હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ લઇ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ છે. આ સ્ટોરી બેસ્ડ છે એક સાચી સ્ટોરી પર પણ એ આ વાર્તા ના અંતે રજુ કરીશ. તો ચાલો શુરુ કરીએ.મિત્રો પ્લીસ રેટિંગ આપજો આ મારો પહેલો પ્રયાસ છે. નેગેટિવે કે પોઝિટિવ રિવ્યૂ આપજો .
હાઈટોપ અને પગથિયાં હતા ગિઝા ના પિરામિડ ઉપર ત્યાંથી એક માણસને એક સ્ત્રી એ બોલાવીને કહ્યું "રાજ પ્લીસ જલ્દી કર યાર" મારે કોઈ જુવાન માણસ જોડે લગ્નઃ કરવા જોઈતા હતા. રાજ ના પગ લથડતા હતા એ હાંફી ગયો હતો રીતસરના કરગરી ને તેણે કહ્યું અરે યાર રાહ જો મારી હું આવું જ છુ પ્લીસ અને જેમ જેમ આ ઉપર ચઢતો ગયો તેમ તેમ એની આંખો ઉપર ઝાંખપ આવા લાગી.જાણે કે અને કશુ દેખાતું જ ના હતું . અને કાંન માં જાણે વીજળી પડી હોય તેમ કઈ સંભળાતું ના હતું મન માં તે બોલ્યો મારે ઉપર પહોંચવું જ પડશે .અને આ જોર કરી ને ઉપર ચડવા લાગ્યો અને અને ઉપર જોયું અચાનક જ આ સુંદર સ્ત્રી ત્યાંથી ગાયબ હતી અને એની જગ્યા એ કોઈ ભયાનક ચેહરા વાળો એક બુઢો માણસ ત્યાં હતો અને જોઈ ને રાજ એકદમ ગભરાઈ ગયો પેલો બુઢો માણસ બૂમો પાડતા પાડતા નીચે ઉતરવા લાગ્યો .આ સાથે જ રાજ તેના ભયાનક સપના માં થી જાગી ગયો. તેની બાજુ માં પડેલો ફોને રણકી રહ્યો હતો ગભરાહટ માં તેણે રિસિવર ઊંચક્યું અને કહ્યું,'હેલો?"
"શુ હું રાજ શાહ ની સાથે વાત કરી શકું છુ?"સામે થી એ માણસે પૂછ્યું.
રાજ બેડ માંથી ઉઠ્યો અને બોલ્યો "હા હું રાજ બોલું છુ આપ કોણ?" બોલતા બોલતા તેણે ડિજિટલ કલોક માં ટાઇમે જોયો ૫:૧૮ ટાઈમ બતાવતી હતી.
"મારે તમને મળવું છે હમણાં જ " આ માણસે કહ્યું.
"મારુ નામ મેક્સ છે હું પાર્ટિકલ સાયન્ટિસ્ટ છુ".એ માણસે કહ્યું.
"કોણ?" રાજે ગુસ્સાથી પૂછ્યું. લાગે છે કે કોઈ રોંગ નંબર છે આ તમે સાચી જગ્યાએ કોલ કર્યો છે? રાજ ફરીથી ગુસ્સામાં કહ્યું.
"તમે પ્રોફેસર રાજ છો જે હાવર્ડ યુનિવર્સિટી માં રૅલીજીયસ મૂર્તિવિજ્ઞાન અને સાંકેતિક ચિન્હો નો સબજેક્ટ શીખવાડે છે. " આ માણસે જવાબ આપ્યો.
તમને ખબર પણ છે અત્યારે ટાઈમ શુ થયો છે?" રાજે ફરી ગુસ્સો કર્યો.
"હું માફી માંગુ છુ મી.રાજ પણ મારી પાસે કશુ છે જે તમારે જોવું જ રહ્યું. "આ માણસે કહ્યું.
"તમને મારો નંબર કેવી રીતે મડ્યો?"રાજે બની શકે તેટલા વિનમ્રતઆ થી કહ્યું.
"વોર્લ્ડવાઇડ વેબસાઇટે જ્યાં તમારી બુક છે ત્યાંથી.આ માણસે કહ્યું.
રાજ ને થોડું આશ્ચર્ય થયું કેમ કે તેણે કોઈ પણ જગ્યાએ તેનો પર્સનલ નંબર મુક્યો ના હતો એ માણસ જુઠ બોલી રહ્યો હતો આ રાજ ને ખબર હતી.
"મારે તમને મળવું જ પડશે બદલામાં હું તમને સારું વળતર આપીશ." આ માણસે કહ્યું.
હવે રાજ ની ધીરજ જવાબ આપી રહી હતી આ ગુસ્સામાં બોલ્યો,"આઈ આમ સોરી પણ હું હું......"
"અગર જો તમે હમણાં નીકળશો તો એક કલાક માં અહીંયા આવી જશો." આ માણસે રાજ ની વાત કટ કરતા બોલ્યો.
"લીસ્ટન હું ક્યાંય પણ નથી આવાનો." રાજે ગુસ્સા માં કહ્યું અને ફોને મૂકી દીધો .
રાજે ફરી બેડ માં લંબાવ્યું પણ તેણે ઊંઘ ના આવી એક તો પેલું ડરામણું સપનું અને આ અંજાન ફોન રાજ ને સુવા દેવાના ના હતા.રાજે તેનો બાથરોબ પહેર્યો અને નીચેના ફ્લોર પર જવા લાગ્યો.
આ ઘર તેણે ઘણી મેહનત કરી ને બનાવ્યું હતું.અદ્યતન ફૂરનીચર ,સ્વિમિંગ પૂલ ,સ્પા અને બીજી અનેક સુવિધા ઓ આ ઘર માં મોજુદ હતી. જયારે પણ રાજ ની ઊંઘ ઉડી જતી ત્યારે આ એક કપ ગરમ હલ્દીવાળું દૂધ પીતો.અત્યારે પણ ફ્રિજ માં થી તેણે દૂધ કાઢ્યું અને કપ માં નાખ્યું એક સ્પૂન હલ્દી નાખી અને માઇક્રોવેવ માં ગરમ કર્યું અને લાયબ્રેરી માં આવી ને બેઠો. રાજ ના ઘરની લાયબ્રેરી માં દુનિયાભર ના આર્ટિફેક્ટસ જોવા મળતા હતા . અકુબા ઘાના થી ,ગોલ્ડ નો ક્રોસ સ્પેઇન થી,એક જુવાન યુદ્ધા રોમ થી અને બીજી કેટલી વસ્તુઓ. રાજ ના દોસ્તો તેની આ લાયબ્રેરી ને મ્યુઝિયમ કહેતા.રાજ જે ચેર પાર બેઠો આ તેણે ખાસ ઇન્ડિયા થી મંગાવેલી મહર્ષિ ચેર હતી. એ કાંસા માંથી બનેલી હતી. રાજે તેની ઉપર બેઠક જમાવી. હાથ માં હલ્દીવાળું દૂધ હતું. દૂર લગાવેલા આઈના માં તેનું પ્રતિબિંબ દેખાતું હતું.ઇમેજ આટલી કલીયેર ના હતી પણ ઝાંખી હતી.અને લાગ્યું કે જાણે આ કોઈ ભૂત જોઈ રહ્યો હોઈ.એક ઉમરવાળું ભૂત.
રાજ એ હૅન્ડસમ ની કેટેગરી માં ના આવે .૩૯ વર્ષ નો રાજ બ્રોવન હેર,ડાર્ક બ્લેક આંખો,ઊંડો ગહેરો અવાજ, અને સ્માઈલ . રાજ નું શરીર એક તરવૈયાનું હતું.રાજ ને કોઈ શોખ હતા નહિ પણ બસ સ્વિમિંગ કરવું અને ખુબ ગમતું હતું. જયારે પણ સમય મળે ત્યારે આ સ્વિમ કરવાનું પસંદ કરતો માટે જ એનું શરીર સૌષ્ટવ હજુ પણ ૨૫ વર્ષ ના જુવાન જેવું હતું.કોલેજ માં પહેલું લેકચર હજુ પણ યાદ છે તેને .ઇન્ડિયન ગોડ વિશે હતું જે તેણે એટલું સુંદર રીતે પ્રેસન્ટ કર્યું હતું કે બધા સ્ટુડન્ટ એના દીવાના થઇ ગયા હતા . અને અપનાવી લીધો હતો બધા સ્ટુડન્ટ લોકોએ .તેણે "ધ ડોલ્ફિન" એવું નામ આપ્યું હતું જે તેણે સુઈટ પણ કરતુ હતું એક તો તે જબરક તરવૈયો અને બીજું તેનો મજાકીયો સ્વભાવ .
હજુ રાજ વિચારો માં જ હતો ત્યાં એક અવાજ આવ્યો .આ વખતે તેના ફેક્સ મશીન નો અવાજ હતો. રાજ નું જરા પણ મન ના હતું ઉઠવાનું પણ ધીરે રહી ને ઉઠ્યો અને સ્ટડી માં ગયો.હાથ માનો મગ દૂર મૂકી ને તેણે ફેક્સ પેપર ઉઠાવ્યું .પેપર જોઈ ને તેને લાગ્યું કે હમણાં તેને વોમિટ થઇ જશે એવું લાગ્યું .પેપર માં એક લાશ નો ફોટો હતો જેની ઉપર કોઈ કપડાં ના હતા તેનું માથું આખું ઉલ્ટી દિશા માં ફરેલું હતું અને તે લાશ ની છાતી ઉપર બળવાના નિશાન હતા અને ત્યાં એક શબ્દ લખેલો હતો.આ શબ્દ જે રાજ બહુ જ સારી રીતે જાણતો હતો બહુ જ સારી રીતે ..
"ઈલુમિનેટી" ઓહ નો ના હોઈ શકે આ." રાજ મનોમન બબડ્યો. રાજે પેપર બધી દિશામાં ફેરવી ને જોયું કોઈ પણ સાઇડે થી એકસરખું જ વાંચતું હતું.રાજ ને લાગ્યું કે અને શ્વાસ અટકી જશે હજુ પણ અને વિશ્વાસ થતો ના હતો કે સદીઓ જૂની આ સભ્યતાઓ નો સિમ્બોલ અહીંયા આ માણસ ની છાતી ઉપર કેવી રીતે.અને લાગ્યું કે ચક્કર આવી રહ્યા છે આ પાસે રહેલી ચેર માં બેસી ગયો અને ફરીથી પેપર જોવા લાગ્યો.જેણે ફેક્ષ મોકલ્યો હતો આ હજુ પણ ઓનલાઇન હતો રેડ લઈટ ચાલુ હતી ભયાનક ડર અને ખૌફ સાથે રાજે રીસીવર ઉઠાવ્યું.
"હવે મને તમારું અટેનશન મળશે?" પેલા માણસે કહ્યું
"હા કોણ છે?રાજે ગુસ્સામાં કહ્યું
મેં પહેલા જ કહ્યું કે મારુ નામ મેક્સ છે .હું physicst છું મારી એક રિસર્ચ ફેસિલિટી છે . અમારા ત્યાં એક મર્ડર થયું છે જેનું મર્ડર થયું છે તે લાશ નો ફોટો મોકલી આપ્યો છે તમને .
"તમને હું કેવી રીતે મળ્યો?"રાજ ફોકસ કરી શકતો ના હતો.હજુ પણ એ લાશ નો ફોટો જોઈ રહ્યો હતો.
"મેં તમને પહેલા જ કહ્યું કે તમારી વેબસાઈટ પર થી મળ્યો." મેક્સ એ કહ્યું .
"તમે પ્લીસ જુઠ ના બોલશો મારી કોઈ પણ વેબસાઈટ ઉપર પર્સનલ નંબર નથી કોઈ ની પાસે નથી" રાજે કહ્યું.
મેક્સ એ કહ્યું,"રાજ પ્લીસ આ વાત હમણાં રહેવા દઈએ . મને તમને મળવું છે બની શકે તો હમણાં જ.મારી રિસેર્ચ લેબ બોસ્ટન થી એક કલાક ની દુરી પર છે."
રાજે અને હાથ માં રહેલા પેપર પર ફરી નજર નાખી અને જોયું કે જે શબ્દો હતા આ લાશ ની છાતી ઉપર એ તેની વર્ષો ની મેહનત હતી. કેટલી સદીઓ જૂની જે કદાચ ફક્ત એક માન્યતા હતી કે કદાચ નક્કર હકીકત .કોઈ નહતું જાણતુ કે શુ હતું.
"પ્લીસ મી.રાજ ઈટ'સ અર્જન્ટ." મેક્સ એ કહ્યું.
રાજ ની નજર હજુ પણ પેપર ઉપર હતી રાજ નું કામ હંમેશા થી જ એન્સીયેન્ટ (પુરાણીક) દસ્તાવેજો, ચિહ્નો ,સંજ્ઞાઓ ,સાંકેતિક ભાષાઓ ઉપર રહ્યું છે . પણ આ ઇમેજ આ આજ હતી હા આજ પ્રેઝન્ટ હતી. અને લાગ્યું કે જાણે આ અચાનક ડીએનાંસોર ના યુગ માં આવીને ઉભો રહો ગયો હોય.
"મેં થોડી છૂટ લઇ ને એક પ્રીવેટ જેટ મોકલી આપ્યું છે જે ૨૦ મિનિટ માં પહોંચી જશે બોસ્ટન.પ્લીસ મી.રાજ તમે ના ના પાડશો."મેક્સ આ કહ્યું.
"વ્હોટ દ હેલ? શું છે આ બધું?" રાજે કહ્યું.
"સી યુ મી.રાજ." મેક્સ આ કહ્યું.
ઓકે તમે જીત્યા હું હાર્યો ક્યાં આવાનું છે મારે? રાજે કહ્યું.
***************************************************
હજારો કિલોમીટર દૂર ૨ માણસો બેઠા હતા . ચેમ્બર અંધારી હતી અને એક માણસ મોં દેખાતું ના હતું આ અંધારા માં બેઠો હતો. તે બોલ્યો ,"તમે સફળ થયા?"
બીજો માણસ બોલ્યો,"હા"
કોઈ શંકા છે કે આ કામ કોને કર્યું?
"ના "
તમારી પાસે એ છે જે મેં મંગાવ્યું હતું?
હત્યારા ની આંખો માં ચમક આવી ગઈ તેણે એક ઇલેકટીક ડેવિસ ટેબલ પર મૂક્યું.
બીજા માણસે ખુશ થઇ ને કહ્યું સુપર્બ બહુ જ સરસ કામ થયું છે .
તમારી માટે તો હું કઈ પણ કરી શકું છું . હત્યારા એ કહ્યું.
બસ હવે બીજો પાર્ટ શુરુ થશે થોડા સમય માં તમે લોકો થોડો આરામ કરી લો.આજે રાત્રે આપડે દુનિયા બદલવાના છે.
***************************************************
રાજ ની કાર ટનલ પાર કરીને બોસ્ટન હાર્બર તરફ જઈ ને લોગાન એરપોર્ટ તરફ વળી રહી હતી.૩૦૦ યાર્ડ પછી તેને ઇસ્ટર્ન એરલાઈન્સ ની બિલ્ડીંગ દેખાઈ.પાર્કિંગ માં જઈ તેને કાર પાર્ક કરી.
એક ગોળ ચેહરા અને બ્લુ આંખો વાળા માણસે પૂછ્યું,મી.રાજ શાહ ?
હા રાજે kahyu
સર પ્લીસ ફોલ્લો મી.
બિલ્ડિંગમાં આગળ જતા જતા રાજ ને ઘણું ટેંશન થઇ રહ્યું હતું લાઈફ માં આવું પહેલી વાર બની રહ્યું હતું કે કોઈ અજાણો ફોન , અજાણો માણસ ના કહેવાથી અજાણી જગ્યા એ જવા તૈયાર થયો હતો . આગળ શુ થવાનું હતું કોઈ ને ખબર ના હતી.
પાયલોટ ને થોડો ખ્યાલ આવ્યો તેને કહ્યું,"સર ફ્લાય કરવામાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને?"
"અરે ના કોઈ પ્રોબ્લેમ નથી." મન માં એને કહ્યું કે જે મર્ડર થયું છે તેની ઉપર જે શબ્દો છે એનું ટેંશન છે.
થોડું ચાલી ને તે લોકો આગળ આવ્યા . એરપોર્ટ કાર માં બેસી ને આ લોકો પ્લેન તરફ જવા રવાના થયા . રનવે પાસે જે પ્લેન ઉભું હતું ત્યાં આવ્યા.
આ શુ મજાક છે? આપડે આ પ્લેન માં જવાનું છે? રાજે આશ્ચર્ય ના ભાવ સાથે પાયલોટ ને પૂછ્યું.
પાયલોટ એ કહ્યું હા સર ગમ્યું?
રાજે કહ્યું,ગમ્યું? વાહટ દ હેલ? શુ મજાક છે આ?
જે પ્લેન ત્યાં ઉભું હતું આ એક્દુમ અદ્યતન હતું કોઈ શટલક્રાફ્ટ હોય એવું.એની પાંખો સામાન્ય પ્લેન જેવી ના હતી પણ ખુબ જ નાની હોય અને કોઈ બારી ના હતી.રાજ જોઈ જ રહ્યો હતો.
૨૫૦ થૉઉસન્ડ કિલોસ એન્ડ ફૂલી ફુઈલ્ડ .પાયલોટ એ કહ્યું.જાણે કોઈ પિતા બાળક ની તારીફ કરી રહ્યો હોય મ એ પ્લેન ની તારીફ કરી રહ્યો હતો.
આ પ્લેન ચાલે છે શલુષ હાઈડ્રોજેન ઉપર.શેલ આ ટિટેનિયમ મેટ્રિક્સથી બનેલો છે. સિલીકોન કાર્બિઇડ ફાઈબર.પ્લસ ૨૦:૧ નો થ્રુસ્ત/વેઈટ રસિયો છે.જે બીજા જેટ માં ૭:૧ નો હોય છે.લાગે છે કે ચીફ ને તમારું મળવું ખુબ અર્જેન્ટ છે નહિ તો આ જેટ ક્યારેય બહારના લોકો માટે નીકળતું નથી.પાયલોટ એ કહ્યું.
આ ઉડે પણ છે? રાજે હસતા પૂછ્યું.
પાયલોટ એ ઈશારો કરી ને કહ્યું હા ઉડશે ચાલો સર આગળ . આ થોડું અલગ જેટ છે પણ હજુ તો શુરુઆત છે સર ધીમે ધીમે તમે ટેવાય જશો આ પ્રકાર ના પ્લેન થી.technology એટલી આગળ વધી જશે કે એક જગ્યા થી બીજી જગ્યા એ જવું હજુ પણ સરળ બની જશે.હ સ સ ત હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટ અમારી રિસેર્ચ લેબ પહેલી છે જેની પાસે આ અદ્યતન ટચનોલોજી વાળું જેટ છે.
"હા લેબ માટે સારું જ છે" રાજે કહ્યું.
થોડી મિનિટ માં રાજ જેટ ની કેબિન માં હતો.
પાયલોટ એ સીટ બેલ્ટ બાંધી આપ્યો અને જતો રહ્યો.
આમ તો બધું જ હતું આ જેટ માં બસ એક બારી ને છોડી ને.રાજ ને પોતાનું ઘર યાદ આવ્યું જ્યાં તેને વધારે પૈસા ખર્ચી ને બારી બારણાં મુકાવ્યા હતી સેઈલિંગ ની હેઈટ પણ વધારે રાખવી હતી. અહીંયા તેને થોડી ગભરામણ થવા લાગી હતી.
એની સઈદે માં પડેલો ફોને વાગ્યો રાજે ઉઠાવો.
કમ્ફીર્ટબલ? મી.રાજ? પાયલોટ આ કહ્યું.
"ના જરા પણ નહિ." રાજે કહ્યું.
રિલેક્સ રાજ સર આપડે ત્યાં એક કલાક માં પહોંચી જઈશું .
અને એ એક્સએક્ટ "ત્યાં"ક્યાં છે?
"જીનીવા" રિસેર્ચ લેબ ત્યાં છે.
જીનીવા રાજે કહ્યું ઓકે ત્યાં થોડા ફેમીલી મેમ્બર્સ છે મારા સિનેકા લેક પાસે . રાજે કહ્યું. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ત્યાં કોઈ પણ લેબ નથી.
પાયલોટ હસ્યો અને બોલ્યો "સર ન્યુયોર્ક વાળું જીનીવા નહિ.સ્વિત્ઝર્લેન્ડ વાળું જીનીવા.
રાજ ને હવે બેચેની થવા લાગી હતી.તેને કહ્યું તમે તો કહ્યું હતું કે લેબ એક જ કલાક ની દુરી પર છે,રાજ બોલ્યો.
"હા સર આપડે પહોંચી જઈશું. પાયલોટ એ કહ્યું.