્યો.
“બેટરી ડેડ થઈ ગઈ લાગે છે." વિક્રમ પોકેટમાંથી ફોન બહાર કાઢતા બોલ્યો.વિક્રમ આકૃતિને વિહાન સાથે વાત કરવા દેવા નોહતો ઇચ્છતો.
"મારો ફોન હોટલે પડ્યો છે.ચાલ જઈએ હવે." કહેતા આકૃતી ઉભી થઇ ગઇ.
“આકૃતિ”વિક્રમે આકૃતિનો હાથ ઝાલ્યો, “આ વાત વિહાને ફેસ ટૂ ફેસ મળીને કહેજેને" 
"મને ખબર છે એ આ વાત સાંભળી ને તૂટી જશે પણ વિક્રમ જો હું તેને આ વાત અત્યારે નહીં કહું તો તેની સાથે ખોટું કરીશ.મને નથી ખબર મારી પાસે કેટલો સમય છે,હું કેટલા દિવસો જીવીશ?જેટલું જીવીશને એટલું વિહાન સાથે જીવવા માંગુ છું.આ મારી છેલ્લી ખ્વાઈશ સમજી લે”આકૃતિ કરગરતી બોલી.
“આકૃતિ”વિક્રમ સહેમી ઉઠ્યો.ના ઇચ્છવા છતાં તેણે વિહાનને કૉલ લગાવ્યો.
"આ.....આકૃતી......" સામે છેડેથી રડમસ અવાજે ખુશી બોલી.
"ખુશી?શું થયું....?" આકૃતી લગભગ ચીસ પાડતા બોલી પડી.
"વિહાન.... આકૃતી…વિહાન......"
"શું થયું વિહાનને?..બોલ ખુશી....શું થયું વિહાનને......?”
       આકૃતિના હાથમાંથી મોબાઈલ પડી ગયો.રસ્તા ઘુમવા લાગ્યા.આંખો સામે અંધારા આવી ગયા.પળભરમાં બધું જ પાછળ છૂટી રહ્યું હોય તેવો આકૃતિને ભાસ થયો.
“વિક્રમ”કહેતાં આકૃતિ વિક્રમના ખભે ઢળી ગઈ.
(ક્રમશઃ)
       શું થયું હશે વિહાનને? રૂમમાં એકસાથે ત્રણ ગોળી કેવી રીતે છૂટી?એ ત્રણ ગોળીઓ પર કોનું કોનું નામ લખ્યું હશે?ખુશીએ એવી તો શું વાત કરી કે આકૃતિને અંધારા આવી ગયા?ગોળી વિહાનને લાગી હશે કે અનિલને?
     મહેતાં શા માટે વિહાનને મારવા નોહતો ઇચ્છતો?તેણે વિહાન પર ગોળી છોડી હશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)