Kem bhulai Tari yad in Gujarati Moral Stories by Nicky@tk books and stories PDF | કેમ ભુલાય તારી યાદ

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

કેમ ભુલાય તારી યાદ

સમય ની સાથે દોડતી જીંદગી કેટલીક યાદો બનાવતી જાય તો કેટલીક યાદો સાથે લઈ જતી હોય છે.પણ તેમાની કેટલીક યાદો એવી હોય છે જે કયારે ભુલાતી નથી. ખાસ કરીને તહેવાર સાથે જોડાયેલ યાદો જે દર વર્ષે આવે છે અને દર વર્ષે મળે છે.સારી યાદ ખુશી લાવે છે ને ખરાબ યાદ ખુશી ના સમયે રડવા મજબુર કરે છે.
નવરાત્રિ પુરી થયા પછી લગભગ બધે જ દિવાળીની તૈયારી શરુ થઈ જતી હોય છે .બિનલના ઘરે પણ દીવાળીની ની તૈયારી થવા લાગી હતી. ઘર સફાઇ થી લઈને ઘર ડેકોરેશન સુધી ની તમામ તૈયારી બિનલને જ કરવાની હતી. આ વર્ષે કોઈ ની વાટ ન હતી; કે કોઈ મદદ કરશે દર વર્ષે તો દેરાણી અને સાસુ હોય પણ આ વખતે તેઓ પણ ન હતા, અને પરેશ પોતાના કામથી ઉપર આવે તો બિનલની મદદ કરે ને. આખા ઘરની સફાઈ કામવાળી સાથે મળીને કરી લીધી, પણ હજી બઘાના કબાટ બાકી હતા - તે તો તેને એકલા હાથે જ કરવાના હતા. ફટાફટ એક પછી એક કબાટ તે સાફ કરવા લાગી,
બઘાના કબાટ થઇ ગયા પણ એક તેનો કબાટ બાકી હતો જે તે કરવા નોતી માગતી તેમા ચુપાવેલ યાદો ને ખોલવા નોતી માગતી જે થવાનું હતુ તે થઇ ગયુ હવે એ નથી જ બદલવાનુ, કરુ કે ના કરુ ના વિચારો મા ખોવાયેલી બિનલ કબાટ પાસે જ બેસી ગઈ.કબાટ ખોલવાની તૈયારીમાં જ હતી ત્યાજ ખુશી બિનલ પાસે આવી ને મમ્મી ના ખોળામાં બેસી ગઈ . ખુશી બિનલને ફોટો બતાવતા કહે "મમ્મી આ કોનો ફોટો છે મને દાદીના રૂમમાંથી મળ્યો ! પપ્પા નો છે "?
ફોટોને હાથમાં લેતાની સાથે જ બિનલની આખ મા આશુ આવી ગયા. જે યાદો ના કારણે તે કબાટ ખોલવા નોતી માગતી તે યાદ સામે જ આવી ગઈ એકાએક દસ વર્ષ પહેલાં બનેલા દશ્યો નજર સામે તરવા લાગયા, ફટાકડા ફુટવાના અવાજો, ચારો તરફ રોશની થી ઝળહતુ આકાશ, ખુશી થી દિવાળી મનાવતા લોકોના આવાજ, બાળકોની મસ્તીમા સામેલ રુમી ની હસી બિનલના કાનમા ગુજતી હતી. આખના આશુ ગાલ પર જ ઉભા હતા ને પાંચ વર્ષ ની ખુશી બિનલ ને એક જ સવાલ પૂછે જતી હતી કે -"મમ્મી આ કોણ છે "પણ બિનલ તેને જવાબ દેવા ન માગતી હોય તેમ ગુચ્ચામા "ખુશી ગો ટુ યુ
રુમ "રડતી ખુશી ત્યાથી પોતાના રૂમમાં જતી રહે છે. પણ બિનલ ત્યા જ બેઠી કબાટ ખોલે છે નેે રુમી નો એક એક સામાન બહાર નિકાળી ને જુવે છે. રુમી ની બઘીજ યાદો આ કબાટમાં તેને સાચવી રાખી હતી. જાણે રુમી કયારે તેનાથી દુર ગયો જ ન હોય ! એમ તેના પાંચ વર્ષના સફર ની યાદ તાજી થઈ રહી હતી .રુમી નુ ફેવરીટ ટેડીબિયર જે તેને પહેલાં જન્મદિવસ પર મળેલુ ત્યારથી તે પોતાની પાસે રાખતો. એવી તો કેટલીક યાદો આ કબાટમાં ચુપાવેલ હતી, જે એક પછી એક ખુલી રહી હતી. દિવસ આખો બિનલ કબાટ પાસે બેસી રડતી રહી રુમી ની યાદોમા તે એવી ખોવાય ગઈ કે તેને ખુશી ની ખબર જ ના રહી. મમ્મી ના ગુચ્છાથી ડરેલી ખુશી રડતા રડતા કયારે સુઈ ગઈ હતી તે પણ બિનલ ને ખ્યાલ ન રહયો, સાંજે જયારે પરેશ ઘરે આવે ત્યારે જુવે તો બિનલ ત્યા બેઠી હતી "બિનલ ક્યા સુઘી તુ આવી રીતે રડતી રહીશ તારા રડવાથી રુમી પાછો નહીં આવે ,અને ખુશી ? તેના રુમમા તો નથી! " ખુશી નુ નામ સાંભળતા તે સફાળી ત્યાથી ભાગે છે અને ખુશી ના રુમમા જુવે છે .પણ ખુશી તેને ક્યાય નથી મળતી."બિનલ ખુશી કયા છે તુ દર વર્ષે આવુ કયક કરે છે. જેના કારણે આપડે કયારે દિવાળી નથી મનાવી શકતા જે થવાનું હતુ તે થઇ ગયુ હવે શુ ? ત્યારે પણ તારી જીદના કારણે આપડે રુમી ને ખોઈ નાખ્યો! હવે હુ ખુશી ને ખોવા નથી માગતો."બને આખા ઘરમાં ફરી વળે છે .આખરે ખુશી તેને તેના જ રુમમા કબાટ પાછળ સુતેલી મળે છે. ખુશી બિનલ પાસે જ હતી પણ બિનલને રુમી ની યાદોમા ખબર જ ના રહી. પરેશ ખુશી ને ત્યાથી બેડ ઉપર સુવરાવે ત્યા જ ખુશી જાગી ગઈ. " મમ્મી તે ફોટો રુમી ભૈયાનો છે ને ?પપ્પા બતાવોને રુમી ભૈયાને શુ થયુ તે આપણી સાથે કેમ નથી".ખુશી ના સવાલનો જવાબ પરેશ અને બિનલ બને પાસે હતો પણ ખુશી ને કઈ રીતે સમજાવે કે એનો ભાઈ આ દુનિયામાં હવે નથી રહયો."ખુશી બેટા તુ નાની છે હજી ,જ્યારે તુ મોટી થાયને ત્યારે હુ તને કેવા અત્યારે તુ નીચે જા; તારા માટે એક ગીફ રાખ્યુ છે ." પરેશે ખુશી ને સમજાવી તો દીધી પણ પોતાના મન ને કેમ સમજાવે, ખુશી તે ગિફ માટે નીચે દોડી ગઈ, "આજે રુમી પણ હોત તો? " એટલુ બોલતા જ પરેશની આખોમાં આશૂ આવી ગયા. બે દિવસ પછી દિવાળી હતી સાથે જ રુમી ને ગયે દસ વર્ષ પુરા થવાના હતા ચારો તરફ ઉત્સવ હતો .જેમ જેમ દિવસો પુરા થતા હતા ,તેમતેમ મન વધારે ભારે થઇ રહયું હતુ.બિનલ ને એક એક પળ યાદ આવતી હતી.પણ આ પળતે ને યાદ કરી રડવાનો કોઇ મતલબ ન હતો. કુદરત ના નિયમ મુજબ ભૂતકાળ ભુલી ભવિષ્ય તરફ આગળ વઘવુ, પણ મા-બાપનુ મન કેમ માને ,બહાર થી હસ્તો ચેહરો અંદરથી ખોખલો હતો. દિવાળીની તે અંઘારી રાત દિવાની જયોત બનીને હમેશા બુજાય ગઈ .પણ રુમીની યાદો ફટાકડાની આગ બની આજે પણ બિનલના કાનમા ગુજતી હતી ."મમ્મી, ફટાકડા મારે, ના બેટા તુ હજી નાનો છે .અને ફટાકડા નુકસાન કારક છે .તારી જ ઉમરના કેટલાય છોકરા પોતાની જાન જોખમમાં મૂકી ફટાકડા ની ફેકટરીમાં કામ કરે અને પછી આપડે તેની ખરીદી કરીને ફોડીયે તેમા પણ કેટલુ નુકશાન બિમાર માણસો ફટાકડા ના આવાજ થી વધારે બિમાર થાય , વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ અને ફટાકડાની આગ કેટલાય ઘરને બાળે .રુમી બેટા દીવાળી તો રોશનીનો તહેવાર કેહવાય જરુરી નથી કે ફટાકા ફોડીને જ દિવાળી મનાવાય."દાદી રુમી ને સમજાવી જ રહયા હતા ત્યા જ બિનલ વચ્ચેથી વાત કાપતા બોલી ઉઠીે "મમ્મી બાળકો આજે ફટાકા નહી ફોડે તો કયારે ફોડશે, આપડે મોટા બોમ થોડી લાવવાના છીએ; થોડાક નાના નાના લાવી આપશુ. રુમી આપડે સાજે સાથે મળી ફટાકડા ફોડીશુ ! અત્યારે તુ રેડી થઈ જા આપડે પુજા કરવાની છે." સાજે સાત વાગ્યે પુજા પુરી થયા પછી આખો પરિવાર એક સાથે ફટાકા ફોડવા બેસી જાય  છે. રુમી બીજા બાળકોની સાથે ફુલજડી ,રોકેટની મજા મણતો હાસ્ય કીલોલ કરતો હતો. અચાનક જ રોકેટ આડુ ઉડતા સીધુ જ રુમી સાથે અઠડાયુ ને ભયંકર આગ રુમીને વીટળાય વળી," મમ્મી..." ના છેલ્લા શબ્દની સાથે જ હંમેશા, માટે રુમીએ આ દુનિયામાંથી વિદાય લીધી.

nicky tarsariya
11/11/2018