Selfie - 23 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-23

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-23

સેલ્ફી:-the last photo

Paart-23

"એ તણપા હજુ ઊંઘે છે કે શું..?"જેડીનાં રૂમનાં બારણે ઉભાં ઉભાં શુભમે મોટેથી કહ્યું.

બે મિનિટ સુધી જેડી નો કોઈ પ્રતિભાવ ના મળતાં શુભમ મનોમન બબડયો.

"નક્કી જરૂર સાહેબ ગઈકાલે રાતે ટલ્લી થઈ ગયાં હશે..એટલે જ હજુ સુધી હાથી ઘોડા વેંચીને સૂતાં છે.."

"એ હરામી બારણું ખોલ..અને જલ્દી બક કે તારે નાસ્તો કરવાનો છે કે નહીં.."હજુ સુધી જેડી કોઈ હરકતમાં આવ્યો ન હોવાથી એની મોત થી શુભમ ગુસ્સામાં બોલ્યો.

શુભમનો અવાજ સાંભળી રોહન પણ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો અને લોબીમાં પોતાની ડાબી તરફ આવેલ જેડી નાં રૂમનાં બારણે આવી શુભમને ઉદ્દેશીને બોલ્યો.

"શું થયું..??મહાશય હજુ સુધી ઉઠયાં નથી લાગતાં..?"

"ભાઈ તું બારણું ખોલે છે કે હું તોડી નાંખું..?"શુભમને હવે જોરદાર ગુસ્સો આવ્યો હોય એમ બોલ્યો.

શુભમની વાત સાંભળી હવે તો જેડી નક્કી જાગી જશે અને બારણું ખોલશે એમ વિચારી રોહન અને શુભમ એનાં બારણું ખોલવાની રાહ જોઈને ઉભાં હતાં. બીજી ત્રણેક મિનિટ વીતી ગઈ પણ જેડી દ્વારા કોઈ પ્રતિભાવ ના મળતાં રોહને ફરીવાર બારણું તોડવાની વાત કરી.

વધતી જતી દરેક પળ શુભમ અને જેડી ની ધડકનો ને વધારો કરી રહી હતી..એક નવી ઉપાધી એમની રાહ જોઈને ઉભી હોવાંનાં અણસાર એમને આવી ગયાં હતાં..જેડી સાથે કંઈક થયું હોવાનું વિચારી બંનેનાં જીવ ઉચાટમાં આવી ગયાં હતાં.

"રોહન..બારણું તોડવું જ પડશે.."શુભમે રોહનની તરફ જોઈને કહ્યું.

આંખો પટપટાવીને રોહને શુભમની વાતને સહમતિ આપી એટલે બંને એ પોતાનું શરીર બારણે અથડાવી બારણું તોડી દીધું..બારણું તૂટતાં ની સાથે જ બંને જણા ઝાટકાભેર જેડી નાં રૂમમાં આવી પહોંચ્યા.

માંડ-માંડ પોતાની જાતને સંભાળી રોહન અને શુભમે જેડીનાં પલંગ તરફ નજર કરી તો એમને જોયું કે જેડી શાંતિથી સુઈ રહ્યો હતો.પોતાની આટઆટલી બુમો છતાં જેડી નું આમ નઘોર થઈને સૂતાં રહેવું રોહન અને શુભમ ને અકળાવવા કાફી હતું.

"સાલો જો તો ખરો કેવો સૂતો છે.."જેડી ને જોતાંવેંત જ રોહન બોલી ઉઠ્યો.

"નકામું બારણું તોડાવ્યું..મને હતું જ કે ગઈકાલ રાતે જનાબ પીને સૂતાં છે.."જેડી ની આદતથી જ્ઞાત શુભમ બોલ્યો.

"આને હવે પ્રેમથી ઉથડવામાં મજા નથી..તું જો હું આને કેમ જગાડું છું.."આટલું કહી રોહન જેડી જ્યાં સૂતો હતો એ પલંગ તરફ આગળ વધ્યો અને જેડીની પીઠ પર જોરથી એક લાત મારી..લાત વાગતાં જ જેડી નો દેહ પલંગ પરથી નીચે ફર્શ પર પડ્યો.

"કેવું રહ્યું..?"જેડી નાં જોડે જઈને રોહને હસતાં હસતાં પૂછ્યું..શુભમ પણ અત્યારે જોરથી હસી રહ્યો હતો.

થોડી સેકંડો બાદ જ્યારે જેડી નાં દેહમાં કોઈ હરકત ના થઈ એટલે શુભમ અને રોહને એક અજાણ્યાં ભય નાં ઓથાર નીચે એકબીજાની તરફ જોયું અને "જેડી.." ચિલ્લાતાં એનાં દેહ જોડે પહોંચી ગયાં.

શુભમે જઈને જેડીનો હાથ પકડી એની નબ્ઝ ચેક કરી જોઈ પણ ત્યાં કોઈ હલનચલન નહોતી..ત્યારબાદ રોહને જેડી નાં છાતીનાં ભાગમાં પોતાનું માથું મૂકી એની ધડકનો તપાસી જોઈ પણ એનો ચહેરો એ વાતની ચાડી ખાતો હતો કે જેડી ની ધડકનો બંધ થઈ ચૂકી હતી.

"રોહન..જેડી મરી ચુક્યો છે.."શુભમનો સપાટ અવાજ રૂમમાં ગુંજી પડ્યો..સાથે સાથે રોહન અને શુભમનું રુદન પણ.

"જેડી..તું મને મૂકીને જઈ ના શકે દોસ્ત..આપણે તો સાથે જીવવા મરવાની સોગંધ ખાઈ હતી.."પોતાનાં ખાસ દોસ્ત જેડીને વળગીને રોતાં રોહન બોલી રહ્યો હતો.

શુભમને પણ જેડીની મોત નું એટલું જ દુઃખ હતું જેટલું રોહનને હતું પણ રોહનને સંભાળવો અત્યારે જરૂરી હોવાથી શુભમે એ કાર્ય માં લાગે રહ્યો.શુભમ અને રોહનની રોકકળ સાંભળી રસોડામાં ચા બનાવવા ગયેલી રુહી પણ તાબડતોડ દોડીને જેડી નાં રૂમમાં આવી પહોંચી..રોહનનાં માથામાં જેડી નું માથું હતું અને શુભમ તથા રોહનની આંખમાં આંસુ જેનો મતલબ હતો કે જેડી પણ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યો ગયો હતો.

"રોહન..હવે રડ નહીં. કહેવાય છે રડવાથી મરનાર ની આત્માને ઠેસ પહોંચે છે.."રોહનને આશ્વાસન આપતાં શુભમ બોલ્યો.

થોડો સમય રડયાં બાદ રોહન થોડો સ્વસ્થ થયો એટલે કંઈક વિચારીને બોલ્યો.

"શુભમ ગઈકાલ રાતે તો જેડી સાજોસારો પોતાનાં રૂમમાં ગયો હતો તો કેમ અત્યારે..?"

"એ સવાલ તો મને પણ ક્યારનોય કોરી ખાય છે..કે આ મોત કુદરતી છે,આકસ્મિક છે કે પછી સમજી વિચારીને કરાયેલી હત્યા.."શુભમ ઘણું વિચાર્યા બાદ જેડીની લાશ તરફ જોઈને બોલ્યો.

"હું તારી વાત સાથે સહમત છું..મને પણ આજ સવાલ થઈ રહ્યો છે કે જેડીની મોત આખરે થઈ કઈ રીતે..?"શુભમ તરફ જોઈને રોહન બોલ્યો.

ત્યારબાદ શુભમ અને રોહને જેડીની લાશને ઉઠાવીને પાછી પલંગમાં રાખી દીધી..એનાં મૃતદેહ ને યોગ્ય રીતે રાખ્યાં બાદ શુભમે અને રોહને જેડી ની લાશનું ધારીધારીને નિરીક્ષણ કર્યું પણ ક્યાંક એમને કોઈ પ્રકારની ઈજાનાં ચિહ્નો મળ્યાં જ નહીં.

"આનાં શરીર પર તો કોઈપણ જાતની ઈજાનું નિશાન નથી તો પછી આ હત્યા તો નથી જ..જેડી નું મૃત્યુ મને તો કુદરતી જ લાગે છે.."ગહન મનોમંથન બાદ શુભમ બોલ્યો.

"આની લાશને આમ જ મૂકી રાખીએ.. આમપણ બે દિવસ પછી અન્ના અહીં આવી જશે પછી જેડી ની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દઈશું એટલે આપણી શંકા-કુશંકા નો અંત આવે.."રોહન બોલ્યો.

"શુભમ જેડી સાચું કહી રહ્યો છે..જેડી ની લાશને પણ નીચે બેઝમેન્ટમાં ફ્રીઝની અંદર મૂકી દો..બે દિવસ પછી અન્ના આવે ત્યાં સુધી જેડીની ડેડબોડી સચવાઈ રહેશે.."રુહીએ શુભમ અને રોહનનાં વાર્તાલાપ ની વચ્ચે મમરો મુકતાં કહ્યું.

શુભમને આમ વચ્ચે રુહીનું બોલવું પસંદ ના આવ્યું એટલે એને ત્રાંસી નજરે રુહી તરફ જોયું અને હવે ચૂપ રહેવાનો ગર્ભિત ઈશારો કરી દીધો.શુભમનાં અણગમા ને પામી ગઈ હોય એમ રુહી ચૂપ થઈ ગઈ.

"પણ આ વખતે ધ્યાન રાખવું પડશે કે રોબિનની લાશ છુપાવતી વખતે થયું હતું એ ના થાય.."સમજી વિચારીને શુભમ બોલ્યો.

"હા યાર સાચી વાત છે તારી..આ વખતે તો ફ્રીઝ માં લાશ મૂક્યાં બાદ ફ્રીઝ ને લોક કરી દઈશું અને બેઝમેન્ટને તાળું પણ મારી દઈશું.

હજુ એ લોકો વચ્ચે જેડીની લાશ સાથે શું કરવું એ વિશે વિચારવિમર્શ ચાલતો હતો ત્યાં અચાનક એક બિલ્લી બારીમાંથી કૂદીને અંદર આવી અને જોરથી મ્યાઉં બોલી..એનો તીણો અવાજ સાંભળી એકવાર તો બધાં ડરી જ ગયાં.શુભમ દ્વારા બિલ્લી ની તરફ જોઈ હટ કહેતાં ની સાથે એ કૂદીને બારીમાં બહાર નીકળી ગઈ..બિલ્લી દ્વારા આમ બારીમાંથી ક્યાં જોવાં જવાતું હશે એ જોવાં રોહન ઉભો થયો અને બારી જોડે આવીને ઉભો રહ્યો.

રોહને બારીમાંથી બહાર નજર કરી તો એને પામ્યું કે બારીની બહાર એક છજજો હતો જે આખાં પહેલાં માળની ફરતે હતો..જેનો અર્થ એ હતો કે કોઈપણ વ્યક્તિ એકવાર છજ્જા પર ચડી જાય પછી આખી હવેલીનું ચક્કર લગાવી શકે છે અને જો બારી ખુલ્લી હોય તો બારી કૂદી કોઈનાં પણ રૂમમાં આસાનીથી આવી શકે છે.

"શુભમ અહીં આવ તો.."રોહને શુભમને પોતાની પાસે આવવા જણાવ્યું.

રોહન ની વાત સાંભળી શુભમ એની જોડે જઈને ઉભો રહ્યો અને રોહન દ્વારા એને બધું સમજાવાયું એ સમજી પણ ગયો.

"મતલબ તું એમ કહેવા માંગે છે કે જેડી ની કોઈએ હત્યા કરી..એ પણ આ છજ્જા નો ઉપયોગ કરી..?"શુભમ આશ્ચર્ય સાથે બોલી પડ્યો.

"હા એવો જ અર્થ નીકળે મારાં ભાઈ..અને એ વિશે વિચારવું જ રહ્યું..કોઈએ છજ્જાનો ઉપયોગ કરી જેડીનાં રૂમમાં ચુપકેથી એન્ટ્રી લીધી પછી કોઈ બુદ્ધિ ચાતુર્ય વડે જેડીને મોતને ઘાટ ઉતારી દીધો."રોહન પોતાની તર્કસંગત દલીલ રજૂ કરતાં બોલે જ જતો હતો.

"અને ત્યારબાદ એ કાતિલ શાંતિથી રૂમમાં બધું વ્યવસ્થિત ગોઠવી,જેડીની લાશને સરખી રીતે પલંગ પર રાખી બારીમાંથી છજ્જા પર અને છજ્જા પર થઈને ગાયબ થઈ ગયો.."રોહનની વાત અડધેથી અટકાવી શુભમ બોલ્યો.

"હા એવું જ.."રોહન બોલ્યો.

"એનો મતલબ કે રોબિન ખુની નહોતો..ખુની બીજું કોઈ હતું..?"શુભમે પૂછ્યું.

"રોબિન ખુની હતો કે નહીં એની તો ખબર નથી..પણ જેડી ની હત્યા થઈ છે એ વાત પર મને પાકો વિશ્વાસ છે.."મક્કમ અવાજે રોહન બોલ્યો.

"આમ તો તારી વાત મને પણ થોડી થોડી મગજમાં ઉતરે છે."શુભમે કહ્યું.

"શુભમ એ જે કોઈપણ છે બહુ શાતિર છે..પણ એને ખબર નથી કે હું બધાં નો બાપ છું..હું એ કાતિલ ને જીવતો નહીં મુકું.."આંખોમાં અંગારા અને ચહેરા પર ગુસ્સાનાં હાવભાવ સાથે રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી શુભમે પણ એનાં ખભે પોતાનો હાથ મૂકી એનો સાથ આપવાનું વગર કહે એલાન કરી દીધું.

એ લોકો હજુ વધુ કંઈ વાત કરે એ પહેલાં મેઘા ની કારમી ચીસ એ બધાં નાં કાને સંભળાઈ.

મેઘા ની ચીસ સંભળાતાં જ બધાં જેડી નાં રૂમમાંથી નીકળી રોહનનાં રૂમ ભણી ભાગ્યાં એ જોવાં કે પાછું હવે મેઘાની સાથે શું થયું..??

◆◆◆◆◆◆◆

વધુ આવતાં ભાગમાં.

મેઘા જોડે બનેલી ઘટનાનું રહસ્ય શું હતું..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..?એ જેકેટ પહેરેલ વ્યક્તિ કોણ હતો..??જેડી ને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??હવે કોનો વારો હતો..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ