Hawas-It Cause Death - 17 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-17

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-17

હવસ :-IT CAUSE DEATH-ભાગ 17

પ્રભાતની હત્યાનાં મુખ્ય આરોપી એવાં મેહુલ ગજેરા અને પ્રભાતની પત્ની અનિતા પોતાનો ગુનો કબુલ કરી લે છે.ત્યારબાદ મેહુલ પોતે અને અનિતા કયાં સંજોગોમાં પ્રભાતની હત્યાની સાજીશ રચવા મજબુર થયાં એ વિશેની વિતક જણાવે છે.કઈ રીતે પોતે અને અનિતા પુનઃ મળ્યાં અને એમની વચ્ચે શારીરિક સંબંધ પ્રસ્થાપિત થયો એની વાત પણ મેહુલ અર્જુનને જણાવે છે.પણ અચાનક અનિતાનો પોતાની ઉપર આવેલો કોલ એમની બંનેની જીંદગી ને ધરમૂળથી બદલી નાંખે છે એ વિશે આગળ જણાવતાં મેહુલ કહે છે.

"અનિતાએ મને કહ્યું કે એ માં બનવાની છે..અને એનાં સંતાન નો પિતા બનવાનો હતો હું.."હું પોતે બાપ બનવાનો હતો એ ખબર તો ઉત્સાહિત કરનારી હતી પણ અનિતા માં બનવાની છે એની જાણ પ્રભાતને થશે તો પ્રભાતનું રિએક્શન શું હશે એ વિચારી હું ચિંતિત થઈ ઉઠ્યો.

મારે અનિતા સાથે મારી આ ચિંતા વહેંચવી હતી એટલે મેં અનિતાને તપોધન ફાર્મહાઉસ પર આવવાનું કહ્યું..એ દિવસે સાંજે અનિતા મને મળવા આવી પહોંચી.

આટલું કહી મેહુલ ગજેરા અટકી ગયો અને અનિતાએ ત્યાંથી આગળની વિતક કહેવાનું શરૂ કર્યું.

"હું એ દિવસે ખૂબ ખુશ હતી..કોઈ સ્ત્રી ની જીંદગીમાં પોતે માં બનવાની છે એ ખબર ની અહમીયત સૌથી વધુ હોય છે.હું પણ ખુશખુશાલ થઈને મેહુલને મળવા આવી પહોંચી.આવતાં ની સાથે હું મેહુલને ભેટી પડી."

"મેહુલ હું આજે ખૂબ ખૂબ ખૂબ ખુશ છું.મારી જીંદગીમાં જે વસ્તુની ઉણપ હતી એ તે પુરી કરી છે..મારો સુનો પડેલો માળો આજે ફરીથી ખુશીઓથી ચહકતો થઈ ગયો છે.i love u so much."

મારી આવી ખુશીની સામે મેહુલનો ફિક્કો પ્રતિભાવ જોઈ મને કંઈક વિચિત્ર લાગ્યું એટલે મેં એને પૂછ્યું.

"મેહુલ શું થયું તું કેમ આટલો ઉદાસ દેખાય છે..શું તું ખુશ નથી આ વાતથી કે તું બાપ બનવાનો છે અને હું માં.?"

મારી વાત સાંભળી મેહુલ બોલ્યો.

"અનિતા હું ખૂબ ખુશ છું એ સાંભળી કે તું મારાં સંતાનની માં બનવાની છે.પણ.."

આટલું કહી મેહુલ અટકી ગયો..એટલે મેં એનો હાથ પકડી એને સોફા પર બેસાડતાં સવાલ કર્યો.

"શું પણ..કેમ અટકી ગયો..બોલ ને તું કેમ આટલી ખુશીની વાત સાંભળ્યાં પછી પણ આટલો ઉદાસ છે..?"

"અનિતા તું મારાં સંતાનની માં બનવાની છો નહીં કે પ્રભાતનાં..એનો મતલબ તું સમજે છે.પ્રભાતને જ્યારે ખબર પડશે કે તું પેટથી છો ત્યારે એનું રિએક્શન શું હશે એની કલ્પના પણ કરી છે..?"અનિકેત ની આંખોમાં એક ગજબનો ના સમજાય એવો ડર હતો.

મેહુલનાં આ સવાલે મને પણ અંદર સુધી ધ્રુજાવી મુકી.. મારાં અને મેહુલ વચ્ચે શારીરિક સંબંધ બંધાયે દસેક મહિના જેટલો સમય વીતી ગયો હતો તો મારી માં બનવાની વાત એને ખબર પાડ્યાં બાદ એ શું કરશે એ વિશે મનોમંથન કરતાં હું દુઃખી થઈ ગઈ.ક્ષણભર પહેલાં જે બાબતનાં લીધે હું અત્યંત આનંદિત હતી હવે એજ બાબત મારાં માટે આફત ઉભી કરનારી સાબિત થઈ રહી હતી.

"તો મેહુલ હવે શું કરીશું..હું કોઈપણ સંજોગોમાં મારાં આવનારાં સંતાનને ખોવાં નથી માંગતી.."હું મારાં ઉદર પર હાથ ફેરવતાં મેહુલને આજીજી કરી રહી હતી.

મેહુલે મારો હાથ પોતાનાં બંને હાથ વચ્ચે લઈને એની પર એક નાનકડું ચુંબન આપતાં મને કહ્યું.

"અનિતા તો મને થોડો સમય આપ..હું આનો કોઈ રસ્તો શોધી લઈશ."

મેહુલ મને તો આશ્વાસન આપી રહ્યો હતો પણ પોતે શું કરવાનો હતો એ વિશે એ પોતે પણ દિશાશુન્ય અવસ્થામાં હતો એટલે મને એ બાબતની ચિંતા થઈ.હું મારાં આવનારાં સંતાન વિશે વધુ પડતી લાગણીશીલ હતી એટલે મેં બેબાકળી બની મેહુલને કહ્યું.

"મેહુલ તું શું રસ્તો શોધીસ..જો તને સાફ-સાફ કહી દઉં કે આપણાં આવનારાં બાળકને કંઈપણ થયું છે તો હું મરી જઈશ..તું તારી અનિતાને હંમેશા માટે ખોઈ બેસીશ."

"આવું કેમ બોલે છે અનિતા..હું તને કે આપણાં બાળકને કંઈપણ નહીં થવા દઉં ભલે ને એ માટે મારે મારો જીવ પણ આપવો પડે."મારી વાત સાંભળી મેહુલ મક્કમ અવાજે બોલ્યો.

મેહુલની આવી વાત સાંભળી મને એ વિશે ધરપત બંધાણી કે મેહુલ કોઈપણ સંજોગોમાં મારો સાથ નહીં મુકે.. હું થોડો સમય મેહુલને વળગીને રોતી રહી..અચાનક મેહુલે જે જીવ આપવાની વાત કહી હતી એ વિશે વિચારતાં જ મારાં મનમાં એક ઝબકારો થયો અને હું બોલી.

"મેહુલ તારે જીવ આપવાની જરૂર નથી પણ આપણે બંને મળીને કોઈનો જીવ લઈ લઈએ તો આપણી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે એમ છે."

મારી વાત સાંભળી મેહુલ ચોંકી ઉઠ્યો..મેહુલે મારો ચહેરો તાકતાં કહ્યું.

"તું આ શું બોલી રહી છે અને તું કોનો જીવ લેવાની વાત કરે છે..?"

"પ્રભાતનો..મારી ખુશીઓનાં હત્યારા પ્રભાતનો જીવ લેવાની વાત કરું છું."

મારી વાત સાંભળી પહેલાં તો મેહુલ ખુબ ગુસ્સે થયો પણ મારી સમજાવટથી મેહુલ પ્રભાતની હત્યા કરવાનાં મારાં વિચાર સાથે સહમત થઈ ગયો.એને પણ પ્રભાતની મોત બાદ અમારાં સંબંધ ને ખુલ્લું આકાશ મળી જશે એ બાબતે હવે મેહુલ પણ મારી જેમ ચોક્કસ થઈ ગયો.

"પણ પ્રભાતની હત્યા એ રીતે કરીશું જેથી કોઈને આપણી ઉપર શક ના જાય..એ માટે આપણે એક જબરદસ્ત પ્લાન બનાવવો પડશે."મેં મેહુલને કહ્યું.

મારી વાત સાંભળી મેહુલ પણ એ વિષયમાં વિચારવા લાગ્યો કે અમે પ્રભાતનું ખૂન કઈ રીતે કરીશું..આખરે અમે કોઈ કોન્ટ્રાકટ કિલરને પ્રભાતની હત્યા માટેની જવાબદારી આપવાની વાત પર સહમત થયાં.હવે અમારે જરૂર હતી એવાં વ્યક્તિની જે પૈસા માટે કોઈની પણ હત્યા કરવા તૈયાર થઈ જતો હોય.

સલીમ સુપારી એવો જ એક કોન્ટ્રાકટ કિલર હતો જેની માહિતી મેહુલ શોધી લાવ્યો.. અમારાં પ્લાન મુજબ અમે ત્રીસ લાખ રૂપિયામાં સલીમ સુપારીને પ્રભાતની હત્યાની જવાબદારી પણ સોંપી દીધી.એ માટેનાં એડવાન્સ દસ લાખ રૂપિયા પણ એની કહેલી જગ્યાએ પહોંચાડી દીધાં બાદ એ અમારાં કહ્યાં મુજબ અમારાં નક્કી કરેલાં દિવસે પ્રભાતની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયો.

મમ્મી નાં પગે હવે ચલાતું નહોતું એટલે એમને ધૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવાનું હોવાથી મારે વડોદરા જવાનું થવાનું હતું..અમે પ્રભાતની હત્યા માટે પણ એ જ દિવસ નક્કી કર્યો જેથી કોઈને મારી ઉપર શક ના જાય.

બસ પ્રભાતની હત્યા કરવાની હતી એનાં આગળનાં દિવસે હું વડોદરા જવા માટે નીકળી ગઈ..મેં પ્રભાત ની આખાં દિવસની દિનચર્યા વિશે રજેરજની માહિતી મેહુલને આપી રાખી હતી એ માહિતી મેહુલે સલીમને આપી દીધી જેથી સલીમ પ્રભાતની હત્યા કરવા માટેની સંપૂર્ણ તૈયારી કરી શકે જેથી કોઈ પ્રોબ્લેમ ઉભી ના થાય.

એ રાતે સલીમે પ્રભાત પર ગોળી ચલાવી એ પહેલાં મેહુલે ફરીવાર મને કોલ કરી મારી સંપૂર્ણ સંમતિ મેળવી લીધી..મારી સહમતી મળતાં જ મેહુલે સલીમને પ્રભાત પર ગોળી ચલાવવાનો હુકમ કરી દીધો.સલીમે મારાં પ્લાન મુજબ પ્રભાતને ઠેકાણે પાડી દીધો.

બધું એની રીતે સમસૂતરું પાર પડી ગયું એટલે મેહુલે સલીમની કહેલી જગ્યાએ બાકીની રકમ પહોંચાડી દીધી..અને એને અંડર ગ્રાઉન્ડ થઈ જવા કહ્યું.પ્રભાતની અંતિમવિધિ પછી થોડાં દિવસ રાહ જોયાં બાદ હું પ્રભાતનાં સંતાનની માં બનવાની છું એ વાત જાહેર કરવાની હતી..અને મારાં પર આવી પડેલ આવાં વિપદાનાં સમયે અચાનક મેહુલ આવીને મારાં ઘરે જઈ મારો હાથ માંગશે તો પિતાજી એની વાત સહર્ષ સ્વીકારી લેશે એ વાત નો મને સંપૂર્ણ વિશ્વાસ હતો.

"આ હતો અમારો એકદમ પરફેક્ટ પ્લાન પણ આ સલીમ ખબર નહીં કઈરીતે તમારાં હાથે ઝડપાઇ ગયો અને એમાં અમે પણ તમારી પકડમાં આવી ગયાં.. સાહેબ પ્રભાતની હત્યાની ખરી માસ્ટર માઈન્ડ હું જ છું અને એવું કરવાનો મને કોઈ અફસોસ નથી.તમે મેહુલ ને આ માટે કંઈ ના કરતાં.. તમે મારી ધરપકડ કરી લો હું બધો આરોપ મારાં માથે લેવા તૈયાર છું."

અનિતા પોતાની બધી વાત પૂર્ણ કર્યાં બાદ અર્જુન આગળ પોતાનાં હાથ ધરતાં બોલી.

"પ્રભાત તમારાં ઉપર અત્યાચાર કરતો હતો તો તમારે પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી પણ આ રીતે પોતાનાં પતિની હત્યાનો પ્લાન બનાવવાની સજા આજીવન કારાવાસ હશે એ નક્કી છે..તમે ભલે મેહુલ ને પ્રેમ કરવાની વાત કરો છો પણ હકીકતમાં તમે એકબીજાની જાતીય ભૂખ સંતોષવા એકબીજાની નજીક આવ્યાં. જો પ્રેમ જેવું કંઈ હોત તો મેહુલ તમારી પ્રભાતની હત્યા કરવાની વાત નો વિરોધ કરત..પણ એ કામાંધ બન્યો હતો તમારાં શરીર ની પાછળ એટલે કંઈપણ સારાં ખોટાં નો વિચાર કર્યાં વિના એને પણ તમારી વાતનો સ્વીકાર કરી લીધો."

"તમે તમારી તો જીંદગી બગાડી જ છે પણ સાથે સાથે મેહુલની જીંદગી પણ પલટી નાંખી..એને પણ હત્યાનાં આયોજનમાં સંડોવણી કરવાનાં ગુના હેઠળ સાતેક વર્ષની તો જેલ જરૂર થશે.."

અર્જુનનો સપાટ અવાજ હોલમાં ગુંજી ઉઠ્યો..જે સાંભળી અનિતા અને મેહુલ રડમસ બની ગયાં.

"સાહેબ આ બંને એ એતો જણાવ્યું કે પ્રભાતની હત્યા કરવાની સુપારી એમને સલીમને આપી હતી પણ એમને એ વિષયમાં કોઈ વાત ના કરી કે પ્રભાતને કઈ રીતે ઝેર આપવામાં આવ્યું હતું અને એનો પ્રકાર કયો હતો..આ સિવાય પ્રભાતની હત્યા પછી એનાં ઘરમાં નકલી ચોરી કરવાનો ગુનો પણ બંનેમાંથી કોઈએ કબુલ્યો નથી."નાયક અર્જુનને ઉદ્દેશીને હળવેકથી બોલ્યો.

નાયકની વાત સાંભળી મેહુલ અને અનિતાનાં મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયાં અને બંને લગભગ એકસાથે બોલી ઉઠ્યાં.

"કયું ઝેર..?અને કોને આપવામાં આવ્યું છે ઝેર..?"

"કયું ઝેર એટલે..નાયક એ ઝેર ની વાત કરે છે જે તમે પહેલાં પ્રભાતને આપ્યું..તમારાં પ્લાન મુજબ પ્રભાતને કોઈ યુક્તિ વાપરી રીતે ઝેર આપવામાં આવ્યું.પણ ક્યાંક એ ઝેર પ્રભાતને મારશે કે નહીં એનો તમને શક હતો એટલે જ તમે પહેલેથી એક સુપારી કિલર હાયર કરી રાખ્યો હતો જેથી પ્રભાતનાં બચવાનો કોઈ અંદેશો ના રહે."

"અને તમને ઘણાં દુઃખ સાથે કહેવું પડે છે કે સલીમ ને આપેલાં તમારાં ત્રીસ લાખ રૂપિયા પાણીમાં ગયાં છે."અર્જુન જાણે મેહુલ અને અનિતાનાં જખ્મો પર વધારાનું નમક ભભરાવવાનાં મૂડમાં હોય એમ બોલ્યો.

"તમારાં કહેવાનો અર્થ શું છે..તમે એવું તો નથી કહેવા માંગતા ને કે સલીમે એ રાતે પ્રભાત પર ગોળી ચલાવી જ નહોતી..પણ બીજાં કોઈએ ચલાવી હતી.?"આ સવાલ પૂછતાં મેહુલ ગજેરાનાં ચહેરા પર દુનિયાભરનું અચરજ છવાઈ ગયું હતું.

"અરે મેં એવું ક્યાં કહ્યું કે સ્વર્ગસ્થ પ્રભાત પંચાલને જે ગોળી વાગી એ સલીમે નથી ચલાવી..સલીમે ગોળી ચલાવી એટલે જ અમે એનાં સુધી પહોંચી શક્યા અને સલીમ ની મદદથી તમારાં સુધી."અર્જુન જાણે કોઈ સામાન્ય વાત કરી રહ્યો હોય એવી અદાથી બોલ્યો.

"તો પછી આપ શું કહી રહ્યાં છો સાફ-સાફ બોલો તો સારું.."અર્જુનની ગોળ-ગોળ વાતોથી અકળાઈને અનિતા બોલી.

"મેડમ શાંત રહો..અને મારી વાત સાંભળો.તમે કહો છો કે તમે કોઈ ઝેર પ્રભાતને આપ્યું નથી તો પછી આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એનાં શરીરમાંથી જે ઝેર મળી આવ્યું છે એ કોને આપ્યું એને..?તમે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ધ્યાનથી વાંચો તો સમજાશે કે પ્રભાત પર જ્યારે સલીમ દ્વારા ગોળી ચલાવાઈ ત્યારે એ જીવિત હતો જ નહીં..એનું મૃત્યુ તમારાં દ્વારા આપવામાં આવેલાં ઝેર દ્વારા પહેલાં જ થઈ ગયું હતું."અર્જુન દરેક શબ્દ ને સાફ સાફ સંભળાય એ રીતે બોલ્યો.

અર્જુને આપેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યા બાદ અનિતા અને મેહુલ એકબીજાનો ચહેરો તાકવા લાગ્યાં.. એમનાં ચહેરાનાં હાવભાવ એ દર્શાવી રહ્યાં હતાં કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે કંઈપણ લખ્યું છે એ એમની સમજની બહાર હતું.

"પણ ઇન્સ્પેક્ટર અમે પ્રભાતને કોઈ ઝેર આપ્યું નથી અને ઘરે સાચેમાં ચોરી થઈ છે જે પણ અમે નથી કરી.."અનિતા અર્જુનને ઉદ્દેશીને બોલી.

"વાહ મેડમ..તમે એવું સમજો છો કે અમે ડફોર છીએ જે તમારી વાત માની લઈશું..?"પોતે પ્રભાતને ઝેર નથી આપ્યું એ વાત અનિતા દ્વારા વારંવાર કહેતાં નાયક થોડાં ક્રોધિત સુરમાં બોલ્યો.

"ઈન્સ્પેક્ટર અમે કબુલ કરીએ છીએ કે અમે પ્રભાત પંચાલની હત્યા માટે સલીમને રોક્યો હતો અને એ માટે અમને બંને ને જે કંઈપણ સજા મળે એ સજા ભોગવવા અમે તૈયાર છીએ પણ સાચેમાં અમે કોઈપણ જાતનું ઝેર પ્રભાતને આપ્યું નથી.હું એ દિવસે મારાં ફાર્મહાઉસ પર જ હતો એ તમે મારી મોબાઈલ લોકેશન ની તપાસ કરીને જાણી શકો છો."અર્જુનની સમીપ જઈને સમજાવટનાં સુરમાં મેહુલ બોલ્યો.

"અને તમે જ વિચારો કે સલીમ જેવાં મોટાં સુપારી કિલરને હાયર કર્યાં બાદ પ્રભાતને ઝેર આપવાનું કોઈ કારણ રહેતું જ નથી..અને બીજી વાત કે હું એટલી પણ મૂર્ખ નથી કે પ્રભાતને ઝેર આપું કેમકે એમ કરતાં બધો શક મારી ઉપર જ જાય એવી ખબર તો મને પડે છે.તમે વડોદરા તપાસ કરી શકો છો કે હું સાચેમાં બે દિવસ ત્યાંજ હતી તો પછી એ દિવસે જ,એજ સમયે પ્રભાતને ઝેર આપવાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવી શકું..?"અનિતા અર્જુનનો વિચારતો ચહેરો જોઈ એને ઉદ્દેશીને બોલી.

અનિતા અને મેહુલ ની વાત પર વિચાર કરતાં અર્જુનનું દિમાગ ચકરાવે ચડી ગયું.બંને ની જોડે પ્રભાતને પોતે ઝેર નથી આપ્યું એ વાત કહેવા માટેનાં જે પણ મુદ્દા હતાં એ યથાર્થ હતાં એ બાબતમાં કોઈ મીનમેખ નહોતો.

"જો અનિતા અને મેહુલ સાચું બોલી રહ્યાં હતાં તો પછી પ્રભાત પંચાલને ઝેર આપનાર વ્યક્તિ કોણ હતું..??જો એ બંનેમાંથી કોઈ ઝેર આપવામાં સામેલ નહોતું તો પોતાની તપાસ ફરીથી શૂન્યથી શરૂ કરવી પડશે" એ વિચારતાં વિચારતાં અર્જુન દિશાશુન્ય અવસ્થામાં નાયકને મેહુલ અને અનિતાની ધરપકડ કરી જીપ માં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાનો હુકમ આપ્યો.અને પછી અર્જુન પોતે બહાર જઈને સિગરેટ નાં ધુમાડામાં કાતીલ નો ચહેરો શોધતો ઉભો રહ્યો.!

★★★★★★★

વધુ આવતાં અંકે.

જો અનિતા અને મેહુલે પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??અર્જુન હવે પોતાની તપાસ ની શરૂવાત કઈ રીતે કરશે..??શું તો પછી મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..??પ્રભાતની હત્યા અનિકેત અને જાનકી સાથે સંબંધ તો નહોતી ધરાવતી ને..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)