he ben tu kem avi cho in Gujarati Short Stories by Krunal Dhakecha books and stories PDF | હે બેન તું કેમ આવી છો...?

Featured Books
Categories
Share

હે બેન તું કેમ આવી છો...?

આજ કાલની ભાગદોડ ભરી જિંદગી માં હજુ પણ ક્યાક હદય ને હુફ મળે એવા કિસ્સાઓ નજરે પડી જાય છે.એવો જ એક કિસ્સો મારી પાસે પણ છે.

એક શહેર માં એક સામાન્ય પરિવાર રહેતો હતો.પરિવાર માં કુલ 4 સભ્ય રહેતા હતા.ઉર્મિલા,રમેશ અને તેના 2 બાળકો વિશ્વ અને નિશા. નિશા ઉમરમાં મોટી અને વિશ્વ નાનો હતો.પરિવાર ની આર્થિક પરિસ્થિતી થોડી કફરી હતો છતાં.ઉર્મિલા અને રમેશ તનતોડ મેહનત કરીને બંને ને ભણાવતા.કારણ કે તેણે જે દિવસો જોયેલ હતા. તે તેના બાળકો બતાવવા ન માંગતા હતા.

નિશા બંને ઉંમર વચ્ચે વધારે ફરક ન હતો. નિશા ધોરણ 12 માં હતી અને વિશ્વ ધોરણ 11 માં. વિશ્વ સ્વભાવે થોડો જિદ્દી અને તોફાની હતો.જ્યારે નિશા એકદમ શાંત અને વિનમ્ર હતી.રમેશ નાની મોટી નોકરી કરે અને ઉર્મિલા ભરતકામ કરે એમ કરીને ઘર માં થોડી આવક હતી.

એક દિવસ રમેશ પોતાની નોકરી થી ઘરે પાછા ફરતો હતો ત્યારે તેણે વચ્ચે કચોરી ની લારી જોઈ તેણે વિચાર્યું કે તે આજે ઘરે બધા માટે કચોરી લઈને જશે તો બધા ખુશ થઈ જશે. રમેશ કચોરીની લારી તરફ આગળ વધ્યો અને લારી વાળા ને પૂછ્યું. “ શું ભાવ છે ?”

“ સાહેબ, વીસ રૂપિયાની બે ” લારીવાળા એ કહ્યું.

રમેશે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને બહાર કાઢ્યો તેના ખિસ્સામાં માત્ર 40 રૂપિયા હતા. રમેશે વિચાર્યું કે મારી પાસે માત્ર 40 જ રૂપિયા છે. 40 રૂપિયા માં માત્ર 4 કચોરી જ આવશે.4 કચોરી ઘરે લઈ જઈશ તો ઓછી પડશે. તેને વિચાર્યું કે કેટલા દિવસ થઈ ગયા છોકરાઓ ને કઈ બહાર નું નથી ખવડાવ્યું.તો આજે થોડું તો થોડું લેતો જાઉં. “સારું 40 ની કચોરી પેક કરો ને.”રમેશે લારી વાળાને કહ્યું. લારીવાળા એ કચોરી પેક કરીને રમેશના હાથ માં આપી અને રમેશે તેને પૈસા આપ્યા અને તે તેના ઘર તારા આગળ વધ્યો. રમેશ ઘરે પહોચ્યો ને ઘર જેવો ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યાં વિશ્વ રમેશ ના હાથ માં રહેલી કચોરીનો થેલી જોઇ ગયો અને તેને પૂછ્યું. “શું લાવ્યા પપ્પા? ”

“કચોરી છે બેટા..લે આ થેલી તારો મમ્મીને જઇ કહજે કે ડિશમાં કાઢી આપે.”રમેશે કહ્યું.

વિશ્વ ઉર્મિલા પાસે ગયોને કહ્યું “મમ્મી આ જો પપ્પા કચોરી લાવ્યા.ફટાફટ આ કચોરી ને ડિશ માં કાઢીને આપ.”

ઉર્મિલા એ કચોરી ની થેલી ખોલી તો માત્ર 4 કચોરી હતી.ઉર્મિલા એ કચોરી ડિશ માં નાખી અને વિશ્વ ને આપી . વિશ્વ કચોરીની ડિશ લઈને તેના પપ્પા પાસે ગયો.રમેશે કહ્યું “તારી મમ્મી અને નિશા ને પણ બોલાવ આ હું બધા માટે લાવ્યો છું...” વિશ્વ એ તેની મમ્મી અને નિશા ને બોલાવી. ઉર્મિલા અને નિશા આવ્યા. તરત રમેશે કહ્યું “જો નિશા તારી ફેવરેટ કચોરી લાવ્યો છું.”

“શું વાત છે પપ્પા મારી ફેવરેટ કચોરી લાવ્યા. સરસ.”નિશા એ ઉત્સાહ સાથે કહ્યું.

“પપ્પા મારી પણ ફેવરેટ છે..” વિશ્વ એ કહ્યું.

“ચાલો બધા પોતાની ડિશ લઈ લો...”ઉર્મિલા એ કહ્યું.

બધા એ પોતાની ડિશ લીધી અને ખાવાનું ચાલુ કર્યું.બધા પોતાની કચોરી પેહલા પૂરી કરે એ પેહલા વિશ્વને એ પૂરી કરી પણ વિશ્વ ને વધારે ખાવાની ઈચ્છા હતી એટલે તેને નિશા ને કહ્યું. “નિશા મને આપને થોડી.”

નિશા એ પોતાની ડિશ વિશ્વ ને આપીને કહ્યું. “લે મારા વીરા તું ખાય લે...”તરત ઉર્મિલા એ નિશા સામે જોયું અને રમેશ સામે જોયું. નિશા ના મોં પર કઈક ગુમાવવા ની આભાસ થતો હતો.

નિશા ઊભી થઇને કહ્યું. “તમે બધા ખાય.અને મમ્મી ઘરમાં કઈ કામ હોય તો બોલ હું કરી નાખું.”

તરત ઉર્મિલા એ કહ્યું “રસોડા માં થોડા વાસણ છે એ સાફ કરવાના છે.”

“સારું તો હું એ સાફ કરી નાખું છું.”નિશા એ કહ્યું.અને તે રસોડા માં ગઈ.­

આમ રમેશના ઘરમાં આમ થોડું આવું ચાલતું. નિશા એ ઘરની એવી દીકરી હતી કે આખા ઘર ને જોડવાનું કામ કરતી. નિશા ભણવામાં હોશિયાર હતી. નિશા નું નાનપણ થી સપનું હતું કે ડોક્ટર બને.ઉપરાંત વિશ્વ અને નિશા બંને ખૂબ મસ્તીખોર હતા. ક્યારેક ક્યારેક વિશ્વ નિશા ને ખૂબ હેરાન કરતો એટલે નિશા તેના પર ગુસ્સો કરતી.ત્યારે વિશ્વ બસ એક જ વાક્ય હસીને નિશા ને કહતો “હે.. બેન તું કેમ આવી છો...?” આ વાક્ય સાંભળતા ની સાથે નિશા નું મૂડ આચનક બદલાઇ જતું. અને તે હસવા લગતી. આમ બંને ભાઈ બહેનની મસ્તી ચાલતી.

ભાઈ અને બહેન નો સબંધ અમૂલ્ય હોય છે.ભાઈ બહેનની મસ્તી કઈક અલગ જ હોય છે.મોટા ભાગે બધા ભાઈઑ એવુ જ વિચારતા હોય છે કે હવે મારી બેન સાસરે જાય તો સારું પણ.જ્યારી એક ભાઈ ની બહેન અને એક પિતા ની દીકરી સાસરે જાય ત્યારે સૌથી વધારે દુ:ખ ભાઈ અને પિતાને હોય છે.

થોડા દિવસ પછી રક્ષાબંધન હતું. બજાર માં અવનવી રાખડીઑ દેખાવા લાગી. નિશા એ પણ પોતાના ભાઈ માટે રાખડી ખરીદી અને અંતે રક્ષાબંધાનનો દિવસ આવ્યો. નિશા એ વિશ્વના કપાળ માં કંકુ-ચોખા લગાવ્યા અને રાખડી બાંધી. ઘરની ને કારણે વિશ્વ પાસે કઈ હતું નહીં. એટલે વિશ્વ થોડો બેચેન લાગતો હતો.વિશ્વ ની બેચેની તેના ચહરા નિશા સ્પષ્ટ જોઇ શક્તિ હતી.નિશા એ વિશ્વ કહ્યું “વિશ્વ ચિંતાના કરીશ અત્યારે મારે તારી પાસે કઈ જોઈતું નથી.પણ જ્યારે તું તાર પગ પર ઊભો થઈશ ત્યારે હક થી માગીશ.”એટલુ કહતાની સાથે વિશ્વ નિશાને ભેટી પડ્યો.

દિવસો વિતતા ગયા નિશા એ ધોરણ 12 સાઇન્સની પરીક્ષા આપી અને તેનું સારી પરિણામ આવ્યું.ઘરમાં ખૂબ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું અને સોસાયટીમાં દરેક જગ્યા એ નિશા ની વાહ વાહ થવા લાગી કે રમેશની છોકરી નું ખુબ સારું પરિણામ આવ્યું.અને રમેશે નિશા ને અને ઉર્મિલા ને બોલાવ્યા અને આગળ ના અભ્યાસક્રમ માટે શું કરવું એ ચર્ચા ચાલતી હતી ત્યારે રમેશે નિશા પૂછ્યું “તો શું વિચાર છે આગળ ભણવાનો ?”

નિશા એ કહ્યું “પપ્પા હું ડોક્ટર બનવા માગું છું જો તમે સહમત થતાં હોય તો ”

“હું તો સહમત જ છું કે તું ડોકટર બને અને આપણાં પરિવાર નું નામ રોશન કરે.”રમેશે કહ્યું

થોડા દિવસ માં કોલેજ માં અડમિશન પ્રોસેસ ચાલુ થઈ.નિશા એ પોતાના સપનાને એક નવી ઉડાન આપી અને MBBS માં ફોર્મ ભર્યું.નિશા એ MBBS નું ભણવાનું ચાલુ કર્યું. પોતાના પરિવાર પર આર્થિક બોજ ન આવે તે માટે નિશા એ સાઈડ માં થોડી આવક માટે એક પ્રાઈવેટ ટ્યુશન માં ભણાવવા નું ચાલુ કર્યું.અને વિશ્વ હવે ધોરણ 12 માં આવી ગયો હતો.તેથી ખર્ચા પણ થોડો વધી ગયો હતા કારણ કે વિશ્વ થોડો ના સમજ હતો તે ઘરની પરિસ્થિતી ને સહેલાઈ થી સમજી શકતો ન હતો. પણ એ ઘરનો કુવર હતો. વિશ્વ નાનો હોવાથી લાડ પ્રેમ માં જ મોટો થયો હતો.વિશ્વ ને ક્યાં કેટલા પૈસા વાપરવા તેની ભાન ન હતું. ક્યારેક ક્યારેક તો પરિવાર ના બધા સભ્યો માથી વિશ્વ નો ખર્ચ વધારે રહેતો.ત્યારે એક વાર રમેશે વિશ્વ ને બોલાવ્યો અને પોતાના ખર્ચ પર કાબૂ રખવાનનું કહ્યું.પણ વિશ્વ એ વાતને ટાળી થોડા દિવસ પછી ફરીવાર રમેશ ગુસ્સે થયો ને વિશ્વ ને એક તમાચો માર્યો. વિશ્વ ત્યાંથી રડતો રડતો ઘરની બહાર જઇને બેઠો.નિશા થી આ જોવાયું નહીં. તે પણ ઘરની બહાર જઇને વિશ્વ ની બાજુમાં જઇને બેઠી.તેણે વિશ્વ ને કહ્યું કે “વિશ્વ તું રડીશ નહીં. હવે તું એક કામ કરજે તારે જેટલા પૈસા જોઈતા હોય એટલા મને કહજે ઘરે કોઈ પાસે માંગતો નહીં..”એમ કહીને નિશા એ વિશ્વને શાંત પડ્યો અને વિશ્વ ને અંદર લઈ ગઈ.વિશ્વ હજુ પર સમજ્યો ન હતો. તેણે ઘરે થી પૈસા મંગાવનું બંધ કર્યું અને નિશા પાસે પૈસા માગવાનુ ચાલુ કર્યું.આમ વિશ્વ નું એક વર્ષ પૂર્ણ થયું અને વિશ્વ એ ધોરણ 12 પૂર્ણ કર્યું.તેની પરિણામ સારું આવ્યું હતું.બધા ખૂબ ખુશ હતા.

રમેશ એક ઓરડામાં બેઠો હતો . તેણે નિશા ને બોલાવીને કહ્યું “નિશા તારી મમ્મી એ બોલાવ અને બંને અહિયાં આવો પણ ધ્યાન રાખજે વિશ્વ ને ના ખબર પડે.”

“કેમ પપ્પા અચાનક આમ કઈ થયું છે?”નિશા એ તેના પપ્પાને પૂછ્યું.

“ના કઈ નહીં થયું પેહલા તું તારી મમ્મીને બોલાવ”રમેશે નિશા ને કહી.

નિશા તેની મમ્મી ને બોલાવી ને ઉર્મિલા આવી.

“હા બોલો શું કામ છે.”ઉર્મિલા એ રમેશ ને પૂછ્યું.

“પેહલા દરવાજો થોડો બંધ કરો” રમેશે ને નિશા ને કહ્યું અને નિશા એ દરવાજો બંધ કર્યો.

“નિશા આપણા ઘરની પરિસ્થિતી હવે થોડી ખરાબ છે એટલા માટે હવે બંને ભાઈ બહેન માથી કોઈ એક જ ભણી શકે તેવી પરિસ્થિતી થઈ ચૂકી છે.નિશા મને માફ કરજે પણ હવે તારે MBBS છોડવું પડશે.કારણ કે હવે તારો ખર્ચો અને વિશ્વ નો ખર્ચો બંને નો ખર્ચો ઉઠાવી શકું તેમ નથી માટે મે એવો નિર્ણય લીધો છેકે હું વિશ્વ ને ભણાવું.”રમેશે નિશા ને ખૂબ દર્દ સાથે કહ્યું.

“પપ્પા તમે ચિંતા ના કરો અને વિશ્વ ને આગળ ભણાવો.હું નહી ભણું તો ચાલશે પણ વિશ્વ નહીં ભણે તો નહીં ચાલે માટે આપણે બધા સાથે મળીને વિશ્વ ને ભણાવીશું...”નિશા એ રમેશ ને કહ્યું.

“હા અને આ વાત આપણાં ત્રણ વચ્ચે જ રાખીશું...”રમેશે કહ્યું.

ત્યાર બાદ બધા ઓરડા માથી બહાર નીકળ્યા.વિશ્વ ઘરની બહાર બેઠો હતો.નિશા તેની પાસે ગઈ.

“કેમ વિશ્વ અહી બેઠો છે?”નિશા એ વિશ્વ ને પૂછ્યું.

વિશ્વ એ નિશા ની સામે જોયું તો તેની આંખ માં આંસુ હતા. તેથી નિશા એ વિશ્વ ને પૂછ્યું “તું કેમ રડે છે...?”

“કઈ નહીં એમ જ” વિશ્વ એ કહ્યું.

“ના કઈક તો છે મને પણ નહીં કહે…”નિશા એ વિશ્વ ને કહ્યું.

“મે એ બધી જ વાત સાંભળી છે જે તમે હમણાં ઓરડામાં કરી...”વિશ્વ એ નિશા ને કહ્યું.

“શું સંભાળ્યું તે” નિશા એ પૂછ્યું.

“હે બેન તું કેમ આવી છો...?”વિશ્વ એ પૂછ્યું.

“હું એવી જ છું કારણ કે તું આવો છો,

અંતર થી વધારે વહાલો છો તું,

કાળજા થી વધારે પ્યારો છો તું,

ભાઈ છો મારો તું...”નિશા એ કહ્યું.

અચાનક વિશ્વ નિશા ને ભેટીને રડવા લાગ્યો અને તેણે નિશા ને કહ્યું કે “ બેન આજે હું તને મારા રક્ષાબંધનનું ગિફ્ટ આપું છું. આજ થી તારું દુ:ખ મારૂ દુ:ખ, તારી પ્રોબ્લેમ મારી પ્રોબ્લેમ. હું જ ના સમજ છું કે ઘરની પરિસ્થિતી આમ હોવા છતાં હું મોજ શોક ના રવાડે ચડ્યો છું અને એ પણ તારા પૈસા થી બધી વસ્તુ કરું છું.હું એ વાત ભૂલી ગયો હતો કે તું પણ એક માણસ છે.તારે પણ મોજ શોક હોય છે.તારે પણ સપના હોય છે.તે તારું ભણવાનું છોડ્યું કારણ કે હું ભણી શકું. અને હવે તારે તારું ભણવાનું છોડવાનું નથી. હવે હું પણ ભણતા ભણતા સાથે કામ કરી ને પૈસા લાવીશ.”

વિશ્વ ઊભો થયો ને અંદર ગયો તેણે રમેશ અને ઉર્મિલા એ બોલાવ્યા કહ્યું કે “હવે હું પણ ભણતા ભણતા સાથે કામ કરીને પૈસા લાવીશ...પરંતુ નિશા પોતાની ભણવાનું નહીં છોડે...”

રમેશે અને ઉર્મિલા એ વિશ્વ ને ઘણો સમજાવ્યો પણ વિશ્વ એક નો બે ના થયો. અંતે રમેશે તેને ભણતા ભણતા સાથે કમાવાની મંજૂરી આપી. અને વિશ્વ કોલેજની સાથે કામતો થયો.થોડો સમય થયો એટલે વિશ્વ ને ધંધામાં ખૂબ રસ પડ્યો અને તેણે પોતાનું ભણવાનું છોડી ને ધંધામાં આગળ વધ્યો અને સાથે સાથે નિશા ને પણ ભણાવતો ગયો અને અંતે નિશા એ MBBS પાસ કર્યું...

THE END