અઘોર આત્મા
(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)
(ભાગ-૭ : રક્તચિત્ર)
--------------------
લેખક : ધર્મેશ ગાંધી
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
---------------------
(ભાગ-૬ માં આપણે જોયું કે...
મારી ગરદન ઉપર કોઈકના ગરમ શ્વાસનો ભીનો સ્પર્શ હું અનુભવી રહી હતી. હું જેને આયનામાં મારું પ્રતિબિંબ સમજી રહી હતી એ દરઅસલ તપસ્યા જ હતી, મારી બીજી આવૃત્તિ. દૂર એક ઝાડ ઉપર મેં એક કાળો ધાબળો ઓઢેલી સ્ત્રી જેવી આકૃતિ જોઈ. ગળે ફાંસો ખાઈને એણે આત્મહત્યા કરી લીધી. અંગારક્ષતિને દીકરાના મૃત્યુ પછી પણ એને મરદ બનાવવાના અભરખા હતા. હું મારી સગી આંખોએ મને પોતાને જ નિર્વસ્ત્ર થતી જોઈ રહી હતી. એક મૃત અને સાવ નપુંસક વ્યક્તિ મારી ઉઘાડી જાંઘ ઉપર બેસીને પોતાની હવસ સંતોષવા મરણીયો બન્યો હતો...
હવે આગળ...)
----------------
હું મારી સગી આંખે મને પોતાને જ નિર્વસ્ત્ર થતી જોઈ રહી. પરંતુ, હું લાચાર હતી... વિવશ હતી...
‘તારી એ બીજી આવૃત્તિ ફક્ત એક માટીની પૂતળી છે...’ શેન મારો ચહેરો એના હાથમાં લઈને બોલી રહ્યો હતો, ‘-અને અમે એ પૂતળી તપસ્યાના બે પગ વચ્ચે ખતરનાક ઝેરીલા વીંછીનો ડંખ ભરાવી દીધો છે. સૂતેલી તપસ્યાની યોની હળહળતા ઝેરનું એક ખાબોચિયું બની ગઈ છે!’
મેં જોયું કે કલ્પ્રિત પેલી તપસ્યા ઉપર સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો, અને એના બે પગ વચ્ચે ઝંઝાવાત ઊઠી રહ્યો હતો. નીચે સૂતેલી તપસ્યાની વિષ ભરેલી યોની કલ્પ્રિતના પૂરા બદનમાં ઝેર ઓકવા માટે બેતાબ બની રહી હતી. હવે મારે મારી આંતરિક ઉર્જા પેલી માટીની પૂતળી તપસ્યાને પહોંચાડવાની હતી, જેથી એ ત્રાટક કરી શકે, સંભોગનો પ્રતિકાર કરી શકે, અને કલ્પ્રિતનો વીંછીના ડંખના કાતિલ ઝેરથી સર્વનાશ કરી શકે. મેં મારી પૂરતી તાકાત લગાવીને મારી અંદર રહેલી તીવ્ર પ્રતિકારક શક્તિને એ તરફ વહેતી મૂકી.
પણ આ શું? અઘોરપંથના પાલનથી મેળવેલી મારી તાકાત આજે કાચી કેમ પડી રહી હતી? કલ્પ્રિત ઉપર મારા ત્રાટકની કોઈ અસર વર્તાતી કેમ નહોતી? મારી કમર નીચે જાણે કે ગરમગરમ સીસું રેડાયું હોય એવી બળતરા ઊઠી. અચાનક મને મારું શરીર હવાથી પણ હલકું થઈ રહેલું મહેસૂસ થયું. મારી આંખો ઘેરાવા લાગી. અને થોડી જ ક્ષણોમાં મેં સંપૂર્ણ ભાન ગુમાવી દીધું.
મારા શરીર ઉપર સો મણનો ભાર મને મહેસૂસ થઈ રહ્યો હતો. મારા શરીર ઉપર વસ્ત્રોનું આવરણ મોજૂદ હોવા છતાં મને એવી અનુભૂતિ થઈ રહી હતી જાણે કે મને આવરણમુક્ત કરીને કોઈક ભયાનક પંજો મારા આખા શરીરે બેરહમીથી ફરી રહ્યો હોય. કોઈ જાણે કે મને ચૂંથી રહ્યું હતું. ઓચિંતી જ મેં મારી બંને આંખો ખોલી નાખી અને સફાળી બેઠી થઈ ગઈ. પરંતુ... હું ક્યાં હતી? કોઈક અવાવરું ઓરડામાં... એકલી... અને શેન, વિલી, મેગી - કોઈના પણ શ્વાસ હવે હું મહેસૂસ કરી શકતી નહોતી. મેં ચોતરફ નજર ફેલાવી. અચરજની વાત તો એ હતી કે એ અવડ કમરામાં ક્યાંયે કોઈ પણ પ્રકારનો ન તો કોઈ દરવાજો હતો કે ન કોઈ બારી! મારે અહીંથી છટકવું હોય તો પણ ક્યાંથી છટકું? હું ભયભીત થઈ રહી હતી. મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું હતું કે અઘોરી અંગારક્ષતિનો મૃત દીકરો કલ્પ્રિત મારી ઉપર ભૂખ્યા વરુની જેમ સવાર થયેલો છે. મેં એની પકડમાંથી છૂટવા ધમપછાડા કર્યા પણ એણે બમણા વેગથી મારી ઉઘાડી જાંઘોને પોતાના શરીર નીચે જબરદસ્તીથી દાબી રાખી હતી.
મને યાદ આવ્યું કે શેન મને કહી રહ્યો હતો, ‘તપસ્યા, તારું અહીં હાજર રહેવું અત્યંત આવશ્યક છે, તો જ અમે રચેલી પેલી તારી બીજી આવૃત્તિ તપસ્યા એ દુષ્ટ કલ્પ્રિતનો પ્રતિકાર કરી શકશે. તું અહીં એક દાયરામાં રહીને તારી આંતરિક ઉર્જા એ પૂતળી તરફ છોડશે તો જ એની યોનીમાં રહેલું હળાહળ ઝેર કલ્પ્રિતને બાળી શકશે, પરાસ્ત કરી શકશે...’
મેં અનુમાન લગાવ્યું કે અંગારક્ષતિ પણ આ વાતથી વાકેફ હોવો જોઈએ. એટલે જ એણે મને એ દાયરામાંથી દૂર અહીં એકાંતમાં ફંગોળી દીધી છે. હું મારા શરીરમાં અતિશય દર્દ મહેસૂસ કરી રહી હતી. એક પિશાચ મારી ઉપર સંપૂર્ણપણે સવાર થઈ ચૂક્યો હતો અને એના નપુંસક અંગમાં અઘોરીના મંત્રોચ્ચારથી અગ્નિ પ્રગટ્યો હતો, પોલાદ જેવી સખ્તાઈ આવી હતી. મારે આ ભયંકર પીડામાંથી મુક્ત થવું હતું... પણ, કઈ રીતે..?
ત્યાં જ... મારી છાતી સાથે એક જાણીતો ઉષ્માભર્યો શ્વાસ અથડાયો. એ ગરમાટો મારી છાતી ઉપરથી ધીરે રહીને મારી ગરદન ઉપર ચઢતો મારા કાન સુધી પ્રસરી ગયો. પછી હળવેથી એક અવાજ આવ્યો, ‘તપસ્યા... મારી જાન...’ મારી આંખો ભરાઈ આવી. એ તિમિરનો અવાજ હતો. એ મારી આસપાસ જ હતો. હું એને મારી તદ્દન નજીક મહેસૂસ કરી રહી હતી. મેં ગદગદિત થતાં એને આલિંગનમાં ભરવાની કોશિશ કરી, પરંતુ મને ઘોર નિષ્ફળતા મળી. જોતજોતામાં સામેની એક પથરાળ દીવાલ ઉપર અમુક ઝાંખી રેખાઓ ખેંચાઈ ઊઠી. મેં આંખો ઝીણી કરીને જોયું તો મારી આંખો પહોળી જ રહી ગઈ. હું હાંફવા માંડી. તિમિરનો અસ્પષ્ટ ચહેરો એ દીવાલ ઉપર ઉપસી રહ્યો હતો. મને દોડીને તિમિરના ચહેરાને ચૂમી લેવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. પરંતુ કલ્પ્રિતની નીચે કચડાયેલી અવસ્થામાં હું હલનચલન કરવા માટે અસમર્થ હતી...
‘તપસ્યા... પેલા અઘોરીએ મને પણ આ પથ્થરની દીવાલમાં જડી દીધો છે. એના સકંજામાંથી મારી આત્મા પણ મુક્ત થઈ શક્તિ નથી.’ તિમિરનો રૂંધાયેલો અવાજ મને રડાવી રહ્યો હતો.
‘હું તને મુક્ત કરાવીશ, તિમિર, ગમે તે ભોગે...’ મેં ભીની આંખે કહ્યું.
‘એક રસ્તો છે, તપસ્યા... પણ ખૂબ જ કઠિન છે.’
‘બોલ, તિમિર... હું મારો જીવ આપવા પણ તૈયાર છું!’
‘તપસ્યા... તારા રક્તથી તું જો મારા આ ચહેરાને ચિતરે તો હું આ દીવાલની કેદમાંથી મુક્ત થઈ શકું અને તને પણ અહીંથી...’
મેં જોયું કે તિમિરની ઝાંખી રેખાઓએ એક ઊંડો શ્વાસ લઈને વેગપૂર્વક એક ફૂંક મારી. મને બીજી તરફની દીવાલ ઉપર જોવા સૂચવ્યું. મેં એ તરફ જોયું તો અઘોરી અંગારક્ષતિનું ચિત્ર ઉપસ્યું હતું. એ જ ઝાડીઓમાં જ્યાંથી ઊઠાવીને મને અહીં પટકી દેવામાં આવી હતી. બીજી તરફ કલ્પ્રિત પેલી મૂર્છિત થઈ ચૂકેલી તપસ્યા ઉપર ખૂબ જ આવેગપૂર્વક પ્રહારો કરી રહ્યો હતો. અને જોરજોરમાં હાંફી રહ્યો હતો. આખરે એ પૂર્ણ સંતુષ્ટ થતા ઊભો થયો. મને મારા શરીર ઉપરથી ભાર હળવો થયો હોવાનું મહેસૂસ થયું. પરંતુ મારી સાથળો લોહીલુહાણ થઈ ચૂકી હતી. હું સાવ બેહોશીમાં સરી પડવાની તૈયારીમાં હતી.
મેં દીવાલ ઉપર ઉપસી રહેલું દ્રશ્ય જોયું તો મારા આખા શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ. હું પરસેવે નહાવા માંડી. દૂર ઝાડીઓમાંથી અઘોરીના બે અનુયાયીઓ પોતાને ખભે એક વાંસ લટકાવીને આવી રહ્યા હતા. એ વાંસની વચ્ચોવચ એક નાના બાળકનું મડદું લટકી રહ્યું હતું, જાણે કે બાળક અત્યારે જ મૃત્યુ પામ્યો હોય! કલ્પ્રિત મારી બીજી આવૃત્તિ સાથે એની વાસના પરિપૂર્ણ કરીને સશક્ત બની ગયો હતો. એ આગળ વધ્યો ને બાળકના મડદાને વાંસ પરથી છોડીને જમીન ઉપર ચાત્તુપાત સુવડાવ્યું.
‘અઘોરીઓ વામમાર્ગીઓ ગણાય છે...’ અંગારક્ષતિ એના પુત્ર કલ્પ્રિતના મૃતાત્માને સંબોધીને ઘોઘરા અવાજે બોલી રહ્યો હતો, ‘અને વામમાર્ગીઓ માટે પાંચ ‘મ’કારનું પાલન અત્યંત જરૂરી હોય છે – મંત્ર, માંસ, મદિરા, મૈથુન અને મૃત્યુ...’
કલ્પ્રિતે વેદી સળગાવી. અંગારક્ષતિએ મંત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂક્યું. એક કમંડળમાંથી કલ્પ્રિતે સોમરસ કાઢીને બાળકના મડદા ઉપર રેડયો. પછી એક ધારદાર ખંજર વડે એનું પેટ ચીરીને માંસનો એક ટુકડો કાપીને મોંમાં મૂક્યો. કલ્પ્રિતના હોઠના ખૂણેથી માંસના ટુકડામાંથી ટપકેલી તાજા લોહીની ધાર નીકળી પડી.
‘તપસ્યા, હવે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે...’ તિમિરનો અધૂરો ચહેરો બોલી ઊઠ્યો અને મારી તંદ્રા તૂટી. મેં આસપાસ નજર ફેરવી. ખૂણામાં પડેલો એક કાચનો તિક્ષ્ણ ટુકડો મને દેખાયો. મેં લથડતા પગે જઈને કાચનો એ ટુકડો ઊઠાવ્યો. એક હાથમાં મજબૂત રીતે પકડીને બીજા હાથની હથેળી ઉપર કાચની ધાર ફેરવી. લોહીની એક ધાર વછૂટી પડી. મેં એ રક્તથી તિમિરના ચહેરાનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું. મારા હાથમાં દર્દ ઊઠી રહ્યું હતું. પછી મેં મારી બંને ભરાવદાર જાંઘ ઉપર એક પછી એક ચીરા મૂકવા માંડ્યા... લોહીના ફૂવારા ઉડી રહ્યા હતા... મને જનૂન ચડ્યું હતું... લોહી નીકળતું ગયું... તિમિરના ચિત્રની રેખાઓ ઉપસતી ગઈ... અને મને ચક્કર આવવા માંડ્યા હતા!
‘તપસ્યા...’ સામેની દીવાલ ઉપરનું દ્રશ્ય જોઈને તિમિરની ચીસ નીકળી ગઈ. હું પણ ચોંકી ઊઠી. ‘કલ્પ્રિત જો પેલી તપસ્યાની પૂતળીને સળગતી વેદીમાં નાખીને આહુતિ આપી દેશે તો...’ તિમિર ભયભીત થઈને ઘૂંટાયેલા અવાજે બોલી રહ્યો હતો.
‘તો..?’ હું પણ ધ્રૂજી ઊઠી. એ ખ્યાલથી કે નક્કી કંઈક અનહોની થશે. મેં જોયું કે કલ્પ્રિતનું આખું મોં તાજું માનવ-માંસ ખાવાથી ઘટ્ટ લોહીથી રગદોળાઈ ગયું હતું. એના સ્ત્રેણ શરીરમાં પુરુષાતન ભળી ગયું હતું. એ ઊભો થઈ ચૂક્યો હતો.
‘...તો આપણે બંને ક્યારેય આ પથરાળ દીવાલની કેદમાંથી મુક્ત નહીં થઈ શકીશું.’ તિમિર કરુણતાથી બોલ્યો.
મેં દ્રશ્ય જોયું કે કલ્પ્રિતે મારી બીજી આવૃત્તિ તપસ્યાને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર તથા મૂર્છિત અવસ્થામાં પોતાની બાહોમાં ઊઠાવી લીધી હતી. અને એ સળગતી વેદી તરફ જઈ રહ્યો હતો. મારા શરીરમાંથી ઘણું બધું રક્ત વહી ચૂક્યું હતું. તિમિરનો આખો ચહેરો ચિતરાઈ ચૂક્યો હતો, બસ ફક્ત આંખ ચિતરવાની બાકી રહી ગઈ હતી. અને મારી આંખે અંધારા ફરી વળ્યા. હું બેશુદ્ધ થઈને ત્યાં જ ઢળી પડી...
(ક્રમશઃ)
દર મંગળવારે...
(અઘોર આત્મા : ભાગ-૮ વાંચવાનું ચૂકશો નહિ.)
----------------
લેખક : ધર્મેશ ગાંધી
આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com
----------------