Lagani No Chhedo Bhag-1 in Gujarati Short Stories by SENTA SARKAR books and stories PDF | લાગણી નો છેડો - 1

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

લાગણી નો છેડો - 1

એક વખત ઉભરાવાનું શરૂ થાય ત્યારબાદ કેટલી અને કેવી ઉભરાઇ તેનું ન તો કોઈ માપ કે ન તો કોઈ છેડો એનું નામ જ "લાગણી" બસ અંતરના ઓરડામાંથી કુંપળો ફુટવાનુ શરૂ થાય અને ધીમે-ધીમે તેની એટલી શાખાઓ બને છે કે ગળા-ગળ થઈ જવાય છે, ક્યારે અને કેવી રીતે બીજ વાવીને કોઈ જતું રહે છે એનો ખ્યાલ માત્ર પણ નથી રહેતો.

લાગણીની ધારામાં વહેવાની સૌ કોઈની પોતપોતાની એક મજા હોય છે, જાણે આપણે એકાંતમાં રમણીય વાતાવરણમાં બેઠા હોય અને બાજુ માં ખળ-ખળ ઝરણું વહેતું હોય તેની માફક ઉછળકૂદ કરતી હોય છે.

આજુ-બાજુ ની વસ્તુ, વાતાવરણ, લોકો, આ બધા કેટલા સુંદર લાગવા લાગે છે નહીં ? વગર કારણે હસવું, વગર કારણે કંઈક મનમાં હોય એ જોર થી બોલી જવું, અને વળી અમુક લાગણીઓ તો એવી હોય છે કે જે બાજુવાળાને ટપ દઈને ટાપલી પણ મારી દે, તો અમુક લાગણી કોઈક ના ખભા પર માથું ટેકવી દે છે, લાગણી માણસને ઘણું બધું શીખવી જાય છે, કંઈક કરવાની ખેવના જગાડે છે, તો ક્યારેક કંઇ કરવા પણ નથી દેતી. હસતી ખેલતી અને કૂદતી લાગણીઓ જીવન જીવાડે છે અને ખુશ મિજાજ રાખે છે, ચહેરા પર તેજ અને મીઠી મુસ્કાન આ લાગણીઓ જ આપે છે, જાણે માણસ પોતાની દુનિયામાં મસ્ત હોય એવો અહેસાસ કરાવે છે, માત્ર એક ડગલે થી માંડીને મિલો સુધીનું અંતર આ લાગણીઓ જ ચલાવે છે, અને ધીમે-ધીમે કરતા સાત સમંદર ને પેલે પાર જઈ ચડે છે, લાગણીઓ જ્યારે વહેતી થાય છે ત્યારે ખબર નથી રહેતી કે કેટલું અંતર કપાઈ ગયું, જ્યારે પાછું વળીને જોવામાં આવે ત્યારે વાસ્તવિકતા નું ભાન થાય છે, પણ પછી શું ? પોતાની અલગ દુનિયા વસાવી દૂર સુધીનું અંતર કાપી નાખ્યું હોય છે, જ્યાંથી ન તો પાછુ આવી શકાય છે ન તો આગળ વધી શકાય. પાછળ વાસ્તવિક દુનિયા હોય અને આગળ હવે જઈ શકાતું નથી અને ખરાખરીનો ખેલ હવે શરૂ થાય છે.

હસતી, ખેલતી અને કિલ્લોલ કરતી લાગણીને જ્યારે ઠેસ પહોંચે ને ત્યારે જ ખબર પડે છે કે ચહેરાની રોનક કેવી ઉતરી જાય છે, એ સમયે એહસાસ થાય છે લાગણીની નાજુકતાનો, એક ઠોકર લાગી નથી કે સીધી જ વેરવિખેર થઈ જાય છે, અને એ લાગણીની જ્યારે સોડ તાણવા બેસીએ ત્યારે આંખમાંથી મોતી જેવા દાણા થઈને ટપ-ટપ કરતી વહેવા લાગે છે, પછી નથી તેમાંથી ખુશ્બુ આવતી કે નથી હોતું તેનું કોઈ રૂપ કે રંગ, બસ સમગ્ર શાંતિની ચાદર પાથરીને સુવાડી દે છે, પળવારમાં સેંકડો સપના ચકનાચૂર કરી ને જતી રહે છે, અને હાથમાં ખામોશી થમાવી ચાલી જાય છે.

જ્યારે વાસ્તવિક દુનિયામાં પાછા આવીએ ત્યારે ખબર પડે છે કે જોતજોતામાં સમય તો ઘણો વહી ગયો, પણ આપણે ઘણી બધી સફર કરીને પણ હોઈએ છીએ ત્યાં ને ત્યાં જ, હા એ વાત તદ્દન અલગ જ છે કે એ દુનિયા નો એહસાસ આપણને આપણી વાસ્તવિક દુનિયામાં ક્યારેય એટલે ક્યારેય નથી જ થવાનો, અને એ વાતની સાક્ષી છે તમારા દિલમાં અત્યારે જે લાગણી એ ફરી પાછો જન્મ લીધો છે એ.

હવે પ્રશ્ન એ છે કે આ લાગણીને ફરી પાછી વિકસિત કરવી કે ત્યાં ને ત્યાં જ દબાવી દેવી ?

જે વસ્તુ અનંત અને આદિ છે તેનો નાશ શક્ય નથી, જો આજે તેને દબાવવામાં આવશે તો કાલે ફરી બે ગણા જોર સાથે ઉછળશે, એમ જ માની લો કે સ્પ્રિંગ જેવું કામ આપશે, નાજુક અને નમણી હોવાથી દબાઈ તો જશે, પણ જ્યારે તેને છોડવામાં આવશે ત્યારે એટલી જોરથી ભાગશે કે જાણે વર્ષો પછી આઝાદી મળી હોય, તમે અને મેં અને આપણે બધાએ અત્યાર સુધીમાં આવી જ ઘણી બધી લાગણીઓને દબાવી હશે, અને તેની ગૂંગળામણ પણ અનુભવી હશે, વર્ષો પહેલાની કે ભૂલી જવાયેલી વાત તાજી થાય છે અને એ સમયનું દ્રશ્યો આંખ સામે આવીને ઊભું રહે છે, લાગણી ને ઠોકર લાગે એ કોણ ભૂલી શકે ? ક્યારેક છેક ઉપર બેસાડી દે છે તો ક્યારેક પાયમાલ પણ કરી દે છે, લાગણીઓથી ભરેલું મન તૂટીને નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, અને ક્યારેક એ ટુકડા એકઠા કરવામાં આખી જિંદગી પાણીની જેમ વહી જાય છે, અને પાછળ કોરો પટ છોડતી જાય છે.

કોઈની ચાહતમાં ઠેસ પહોંચેલી લાગણી ખૂબ દર્દ આપનારી હોય છે, કેમકે એ જગ્યાએ લાગણીને ખૂબ આશરો મળેલો હોય છે, અને તેના લીધે સેંકડો બીજી લાગણીઓ એ જન્મ લીધો હોય છે, અને જ્યારે સામસામે લાગણીઓ ભેગી મળીને ગળાડૂબ થઈ જઈએ, ત્યારે બધું પ્રફુલીત અને મહેકતું લાગે છે, બસ માત્ર જીંદગી જીવી લેવાની ઉત્કંઠા હોય છે અને આ ઉત્કંઠામા ઘણાબધા સપનાઓ એ પોતાના ઘર કર્યા હોય છે, અને એક દિવસ એવો આવે છે કે એ સપનાના ઘર અને લાગણી બધું એક જ સાથે ડૂબી જાય છે, એક સ્થિતિ એવી હોય છે કે જ્યારે ચહેરા પર અનેરો આનંદ હોય છે, અને એક સ્થિતિ એવી હોય છે કે જેમાં ચહેરા પર ખામોશી છવાયેલી હોય છે, આ'તો લાગણીનો વંટોળ છે જે દિશામાં જાય તેવું પરિણામ આવે, આનાથી પણ વધારે દર્દ તો એ છે કે જ્યારે કોઈ પોતાનું અથવા જેને પોતાના માન્યા હોય એ જ આવીને લાગણી સાથે રમત કરી જાય, કોઈ એક માટે રમત હોય છે તો બીજા માટે પોતાની જીંદગી અને આ જિંદગીની સાથે જ્યારે રમત થઇ જાય છે ત્યારે એવો નિ:સાસો નખાઈ જાય કે જાણે કાળજું ચિરાઇ ગયું હોઈ તેમ લાગે છે.

માણસ એક એવું પ્રાણી છે કે જેમાં લાગણીનો અખૂટ સ્ત્રોત વહે છે, અને આ જ લાગણી તેના જીવનને આનંદદાયી કે દુઃખદાયી બનાવે છે, ચાર દીવાલોની વચ્ચે જ્યારે લાગણીનો વંટોળ ઉડે છે ત્યારે માણસ અને તેની લાગણી બે હોય છે, પણ જ્યારે એ જ લાગણી તૂટે છે ત્યારે ચાર દીવાલોની વચ્ચે માત્ર એક માણસ જ વધે છે, ત્યારે લાગણીઓનો ટોપલો ધરાવતા હોવા છતાં પણ લાગણી માટે તરસતો હોય છે, જેને પોતાની દુનિયા સમજીને આગળ વધ્યો હોય એ દુનિયા જ હવે નથી તો પછી દુઃખ તો ખરું લાગવાનું, જ્યારે લાગણીને કાચના ડબ્બામાં પુરવામાં આવે અને દબાણ થાય ત્યારે એ તૂટીને વેરવિખેર તો થવાની, અને સાહેબ, આવા સમયે તો પરિસ્થિતિ પણ માણસ નો લાભ ઉઠાવી જાય છે અને કોણી ઊંચી કરી હાલતી થાય છે, કિસ્મત પણ તેના કાન કોડિયા કરી નાખે છે, અને કઇ સાંભળવા તૈયાર થતી નથી, માણસની મૂંઝવણ તેને અંદર ને અંદર કોરી ખાય છે.

લાગણી થી બંધાયેલા સંબંધો કોમળ હોય છે, જરાપણ તકલીફ થાય એટલે તૂટવાનું સૌથી પહેલા શરૂ થાય છે, અને જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી દમ લેતો નથી, કોશિશો તો લાખ થાય છે પણ તેને તૂટતાં રોકી શકાતું નથી, અને જો રોકી પણ શકો તો તેમાં પહેલાં જેવી લાગણીની મીઠાશ રહેતી નથી, પ્રેમ, દયા, કરુણા, હુંફ આ બધું જ એક તરફી થવા લાગે છે, અને જ્યારે બીજી બાજુ કોરું ધાકડ હોય છે, ત્યારબાદ જે આપણું હતું એ શું હવે ખરેખર આપણું જ છે એ વિચારવા પર મજબૂર કરી દે છે, શંકા-કુશંકા વેર આ બધું જ ધીમે ધીમે કરતાં જન્મ લે છે, અને એક પછી એક વારાફરતી હુમલો કરે છે, લાગણીની ઢાલ ધીમે ધીમે આછી થતી જાય છે અને સુરક્ષારૂપી લાગણી તૂટી જાય છે, છતાં પણ એ નીસહાય લાગણી નો અંત તો આવતો જ નથી, ફરી પાછી એ જન્મ લે છે, ક્યારેક તેમાં કડવાશ હોય છે તો ક્યારેક મીઠાશ પણ હોય છે, પરંતુ શું તે પહેલા જેવી હોઈ શકે ખરા ? ? ? લાગણીની ગુથ્થી અહીં સુધી રાખીએ હવે પછીના અંકમાં આગળ જોઈશું.

(SENTA SARKAR)

DAISY