Half story - 1 in Gujarati Love Stories by Dharmik bhadkoliya books and stories PDF | હાલ્ફ સ્ટોરી - 1

Featured Books
Categories
Share

હાલ્ફ સ્ટોરી - 1

                     Half story (chapter-1)
                              હાલ્ફ સ્ટોરી
                        ધાર્મિક ભડકોલીયા
 "સર...ફોન..." મારા PA એ મને ફોન આપ્યો..
"હેલ્લો..."મારા અવાજ સાથે જ સામેથી કોઈ લેડી અસિસસ્ટન્ટ નો અવાજ આવ્યો.
"હેલ્લો....અથર્વ સર..?" એને પ્રશ્નાર્થ કર્યો,
"હા હું જ અથર્વ પટેલ.."હું આગળ પૂછુ એ પહેલાં જ સામે થી અવાજ આવ્યો..
" સર.. હેવન હોટેલ્સ માટે બીજી બિલ્ડીંગ ની ડીલ કરવા અમારા મેડમ આપને રૂબરૂ મળવા માંગે છે.!!"
"ઓકેય...આઈ વિલ બી મિટ ટુનાઈટ 9PM" 
"થેન્કયુ સર..."
        મેં ફોન કટ કરી આસિસ્ટન્ટને આપ્યો..
          ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ ઓફ A.A , AA કન્ટ્રકશન્સ ,  "AA" જેવી વર્લ્ડફેમસ કંપની નો મલિક, ગુજરાત ના કરોડોપતિમાં નો એક, AA કંપની નો CEO એટલે હું અથર્વ પટેલ... 
           મારી જિંદગીની હું એક એક પળ ને બીઝી રાખતો હતો, પણ આજે ફરી એ રાત ભૂકંપ લઈ આવી ગઈ,

 "મેડમ... સર પાંચ મિનિટ મા આવે તમે કઈ લેશો...?" 
  "નો થેન્ક્સ..."
   હા , રાત્રે 9 વાગ્યે હોટેલ હેવન ની માલકીન મારી ઓફીસ મા વેઇટ કરતી હતી...
મેં ઓફીસનો ડોર ખોલ્યો...
'આઈ એમ સોરી... હું થોડો...." હું આટલું બોલીને સ્થિર થઇ ગયો અને એ પણ મને જોઈ પાણી નો ગ્લાસ મૂકી ઉભી થઈ ગઈ.
અમે બને એકબીજાને જોતા જ રહી ગયા..
"ગેટ આઉટ..." મારે તેની સાથે કોઈ વાત નહોતી કરવી,
"અથર્વ... તું..."
"આઈ સેય ગેટ આઉટ..."
"અથર્વ.. મારી વાત તો સાંભળ..."
"સિક્યોરિટી..." મેં બેલ મારી સિક્યોરિટી બોલાવી.
"વેઇટ.. આઈ એમ ગો નાવ..." તે આટલું બોલી ટેબલ પરથી પર્સ લઈ ત્યાંથી નીકળી ગઈ.
      હું પણ ઘરે જવા નીકળ્યો પણ મારી કાર એક શાંત જગ્યા એ સ્થિર થઈ.  હા, આ એજ જગ્યા છે જ્યાં અમે બંન્ને એકબીજાના વચનોથી બંધાયા હતા, ત્રીજી બીસ્ટોલ પુરી થવા આવી હતી ત્યાં કોલ આવ્યો..
"સર.. આપણા શેર માં ઘટાડો થયો છે..."
મેં ફોન સ્વીચઓફ કરી દીધો,
છ વર્ષ પછી કિસ્મત ફેરવીને મને એની પાસે દોરવી લાવી...
★★★
છ વર્ષ પહેલાં....
"અબે... ટોપા કાકા નથી દેખાતા હમણાં 500 ની પોચ ફાડત" બાઇક પાછળ બેઠેલાં રોહિત એ ટાપલી મારતા કહ્યું, 
મે બ્રેક મારી ટ્રાફિકપોલીસ હતી, ચોકડી એ ટ્રાફિક જામ હતુ, મેં બાઇક બંધ કરી આવી ભીડ મા એક છોકરો એડ ના કાગળિયા વેચતો હતો.. ચારે તરફ હોર્ન ના અવાજ આવતા હતા  મેં એક પતાકડું લીધુ,
"આ લોકો ને કોઈ ધંધો જ નથી"
"લાવ તો જરા શુ છે.." રોહિતએ હાથ માં કાગળિયો લીધો અને ડૂચો વાળી ફેંક્યો. અને એ કાગળનો ડૂચો બાજુવાળી એક્ટિવા માથે ગયો,
"ઇડિયટ..." તે છોકરી ચિડભરી રીતે બોલી.
"એય....તું ઇડિયટ. ચૂપ..." રોહિત એ સામે જવાબ ફટકારી દીધો
મેં રોહિત ને એક મારીને કહ્યું " આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલુ છે ને તું રસ્તા પર કચરો નાખે છે ચાલ ઉપાડ..."
"તું..." તેને ખૂબ ઉદગાર થયું
"અરે ઉપાડ..." એટલું બોલતાની સાથે સીટી વાગી અને મેં બાઇક સ્ટાર્ટ કરી 
"એય.... આપણે લેફ્ટ માં જવાનું છે " મેં બાઇક સીધી જવા દીધી.
" ચુપચાપ પાછળ બેસ " મેં સ્પીડ વધારે કરી...
"J. N maheta MCA Collage.." 
"ઓહોહો પેલી છોકરીની પાછળ અહીં લઈ આવ્યો" રોહિત ની ટ્યુબલાઈટ શરૂ થઈ..
"છોકરી નહિ તારા ભાભી છે...શુ સમજ્યો "
" પેલા ઘરે જા નહીંતર તારા બાપા તને સમજાવશે..."
"ઓ બાપરે... સાડા અગિયાર થઈ ગયા..." મેં યુ ટર્ન લઈ સીધો ઘરે પોહચ્યો...
"મમ્મી... બોવ ભૂખ લાગી છે.."
"હા બેટા ચાલ બેસી જા " મમ્મીએ જમવાનું પીરસ્યું.
"મમ્મી.. પપ્પા ક્યાં છે.? " હું જમતો જમતો બોલ્યો.
" તું ચુપચાપ જમી તારા રૂમમાં જવા દે"
" હા હજી તારા દીકરાને લાડ લડાવ એકવીસ વર્ષનો થયો કોઈ કામ ધંધો તો કરતો નથી " રોજ ની જેમ પપ્પાનું ચાલુ થઈ ગયું.
"પપ્પા... તમે અહીં બેસો.." 
"તો ચાલો તમે કયો છો તો હું ભણી લવ.. MCA માં એડમિશન લઈ લઉ."
"જો સાંભળ હવે તારા દીકરા ને ભણવુ છે..."
"હવે એને ભણવા દો ને MCA પછી સારી જોબ મળી જાશે" મમ્મી મારા પક્ષમાં હતા.
★★★
મેં એ કોલેજમાં  MCA જોઈન કર્યું, અને મને એ પણ ખબર હતી પેલી FY મા જ છે..
કોલેજ નો પહેલો દિવસ હું અડધી કલાક વહેલો કલાસરૂમ માં જઇ બેઠો બાજુ મા બુક મૂકી.
ધીરે ધીરે કલાસરૂમ ભરાવા લાગ્યો. છેવટે બધા આવી ગયા પણ હજી જેની રાહ હતી એ તો આવી જ નોહતી. 
પ્રોફેસર આવી ને ભણાવાનું પણ શરૂ કરી દીધું...
પણ મને હજી એક આશ હતી અને ખાતરી પણ હતી કે એ મારા જ કલાસમાં છે. લગભગ છેલ્લી દસ મિનિટથી હું એનો જ વેઇટ કરતો હતો. મારુ ધ્યાન કલાસના ડોર પર હતુ.. અચાનક એ મૃગનયની નું આગમન થયું 
"કમ ઇન સર..." એ પોતાનું બેગ સરખુ કરતી બોલી તેની નઝર નીચે હતી 
"યસ... કમ ઇન" મેં હાથ બેન્ચ પર જોરથી પછાડ્યો. આખો કલાસ મને જોતો હતો અને સાથે પ્રોફેસર પણ લખવાનું મૂકી મારી તરફ જોવા લાગ્યા.
એ અંદર આવી હજી એને ખબર નોહતી કે હું બોલ્યો હતો, ખેર મારી બાજુમાં ખાલી બેન્ચ એના માટે જ હતી, તે મારી પાસે આવી અને બોલી
 " તું....."
"સીટડાઉન" સરએ એને બેસવા માટે કહ્યું.
તે મારી બાજુ માં બેઠી, 
"તારું નામ શું છે..?" મેં ઉત્સુકતાથી પૂછ્યું
"તારે કામ શુ છે..?" એને એટલી જ નીરસતાથી જવાબ આપ્યો...
મેં વાત કરવા પોઇન્ટ મુક્યો " હેલ્લો.. આઈ એમ અથર્વ પટેલ.." 
"તે....!!" તેને મારી સામે નજર પણ ન કરી.
મેં પાંચ મિનિટ પછી ફરી એક ટ્રાઇ કરવાનું નક્કી કર્યું..
"અ....." હું બોલું એ પહેલાં જ એ બોલી ગઈ...
"અવની મહેતા..."  અને બોલી ને તે ચાલુ લેક્ચર એ બહાર નીકળી ગઈ.
હું તેની પાછળ નીકળી ગયો...
"અવની...." તેની પાસે જઈ હું હાંફતો હાંફતો બોલ્યો.
To be continue......

( શુ થશે... અથર્વ-અવની ની પ્રેમકહાની નું..? અને શું થયું હશે કે છ વર્ષ પછી બન્ને છુટા પડ્યા...?  રહસ્ય જાણવા માટે વાંચતા રહો half love અને ખાસ..રેટિંગ આપવાનું ભૂલતા નહિ)
આપનુ મંતવ્ય આપવા માટે....

Instagram : bhadkoliya_dharmik

અન્ય પુસ્તકો....

બેપનાહ

ધબકાર હજુ બાકી છે...

જીતવાની ટેવ