reason in Gujarati Detective stories by Inal books and stories PDF | કારણ

The Author
Featured Books
Categories
Share

કારણ

ઈનલ

એક સમય હતો કે જ્યારે જે રાજાને પસંદ આવી જાય તે રાજાનું..

આનંદ નામની નગરીના રાજા ધરમ એક દિવસ પોતાના રાજ્યની સફર કરવા નીકળ્યા, સફર દરમ્યાન તેની નજર એક ગુલાબના છોડ પર પડી જેમા ખુબ સુંદર ગુલાબ ખીલેલું હતુ જેને જોઈ રાજા મોહિત થઈ જાય છે ને તેની સાર-સંભાળ રાખવા ત્યા એક ચોકીદાર લગાવી દે છે, આ દ્રશ્ય સામે ઊભેલ નાનકડી બાળકી જોઈ છે.

થોડાં વર્ષ બાદ ધરમ રાજા મૃત્યુ પામ્યા ને પરંપરા અનુસાર તેમના પુત્ર ધ્રુવ આનંદ નગરીના રાજા બન્યા. ધ્રુવ રાજા તેમના સાથીઓ સાથે રાજ્યની સફરમાં નીકળ્યા, પુરા રાજ્યની સફર બાદ પોતાના મહેલ તરફ જતા તેમની નજર દુર ઊભેલા ચોકીદાર તરફ ગઈ ત્યા પાસે જઈ જોયુ તો ચોકીદારની ઉંમર હવે કામ કરી શકે એટલી ના હોવાથી તેને ઉચિત મુડી- વળતર આપી રજા આપી દીધી આ બધુ યુવાન મહિલા
જોઈ રહી હતી. પછી રાજાને વિચાર આવ્યો કે "મારા પિતાજી એ આ ચોકીદાર અહિયા રાખ્યો હશે તો કોઈ કારણ હશે જ ભલે અહીં આસપાસ વેરાન જગ્યા હોય." એમને ફટાફટ બીજો ચોકીદાર ત્યા રાખી મહેલ તરફ પોતાના પગલાં પાડવાં લાગ્યા પણ રસ્તામાં જ ધ્રુવ રાજાનુ અકાળે અવસાન થયું.


હવે, આ સમયે ધ્રુવ રાજાના પુત્ર ધર્મ રાજ્યનો કારભાર સંભાળી શકે એટલા પરિપક્વ હતા નહીં જેથી રાજમાતાના આદેશ અનુસાર મંડળને જ્યા સુધી તેમના પુત્ર ધર્મ રાજ્યનો કારભાર સંભાળી શકે એટલા સક્શમ ના બને બધું જ સંભાળવાની જવાબદારી સોપવામાં આવી.


સમય જતાં રાજા ધર્મએ પોતાની બધીજ જવાબદારી સંભાળી લીધી. જવાબદારી સંભાળ્યા બાદ તેને વિચાર આવ્યો કે એટલા સમયથી જે કાંઈ ચાલતુ તેમા રાજ્યની પ્રજાને કોઈ કષ્ટ તો પડ્યું નહી હોયને.. તે જાણવા મંડળ સાથે નીકળ્યા, નીકળતાની સાથે જ તેની નજર દુર વિરાન સ્થાન પર ઊભેલા માણસ સામે ગઈ, તેણે મંડળને કારણ પુછ્યું કે શા માટે તે માણસ ત્યા ઊભેલ છે? મંડળના કોઈ સભ્ય પાસેથી કારણ જાણવા ના મળ્યુ ને આગળ વધવા લાગ્યા પણ કારણ જાણવાની તાલાવેલી તેની વાતોમાં પરથી દેખાવા લાગી તો મંડળના સભ્યો એ ધર્મ રાજાને તે માણસ પાસે જઈ કારણ પુછવાની સલાહ આપી.


ધર્મ રાજા કાઈ વિચાર કર્યા વગર જલદીથી ત્યા પહોંચી ગયા ને ચોકીદાર ના કપડા પેહરેલ માણસને "શા કારણથી તેને ત્યા ઊભા રાખવામા આવ્યા પુછ્યું?" ચોકીદાર પાસેથી ઉચિત જવાબ મળ્યો નહીં.


ચહેરા પર બદલાયેલા હાવ-ભાવ સાથે મહેલમા પ્રવેશતાની સાથે જ ઢંઢેરો પીટાવ્યો કે "જેને તે વિરાન જગ્યાએ શા કારણથી ચોકીદાર રાખેલ છે ખબર હોય તેને તે મુંહ માગ્યું ઈનામ આપસે."
આ વાત રાજ્યની પ્રજાના કાનમા પહોચવા લાગી પણ કોઈને કારણ ખબર હતુ નહી. વાતનો વેગ વધ્યો ને વાત એક બુઝુર્ગ મહિલાના કાનમા પડી, મહીલા પગથી બંધાયેલ હોવા છતાં રાજાના દરબારમા પહોંચી ને એને ધર્મ રાજાના દાદા ધરમ રાજા વખતે જોયેલ દ્રશ્ય રજુ કર્યું. હજુ ધર્મ રાજા કાઈ બોલે તે પેહલા જ તેણે તેમના પિતાજીના સમયે જોયેલી વાત વર્ણવાનુ શરું કર્યું....

આપણે પણ ઘણીવાર જે કાંઈ કરતા હોય તેની પાછળના સાચા કારણથી અજાણ હોઈએ છીએ, બસ આપણે અનુસરતા હોઈએ છીએ કોઈએ જણાવેલું હોય અથવા આપણે કોઈની ત્યા જોયેલ હોય તેમ,

જેમ કે, બિલાડી રસ્તો કાપે તો તરતજ આગળ વધવુ નહી, શનિવારે વાળમાં તેલ ના નખાય, દિવસ આથમ્યા બાદ નખ કાપવાના નહી, રવિવારે રીંગણાનુ ભડથું ના બનાવાય, કોઈ વ્યક્તિ મ્રુત્યુ પામે ત્યારે તેમના ઘરે સ્ત્રીઓ એ નાકમાંથી દાણો(ધરેણુ) કાઢીને જવાનુ, લગ્ન પ્રસંગ સમયે કાળા રંગના કપડાં બને ત્યા સુધી પહેરવા નહીં, પીપળાના વૃક્ષ આસપાસ 'હાલો' શબ્દનો પ્રયોગ ના કરવો અને આવુ ઘણું.....

અમુક માન્યતા પાછળ તો કોઈ કારણ જ હોતુ નથી છતા આપણે તેને કારણ વગર ટકાવી રાખીયે તેનું માત્ર કારણ છે આપણુ અનુકરણ..

~ઈનલ