આજે આપડે એક સરસ મજા ની વાર્તા સાંભળી છું .
તો એક મોટું નગર હતું અને તે નગર મા એક ઋષિ રેહતા
એ રોજ સવારે ગંગા મા સ્નાન કરવા રોજ વેહલા પ્રભાત કાળ મા જ જાગી ને સ્નાન કરે ત્યાં એક દિવસ એક વ્યક્તિસ્નાન કરી રહ્યો હતો પણ ઋષિ વિચાર વા લાગ્યા બાકી કેવો વ્યક્તિ છે
. થશે એવુ તે શું કરતો હતો તે માણસ તો તેણે એક નાના ધાતુ ના વાસણ મા તાપણું કરેલું અને તે તાપણું નદી મા લઈ ને આવ્યો એક ડૂબકી મારે ને પાછો થોડું તાપી લે પાછો ડૂબકી મારે ને પાછો તાપે છે ને બાકી આપડા ભાષા મા કહીયે તો નોટ ઋષિ પણ બિચારા ચક્કર ખાઈ ગયા બંને નો આ નિત્ય ક્રમ બની ગયો .
એક દિવસ બન્યું એવું કે ઋષિ જ્યારે સ્નાન કરી ને બહાર આવ્યા ને રોજ પેલા વ્યક્તિ ને નિહાળે કે કેમ તે આવું કરે છે. ત્યારે તેમને ખબર પડી આને તો રોગ છે રોજ સવાર મા આવું કરવા નો
ઋષિ સ્નાન કરતાં હતાં ત્યારે એક બાજ પોતાના મોઢા મા કાઇક લઈ ને જઈ રહ્યું હતું તે સમયે ઋષિ જળ અર્પણ કરી રહ્યા હતા અને પેલો વ્યક્તિ રોજ ના જેમ ડૂબકી મારી રહ્યો હતો અને ધડામ દઈ ને બાજ ના હાથ માંથી પડી ઉંદરડી અને ઋષિ હતા એટલે શાસ્ત્ર તો જાણતા જ હોય ને અને ઉંદરડી ને ઋષિ કન્યા બનાવી દીધી જાણે ગજબ થઈ ગયું.
ઋષિ તે ઉંદર કન્યા ને એક રાણી ની જેમ રાખતા તેને નવા નવા કપડાં પેહરાવતા ભાતભાતના ભોજનો પીરસતા અને તેને વાર્તા પણ કહેતા કે એક હતો ગરીબ બ્રાહ્મણ અને એક અમીર વાણિયો હવે બોલો બચારો હંમેશા ગરીબ જ કહેવાયો કોણ જાણે તેનો જન્મ કદી અમીર મા થવા નો જ નથી હા એક કારણ છે બ્રાહ્મણ ગમે તેટલું માગે તો પણ ધરાતો જ નથી એટલે જ ગરીબ કેહતાં હશે.
ઋષિ કન્યા અઢાર વર્ષ ની થઈ ગઈ અને તેના લગ્ન કરવા નો સમય આવી ગયો પણ ઋષિ તો ના પાડતાં હતાં પણ દીકરી જુવાન થઈ ગઈ એટલે ઘરે પણ નો જ રખાય .
પાછા ઋષિ તપસ્યા કરવા ચાલ્યા ગયા સવાર નો સમય એટલે સ્નાન કરતા હતા પાછો પેલો વ્યક્તિ ને જોયો તો એક ડૂબકી મારે અને પાછું તાપણું કરી લે શું કેવું હવે આને એક વાર તો ઋષિ પણ તેની સાથે તાપણું કરવા બેસી ગયા .
. ઋષિ કન્યા માટે આખા વિશ્વ ના શ્રેષ્ઠ વર ની શોધ મા હતા ઋષિ ને પોહચી ગયા નિત્ય ક્રમ કરતા નદી મા જળ અર્પણ કરતા હતા તો જોયું તેમણે કે આ જગ મા સૌથી મહાન તો સૂર્ય દેવ છે . તે તેમની પાછે માંગું લઈ ને જાય છે .પછી ઋષિ કન્યા ને પૂછે તો ઋષિ કન્યા કહે છે હું તેની સાથે લગ્ન ના કરું કેમ કે તે તો બહુજ ગરમ છે .
ઋષિ પાછા દાઢી મંતરતા થઈ ગયા હવે શું કરવું અને જાય છે સૂર્ય દેવ પાસે તો સૂર્ય દેવ કે મારા થી મહાન તો છે આ વાદળા એ તો મને એવો ઠાંકી કે દે કે અમુક સમય તો 2/3 દીવસ હું દેખાવું જ નહિ એટલે મારાથી તે મહાન અને ઋષિ પાછા મુંઝાઈ ગયા હવે કરવું શું તે ઋષિ કન્યા ને પૂછે તો ઋષિ કન્યા પાછી ના પાડી દે છે કહે એતો એટલો કાળો છે હું તો તેની સાથે ના રહી શકું તે કોઈક દીવસ અહી હોય તો કોઈક દીવસ બીજે હોય તો કરવું શું આમા .
ઋષિ પાછા દાઢી મંતરતાં થઈ ગયા ને વિચાર કરવો પડે અને જાય છે વાદળ પાસે વાદળ કે મારાથી મહાન તો છે પવન એ આવે અને મને તો ક્યાંય સુધી લઈ જાય કોઈક દીવસ તો માઈલો દૂર મને નાખી દેતો હતો એટલે તે મહાન પાછા ઋષિ પેહલા ના જેમ દાઢી મંતરવા લાગ્યા .
ઋષિ સવારે પાછા નદી મા સ્નાન કરવા ગયા ત્યાં હવે તો રોજ પેલા વ્યક્તિ સાથે તાપણું કરે અને ડૂબકી લગાવે .અને પછી પવન વિશે પૂછે તો તો ઋષિ કન્યા એ એવું કીધું કે પવન તો સાવ ચંચળ છે કોઈક દીવસ શાંતિ થી બેસતો જ નથી હું તેની સાથે લગ્ન કરીશ તો હું કેવી રીતે રહીશ અમુક સમય તો સાવ શાંત બની ને બેસી રેહતો તો મારે તેની સાથે નથી કરવા લગ્ન અને ઋષિ પાછા દાઢી મંતરવા લાગ્યા હવે કરવું તો કરવું શું .
ઋષિ પાછા સવાર ગયા નદીએ અને તે વ્યક્તિ સાથે તાપણું કરવા બેસી ગયા . અને ગયા પવન પાસે પવન એ એવી કીધું મારા થી મહાન તો કે આ પર્વત મને આગળ જ જવા દેતો જ નથી અને હું ધોયેલા મોઢે ( જેવા આવ્યા તેવા પાછા)પાછો વળી જાઉં છું .અને હવે ઋષિ ખુબજ ખિજાઈ ગયા હવે કરવું તો શું હવે તો ઋષિ દાઢી અને ચોટલી પણ મંતરતા થઈ ગયા .
ઋષિ કન્યા ને પૂછ્યું કે શું તને આ પર્વત પસંદ છે .તો કે નાં એ તો સાવ જળ ( એક જગ્યા એ સ્થિર) કાઇક બોલતો જ નથી તેના કઠણ સ્વભાવ ના કારણે કોઈ વૃક્ષ પણ નથી ઊંગતું તેના ઉપર તો હું તેની સાથે નથી રેહવાની હવે તો ઋષિ એટલા બધા ખિજાણા કે નાં પૂછો વાત હવે તો ઋષિ દાઢી, મુચ્છ, અને ચોટલી , બધું જ મંત્રાઈ ગયું
ઋષિ સવારે ગયા અને હવે તાપણું કરતા વિચારતા થઈ ગયા. અને સાંજે ગયા પાછા પર્વત પાસે તો પર્વત કે મારાથી મહાન છે ઉંદર હું આટલો કઠણ છું તો પણ મને તે કોતરી ખાય છે તેટલે તે મારાથી મહાન છે ઋષિ કન્યા ને કીધું કે ઉંદર સાથે લગ્ન કરીશ.
" તો કે હા અને ઋષિ એ મંત્રો શરૂ કર્યા" અને ઋષિ કન્યા માંથી પાછી ઉંદરડી બનાવી દીધી અને પછી તેમને સજાવવા મા આવ્યા ને લગ્ન શરૂ કર્યા
લગ્ન ગીત
૧ પહેલું મંગળિયું વરતાય રે,પહેલું પહેલું મંગળિયું વરતાય રેપહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રેઅગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રેબન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રેબીજું
બીજું મંગળિયું વરતાય રેબીજે મંગળ રૂપાનાં દાન દેવાય રેમાંડવડામાં મંગળ ગીતો ગવાય રેસૌને હૈયે અતિ હરખ ન માય રેત્રીજું ત્રીજું મંગળિયું વરતાય
રેત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રેઅગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રેબન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રેચોથું ચોથું મંગળિયું વરતાય
રેચોથેમંગળ કન્યાનાં દાન દેવાય રેફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રેશુભ દિન આજે શુકનનો કહેવાય રે
હસ્ત મેળાપનું ગીત.
ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યા,જાણે ઈશ્વર પારવતીના હાથ મળ્યાં…જેમ દૂધમાં સાકર જાય ભળી,એમ વર કન્યાની જોડી મળી…ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યાં,જાણે વિષ્ણુ લક્ષ્મીજીના હાથ મળ્યાં...જેમ શોભે સરસ સારસીની જોડી,એમ શોભે છે વર ને કન્યાની જોડી…ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યાં,જેમ ઈન્દ્ર-ઇન્દ્રાણી ના હાથ મળ્યાં…
અને ઋષિ એ ઉંદરડી ને વિદાય આપી અને રીતે લગ્ન સંપન્ન થયા .
બોલો ઋષિ કન્યા ની જય.
લી. હેપ્પી