વરસાદ થોડો ઓછો થયો હતો.પર્વ ચા બનાવા ગયો હતો.લજ્જા તો મન માં મલકી રહી હતી કે પર્વ મને જોઈ ને ખુશ ખુશાલ થઈ જશે.
"ખુશી ને કયાં કોઈ પગરવ હોય છે...
એ તો હર પળ આપણા મન માં હોય છે."
પર્વ ચા લઈ ને આવે છે.લજ્જા પર્વ ની સામેે આવે છે.
ઓહ!!!!! લજ્જા તું!!!!!!!!!
પર્વ ખુશી થી ઉછળી પડે છે.લજ્જા ના પણ એ જ હાલ હોય છે.
ઓહ લજ્જા તું અમેરિકા થી ક્યારે આવીી??
પર્વ સવાલ પર સવાલ વરસવી રહ્યો છે. લજ્જા પણ પૂછવા જઈ રહી છે ..પણ બન્ને જણા પૂછી રહ્યયા છે.
"ઝંખના ની વાટ સાવ નજીક આવી....
આંખો ભીની ને ચહેરો હસતો..
લાખ સવાલો ને જવાબ એક "
"ઓ હૃદય તુ પણ કેવાં કેવા ખેલ રચાવે છે."
બન્ને જણા પહેલે આપ પહેલે આપ જેવું...કોણ શરુઆત કરે...???
પર્વ એ જ કહયું ..લજ્જા તું જ શરુઆત કર હું સાંભળું છુ.
લજ્જા અમેરિકા માં ચાલી ગઈ હોય એવો અહેસાસ થાય છે.
લજ્જા પોતાની કહાની કહે છે...કહેતા પહેલાં જ થાક અનુભવે છે.
જયારે હું અમેરિકા જવા નિકળી તો રંગીન સપનાં સજાવીને ગઈ હતી...ને અર્જૂન પણ મારા સપનાં સાકાર કરે એવો જીવનસાથી હતો.
એકમેક ના સુખ દુઃખ માં સાથે ને સાથે જ સાથ નિભાવતા.
જીવન આનંદમય હતું
ઘર માં કિલલોર કરતાં ભૂલકાં પણ આવી ગયા.જેક ને જેકી .
ખૂબ જ ગોરા ગોરા..ને હોશિયાર પણ એટલાં જ.
અર્જૂન હવે ઘર માટે વધું ને વધુ મહેનત કરવાં લાગ્યો.તેને જરા પણ ફૂરસદ મળતી નહોતી.જમવાનું પણ કંપની માંથી જમી ને આવતો.પણ સારા એવા ડોલર કમાઈ રહ્યો હતો.
ઘર નું વૈભવી સુખ ઊંચુ આવી રહ્યુ હતું.
લજ્જા બધું સમજતી...બધું જ હતું પણ સમય નહોતો પતિ પત્ની પાસે.
લજ્જા પણ બન્ને દિકરા દિકરી ના ઉછેર માં સારો એવો સમય નિકાળતી હતી.
પર્વ સાથે પણ મેસેજ થી કે ફોન થી વાત ન કરી શકું એવું જીવન હતું.
લજ્જા હવે થાકી ગઈ બોલતા બોલતાં..
પર્વ ને કહયું હવે તું તારી જીંદગી વિશે જણાવ્યું.મારા ગયા પછી તારી જીંદગી માં શું થયું.???
લજ્જા જાણવા ઉત્સુક હતી.
પર્વ હવે એની વાત ની શરુઆત કરે છે.
મમ્મી પપ્પા નો હાથ વાટકો તો થયો ઉચ્ચ કંપની માં નોકરી કરી ..પણ સંતોષ નહોતો.
મે Ips ની તૈયારી શરુ કરી.ખૂબ મહેનત કરી ને IPS બની ગયો.
મારી પોસ્ટીગ રાજસ્થાન માં કરવાં માં આવી.મુંબઈ ની જીવન થી એકદમ અલગ જ જીવન ત્યા નું.ઘણી વાર લજ્જા ની યાદ આવે ...કે અમરિકામાં એનો પરિવાર શું કરતો હશે??
મારી નોકરી સરસ ચાલી રહી હતી.મમ્મી પપ્પા એ છોકરી બતાવી ..નામ એવા જ ગુણ ..ધરા એનું નામ.
ખૂબ સુંદર ..ને મનમેળ પણ એટલો જ.
મમ્મી પપ્પા પણ મારી સાથે રાજસ્થાન રહેવા આવી ગયા. અમે પણ પર્વ અને ધરા ના પરિવાર માં મૈત્રી અને વરુણ નો ઉમેરો થયો.
આજે પણ બધા રાજસ્થાન માં સુખી પરિવાર રહે છે.હું મુંબઈ માં કામ થી આવ્યો છું.આ મારો નવો ફલેટ છે.
હા મારા લગ્ન ની કંકોત્રી આપવા તારા ઘરે ગયો તો તારા મમ્મી પપ્પા અમેરિકા ગયા હતા.
તે પછી કોઈ જાણ નહોતી.
હવે પર્વ થાક્યો...કંઈક નાસ્તો મંગાવુ?
તુ અહીં કેવી રીતે? આટલા વરસાદ માં?
લજ્જા હવે રડમસ થવા લાગી હતી? પર્વ ની સહેજ લાગણી મળતા રડી જ પડી.
પર્વ એ લજ્જા ને શાંત રાખી ને આશ્વાસન આપ્યુ.
આ કેવો પરિચય ....વરસો પહેલાં આમજ અચાનક જ લજ્જા ને પર્વ મળ્યો..
ને આટલાં વરસો પછી પર્વ ને લજ્જા મળી આમ જ અચાનક.
Dear Friends....
મિત્રો...લજ્જા ની એવી કઈ વાત હતી ????
પર્વ પણ શું ન્હોતો કહી શકયો???
એ જાણવા થોડો ઈન્તજાર કરો...
part 3 માં.
ક્ષણો ની આ કેવી વિડંબણા,
જીવાય જાય ક્ષણ માં એકબીજા વગર...
પણ દિલ માં એ ક્ષણો જીવાય છે."