Kedi no. 420 - 22 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | કેદી નં ૪૨૦-22

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કેદી નં ૪૨૦-22

            આગળ  આપણે જોયુ કે મ્રૃણાલમા ના ઇન્ટરવ્યુ ના ટેલિકાસ્ટ થી અાજકાલ ચેનલ નંબર ૧ચેનલ બની જાય છે.મ્રૃણાલમા ને એક જેલ માંથી બીજી જેલ માં શિફ્ટ કરતી વખતે એમનો જ એક ભક્ત એમને ગોળી મારી દે છે જેથી એમનું રસ્તામાં જ મ્રૃત્યુ થઈ જાય છે.અાદિત્ય રાજીનામુ અાપીને અમદાવાદ છોડીને મુંબઇ જાય છે એવા ખબર અજયસર અાપે છે .સાનિયા અાદિત્ય ના ઘરે જઇ ને એને બધું સત્ય જણાવે છે સાથે અાદિત્ય ને એ વાત નો અહેસાસ કરાવે છે કે અાદિત્ય પણ કલ્પના ને ચાહે છે .એની વાત સાંભળીને અાદિત્ય કલ્પના ને પ્રપોઝ કરવા એના ઘરે જવા નીકળી પડે છે.
                     અાદિત્ય  કલ્પના ના ઘરે જતો જ હોય છે  ત્યાં રસ્તામાં ફોન અાવે છે એટલે અાદિત્ય બાઇક ને એકસાઇડ કરીને ફોન રિસિવ કર્યો એવો ,ગીતા બેન નો   અવાજ અાવ્યો,"અાદિત્ય ,બેટા તું જલ્દીથી ઘરે અાવને!અા જો ને કલ્પના એ ટીવીમાં મ્રૃણાલ મા ના અવસાન ના સમાચાર સાંભળ્યા છે ત્યાર ની રુમ માં પુરાઇ ને રડ્યા જ કરે છે.દરવાજો પણ ખોલતી નથી .હું ઘરમાં એકલી છું.અને એ મારી વાત નથી સાંભળતી તું અાવીને સમજાવ ને કદાચ તારું સાંભળે .મને બહુ ચિંતા થાય છે તું બસ જલ્દીથી અાવી જા."
              "હા બસ રસ્તામાં જ છું .હમણાં જ પહોંચું છું."કહીને અાદિત્ય એ બાઇક ને ફુલ સ્પીડ માં જવા દીધી .થોડી વારમાં જ એ કલ્પના ના ઘરે પહોંચી ગયો . ગીતાબેન કલ્પના ના રુમ નો દરવાજો ખોલાવવા પ્રયત્ન કરી રહ્યાં   હતા.અાદિત્ય એ દરવાજા પાસે જઇ ને કહ્યું ,"કલ્પના,દરવાજો ખોલ.મને ખબર છે કે મ્રૃણાલમા ના મ્રૃત્યુ ના સમાચાર થી તને બહુ જ દુખ થયું છે પણ મારા માટે   .પ્લીઝ દરવાજો ખોલ,મારે તારી સાથે વાત કરવી છે."
       અાદિત્ય નો અવાજ સાંભળીને કે એની વાત ની અસર થી કલ્પના એ દરવાજો ખોલ્યો.ગીતા બેન ને શાંતિ થઈ .કલ્પના એ અાંખમાં અાંસુ સાથે દરવાજો ખોલ્યો એ સાથે જ અાદિત્યએ ગીતાબેન ને કહ્યું  ,"મારે એની સાથે વાત કરી એને સમજાવવી છે.હું જઉં એના રુમ માં?"ગીતા બેને કહ્યું ," હા ,તમે બંન્ને વાત કરો હું કોફી ને નાસ્તો બનાવી લાવું છુ."
        રુમ માં  અાદિત્ય કલ્પના ની નજીક અાવતાં જ કલ્પના એને ભેટી ને કહ્યું ,"અાદિ, ઇન્ટરવ્યુ ના ટીવી પર અાવતા જ એ જોઇને એક વ્યક્તિએ મ્રૃણાલમા ને મારી નાખ્યા.એ  ઇન્ટરવ્યુ માટે હું ક્યારેય મારી જાત ને માફ નહિ કરી શકું."અાદિત્ય એ કલ્પના અાંસુ લુછતા કહ્યું ,"ના ના .તું જેવું સમજી રહી છે એવું બિલકુલ ખોટું છે.એ માણસે ઇન્ટરવ્યુ જોઇ ને મ્રૃણાલમા ને ગોળી નથી મારી.તે કદાચ સમાચાર પુરા જોયા નથી .એ તો ઇન્ટરવ્યુ લેવા ના નક્કી થયા પહેલા જ એમને મારી નાખવાનું અાયોજન કરતો હતો.એકવાર તો એણે નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો. ઇન્ટરવ્યુ લેવાનું તો પછી થી નક્કી થયું.અને કેમ એણે મ્રૃણાલમા ને માર્યા ખબર છે કેમ કે અખિલેશ્વર જે બધી સ્ત્રી ઓને અને છોકરી ઓને રાત્રે બોલાવી ને એમની સાથે બળાત્કાર કરીને એમને ગાયબ કરી દેતો હતો.એવી તો કેટલી છોકરી ઓને એણે ગાયબ કરી હતી .એમાંથી જ એક છોકરી નો ભાઇ હતો એ.મ્રૃણાલ માને એ બધાની જાણ હતી છતાંય એ સમયે એ ચુપ રહ્યાં હતા.એના લીધે એમને જીવ ખોવો પડ્યો.કલ્પના કોઇ પણ હોય જ્યારે લોકો  ની શ્રદ્ધા સાથે રમત રમાય છે ત્યારે લોકો એને ક્યારેય માફ ના કરે અને પછી અાવા ખોટા રસ્તા  પર ચાલનાર નો  અા જ અંત અાવે છે.એમાં તારી જાત ને ગુનેગાર માનીને   દુખીના  થા.અને રડવાનું બંધ કર."
                 "અાદિત્ય ની વાત સાંભળીને કલ્પના શાંત થઈ  એટલે અાદિત્યએ એને પાણી અાપ્યુ  પછી અાદિત્ય એનો હાથ પકડી લીધો  અને કહ્યું ," તારે મારા પેલા પ્રશ્ન નો જવાબ અાપવો પડશે જે નો જવાબ તે હોસ્પિટલમાં માં નહોતો અાપ્યો."
                         "કયા પ્રશ્ન નો? "એને ખબર હતી તોય અજાણ હોય એમ પુછ્યું .
                        અાદિત્ય એ કલ્પના ની એકદમ નજીક જઇ ધીમે થી કહ્યું ,  "એ જ કે મને બચાવવા તારી જાત ને શું કામ ખતરામાં નાખી  દીધી .?"
               કલ્પના હાથ છોડાવતા  દુર જઇ કહ્યું ,"મે તને એ સમયે પણ કહ્યું જ હતું કે દોસ્તી માટે .એક ફ્રેન્ડ્સ  તરીકે મે એ કર્યું હતુ.  ."
               "ખોટું ,બિલકુલ ખોટું બોલે છે તું .તું એ સમયે પણ ખોટું બોલી હતી અને અાજે પણ ખોટું બોલે છે.અને જે વાત તું મારાથી છુપાવે છે એ મને ખબર  પડી ગઇ છે .મને ખબર છે કે ઘણા સમય થી તું  મને કંઇક કહેવા પ્રયત્ન કરતી હતી પણ કહી નહોતી શકતી. સાનિયા એ મને એ વાત જણાવી દીધી છે.  સાચુ કહેજે .તું મને  પ્રેમ કરે છે ને.you love me.સાચી વાત ને?અત્યારે સમય છે કહી દે કે તું મને ચાહે છે.પછી મોડુ થઈ જશે અને તને જીવનભર એ વાતનું દુખ રહેશે કે તે ક્યારેય તારા પ્રેમ નો એકરાર ના કર્યો .
                     કલ્પના ને શોક લાગ્યો કે એને કેવી રીતે ખબર પડી પણ પોતાની ફીલીંગ્સ છુપાવતા કહ્યું ,  "તારી કંઈક ભુલ થાય છે.મે તને ક્યારેય એ નજરથી જોયો નથી ."કલ્પના એ એકતરફ ફરીને અાંખો નીચી રાખતા કહ્યું .
                     "જુઠુ ના બોલ.  .જો સાનિયા ની વાતમાં અાવી જઇ ને તને એમ લાગતુ હોય કે હું અને સાનિયા બંન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તું અા બધુ મારી ખુશી માટે કરે છે તો  એ સત્ય નથી ..મારા અને સાનિયા વચ્ચે ક્યારેય કોઇ પ્રેમ હતો જ નહિ .મે ક્યારેય એને કે કોઇ ને પ્રેમ નથી કર્યો ..એ બધું એણે તારી સામે જુઠુ કહ્યું હતુ.એણે પોતે કન્ફેસ કર્યુ છે.અને જો તને મારી ખુશી ની પરવા હોય તો મારી ખુશી ,મારી જિંદગી તું છે.હું તને પ્રેમ કરું છું. પછી કલ્પના ની સામે ઘુંટણ પર બેસીને   એનો હાથ પકડતા  કહ્યું ,"કલ્પના , I love you.અાઇ એમ સોરી કે મે મારી અને તારી લાગણીઓ ને સમજવામાં બહુ મોડુ કર્યું છે. તારા થી દુર ગયા પછી જ મને અનુભવ થયો કે તારા વગર મારું જીવન એક શ્રાપ જેવું  છે.પ્લીઝ , હવે તો બોલ  તું મને પ્રેમ કરે છે." અાદિત્ય  ની અાંખોમાં પ્રેમ જોઇ મનમાં થયું કે કહી દઉં પણ ત્યાં જ એની નજર અાદિત્ય એ પકડેલા હાથ પર ગઇ જેમાં એન્ગેજમેન્ટ રિંગ હતી.એને મનમાં થયુ, ."you are too late .અાદિ હવે કંઈ ના થઈ શકે."
              
                કલ્પના એ હાથ છોડાવી દીધો અને કહ્યું  "સાનિયા એ કહ્યું  કે હું તને  પ્રેમ કરું છુને તે માની લીધું .તે એની વાત  કેમ અાટલી જલ્દી માની લીધી? જે અાટલી અાસાનીથી જુઠ બોલતી હોય એ હજુ ય સાચુ જ બોલે છે  એની શી ખાતરી ?હોઇ શકે કે મારા લગ્ન તોડાવવા એણે અા કહ્યું  હોય?અને તારે મારી સાથે આવી વાત ના કરવી જોઇએ .હું અા મેરેજ થી ખુશ છું અને નથી ઇચ્છતી કે મારા લગન ટુટી જાય.હું તને પ્રેમ નથી કરતી ."
                  અાદિત્ય કલ્પના ની એકદમ નજીક અાવી ગયો  એટલે કલ્પના પાછળ હટી પણ એ વધારે નજીક અાવ્યો એટલે કલ્પના ફરી બે ત્રણ ડગલાપાછળ ખસી એમ કરતા એ દિવાલ જોડે અાવી હવે પાછળ ખસાય એવું હતું નહિ અાદિત્ય કલ્પના ની સાવ પાસે અાવી ને કહ્યું  ,"તુ હજુ ય ખોટું બોલે છે  .સાનિયા ની વાત જવા દે મારુ અંતર મને કહે છે કે તું મને અને માત્ર મને જ પ્રેમ કરે છે.કદાચ તું લોકો વિશે સમાજ વિશે વિચારીનેખોટુ બોલે છે  પણ એમના માટે થઈ ને તું તારી મારી અને સ્વયં ની બધા ની જિંદગી બગાડે છે.તને અાવું કરવા નો શું  હક છે? .હજુ ય સમય છે એ પહેલા કે બહુ મોડુ થઈ જાય કહી દે તુ મને પ્રેમ કરે છે .અંકલ અાન્ટીને હું સમજાવી દઇશ."
                   "મને નથી ખબર તને કેમ એવું લાગે છે પણ હું નથી પ્રેમ કરતી .મે તને ક્યારેય પ્રેમ નથી કર્યો  "
                    "મારી સામે જોઇ ને મારી અાંખોમાં જોઇ ને બોલ કે તું મને પ્રેમ નથી કરતી ."
                     કલ્પના એ ધક્કો મારીને એને દુર કરી દીધો અને પછી ગુસ્સામાં બોલી કેટલી વાર કહ્યું નથી કરતી તો નથી કરતી હવે મારે વારે સાબિતી અાપવાની જરુર નથી .પ્લીઝ  અહિંથી જા .મને હાથે દુખાવો થાય છે મારે અારામ કરવો છે."
                 એના અાવા વર્તન થી અાદિત્ય ચોંકી ગયો .એ ગુસ્સે થઇને બહાર જવા જતોહતો ત્યાં કલ્પના એ કહ્યું ,"અાદિત્ય,જો મારી ખુશી અને ભલાઇ ચાહતો હોય તો  મારા મેરેજમાં  અાવતો નહિ."
           "ઓકે,જેવી તારી મરજી."કહીને અાંખમાં અાવેલા અાંસુ લુછતો એ  ઘર ની બહાર જતો રહ્યો ..ગીતા બેન કોફી  અને    સ્નેક્સ લઇ ને અાવ્યા  તો અાદિત્ય નીકળી ગયેલો એ જોઇને એમણે પુછ્યું કેમ જતો રહ્યો તારેએને રોકાય નહિ?"
                     "એને રોકી શકાય એમ નથી એને જવા દે."કલ્પના એકહ્યું ,"મારા ખભામાં દુખાવો થાય છે તો અાજે હું મારા રુમ માં જ અારામ કરીશ .મને ડિસ્ટર્બ ના કરતા.કહીને રુમ માં જઇને ઉંઘ ની ગોળી લીધી .અને અાદિત્ય ની વાતો પર વિચાર કરીને રડતા રડતા ઉંઘની દવાની અસર થી સુઇ ગઇ.
                    કલ્પના એ જે પણ કહ્યું હતું એનાથી એને ખુબ દુખ થયું હતું .એ સીધો સાનિયા પાસે ગયો અને ગુસ્સે થતા બોલ્યો ,"અા તે શું કર્યું ? તે કેમ એને જુઠુ કહ્યું હવે એ વાત એ માનવા તૈયાર જ નથી કે એ મને પ્રેમ કરે છે."
                 "તે એને કહ્યું કે તું પણ એને પ્રેમકરે છે?કદાચ તારા માટે થઈ ને હજુ ય સાચું ના  બોલતી હોય? "
                  "તને શું લાગે છે મે નહિ કહ્યું હોય જવાબ માં એને શું કહ્યું ખબર છે એણે કહ્યું  કે મારા લગ્ન માં અાવતો નહિ"
                  "ઓહ ગોડ ,મારાથી કેટલી મોટી ભુલ થઈ ગઇ."એમ મનમાં વિચાર્યું ને પછી કહ્યું ,"તું ચિંતા ના કર.અાપણે એક કામ કરીએ તું સ્વયમ ને અા વાત કર અને હું કલ્પના ને સમજાવીશ.કદાચ સ્વયમ અા વાત જાણીને લગ્ન માટે ના પાડી દે."
                "તું સ્વયં ને નથી ઓળખતી .એ કલ્પના પર એટલો હક સમજે છે કે હોસ્પિટલમાં પાણી પણ મારા હાથનું પીવા ના  દીધું કલ્પના ને .તને શું લાગે છે એ સમજશે?"
                   "તું પ્રયત્ન તો કર.અને જો તો ય વાત ના બને તો હું સ્ટાફ માં બધાની મદદ લઇશ.ડોન્ટ વરી અાદિત્ય યુ  અાર મેડ ફોર ઇચ અધર .અમે તમને અલગ નહિ થવા દઇએ."
              અાદિત્ય એ સ્વયમ ને રસ્તામાં મળીને વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ પહેલા તો એણે અાદિત્ય પાસે સમય ના અભાવ  નું બહાનું કરી ને વાત કરવાની જ ના પાડી .એટલે અાદિત્ય એ કહ્યું ,"મને લાગે છે કે તને ડર છે કે ક્યાંક હું તને કલ્પના ના મન ની વાત કહી દઇશ તો તું કલ્પના ને ખોઇ દઇશ.એટલે તું સત્ય થી દુર ભાગે છે  થોડો બહુ તો  તને  પણ અંદાજો છે જ એટલે તું ડરે છે કે તારો ડર સાચો ના પડી જાય અને એટલે જ તને મારી વાત નથી સાંભળવી."
              સ્વયમે પાછા ફરીને કહ્યું ,"સ્વયમ,ક્યારેય સત્ય થી ભાગતો નથી .હંમેશા એનો સામનો કરે છે.બોલ શું કહેવું છે તારે કલ્પના વિશે."
              "કલ્પના અા મેરેજ થી ખુશ નથી .એ બીજા કોઇ ને પ્રેમ કરે છે.એ છતાં પણ જો તું લગન કરીશ તો તમારા બંન્ને ની જિંદગી બરબાદ થઈ જશે."
             "હં,અને તને લાગે છે કે એ તને પ્રેમ કરે છે  નહિ.? મને હતુ જ કે તું અાવું કહેવા અાવીશ ખરો.પણ કલ્પના એ અાજસુધી મને તો એવું કંઇ જ નથી કહ્યું ..ના મે એની અાંખો માં તારા માટે એવી લાગણી જોઇ.જો એ તને પ્રેમ કરતી હોત તો મારી સાથે લગન કરવાની હા કેમ  પાડત.? અને કલ્પના ના મન ની વાત કલ્પના કહે તો કદાચ હું માનું પણ તારા કહ્યા પર કેમ વિશ્વાસ કરું.?"
                   અાદિત્ય કંઈ બોલ્યો નહિ એટલે સ્વયમે કહ્યું ,"સારી વાત છે .તને એક ચાન્સ અાપુ છું .અાજ થી કરીને લગન થયા ના એક મિનિટ પહેલા પણ જો કલ્પના એ બધા ની સામે એ કબુલ કર્યું કે એ તને પ્રેમ કરે છે તો  હું પીછેહઠ કરુ. .પણ જો એને ના કબુલ કર્યું  તો પછી હું એને મારી બનાવી ને જ રહીશ .જા તને ખાતરી અાપું છું."કહીને સ્વયમ કાર માં બેસી નીકળી ગયો.
                 અા બાજુ સાનિયા એ એકાંતમાં કલ્પના ના પાસે જઇ  માફી માગી અને એને સમજાવવા બહુ પ્રયત્ન કર્યો કે એ લગ્ન ના કરે પણ એ પોતાની વાત પર અડગ રહી .અાખરે  સાનિયા કંટાળી ને જતી રહી.
               સાનિયા એ અાદિત્યને મળીને પુછ્યુ કે સ્વયમે શું કહ્યું એટલે અાદિત્ય એ જણાવ્યું કે  એક અાશા  છે જો લગ્ન ની છેલ્લી ક્ષણો પહેલા પણ જો કલ્પના એ બધાની વચ્ચે  કબુલ કરશે કે એ મને પ્રેમ કરે છે તો એ લગ્ન નહિ કરે."
                   "પણ એ તો બહુ મુશ્કેલ છે અાદિ .કલ્પના બહુ જિદ્દી છે .મે એને ખુબ સમજાવી રડી માફી માગી પણ એણે તો મારી સામે ય કબુલ ના કર્યું તો બધા વચ્ચે તો કેમ કરીને સ્વીકાર કરશે?"
                      "એ જ તો વાત છે .બધાની વચ્ચે એના પાસે થી  સ્વીકાર કરાવવું લોઢા ના ચણા ચાવવા જેટલું મુશ્કેલ છે."
                  "હું સ્ટાફ માં બધાને વાત કરું છુ.અમે બધા ભેગા મળીને કંઇક કરશું .કંઇ પણ થાય હવે કલ્પના ને બીજા કોઇ ની તો નહિ જ થવા દઇએ."
               બીજા દિવસે લંચ સમયે સાનિયા એ બધાને ભેગા કર્યા અને કહ્યું ,"અાજે અાપણે અાદિત્ય ને જતા રોકવા ની યોજના બનાવવાની છે.એને જતો રોકવા નો એક જ ઉપાય છે  કલ્પના ના લગન ને થતા રોકવા.અને માત્ર લગન રોકવાના જ નથી અાદિત્ય અને કલ્પના ને મેળવવા ના પણ છે.એ બંન્ને એકબીજાને ચાહે છે ,પ્રેમ કરે છે .એટલે એ બંન્ને ને એક કરવા ના છે." એમ કહીને સાનિયા એ શરુઆત થી લઇ ને સ્વયમે રાખેલી શરત બધું જણાવ્યુ.
                "મને તો પહેલેથી જ ખબર હતી કે એ બંન્ને એકબીજાને પ્રેમ કરે છે ."અાકાશે કહ્યું .
                   "તો તારે પહેલેથી જ બે ય ને કહેવું હતુ ને તો અા પ્રોબ્લેમ જ ના અાવત ને."સંદીપે કહ્યું એટલે બધા હસી પડ્યા.
                  "મને શું કહે છે અા સાનિયા ને કહે જેણે અા બધી પ્રોબ્લેમ ઉભી કરી.જો એ જુઠ ન બોલી હોત તો અા સમસ્યા જ ના થઈ હોત ને"
                    "અાપણે બધા એની ચર્ચા કરવા ભેગા નથી થયા કે ભુલ કોની છે એની ચર્ચા કરવાની છે કે હવે શું કરવાનું છે?શું અાદિત્ય એ અાકાશ તને જ્યારે તારી બહેન ના ઇલાજ માટે રુપિયા જોતા હતા ત્યારે નહોતા આપ્યા.?અને સંદીપ રુબી જ્યારે તારુ દિલ તોડીને જતી રહી હતી ત્યારે કોણ હતુ જેને તને એના ગમ માંથી બહાર લાવવામાં મદદ કરી હતી ?કોણ હતું જેને તને અને સુહાની ને મેળ કરાવ્યો? બધા ને અાદિત્ય એ કોઈ ને કોઇ વાતે મદદ કરી છે તો પછી અાજ કેમ એની મદદ કરતા અચકાઓ છો?"     
                  "નહિ યાર સાનિયા સાચુ કહે છે અાપણે બધાએ એના માટે કંઇક કરવું પડશે નહિ તો એ હંમેશા  માટે જતો રહેશે."સંદીપે કહ્યું .
                  "લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ. કલ્પના પાસેથી કબુલ કરાવવાનું છે કે અાદિત્ય ને પ્રેમ કરે છે તો એના માટે કોઇ પ્લાન બનાવવો પડશે.
                   "અાપણે એવું કરીએ કે કલ્પના ને હિપ્નોટાઇઝ કરી દઇએ પછી જે બોલાવવું હશે એ બોલશે."વર્માએ કહ્યું જે મોટા ભાગે એવી જ વાતો કરવા ફેમસ હતો.
                    "એ ના ના એના કરતા કલ્પના ના પપ્પા ને જ હિપ્નોટાઇઝ કરીએ તો"ફરી વર્માજી બોલ્યા .
                   "ઓયે ,અાદિત્ય કલ્પના ને પ્રેમ કરે છે એના પપ્પાને નહિ! એમ સંદીપે કહેતા બધામાં હાસ્ય નું મોજુ ફરી વળ્યુ.
                   "ના એટલે જેમ ડી ડી એલ જે માં અમરીશ પુરી એ નહોતુ કહ્યું ,"જા સીમરન જા જી લે અપની જિંદગી .એમ કલ્પના ના પપ્પા પણ બોલે ને"બધા ફરીથી હસી પડ્યા.
                 "પ્લીઝ ગાય્ઝ, અા અાદિત્ય ની લાઇફ નો સવાલ છે .બી સીરીયસ .હં, તો કલ્પના પાસે કબુલ કરાવવાનું છે એટલે કે એને એની લાગણીઓ ને મન ના ખુણામાં ધરબી દીધી છે એને બહાર લાવવાની છે.અને એવું ત્યારે જ થઈ શકશે જ્યારે  અાદિત્ય કલ્પના ની નજીક હશે."
                "પણ એણે તો અાદિત્ય ને મેરેજ અટેન્ડ કરવાની ના પાડી  છે."
              "એટલે જ તો કલ્પના એ  એટલે જ તો અાદિત્ય ને મેરેજમાં અાવવા ની  ના કહી છે કેમ કે એને ખબર છેકે જો અાસપાસ હશે તો એના માટે પોતાની ફીલીંગ્સ પર કાબુ કરવો મુશ્કેલ થઇ જશે.ફ્રેન્ડ્સ મારી પાસે એક જબરદસ્ત  અાઇડિયા છે.અને મને ખબર  છે એ કામ કરશેજ ."એમ કહીને બધાને ધીરે થી સંદીપે બધાને પ્લાન સમજાવ્યો.
                      એ કયો પ્લાન હશે ? શું એ પ્લાન સક્સેસ થશે?એક વાચક ની રીતે તમને શું લાગે છે કે કલ્પના એ બધા ની વચ્ચે પોતાના પ્રેમ નો સ્વીકાર કરવો જોઇએ કે પોતાના પિતા ની ઇચ્છા મુજબ જ લગ્ન કરવા જોઇએ જણાવજો .અને કલ્પના અને અાદિત્ય બંન્ને એક થશે કે પછી છુટા પડવું પડશે જાણવા વાંચો કેદી નં ૪૨૦ નો અંતિમ ભાગ.