Khet Majurno Dikro Banyo Bhai no Vishvasu Sathi - 8 in Gujarati Short Stories by Siddharth Maniyar books and stories PDF | ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી - 8

Featured Books
Categories
Share

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી - 8

સ્વયમ નેતાના ખાસ માણસને લઇને પાર્ટી પ્લોટની ઓફિસમાં પહોંચ્યા જ્યાં પહેલાથી જ બધી તૈયારી કરી રાખવામાં આવી હતી. ખુરશી પર તેને બેસાડી બાંધી દેવામાં આવ્યો અને તેના ફોન પરથી જ સોપારી આપનાર રાજકીય નેતાને ફોન લાગવવામાં આવ્યો. ફોનની રીંગ વાગી થોડીક વારમાં સામે છેડીથી અવાજ આવ્યો. હા બોલ, શું થયું ? પેલી મિત્તલ અને તેના આશીકને ઠેકાણે લગાવી દીધા કે નહીં. બન્ને જણા માથે પડી રહ્યા છે.

નેતાનો અવાજ સાંભળતા જ સ્વયમ તેને ઓળખી ગયો, ફોન સ્પીકર પર જ હતો એટલે કોઇ વાત છુપી રહી ન હતી. મિત્તલ અને તેના આશીકને પણ નેતાની હકીકતની જાણ થઇ ગઇ હતી. સ્વયમે નેતાને કહ્યું, હું સ્વયમ બોલું છું. તારે રાકાભાઇની સોપારી આપવાની શું જરૂર પડી ? તે તો તારા બધા જ કામ કરતાં હતા ? સ્વયમનો અવાજ સાંભળી નેતા ડઘાઇ ગયો. તેને થોડી જ ક્ષણોમાં પોતાની જાતને સ્વસ્થ કરી અને સ્વયમ સાથે વાત કરવાની શરૂઆત કરી. નેતાએ સ્વયમને કહ્યુ, સ્વયમ મેં રાકાને કેમ માર્યો તે વાત આપણે મળીશું ત્યારે કહીશ, તું અત્યારે તારા ફાયદાની વાત સાંભળ. નેતાના આ શબ્દો સાંભળી સ્વયમ પણ વિચારવા લાગ્યો પણ તેને નેતા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. સ્વયમે નેતાને કહ્યું હું તને બહુ જ સારી રીતે ઓળખું છું. બોલ શું કહેવું છે તારે ? સ્વયમના પ્રશ્નનો જવાબ આપતા નેતાએ તેની સામે એક ઓફર મુકી. નેતાએ સ્વયમને કહ્યુ કે, અત્યાર સુધી મારા કામ કરી રાકાએ કરોડો કમાયા છે, એટલું જ નહીં તેને પોલીસના સકંજામાંથી પણ હું જ બચાવતો હતો. હવે, તે એની જગ્યા લીધી છે તો તું પણ કરોડો રૂપિયા કમાવાનો ખ્યાલ કર. રાકા તો મરી ગયો પણ તું તારુ ભવિષ્ય સારુ બનાવવા માટે મારી સાથે જોડાઇ જા.

નેતાની વાત સાંભળીને સ્વયમ પણ વિચારવા લાગ્યો. તેના મન અને મગજ બન્ને જુદુ જુદુ વિચારી રહ્યા હતા. સ્વ્યમનું મન રાકાભાઇની હત્યાનો બદલો લેવાનું વિચારતું હતું તો બીજી તરફ તેનું મગજ નેતાની ઓફર સ્વીકારવા તરફ વળી રહ્યું હતું. તેટલામાં ફરી ફોન પર નેતાનો અવાજ આવ્યો અને તેને સ્વયમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વયમે એક ક્ષણ પણ વિચાર્યા વિના નેતાની ઓફર તો સ્વીકારી લીધી અને પછી મળવાનું સ્થળ નક્કી થયું. નેતાએ સ્વયમને મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયાથી એક યોટમાં બેસી મધ દરીયે મળવા બોલાવ્યો. સ્વયમે મળવાની તો હા પાડી હતી પણ હવે આગળ શું થશે તેના વિચારોમાં તે ખોવાઇ ગયો હતો.

સ્વયમ મિત્તલ અને તેના આશીકને નેતા સાથે મિટિંગ ન થાય ત્યાં સુધી જીવતા રાખવા માંગતો હતો. એટલે તેને કેટલાક માણસોને મિત્તલ અને તેના આશીકને લઇને અમદાવાદ તેમના અડ્ડા પર મોકલ્યા અને બાકીના માણસો અને નેતાના માણસને લઇને તે મુંબઇ જવા રવાના થયો. મુંબઇ ગેટ-વે ખાતે આવી તેને નેતાના માણસના ફોનથી જ નેતાને ફોન કર્યો. ફોન પર નેતાએ આપેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તેઓ એક યોટમાં બેસી મધ દરીયે જવા નિકળી ગયા. 

દરમિયાન સ્વયમના મન અને મગજમાં વિચારોના વમળો ઊભા થઇ રહ્યા હતા. તે શું કરવું અને શું ન કરવું તે વિષે સતત વિચારી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તે તેની પત્ની દ્રષ્ટી અને પરિવારને તો ભૂલી જ ગયો હતો. દ્રષ્ટીની યાદ આવતા તેને પોતાનો ફોન કાઢયો અને દ્રષ્ટીને ફોન લગાવ્યો. દ્રષ્ટી સાથે થોડી વાત કરી તેને ફોન કાપી નાખ્યો. દ્રષ્ટી સાથે વાત કર્યા બાદ તેના મન અને મગજના વિચારો એક થઇ રહ્યા હતા. તે પોતાના મોટાભાઇ સમા રાકાની હત્યાનો બદલો લેવા મક્કમ થઇ રહ્યો હતો.

અંદાજે ૨ કલાક જેટલો સમય યોટ દરીયામાં ચાલ્યા બાદ અન્ય એક યોટ પાસે આવીને ઊભી રહી. તે યોટમાં પ્રવેશતા પહેલા સ્વયમના બે માણસોએ આખી યોટની તલાસી લીધી પણ તેના પર એક બે વેટર યુવતીઓ અને નેતા સિવાય કોઇ ન હતું. યોટમાં કોઇ ન હોવાની ખાત્રી થતાં સ્વયમ નેતાના માણસને લઇને યોટમાં ગયો. યોટમાં એક ટેબલની આસપાસ કેટલીક ખુરશીઓ મુકેલી હતી. જે પૈકીને એક પર નેતા હાથમાં બીયરના ગ્લાસ સાથે બેઠો હતો. રાજકીય નેતાને એટલી ખબર હતી કે, સ્વયમ અહીં આવ્યો છે એટલે મતદારોની માફક તેને પણ પોતાની વાતોમાં ભોળવી પોતાનું કહ્યું કરવા માટે મનાવી લેશે. સ્વયમ પણ નેતાની સામેની ખુરશીમાં ગોઠવાયો અને પહેલી વાર તેને નેતાને નામ સાથે બોલાવ્યો.

સ્વયમે કહ્યું, રાવજીભાઇ પોલીસ તમારા હાથમાં જ છે, આટલા વર્ષો સુધી તમારા કામ કરાવ્યા અને રાકાભાઇને બચાવ્યા પણ ખરા તો હવે, રાકાભાઇની હત્યા પાછળનું કારણ શું ? રાવજીએ સ્વયમના પ્રશ્નનો જવાબ આપતા પોતાની વાત શરૂ કરી. તેને ખબર હતી કે, તે સ્વયમને રાકાની વિરુધ્ધમાં ઉશ્કેરશે તો જ સ્વયમ તેની વાત સાથે સહમત થશે. એટલે તેને પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું કે, જો સ્વયમ, આટલા વર્ષથી હું રાકાને સાચવતો હતો પણ હવે તે માથાનો દુઃખાવો બની ગયો હતો. તેને મારી સાથે રહી મારી પીઠમાં જ ખંજર ભોકવાની શરૂઆત કરી હતી. તેની લગાવેલી આગમાં તે તને પણ હોમી દેવા માગતો હતો. મારી સાથે થયેલી તેની વાતચીતમાં તેને અનેક વખત કહ્યું હતું કે, સ્વયમને જે થવાનું હોય તે થાય બસ મારી સલામતીની ચિંતા કરો. હું તેને સમજાવતો હતો કે સ્વયમ તારા નાના ભાઇ જેવો છે, તેને અનેક વખત તારો જીવ બચાવ્યો છે, તારે તેની સાથે આવું ન કરવું જોઇએ. પણ તે મારી વાત સાંભળવા તૈયાર જ નહતો. એટલ જ અંતે મારે તેને હત્યા કરાવવી પડી છે. હવે, રાકાની જગ્યા તારે સંભાળવાની છે. હવે, આખા રાજ્યમાં તારે જ રાજ કરવાનું છે. આ વાતો સાંભળી સ્વયમને રાવજીભાઇ પર ગુસ્સો આવી રહ્યો હતો. જેમ જેમ રાવજીભાઇ પોતાની વાત કરતાં તેમ તેમ સ્વયમનો ગુસ્સો વધી રહ્યો હતો અને હત્યા કરવાનો વિચાર પણ મક્કમ બની રહ્યો હતો.

રાવજીભાઇને એમ કે સ્વયમ તેની વાતોમાં આવી ગયો છે. એટલી જ વારમાં સ્વયમે પોતાની પીસ્તોલ કાઢી અને રાવજીને ઉપરા છાપરી ગોળીઓ મારવાની શરૂઆત કરી. સ્વયમે ૬ ગોળીઓ રાવજીના શરીરમાં ઉતારી દીધી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. રાવજીનો જમણો હાથ ગણાતા માણસને પણ સ્વયમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, પેલી બે વેટર યુવતીઓેને તેને કોઇ જ નુકશાન પહોંચાડયુ ન હતું. રાવજી અને તેના માણસની હત્યા કરી સ્વયમ યોટમાં પાછો ગેટ-વે તરફ જવા નિકળી ગયો અને ત્યાંથી તે પરત અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદ આવી તેને મિત્તલ અને તેના આશીકને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. 

બે દિવસ પછી રાજ્યના તમામ અખબારોની હેડલાઇન હતી.....

'રાજ્યના ગૃહમંત્રી રાવજીભાઇની મુંબઇમાં મધ દરીયે હત્યા કરાઇ'

જોકે, હત્યા કોણે કરી તે વાતની હજી કોઇને જાણ થઇ નથી. પરંતુ સ્વયમ જાણતો હતો કે તેને રાકાભાઇની હત્યાનો બદલો લઇ લીધો હતો. હવે, સ્વયમ રાકાભાઇની જગ્યાએ રાજ્યમાં પોતાનું રાજ ચલાવી રહ્યો હતો.

નોંધઃ આ વાર્તાનો આ છેલ્લો ભાગ અપલોડ કરતા ઘણો લાંબો સમય લાગ્યો તે બદલ હું મારા વાંચકમિત્રોની માફી માગું છું. પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે લખી શક્યો ન હોવાથી અપલોડ થઇ શક્યો નહતો. આપના પ્રેમ બદલ અપાનો આભારી

સિધ્ધાર્થ મણિયાર