Sambhavami Yuge Yuge - 21 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૨૧

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૨૧

ભાગ ૨૧

એક આશ્રમમાં રાત્રે ૧૨ વાગે યજ્ઞ ચાલી રહ્યો હતો, ફક્ત બે જ વ્યક્તિઓ ત્યાં હાજર હતી. એક વ્યક્તિ મંત્ર બોલીને આહુતિ આપી રહી હતી અને બીજી વ્યક્તિ હાથ બાંધીને પાછળ ઉભી, તેના દરેક આદેશનું પાલન કરતી હતી. સાધારણ યજ્ઞ કરતા આ યજ્ઞ જુદો દેખાઈ રહ્યો હતો, તે ત્યાં પડેલી વસ્તુઓથી ફલિત થતું હતું. યજ્ઞ કુંડની બાજુમાં એક ખોપરી હતી, જેમાં રક્ત ભરેલું હતું. તેની નજીકમાં જ એક દારૂની બોટલ પડી હતી અને આહુતિ આપવા માટે હાડકાંમાંથી બનાવેલું સાધન.

 જટાશંકરે ઘાંટો પાડીને કહ્યું, “ત્રીજી બળી આપવાનો સમય થઇ ગયો છે, જા બળી લઇ આવ.” પાછળ ઉભેલી વ્યક્તિ એક આઠ વરસની છોકરીને લઇ આવ્યો. તે સંપૂર્ણ રીતે નગ્ન હતી અને તેના માથે મુંડન કરેલું હતું.તે છોકરી કોઈ નશામાં હોય તેમ ચાલી રહી હતી. તેણે છોકરીનો હાથ ન પકડ્યો હોત તો તે છોકરી નીચે જમીન પર સુઈ ગઈ હોત. યજ્ઞકુંડ પાસે લઇ આવ્યા પછી જટાશંકર પોતાની જગ્યા પરથી ઉભો થયો અને ખોપરી ઉપાડીને એક દિશામાં ચાલવા લાગ્યો, થોડે દૂર ગયા પછી તે ત્યાં ઉભો રહી ગયો. ત્યાં આજુબાજુમાં હાડકાં વેરાયેલા પડ્યા હતા. તેણે છોકરીને ત્યાં સુવડાવવા કહ્યું અને પછી પોતાના હાથમાં છરો લીધો અને તે છરાથી બાળકીના ગળાની નસ પર ચીરો મુક્યો. ચીરો મુકતાની સાથે જ તે છોકરીના ગળામાંથી લોહી વહેવા લાગ્યું. જટાશંકરે હાથમાં રહેલી ખોપડી તેના ગળા પાસે રાખી અને તે લોહી ખોપરીમાં ભરવા લાગ્યો. તે છોકરી પીડાને લીધે ભાનમાં આવી ગઈ હતી પણ જેવી તે ચીસ પાડવા ગઈ ત્યાં જ એક હાથ તેના મોઢા પર આવી ગયો, જેના લીધે તે ચીસ પડી ન શકી. પછી જટાશંકરનો છરો જ્યાં હૃદય હોય તે ભાગ પર ગયો અને ત્યાં  તેણે ગોળ ચીરો મુક્યો અને તે બાળકીનું હૃદય બહાર કાઢી લીધું અને તેમાંથી પણ થોડું લોહી ખોપરીમાં ભર્યું.

 સામાન્ય રીતે નિર્દોષ અને પ્રફુલ્લિત લાગતો જટાશંકરનો ચેહરો અત્યારે ભયંકર રીતે વિકૃત અને તરડાયેલો લાગી રહ્યો હતો. પછી તેણે બાળકીનું યૌન અંગ કાઢ્યું અને યજ્ઞકુંડ પાસે આવ્યો, ત્યાં પ્રથમ થોડા લોહીની આહુતિ આપ્યા પછી, તેણે યજ્ઞકુંડમાં હૃદય અને યોની નાખ્યા. થોડીવાર પછી તેણે હૃદય અને યોની બહાર કાઢ્યા અને જટાશંકર તે ખાવા લાગ્યો, જાણે તે કોઈ મનભાવતી મીઠાઈ હોય અને સાથે ખોપરીમાંથી લોહી પીવા લાગ્યો. થોડે દૂર જટાશંકરનો સહાયક હતો, તેણે છોકરીની લાશને આગમાં ભૂંજી દીધી હતી અને તે ખાઈ રહ્યો હતો. આ નરરાક્ષસોંએ આખી રાતમા ત્રીજી છોકરી હતી, જેની બળી આપીને ખાઈ ગયા હતા. ખાતાં ખાતાં જટાશંકર બબડી રહ્યો હતો, “આ ત્રીજી બળી હતી, આજે રાત્રે પાંચ બળી આપ્યા પછી સોમ, તું મારા વારથી નહિ બચી શકે, હવે  મારા વારથી તને કઈ શક્તિ બચાવશે તે હું જોઉં છું. તું ભાગ્યને લીધે કૃતક બન્યો હોઈશ, પણ હું મારી મહેનત અને ક્ષમતાને લીધે કૃતક બન્યો છું. એક વાર તારો નાશ કરી દઉં પછી રાવણના પદ પહોંચીશ અને આખું જગત મારા ઈશારે ચાલશે . જો કે અત્યારે પણ મારી શક્તિઓ ઓછી નથી. આખા ભારતના અને જગતના તાંત્રિકો મારી આણ માને છે અને મારા આદેશનું પાલન કરે છે. હવે તારો અંત નિશ્ચિત છે સોમ.” એટલું કહીને તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

  તે જ સમયે તેને દુરથી પોલીસ સાયરનનો અવાજ સંભળાયો અને જટાશંકર ત્યાંથી ઉભો થયો અને એક દિશામાં ભાગવા લાગ્યો, પણ તેનો સહાયક જાણે બહેરો હોય તેમ તે છોકરીનું શરીર ખાઈ રહ્યો હતો. પોલીસ જયારે પહોંચી ત્યારે અડધું શરીર ખાઈ ગયો હતો. હવાલદારે તેના પીઠ પર કચકચાવીને લાત મારી. થોડીવારમાં પોલીસે આખો એરિયા ઘેરી લીધો. અંદર એક રૂમમાં બે નગ્ન છોકરીઓ મળી આવી, જે નશામાં હતી. તેમને ધાબળા ઓઢાઢીને બહાર લાવ્યા અને ગાડીમાં સુવડાવી. પોલીસો સાથે ગામડાના ચાર પાંચ લોકો પણ હતા. તેઓ આ બધું જોઈને દહેશતમાં હતા . જટાશંકરના સહાયકને પોલીસે પહેલા બરાબરનો મેથીપાક ચખાડ્યો અને પછી  વાનમાં હાથકડી પહેરાવીને બેસાડી દીધો. ઈન્સ્પેક્ટરે તે હવનકુંડનું નિરીક્ષણ કર્યું, ત્યાં લોહીથી ભરેલી ખોપરી હતી, દારૂની બોટલ, બાજુના બે વાડકામાં રહેલ દ્રવ્યને સૂંઘીને જોયું તો તેમાં મૂત્ર હતું.  થોડી સામગ્રીની બાજુમાં અડધું ખાધેલું હૃદય અને બાજુમાં શેકેલી યોની હતી.

 પાષાણ હૃદય ઇન્સ્પેક્ટર ઝાલાને પણ ઉલ્ટી આવી ગઈ. કેવા ભયંકર નરરાક્ષસો છે, આવી રીતે કોઈ કોઈનું હૃદય અને યોની કેવી રીતે ખાઈ શકે? ઇન્સ્પેક્ટર ઝાલાને થોડીવાર પહેલાં જ ફોન આવ્યો હતો, “આ સ્થળે કોઈ માનવબળી આપી રહ્યું છે.” પણ આવી ભયંકર રીતે બળી આપવામાં આવ્યા હશે, તેની તેમને ખબર નહોતી. વિડીયોગ્રાફી કરીને પંચનામું કરવામાં આવ્યું, ત્યાં સુધીમાં ચારેબાજુ દોડેલા પોલીસો પાછા આવી ગયા હતા તેમણે રિપોર્ટ આપ્યો કે નજીકમાં કોઈ વ્યક્તિ મળી નથી.

ત્યાંથી થોડે દૂર એક ઝાડ પર બેસેલો જટાશંકર, આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો. તે બબડવા લાગ્યો, “મારા હવનમાં હાડકા કોણે નાખ્યા? જેણે પણ આ કર્યું છે તેને હું છોડીશ નહિ.” હજી પંચનામું ચાલતું હતું ત્યાં જ પત્રકારોની ગાડી આવી ગઈ હતી અને પત્રકારો ઇન્સ્પેક્ટર ઝાલાને ઘેરી વળ્યાં. દૂર પાંચ છ ગામડાના લોકો બેઠા હતા તેમાંથી એક વ્યક્તિ ઉભો થયો અને એક દિશામાં નીકળી ગયો અને દૂર પહોંચ્યા પછી તે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો હવે તે ગામડિયાને  બદલે સાધુના રૂપમાં આવી ગયો હતો તેણે જ પોલીસને ફોન કર્યો હતો.

ક્રમશ: