maro juju bhag 1 in Gujarati Love Stories by Prachi Patel books and stories PDF | મારો જુજુ ભાગ 1

Featured Books
Categories
Share

મારો જુજુ ભાગ 1

     *મારો જુજુ.....*


         યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને ના થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી યાદો પણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે.                                                         ખરું મહાભારત તો ત્યારે થાય છે જ્યારે કોઈ એક જ વ્યક્તિ તમારા સુખ અને દુખ નું કારણ બની જાય છે. ના યાદ કરવાનું મન થાય ને ના ભૂલવાનું.!!
      બસ એનું એવું જ હતું. ના એને ભૂલી શકતી ના એને યાદ કરવાનું મન થતું. એ હતો જ એવો કોઈ પણ એના પ્રેમ માં પડી જાય. માંજરી આંખો, ગોરો વાન,પહોળું કપાળ ને માથે ભૂખરાં વાંકડિયા વાળ. ફિલ્મ માં બતાવે છે તેવો હીરો જેવો તો નહીં જ પણ એટલો તો ક્યુટ હતો કે કોઈ નું પણ મન મોહી લે.
       જ્યારે પણ એને યાદ કરું છું તો એક મોટી મુસ્કાન ચેહરા પર આવી જાય એ મારો પહેલો પ્રેમ જો હતો પણ બીજી જ ક્ષણે કારેલો નો રસ પીધો હોય તેમ મારુ મોઢું બગડી જાય છે. એ મને કહ્યા વગર કોઈ પણ કારણ વગર છોડી ને ગયો એ વાત આજ સુધી મને ખૂંચે છે.
      Ok ચલો છોડો આ બધી વાત એની સ્ટોરી જાણવી છે તમારે લોકો ને તો ચાલો તૈયાર થઈ જાઓ..
      આ વાત ત્યાર ની છે જ્યારે હું 11માં આવી હતી. અમે બંને એક જ સ્કૂલ માં હતા.મારી સાયન્સ સ્ટ્રીમ હતી ને એ કૉમર્સ માં હતો.
       લગભગ 2010 ની સાલ હશે. પહેલી વાર એને બસ માં જોયો હતો. એના મિત્રો સાથે બસ ની છેલ્લી સીટ માં બેઠો હતો. એ બધા ફ્રેન્ડ  સાથે એવી મસ્તી એ ચડ્યો હતો. હું મારા ફ્રેંડસ ની જોડે બસ માં ચડી મારા ગામ ના બસસ્ટેન્ડ થી. એ બસ માં પહેલે થી હતો કારણ કે બસ એના ગામમાંથી જ આવેલી.બસ માં ચડતા ની સાથે જ મારી નજર એના પર પડી.ફિલ્મમા થાય છે એવું તો ન જ થયું કે દિલના ગિટાર ના તાર ઝણઝણી ગયા. પણ એટલો તો જવાબ મારા મને આપી દીધો કે આ એજ છે. આ એજ વ્યક્તિ છે જેની સાથે હું આખી ઝીંદગી પસાર કરી શકું છું. મારુ હૃદય એક ધબકારો ચુકી ગયું. મારી નજર એક મટકું માર્યા વગર બસ એને જોઈ રહી જાણે કોઈએ મને હિપ્નોટાઇઝ ના કરી હોય.!! હોશ માં તો ત્યારે આવી જ્યારે પાછળ થી કોઈ નો ધક્કો વાગ્યો. પછી એ સાથે હું બસ એક ખાલી સીટ માં જઈને બેસી ગઈ. અવાર નવાર બસ ની મુસાફરી દરમિયાન હું બારી બાજુ સીટ પર જ બેસું છું પણ ખબર નઈ આ વખતે મને સુ થયું આ પહેલી વાર એવું બન્યું કે હું અંદર ની બાજુ વાળી સીટ માં બેઠી બારી બાજુ ની સીટ ખાલી હોવા છતાં પણ.!! કદાચ એને જોવા જ તો..હું જ્યાં બેઠેલી ત્યાંથી એનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. મારુ મન ઉદાસ થઈ ગયું. પણ એમની વાતો હું સાંભળી સકતી હતી. જ્યારે મેં એમની વાતો સાંભળી ત્યારે હું ખુશ થઈ ગઈ કારણ કે એણે મારી જ સ્કૂલ માં એડમિશન લીધેલું. 
     એની સાથે હવે રોજ મુલાકાત થવાની છે એ વિચાર થી જ મન ખુશ ખુશ થઈ ગયેલું ને દિલ તો જાણે નાચવા લાગેલું.    
     મારા ગામ થી મારી સ્કૂલ જ્યાં આવેલી એ સ્થળ લગભગ બહુ દૂર નહોતું પણ 25-30 મિનિટ તો એમ ને એમ જ થઈ જતી. મારી સ્કૂલ કુદરત ના ખોળે રમતું નાનું બાળક જ જોઈ લ્યો.!! એક મોટા બાગ જેવી જગ્યા માં એ આવેલી. આજુ બાજુ ના વિસ્તાર માં નીલગીરી લીમડો આંબો જેવા મોટા મોટા વૃક્ષો. એ બાગ ની વચ્ચોવચ મારી સ્કૂલ આવેલી સ્કૂલ ની પાછળ જ મોટું રમવા નું મેદાન. ને મેદાન ની જોડે એક નાનું સરીખું તળાવ. તળાવ ની પારે જ એક મોટું લીમડા નું ઝાડ ને નીચે બેસવા માટે બાંકડા મુકેલા. જ્યારે પણ હું નવરી પડતી કાતો કોઈ વાર બપોર બ્રેક ના ટાઈમે કા   તો ફ્રી પિરિયડ માં હું ત્યાં આવી ને બેસતી. મન ને એટલી શાંતિ મળતી. મન બહુ બેચેન હોય કોઈ ચિંતા હોય મન તણાવ માં હોય હું ત્યાં જતી રહેતી.  બહુ ગહેરો સંબંધ બંધાઈ ગયેલો એ સ્થળ સાથેનો.
    પહેલો દિવસ તો સ્કૂલમાં નવા ફ્રેન્ડ બનાવા મા ને નવા શિક્ષકો સાથે ના પરિચય માં જ વીતી ગયો. આખી રાત બસ હું એના વિસે વિચારતી રહી.  
    બીજે દિવસ બસમાં એ જ રુટીન એના ફ્રેંડસ સાથે બેઠેલો. ત્યારે પહેલી વાર એણેે મારી સામું જોયું. ખબર નહીં પણ હું એની સાથે નજર ના મિલાવી શકી. કહે છે ને કે તમે જે વ્યક્તિ ને ખૂબ પ્રેમ કરો છો તેની સાથે તમે નજર ના મિલાવી શકો. પછી તો પાછો એ એના ફ્રેંડસ સાથે મસ્તી કરવા લાગી ગયો.બસ આતો રોજ નું થયી ગયું. એને હું જોતી રહેતી એને ખબર ના પડે તે રીતે.જ્યારે પણ એ મારી સામું નજર કરતો, હું મારી નજર ફેરવી લેતી.
     સ્કૂલ ચાલુ થયે લગભગ 2 મહિના પસાર થઈ ગયા.હું તો પછી મારા પીરિયડ્સ,લેબ્સ, પ્રોજેક્ટસ, પ્રેક્ટિકલસ ને એમાં વ્યસ્ત થઈ ગઈ.
ત્યારપછી લગભગ એક મહિના પછી મેં વિચાર કર્યો હવે તો એને કહી જ દઉં કે હું એને કેટલો પ્રેમ કરું છું. હું હંમેશા લાગણીઓ વ્યક્ત કરવા માં પાછળ રહી છું.કોઈ ની પણ સામે હું જલ્દી તેને વ્યક્ત નથી કરી શકતી.બસ આ જ મારી ભૂલ કે મેં એને સમયસર મારા દિલ ની વાત ન કહી. જે દિવસ હું તેને કહેવા ની હતી એજ દિવસ મને ખબર પડી કે એ કોઈ બીજી છોકરી ને.............!!! બસ એ છેલ્લો દિવસ કે મેં એને છેલ્લી વાર મન ભરી ને જોયો હોય... મારો એના પ્રત્યે નો પ્રેમ, આંખી ઝીંદગી એની સાથે વિતાવવા ના સપના બધા ને હૃદય ના કોઈક ખૂણે દફની દીધા. એ રાતે એને યાદ કરી એટલું રડી હું જેટલું હું મારા જીવન માં કોઈ બાબત માટે નથી રડી. મારો એકતરફી પ્રેમ બસ યાદ બની ને રહી ગયો.
      અને આ છે મારી શોર્ટ લવસ્ટોરી.........
પણ છે ને આ જિંદગી છે જે હંમેશા આપણો મઝાક કરતી રહે છે. મને સી ખબર હતી કે એ મારી જિંદગી માં પાછો આવશે ને મારી આ લવસ્ટોરી આગળ વધશે..... એ વિશે વાત કરીશુ આગળ ના ભાગ માં..................
      આ છે પાર્ટ 1 
                          (ક્રમશ:)