Pranay Saptarangi - 6 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 6

સાગરે ફોનમાં અજાણ્યો નંબર જોઇ ફોન ઉપાડ્યો તો ખરો પણ પછી વાત કર્યા પછી એણે ગંભીરતાથી વાત સાંભળ્યા પછી મળવાનું વચન આપીને ફોન મૂક્યો. કૌશલ્યા બહેને પૂછ્યું કે તું કેમ આમ અચાનક ગંભીર થઇ ગયો ? કોનો ફોન હતો ? શું વાત છે ? સાગરે કહ્યું"અરે માં કોઇ ચિંતાજનક વાત નથીજ નંબર અજાણ્યો હતો પરંતુ વ્યક્તિ જાણીતી હતી કોઇ ચિંતા ના કર. " તો કોનો હતો એ કહેને ? સાગરે કહ્યું હમણાં તે વાત કરી ને એ મારી મિત્ર અમીનો હતો અને એને કંઇ ખાસ કામ છે એટલે મળવા બોલાવ્યો છે. તું નાહક આમ ચિંતા કરે છે. "ઓહ ઓકે ઠીક છે એમ કહીને એ એમનાં કામમાં પરોવાઇ ગયાં

સાગર વિચારમાં પડ્યો કે આ અજાણ્યા નંબરથી અમીએ કેમ વાત કરી ? આ નંબર કોનો હશે ? અને એ મારુ શું કામ પડ્યું ? અને સાંજે તો મારે સીમાને મળવાનું છે ! ઠીક છે સાંજે જે હશે એ ખબર પડશે એમ કહીને એણે ફોન ઉઠાવી નંબર જોડ્યો.

***********

પ્રો. મધોકે ગાયકવાડને ત્યાં પ્રોગ્રામનાં દિવસે અચાનક સંયુકતા પર હુમલો થયો અને ગુનેગારો ભાગી ગયાં પછી પાછળ દોડી આવીને સીમા, સંયુકતા અને અમી સાથે વાતો કરેલી અને શું થઇ ગયું એ વિગતો જાણી હતી એ પછી એમણે કંદર્પરાયની સાથે એમની પત્નિ અને પુત્રને જોયાં હતાં. સાગરને જોઇને તેઓ વિચારમાં પડ્યાં હતાં. અગાઉ તેમણે સાગરને જોયો નહોતો કે મળ્યાં નહોતાં. એમણે આ સમયે અમીને એમની બાજુએ બોલાવીને થોડું ખાનગીમાં સાગર તરફ ઇશારો કરીને પૂછેલું કે તું આને મળી છે ? ઓળખે છે ? અમીએ કહ્યું "હા હું સારી રીતે ઓળખું છું. એ ડે.કમીશ્નરનો એકનો એક છોકરો છે. અને મારો અને મારી મોટી બહેન સીમાનો ખાસ મિત્ર છે. બાય ધ વે સર ! સીમા અને સાગર પ્રેમમાં છે એ મને બે દિવસ પહેલાંજ ખબર પડી છે. પરંતુ તમે કેમ સાગર માટે પૂછો છો ? તમે નથી જાણતાં એને ? તમે ડે.કમીશ્નર સરની તો ઘણાં નજીક છો.

પ્રો. મધોકે કહ્યું "હા અમે કામ અંગે અવારનવાર મળીએ છીએ અને મારો જુનીયર છે એની પત્નિ અને એક છોકરો છે જે કોલેજમાં ભણે છે એટલી માહિતી હતી વધુ જાણવાની ક્યારેય જરૂર નથી પડી. પણ આજે એને રૂબરૂ જોયાં પછી મને એક અરજી વાંચેલી યાદ આવી ગઇ. એ આ સાગરનીજ હતી એમાં એણે ફક્ત એનું નામજ લખેલું પરંતુ ફોટો પણ સાથે હતો. એડ્રેસમાં એની કોલેજનું એડ્રેસ હતું બાકીની પર્સનલ માહિતી એણે ગુપ્ત રાખી હતી એને આપણાં ગ્રુપમાં જોડાવા માટે અરજી કરેલી છે આપણાં પોસ્ટ બોક્ષ નં.52 આપણે થોડાં સમય પહેલાં આપણી બધીજ વાત ગુપ્ત રાખીને પોસ્ટ બોક્ષ નંબર પર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને બચાવવા ત્થાં અબળા નારીઓને શિકાર થતી બચાવવા એક જાહેરાત મૂકી હતી એમાં દેશદાઝવાળાં, બહાદુર અને સશક્ત યુવાનો ને જોડવા માટે એક ચળવળ ચલાવી હતી ત્યારે સેકડો અરજીઓ આવી હતી એમાં કેટલીક ચકાસીને અલગ કરી હતી એમાં આ સાગરની અરજી હતી અને એનામાં ધ્યાન એટલે દોરાયું હતું કે એણે પોતાનો ફોટો મૂકેલો પણ બાકીની માહિતી ગુપ્ત રાખી હતી તેથી અચરજ થયેલું અને આજે અહીં જોતાં ખ્યાલ આવી ગયો કે બાપ પોલીસમાં છે અને કોઇ બીજાં કારણે એણે વાત ગુપ્ત રાખી છે એટલે તને પૂછ્યું.

અમી કહે, "સાગરભાઇ ખૂબ સંવદેનશીલ છે અને બહાદુર પણ છે એ જળ અને અગ્નિ બંન્ને જાણે ભરી બેઠાં છે મને ખાસ એમના વિષે ખબર નથી પણ એમને તમે આપણાં ગ્રુપમાં સામેલ કરશો તો ઉપયોગી નીવડશે. અને એ અંગે તમે "કુમાર"નો અભિપ્રાય પણ લઇ શકો છો. પ્રો.મધોકે કહ્યું "ઓકે બેટા થેંક્સ ફોર યોર ઇન્ફરમેશન. એમ કહી અમી અને પ્રો.મધોક છૂટા પડ્યાં અમી એનાં ફેમીલી સાથે જતી રહી અને પ્રો.મધોક કંદર્પરાય અ અમુલખ દેસાઇ પાસે પહોંચી ગયાં જે રાજવી બલભદ્રસિંહ સાથે ઘરની ચર્ચા કરી રહેલાં....

**********

સવારથી અમી અને સીમા બંન્ને ગાયકવાડ પેલેસમાં સંયુકતા પાસે હતાં. ગઇકાલની આવી ઘટના બની ગયાં પછી એ લોકોને લાગ્યું કે સંયુકતા સાથે રહે. આજે સંયુકતા એનાં રૂમમાં બધી સહેલીઓ સાથે હતી. પેલેસની બહાર ચૂસ્ત બંદોબસ્ત હતો. અમી અને સીમા સંયુક્તા સાથે વાતો કરી રહી હતી. થોડો સમય બધાને મળવાનો ચાલુ રહ્યો. સંયુક્તાએ બધી સહેલીઓને ચા-પાણી નાસ્તો કરાવ્યો પછી કહ્યું મારે એક અગત્ય મીટીંગ છે તો પછી મળીશું એમ કહી બધાને જવાનો ઇશારો કરી દીધો.

સંયુક્તાની બધીજ મિત્ર એને ટેક કેર લવ યુ , પછી મળીશું બધુ કહેતાં બહાર નીકળી રહી હતી. સંયુક્તાએ સીમા અને અમીને રોકી લીધી. સીમા અને અમી અટકી અને સંયુક્તાને આશ્ચર્યથી પૂછ્યું શું થયું તારે મીટીંગ છે ને ? બધાતો ગયાં. સંયુક્તાએ કહ્યું "હા મારે મીટીંગ છે પણ તમારી સાથે એમ કહી હસવા લાગી. અરે યાર બધાં બહુ આવી ગયેલાં અને આખો રૂમ ફૂલો અને ગુલદસ્તાથી ભરાઇ ગયો છે હું કંટાળેલી અને મને સફોકેશન થવા લાગેલું બધાની જવાની રહાજ જોતી હતી પરંતુ બધાંનાં લક્ષણ અઠે દ્વારકા લાગ્યું એટલે મારે જવા કહેવું પડયું મારે આ ફોર્માલીટીની ગૂંગળામણથી બહાર નીકળવું હતું.

અમી કહે ભાઇ તું રાજકુમારી છે પાછી એકની એક પછી ભીડ થવી સ્વાભાવિક છે અને કાલનાં સમાચારતો ટીવી અને સમાચાર પત્રોમાં આગની જેમ ફેલાઇ ગયેલાં એટલે બધાં અહીં આવવાનાં જ હતાં. ઓકે ડાર્લીંગ કહે શું વાત માટે અમને રોક્યા ? સીમા કહે "સંયુક્તા સાચેજ હું તો ગભરાઇ ગઇ હતી કે આ લોકો તને બળજબરીથી ધમકાવીને ઉપાડી જશે તો મારાંમાં તો એવી હિંમત કે શક્તિ નથી ત્યાં આ તોફાને આવીને પરાક્રમ કરી નાંખ્યું પછી મને હાંશ થઇ હતી. અમીએ કેડ પર બે હાથ મૂકીને આમ ગૌરવથી બંન્નેની સામે જોયું અને ફૂંક મારી ને એનાં વાળની લટોને ઉડાવી. આ જોઇને ત્રણે જણાં જોરથી હસી પડ્યાં.

સંયુક્તા ઉઠીને અમીને વળગીજ ગઇ થેક્યું માય ડાર્લીંગ કહી ફરીથી આભાર માન્યો. ત્યારે અમીએ કહ્યું "બધી વાત સાચી પરંતુ તે કાલે બધાં સામે કેમ મારો ઘટસ્ફોટ કરી દીધો કે હું પ્રો. મધોક સરનાં ગ્રુપમાં છું. કેટલી ગુપ્ત રાખવાની વાત કેમ બોલી ગઇ ?અરે ત્યાં તો પ્રો.મધોક અને કંદર્પ અંકલજ હતાં. અને હું અને ભાઇ તો ગ્રુપમાં છીએજ અને અમીને એ લોકો આ રીતે ઓળખતા થાય એવું હું ઇચ્છતી હતી સીમાએ આશ્ચર્યથી કહ્યું "તમે લોકો આવી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છો મને શંકા સુધ્ધાં ના આવવા દીધી. ? અમીએ કહ્યું "દીદી તું ખૂબ ભોળી છે એટલે તું ભૂલમાં પણ કોઇને કહી દે એવું નથી ઇચ્છતી અને આ વાત માં પણ જાણે છે. સીમાનું આશ્ચર્ય વધી ગયું એણે કહ્યું "આતો મારી પાછળનું ષડયંત્ર કહેવાય. અને પાપા ? પાપા જાણે છે ? અમી કહે નાં... હમણાં કહેવાનું પણ નથી સમય આવ્યે માં અથવા હું કહીશ પ્લીઝ દીદી તમે કાંઇ વ્હેમ પણ ના આવવા દેતાં. પાપા સવારનાં જાય રાત્રે આવે એમને પણ હવે પ્રમોશન પાકુંજ છે એટલે એમનાં વ્યસ્ત શીડ્યુલમાં કોઇ ખોટું ટેન્શન નથી આપવું સમજ્જે દીદી. સીમાએ કહ્યું "હા સમજી ગઇ છું નાની કીકી નથી કે પાપાને ટેન્શન આપું. પરંતુ અમી સંભાળીને કરજે. પ્લીઝ અરે દીદી ચિંતાના કર એક વધુ મોટી સરપ્રાઇઝ આપું ? આ ગ્રુપમાં સંયુક્તા-રણજીત - હું તો છીએ જ અને પ્રો. મધોક સર સાગરને પણ ઇન્વાઇટ કરવાના છે. એમણે મને પ્રોગ્રામની રાત્રે પૂછેલું કે કંદર્પરાયનો દીકરો છે આ ? અને દીદી થોડાં સમય પહેલા સાગરેજ ગ્રુપમાં જોડાવા સરનામા વિનાની અરજી મોકલી હતી.

સીમા તો વિચારમાંજ પડી ગઇ કે આ બધું શું ચાલી રહ્યું છે ? દીદી વધુ એક સરપ્રાઇઝ આ કવર તમે સાગરને આપી દેજો. સીમાએ કહ્યું "કેમ આમાં શુ છે ? અમીએ સંયુક્તાની સામે જોઇ હસતાં હસતાં કહ્યું "તમે સાંજે જીજુને મળો ત્યારે આ કવર આપી દેજો. સીમાએ કહ્યું "અરે તને કેવી રીતે ખબર પડી ? અમે સાંજે મળવાનાં છીએ ? અમીએ કહ્યું મારે જીજુ સાથે કાલે રાત્રે વાત થઇ હતી એટલે જાણવા મળેલું એમણે કહેલું.

સીમા કહે "તેં કેમ સાગરને ફોન કરેલો ? શું થયું ? અમીએ કહ્યું. "એય ડોન્ટ બી જેલસ..... મને પ્રો.સરે કહેલું ફોન કરવા એટલે કરેલો પ્રો.મધોક સર સાગરને મળવા માંગે છે એટલે. સીમાએ કહ્યું "અને આ કવર ?"

અમીએ કહ્યું એ તો સંયુક્તાનાં ભાઇ રણજીતે આપેલું છે કે તમે ત્રણે રેસ્ટોરન્ટ આવેલાં અને તમે ત્યાં ડીનર લીધેલું એ મારાં તરફથી પાર્ટી એનાં બીલનાં પૈસા પાછા મોકલ્યા છે. સીમા કહે "ઓહ ! હવે રણજીતને કેવી રીતે ખબર પડી ? કે આપણે ત્યાં ગયેલાં.

સંયુક્તાએ કહ્યું "ઓ મારી ભોળી બહેનાં એ આખી રેસ્ટોરન્ટ રીસોર્ટ-સ્પોટર્સ સંકુલ બધુજ અમારું છે. ભાઇ રોજ સીસીટીવી ફુટેજ ચેક કરે અને અમી સાથે વાત થઇ હશે. એ લોકો ગ્રુપમાં સાથે છે એટલે વાત થતી રહે છે એણે અમી સાથે કન્ફર્મ કર્યું કે એ લોકો હતાં અને તમારાં પ્રણયની વાત પણ એને ખબર છે. બસ સમજી ગઇ બધુ ?

સીમા તો બંન્નેની સામે ટગર ટગર જોઇજ રહી પછી થોડીવાર શાંત બેસી રહીને પછી એની આંખો વરસવા લાગી. સંયુક્તાએ કહ્યું "અરે સીમા કેમ શું હતું. એકદમ ? સીમાએ કહ્યું "હું તો સાવ બેવકૂફ છું મને તો કોઇ વાતની જાણજ નથી. નથી મને સાગરે કંઇ કહ્યું ના અમીએ ના કંઇ માં એ. ઠીક છે હું એને યોગ્ય નહીં હોઉ. કહીને રિસાઇને ઉભી થઇ ગઇ. અમીએ સીમાને પોતાનાં ગળે વળગાવીને કહ્યું "દીદી આમાં તમને દુઃખ પહોંચડાવાનો કોઇનો ઇરાદો નહોતોજ. સમય સંજોગો પ્રમાણે થતું રહ્યું અને હું ગ્રુપમાં જોડાયે હજી 6 માસ થયા છે મને મામાએ પ્રો.મધોકે સાથે ઓળખાણ કરાવીને એમાં જોડાવી છે મને પણ કામ ખૂબ ગમી ગયું એકદમ ડેરીંગ અને એકસાઇટમેન્ટનું લાગ્યું છે. તને ના કહેવા મંમીએ જ કહેલું કે સીમા ખૂબ જ લાગણીશીલ છે એ ગભરાઇ જશે અને તારાં પાપા સાથે વાત થશે બધાં ટેન્શનમાં આવી જશે સમય આવ્યે જણાવીશું આજે સમય આવ્યો એટલે બધુ જ કીધું. દીદી આમ ઓછું ના લાવીશ. સાગરે અરજી કરેલી એતો હજી ગઇકાલે કન્ફર્મ થયું પ્રો.સરે એને જોયો ત્યારે. અને તું અને સાગર હજી હમણાં... એ પણ ચોક્કસ તને વિશ્વાસમાં લઇને કહેશેજ.

અને એ પણ કહી રાખું છું કે પ્રો.સરને મળવા માટે આજે નક્કી થયું છે મોટાં ભાગે રાત્રેજ બોલાવશે એમને. સંયુક્તાએ કહ્યું સીમા તું અમારી ખાસ છે તારાં જેવાં ગુણો તો અમારાંમાં પણ નથી તું કાયમ બધાની કાળજી લે છે પરંતુ તારો ખૂબ લાગણીશીલ સ્વભાવ તને બધું કહેતાં અટકાવતો હતો પરંતુ હવે તને બધી જાણ છે જ. સીમાએ બંન્ને જણાં સામે જોયું અને બધું એને કહેવા માટે થેક્યું કહ્યું અને ત્રણે સહેલો રૂમમાંથી નીકળી ને ડાઇનીંગ રૂમમાં આવી. સંયુક્તાએ નોકરને હુકમ કરીને આઇસ્ક્રીમ લાવવા કહ્યું સીમા અંદરને અંદર રાજી હતી કે આજે મને બધુંજ જાણવા મળ્યું.

**********

સાગર હું તમારી સાથે નથી બોલવાની સીમાએ ફોનમાં કહ્યું સાગરે કહ્યું તુ શું નથી બોલવાની હું જ નથી બોલવાનો એક નંબરની છુપા રુસ્તમ છે. સીમાએ કહ્યું "તમારા થી ઓછી અને હું તો મીઠી સરપ્રાઇઝ આપવા માંગતી હતી. મારો કોઇ બીજો ઇરાદો નહોતો. પહેલા એ કહો કે કેટલાં વાગ્યે આવો છો મને લેવા ? સાગરે કહ્યું "લેવા ? કેમ તું નહીં આવી જાય કહું ત્યાં ? સીમાએ કહ્યું "ના સાગર હું થાકી છું તમે આવીને લઇ જાવો કેટલા વાગે આવશો ?

સાગરે કહ્યું "હું હમણાં થોડીવારમાંજ આવું છું હજી એક દિવસ થયો છે છતાં એવું લાગે છે કે તને મળ્યા વિના યુગો વીતી ગયાં હોય. તું તૈયાર રહેજે આવું થોડીવારમાં બાકીની બધી વાતો અને પ્રેમ પરાગ આવીને આપીશ . સીમાએ હસતાં હસતાં કહ્યું " ઓય મારાં નખરાળા પ્રેમ પરાગ નહીં પાન પરાગ. સાગરે હસતાં હસતાંજ કીધું એવું બધું નથી ખાતાં ખવરાવતૉ પણ નથી અને હું ખૂબ જ રોયલ અને ઊંચી પસંદવાળો હોઊં પણ હું તને પ્રેમ પરાગ જ આપીશ. સીમા આવું સાંભળતાં મનમાં જ શરમાઇ ગઇ એણે કહ્યું "ચાલો શબ્દોનો શણગાર છોડો જલ્દી આવી જાવ. ઓકે હકુમ રાજકુમારી આવ્યો જ. એમ કહી ફલાઇંગ કીસ કરીને ફોન મૂક્યો.

************

સાગર સીમાનાં ઘરનાં દરવાજે પહોંચ્યો અને એણે બાઇકનું હોર્ન માર્યું અને સીમા સાંભળીને તરતજ બહાર આવી ગઇ આવીને પાછળ બેસી ગઇ. સીમા જેવી બેઠી અને એનાં ઘરનો દરવાજો બંધ થયો. સાગરે કહ્યું "ચાલો શું હુકુમ છે ક્યાં લઇ લઊં સવારી ? સીમાએ કહ્યું હું તો પાછળ આવીને બેસી ગઇ હવે તમારે જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જાવ. સાગરે હસતાં હસતાં ગીયર પાડીને બાઇક દોડાવી અને બાઇક ધીમે ધીમે શહેરની બહારની તરફ જવા લાગી સીમાએ કહ્યું "ક્યાં જઇએ છીએ ? સાગરે કહ્યું "એક સરસ જગ્યા ચાલને હું લઇ જઊં છું. સીમા ઓકે કહી ચૂપ થઇ ગઇ.

થોડેક આગળ ગયા પછી સાગરે બાઇક એક સલામત જગ્યાએ ઉભી કરી દીધી. સીમાતો સાગરને પાછળથી વળગીને જાણે શમણાંઓમાં ખોવાઇ ગઇ હતી. બાઇક ઉભી રહેતાં એણે આંખો ખોલી અને જોયું તો એક લીલુછમ ખેતર હતું એનાં આંગણમાં બાઇક ઉભી હતી. એ તરત નીચે ઉતરીન કૂતૂહૂલ સાથે પૂછ્યું "સાગર અહીં આપણે ક્યાં આવ્યા છીએ ? સાગરે કહ્યું અરે આ વડોદરાનાં કિનારે આવેલું છેડે આવેલું એક ગામ છે અને આ ફાર્મ મારાં એક મિત્રનું છે. ચાલ જોઇએ કોણ કોણ છે આવી સલામત અને શાંત જગ્યા નહીં મળે એવું વિચારીને હું તને અહીં લઇ આવ્યો છું.

સીમાએ ચારે તરફ નજર કરતાં એનું મન પ્રફુલ્લિત થઇ ગયું હતું ખેતરનાં એણે છેડેથી વૃક્ષોની હારમાળા હતી વચ્ચે ખેતરનો ખૂલ્લો સપાટ ભાગ એમાં કોઇ ખેતી કરેલી હતી એને સમજ નહોતી કે આ શું ઊગાડ્યું છે પણ ખૂબ સુંદર દેખાતું હતું લીલા છોડ પર સફેદ સફેદ લટકાતું હતું. એણે સાગરને પૂછ્યું આવુ સુંદર શું ઉગાડેલું છે ? સાગરે કહ્યું "સીમા એ કપાસ છે હજી એમાં જીંડવા બેઠા છે પછી એમાંથી પાકીને એમાંથી રૂ નીકળશે એ નજારો ખૂબ અદભૂત હોય છે અને અહીં આંબાનાં વૃક્ષો છે, આંબલી, ગોરસ આમલી, લીમડાં, એવાં અનેક વૃક્ષો છે.

સીમા કહે સમજી ગઇ સર ! પણ તમને કેવી રીતે ખબર તમે ખેડૂત છો ? સાગર કહે હા હું ખેડૂત છું. મારાં દાદાનું પણ ખેતર છે અને નાનાને પણ ખેતી છે નાનાની ખેતી ડભોઇ પાસે છે અને દાદાનું ખેતર વાઘડીયાથી આગળ છે હું નાનો હતો ત્યારે દરેક વેકેશનમાં ખેતર-વાડીએ જતો અને મને ખૂબ રસ છે મને ખેતરમાં ખૂબ ગમતું એક અનોખી નિરાંત ફીલ થતી એટલે આજે અહીં નજીકનાં મારાં મિત્રનાં ખેતરે લઇ આવ્યો. આપણે ફરી ક્યારેક અમારાં ખેતરે પણ જઇશું.

સીમાએ કહ્યું "વાહ મારા ખેડૂત કહેવું પડે. અને એ મનમાં ખૂબ રાજી થઇ. બંન્ને જણાં વાતો કરતાં આગળ જતાં હતાં અને એક રખેવાળ જેવો માણસ આવ્યો. એણે સાગરને જોતાંજ કહ્યું "આવો આવો સાગરભાઇ કેમ છો ? એમ કહીને દૂર ઝાડ નીચે ખાટલા પાથરેલા ત્યાં આવવા ઇશારો કર્યો.

સાગર અને સીમા ત્યાં જઇને બેઠાં પછી પેલાએ કહ્યું પાણી આપું ? સાગર કહે હા ભીમા પાણી પીવરાવ પછી તું તારું કામ નીપટાવજે અમે તો ત્યાં અંદર આંબા નીચે બેસીને વાતો કરીશું અમારી ચિંતામાં કામ ના બગાડીશ થોડીવાર બેસીને પછી અમે નીકળી જઇશું.

ભલે સાગરભાઇ તમને ઠીક લાગે એમ તમારું જ છે ને ફાર્મ એમ કહીને એ ત્યાંથી ચાલ્યો ગયો. સીમાએ કહ્યું "સાગર જગ્યા તો ખૂબ મસ્ત છે મને આવી જગ્યા અને વાતાવરણ ખૂબ ગમે કેવી શાંતિ અને નિશ્ચિતતા છે. ઉપર ગગન નીચે ધરા ચારેકોર વનસ્પતિ-વૃક્ષો પર ટહૂકતાં પંખીઓ અને બસ લીલીચાદર અને આપણે બંન્ને. ખૂબ મજા પડી. થેંક્યું મારા રાજકુમાર કહીને સાગરને એણે ચૂમી ભરી દીધી. સાગરે કહ્યું વાહ વાતાવરણની તરતજ અસર... કહી હસવા લાગ્યો.

એવું સાંભળીને સીમાએ એકદમ ચહેરાનો ભાવ બદલીને કહ્યું "જાને હું તો તારી સાથે નથી બોલવાની ? સાગરે કહ્યું "અરે વાહ ઉવ્ટા ચોર કોટવાલ કો ડાંટે ? એકતો પોતે મારાથી બધુ છાનું રાખ્યું હું કહું છું સાંજે હું પેલેસમાં પ્રોગ્રામમાં જવાનો છું અને તો પણ તું કાંઇ નથી બોલતી અને પછી પ્રોગ્રામમાં આશ્ચર્યજનક સરપ્રાઇઝ આપે છે એટલે સીમાએ હસ્તાં હસ્તાં કહ્યું "એય સાગર મારે તમને આવી મીઠી સરપ્રાઇઝ આપવી હતી એટલે નહોતું કહ્યું "સાગરે કહ્યું ખૂબજ મીઠી અને વ્હાલી સરપ્રાઇઝ હતી એમ કહીને ખાટલા ઉપર બેઠેલી સીમાને ખેંચી બાહોમાં લઇને એનાં હોઠ ઉપર ચૂસ્ત ચુંબન લઇ લીધું.

સીમાએ શરમાતાં કહ્યું - "ઐય આમ એકદમ... પેલાં ભીખાભાઇ જોવે તો કેવું લાગે ? છતાં એને ચુંબન ખૂબજ મીઠું લાગ્યું હતું એણે શરમાતાં કહ્યું મીઠાં સરપ્રાઇઝ કરતાં વધુ મીઠી ચૂમી હતી એમ કહી તોફાની આંખોનાં ઇશારે કહ્યું "ચલો પેલાં આંબા નીચે જઇ બેસીએ પછી આગળ બીજી વાત કરું અને તને ફરીયાદ કરું.

સાગરે કહ્યું "હાં ચાલ ત્યાં ખૂબ શાંતિ અને પ્રાઇવેચી પણ છે... ચાલ... અને બંન્ને જણાં હાથમાં હાથ પરોવી ખેતરની વચ્ચેનાં ઢાળીયાં ઉપરનાં રસ્તે ચાલતાં આંબો તરફ ગયાં. ત્યાં પહોચીને જોયું એટલી સરસ જગ્યા હતી અને વિશાળકાય આંબા નીચે ચોખ્ખું કરેલું હતું જાણે વાસીદુ વાળેલું હોય અને એલોકો થડને અઢેલીને ત્યાં બેઠાં. સાગરે એકદમ જ લંબાવીને બેસતા કહ્યું કપડા કંઇ ગંદા નહીં થાય ખંખેરીશું ત્યારે ધૂળ નીકળી જશે. એવું સાંભળતાં સીમાને હસવું આવી ગયું. એ બોલી.... ખંખેરીશું એટલે ધૂળ નીકળી જશે. પણ તારી.. કહી બંન્ને જણાં હસવા લાગ્યાં.

સીમાએ કહ્યું "સાગર એક વાત મારે તમને પુછવી છે પણ હમણાં નહીં પાછા જતાં પૂછીશ મને અત્યારે તારો આવો તોફાની અને રોમેન્ટીક મૂડને બીજે ડાયવર્ટ નથી કરવો કહીને સાગરની બરોબર અડોઅડ આવીને બેસી ગઇ. સાગરે એને પોતાનાં પગ ફેલાવીને એમાંજ એનું માથું મૂકીને સૂવરાવી દીધી અને સીમાનાં માથે પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું "સીમા તે મને ખૂબ મીઠી સરપ્રાઇઝ આપી. તારો કંઠ ખૂબ મીઠો છે તારાં ઉપર માં સરસ્વતીની અસીમ કૃપા છે. આછાં અંધારામાં હું તને ત્યાં સ્ટેજ ઉપર સ્પષ્ટ નહોતો જોઇ શકતો. અને તારાં ગળામાંથી જે મીઠી સુરાવણી સ્તુતિ અને સ્તવનની નીકળી હું તો તારામાં જ પરોવાઇને ધ્યાનથી સાંભળી રહેલો. એક એક શબ્દની ગાયકીની મીઠી ધાર મારાં કાનોમાં રેડાઇ રહેલું હું એટલો તન્મય થઇ ગયેલો કે જાણે હું ગણેશજી અને માં સરસ્વતીની આરાધના કરી રહ્યો હોઊં. ફક્ત હું નહીં આખો હોલ સંપૂર્ણ તારાં બનાવેલાં સંગીયમય ભક્તિ સંગીતમાં ડૂબી ગયેલો. જેવી પ્રાર્થના પુરી થઇ મેં આંખો ખોલી હું એટલો ભાવમાં હતો કે સામે તને જોઇ તોય થોડી ક્ષણો તો હું માનીજ ના શક્યો કે આ તેં ગાયું છે. મારી માં એ કહ્યું "સાગર આ છોકરીએ કેવું સુંદર ગાયું એનો કંઠ તો કોયલ જેવો છે અને મને કહે તારે આવા ગાયીકા સાથે જુગલબંધી કરવી જોઇએ તો સાચી મજા આવે. એજ સમયે મને થયું જુગલબંધી પ્રેમની હમણાંજ ચાલુ કરી છે.

સાગરે સીમાને આંખોને ચૂમી લીધી એનાં નાકનાં ટેરવાને ગાલને ચીબુકને બધે ચૂમી ભરીને નીચો ચહેરો કરીને સીમાનાં ભીનાં લાલ ગુલાબી હોઠ પર એનાં હોઠ મૂકી દીધાં. સીમાનાં શરીરમાં જાણે લોહી એકદમ ગરમ થઇને દોડવા લાગ્યું. એનાં હાથ આપોઆપ સાગરનાં ચહેરાને ડોકને વીંટળાઇ ગયાં અને બંન્ને પ્રેમીડાં એકમેકનાં હોઠથી જાણે પ્રેમસાગર લૂંટવા લાગ્યાં. કેટલીય મીનીટોની હોઠોની જુગલબંધી ચાલી પછી હળવેથી સાગરે હોઠ ઉપાડી એનાં કપાળને ચૂમી લીધું. સીમાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં એણે કહ્યું "સાગર મેં તમને પ્રેમ કરીને તમને મેળવીને જાણે બધુંજ મેળવી લીધું છે મારાં માટે તમારાં પ્રેમથી વિશેષ કંઇ જ નથી. મારી એક એવી ઇચ્છા છે કે તમને ગાયિકીમાં ખૂબજ અવ્વલ દરજ્જે ગાતાં જોવાં છે સાંભળવા છે તમારી ગાયિકી પણ ખૂબ ઉચ્ચ છે હું જાણું છું અને તમારી સાથે યુગ્મગીતો ગાવાની ખૂબ ઇચ્છા છે.

સાગરે કહ્યું "હવે જુગલબંધી બધાંજ સ્તરે રહેશે. પછી એ પ્રેમ હોય ગાયકી હોય કે જીવન કે પછી મોક્ષ બસ હવે માત્ર તારો સાથ તારી સાથેજ સંસાર સીમાએ સાંભળીને તરતજ સાગરને પોતાના તરફ ખેચીને પાછું તસતસતુ ચુંબન લઇ લીધુ અને ફરી પાછા સમાધીમાં ખોવાઇ ગયાં.

આજે જાણે ઘરતી-આકાશ-વનસ્પતિની સાક્ષીમાં આં બન્ને પ્રણયભીના હૃદય સપ્તરંગી દુનિયામાં ખોવાઇ ગયાં હતાં ના કોઇ સ્થળ કાળ - સમયનું ભાન બસ બંન્ને આજે જાણે ઇશ્વર અને કુદરતની સાક્ષીમાં જીવ-તન-મનથી એક થઇ રહ્યાં હતાં. બંન્ને જણાંના હૃદય પ્રેમનાં આનંદમાં તરબોળ હતાં. આંબા ઉપરથી કોયલ મીઠો અવાજ કરીને જાણે પ્રેમ સમાધીમાં આનંદનો નાદ ફેલાવી રહી હતી. ક્યાંય સુધી અમૃત પીધાં પછી સાગરે સીમાને કહ્યું સીમા અંધારું થશે થોડીવારમાં હવે આવતાં અંકે રાખીએ અને હસી પડ્યો સીમાએ કહ્યું "મને તો સમય ક્યાં ગયો ખબરજ ના પડી. આમ આટલું જલદી પસાર થઇ ગઇ આ ક્ષણો ? અજવાળાથી અંધારું થાય કે અંધારાથી અજવાળું હવે તો આ સીમા બસ દરેક કાળમાં મારાં સાગરમાં પરોવાયેલીજ રહેસે. સાગરે સીમાને બાહોમાં પરોવીને ખૂબ પ્રેમ કરી લીધો પછી કહ્યું આવો વચ્ચે કોઇ "અંતરાલ"ના આવે એવો સમય હોવો જોઇએ બસ આપણે પ્રેમ સમાધીમાંથી ઉઠીએજ નહીં ભલેને પછી આખું આયખું આમ નીકળીને પ્રાણ પણ સાથે જાય તોય તૈયારી છે.

સીમાએ કહ્યું "હા મારા પ્રેમસાગર હું બસ તારામાંજ ડુબેલી રહેવા માંગુ છું મને કંઇ બીજું જોઇતું નથી ના કોઇ બીજું જ્ઞાન મારે કરવું છે બસ તારામય બની એકજ શ્વાસ લેવાં છે. એટલામાં સાગરનાં મોબાઇલનાં સ્ક્રીન પર એક નંબર દેખાયો અને સાગરે ગંભીર થઇને ફોન ઉંચક્યો અને કહ્યું "હાં હું સાગર બોલો. ઓકે હું રાત્રે 9.30 સુધીમાં આપ કહો છો ત્યાં પહોચું છું. આભાર, નમસ્કાર કહીને એણે ફોન મૂક્યો.

સીમા આશ્ચર્યથી સાગરની સામે જોઇ રહી અને કંઇ બોલવા ગઇ અને સાગરે કહ્યું "મારી સીમા તને જે પ્રશ્નો થઇ રહ્યાં છે એનાં બધાં જ જવાબ તને આપીશ પરંતુ હવે આપણે અહીંથી ઘરે પાછા જવા નીકળી જઇએ.

પ્રકરણ-6 સમાપ્ત.

સાગરનાં ફોન પછી સીમા ઊંડા વિચારમાં પડી ગઇ કે સાગરને કોનો ફોન આવ્યો ? એણે બધાં જવાબ પછી આપવા કીધાં ઠીક છે એ જાતેજ કહેશે એમ કહી એની સાથે ચાલવા લાગી.