lagni in Gujarati Motivational Stories by Dipak Dudhat books and stories PDF | લાગણી

Featured Books
Categories
Share

લાગણી

હું એક સામાન્ય માણસ જે હર રોજ સારા અને ખરાબ બંને લોકો ને જોવ છું. વાત છે એક સવાર ની મુસાફરી કરતી વખતે રસ્તા માં જોયું કે જયારે ટ્રાફિક હતી અને મારી ગાડી ને આગળ જવા માટે રસ્તો ના હતો તો થોડી વાર સાઈડ માં ગાડી ઉભી રાખી અને ત્યાં ઉભો રહ્યો.રસ્તાની ડાબી બાજુ એક ભાઈ રેડિમેટ કપડાં વેંચતા હતા. ત્યાં એક ગરીબ બાળક આવ્યો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતે ફુગ્ગા વેચતો હતો.ત્યાં આવીને એ બાળક એ  પેલા ભાઈ ને કહ્યું કે મારે મારી બહેન માટે એક લેગિન્સ જોઈએ છે. સુ કિંમત છે?  બાળક ની હાલત જોઈને દયા આવી જાય. એવો બાળક નો વેશ હતો. કપડાં તો હતા પણ મેલા હતા.પેન્ટ એટલું મોટુ હતું કદાચ કોઈએ આપ્યું હશે તો  એ પણ ઉતરી જતું હતું. શર્ટ ના બટન નહિ શર્ટ થોડો ફાટેલી હાલત માં હતો. પેલા ભાઇ લેગિન્સ ની કિંમત કહી કે 80 રૂપિયા. બાળક પાસે કદાચ પુરા પૈસા ના હોવાથી તે મુંજાઈ ગયો હવે શું કરવું ત્યાં જ પાંચ દસ મિનિટ ઉભો રહ્યો અને વિચાર કરતો રહ્યો કે હવે સુ કરું? એટલી જ વાર માં તો દુકાનદાર એના પર ખીજાય જાય છે હાલતીનો થા અહીં થી ખબર નથી પડતી કે પૈસા લઈને અવાય. ત્યાં જ બાળક દુઃખી થઈ જાય છે તેની બહેન એને યાદ આવે છે કે મારી બહેન માટે હું એક લેગિન્સ પણ ના લઇ શક્યો ત્યાં જ મને વિચાર આવ્યો કે ઈશ્વર એ મને ખુશી વેચવા મોકલ્યો છે તો હું થોડી એને પણ ખુશી આપી આવું.બાળક ની જવાની તૈયારી જ હતી કે હું ત્યાં પહોંચી ગયો અને દુકાનદાર ભાઈ ને  કહ્યું કે ભાઇ આ બાળક ને એક લેગિન્સ ની સાથે એક t-શર્ટ પણ આપો.એ જોઈને બાળક ના આનંદ નો કોઈ પાર ના રહ્યો એ બાળક એ પોતાના ફુગ્ગા નું સ્ટેન્ડ સાઈડ માં મૂકીને મને ભેટી પડ્યો.અને મને એવી લાગણી થઈ કે  જાણે ઈશ્વર પોતે મને ભેટી ગયા છે બાળક ના રૂપ માં. અને લાગણી ની સાથે એવો અહેસાસ થયો કે એના માટે મારાં પાસે શબ્દો નથી. બાળક ના આંખ માંથી આંસુ આવી ગયા એને મને કહ્યું કે જો તમે અહીંયા ના હોત તો કદાચ હું મારી બહેન માટે આ કપડાં ક્યારેય ના લઇ શક્યો હોત. તમારો આભાર. મેં કહ્યું બેટા તું જયારે મોટો થાઈ ને ત્યારે તું પણ કોઈને ખુશ કરી દેજે. અને આભાર ઈશ્વર નો માનજે કે તને કોઈને ખુશી આપવા જેટલો મોટો માણસ બનાવ્યો છે.
બસ આજ લાગણી ની બધાને જરૂર છે. લાગણી કોઈને દુઃખી નથી થવા દેતી હંમેશા બધાને નજીક રાખે છે. 
બસ આજ તો છે લાગણી. 
એક એવી લાગણી જે માતા ને એના બાળક માટે હોય છે. 
એક એવી લાગણી જે પોતાની બહેન ની એના ભાઇ પ્રત્યે હોય છે. 
એક એવી લાગણી જે એક મિત્ર ને એના મિત્ર માટે હોય છે. 
એક એવી લાગણી કે જે નદી ને દરિયા માટે હોય છે. 
એક એવી લાગણી જે ચાંદ ને ચાંદની સાથે હોય છે. 
એક એવી લાગણી જે પિતાને એના બાળકો સાથે હોય છે. 
એક એવી લાગણી જે શિષ્ય ને પોતાના ગુરુ સાથે હોય છે 
મિત્રો લાગણી જ તો છે જેના દ્વારા ઈશ્વર પોતાના ભક્તો ને પોતે સાથે છે એવો અહેસાસ કરાવે છે. 
લાગણી જ પ્રેમ નો  અનુભવ કરાવે છે.