" ના મમ્મી હુ જતી રહીશ , તુ ચિંતા ના કર"
નવ્યા એ બેગ પેક કરતા કહયુ.
" પણ બેટા તારા ડાબા પગે સોજો છે કાલે પગ મચકોડાઇ જવા ને લીધે,તને ડોકટરે પણ ના કીધુ છે ને બહુ ઊભા રહેવા માટે અને તને ટ્રેન મા જગ્યા નહી મળે, એના કરતા તુ ચાર વાગ્યા ની બસ મા જજે ને.." સુધા બહેને નવ્યા ને સમજાવતા કહયુ
" મમ્મી તને ખબર છે ને કાલે મારુ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યુ છે, અને મારે થોડી તૈયારી બાકી છે, બસ મોડા પહોચાડશે, અને ડોન્ટ વરી ટ્રેન મા તો શુ તારી લાડકી ચાહે તો ચાંદ પર પણ જગ્યા બનાવી લે એમ છે " નવ્યા એ મસ્તી મા કહયુ.
" પણ બેટા.."
" મમ્મી મે દવા લીધી છે ને, અને જરાક જ તો સોજો છે તુ કેટલી ચિંતા કરે છે ?, ચાલ હુ નીકળુ છુ ' જય શ્રીકૃષ્ણ'" નવ્યા એ બેગ લટકાવતા કહયુ
" ઓ કે બેટા જય શ્રી કૃષ્ણ , તારુ ધ્યાન રાખજે, અને અમદાવાદ પહોચતા જ ફોન કરજે" સુધા બહેને ચિંતાસહ કહયુ.
એમ તો નવ્યા અમદાવાદ જ હોસ્ટેલ મા રહેતી અને ઘણી વાર ટ્રેન મા સુરત આવ જા કરતી પણ આજે નવ્યા ના પગ મા સોજા ના લીધે સુધા બહેન ચિંતિત હતા.
નવ્યા સ્ટેશન પહોચી. પ્લેટફૌૅમ પર મુસાફરો ની ચહલપહલ હતી. ટ્રેન દસ મિનિટ મા પ્લેટફોમ નંબર 2 પર આવી પહોચશે, એમ અનાઉન્શમેન્ટ થઇ. અવારનવાર અપ ડાઉન ના લીધે એને ખબર હતી કે લેડીઝ કોચ ક્યા આવશે, એ નિધાૅરિત જગ્યા પર ઉભી રહી.
ટ્રેન આવી, નવ્યા સાથે સાત-આઠ બીજી સ્ત્રીઓ પણ ઉભી હતી, નવ્યા સમયસૂચકતા વાપરી પગ સાચવી ચઢી ગઇ, બીજી સ્ત્રી ઓ પણ ધકકામુકકી કરતા ચઢી. ડબ્બો પહેલે થી જ ભરાયેલો લાગતો હતો, જ્યા સીટો થોડી ખાલી હતી ત્યા કેટલીક મહિલા ઓ જાણે પોતે રાજ્ય ના જીતી લીધુ હોય એમ કબજો કરી બેઠી હતી. નવ્યા એક ભલી દેખાતી યુવતી પાસે જગ્યા કરી બેસી ગઇ. એમા પણ સામેની સીટ પર બેઠેલા ચાલીસેક વષૅ ના આન્ટી ને ના ગમ્યુ હોય એમ મોં મચકોડયુ.
હજી પણ ડબ્બા મા જગ્યા માટે વાદ વિવાદ ચાલતા જ હતા.
નવ્યા એ બોટલ કાઢી પાણી પીધુ અને બેગ માથી બુક કાઢી વાચવા લાગી.
ત્યા સામેવાળા આંટી એ નવ્યા ના કપડા પર જાણે કટાક્સ કરતા કહયુ
"આજ કાલ ની છોકરીઓ ને કપડા નુ ભાન જ નથી રહયુ, આપણા સમય મા તો શરમ, સંસ્કાર જેવુ હતુ, હવે ની છોકરી ઓ ને તો લાજ શરમ જેવુ કઇ છે જ નહી" એમની સાથે બેઠેલી બીજી બે સ્ત્રીઓ પણ ટાઇમ પાસ માટે આ પારકી પંચાત મા જોડાઇ. નવ્યા એ આજે ટીશટૅ અને પગ મા નીચે થોડા સોજા ના કારણે કેપ્રી પહેરી હતી. એણે આ બધી ટીકા ટિપ્પણી અવગણી વાચવા નુ ચાલુ રાખ્યુ.
થોડી વાર બાદ એક દયામણો અવાજ સંભળાયો. કોઇક જગ્યા માટે આજીજી કરી રહયુ હતુ અને કોઇક સ્ત્રી એ નિૅદય બની સંભળાવી દીધૂ " માસી અમે જ માંડ બેઠા છે ને આગળ હશે જગ્યા .. આગળ જાવ"
માસી થોડા આગળ આવ્યા ત્યા જ પાછળ થી ટીકા સંભળાયી " આટલુ મોટુ શરીર લઇને શુ કામ ચડતા હશે ટ્રેન મા!"
માસી અમારી સીટ તરફ આગળ વધ્યા. ઉંમરે પચાસ પંચાવન ના લાગતા એ માસી બીમાર લાગતા હતા. એમનુ ભારે શરીર પરશેવે રેબઝેબ હતુ. અમારી સામેની સીટ પર ઓછા જણ જોઇ દયામણા મો એ બેસવા જગ્યા માગી. પેલા આંટી એ તરત કહી દીધુ " માસી આટલા ભારે શરીર જેટલી જગ્યા નથી, નહી ફાવે" નીચે બેસી જાવ"
પેલા માસી ના આંખ મા ઝળજળિયા આવી ગયા. " બેન મારે ઘુટણે તકલીફ છે, પગ વાળી ને નથી બેસાતુ"
પેલા આંટી ગજૅના કરતા હોય એમ બોલી પડયા " તો શુ કામ આવ્યા ટ્રેન મા , તમને તકલીફ છે એમા અમે શા માટે સહન કરીએ"
નવ્યા એમને જોઇ રહી આ એજ આન્ટી હતા જેથોડી વાર પહેલા શરમ અને સંસ્કાર ની વાત કરતા હતા. એમની નિૅદૅયતા અને બેશરમી જોઇ નવ્યા ઉભી થઇ. પેલા માસી ને પોતાની જગ્યા પ બેસવા કહયુ. બાજુ વાળા બહેને વાત વાત મા જાણ્યુ હતુ કે એના પગે સોજો છે. એ બોલી ઉઠયા કે " તારા પગે તો સોજો છે"
નવ્યા પેલા આંટી ને સંભળાવતા બોલી
" મને ઉભા રહી ફાવશે કેમક કેટલાક લોકો ને ભલે લાગતુ કે નવી પેઢી ની હુ ને મારી શરમ મરી પરવારી છે, પણ મારી માણસાઇ હજી જીવે છે, સંસ્કાર માત્ર કપડા થી નહી, આપણા બીજા સાથે ના વ્યવહાર થી ઓળખાય છે, મોટી વાતો કરવાથી કોઇ સંસ્કારી નથી થઇ જતુ." નવ્યા પેલા આંટી તરફ એક નજર નાખી દરવાજા પાસે ઉભી રહેવા નીકળી ગઇ. બધી સ્ત્રી ઓ એને જતા જોઇ રહી.
'જીવતા જાગતા પથ્થરો ની હવે નવાઇ નથી
માણસ થઇ ફરે છે બસ માણસાઇ નથી'
( પંકતિ, વાતાૅ - ફાલ્ગુની મૌયૅ દેસાઈ)