Pruthvi ek prem katha bhag 22 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-22

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-22

Season 2

એક મહાસંગ્રામ પશ્ચાત પૃથ્વી અને નંદની ના જીવન માં ઘણું પરીવર્તન આવી ગયું.

પૃથ્વી અને નંદની એક સાથે ઘણા ખુશ હતા,પણ તેઓને વિશ્વા ની કમી ખૂબ મેહસૂસ થતી હતી, એમના આખા પરિવાર માં સૌથી જીવંત વ્યક્તિ જ પરિવાર ને છોડી ને ચાલ્યું ગયું.

પૃથ્વી હમેશા વિશ્વા ની યાદ માં ખોવાયેલો રહતો અને એને જંગલ માં શોધતો રહતો,એ આ વાત માનવા તૈયાર જ નહતો કે વિશ્વા એને છોડીને ચાલી ગઈ છે.વિશ્વા પ્રત્યે એનો અપાર પ્રેમ એને કોઈ પણ સંજોગો માં એની યાદ માથી બહાર આવવા દેતો નહતો.

અને અવિનાશ ની યાદ માં અને એની મોત ના આઘાત માં સ્વરલેખા અને અરુણરૂપા પણ પૃથ્વી અને નંદની નો સાથ છોડીને ક્યાક દૂર ચાલ્યા ગયા.સ્વરલેખા અવિનાશ ને ના બચાવી શક્યા એનો પશ્ચાતાપ એમને ખાઈ રહ્યો હતો.

પૃથ્વી અને નંદની સાવ એકલા પડી ગયા હતા, એક વીરસિંઘજી હતા જેમનો સાથ અને હૂંફ પૃથ્વી ને ટકાવી રાખતી હતી.

નંદની પણ વિશ્વા ની એ કુરબાની ના ભાર હેઠળ દબાઈ ગઈ હતી.વિશ્વા એ નંદની ના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણ હોમી દીધા.

1 વર્ષ બાદ...........

નંદિની : પૃથ્વી ... આજે એક વર્ષ વીતી ગયું છે એ મનહૂસ દિવસ ને...એક એવો દિવસ જેણે આપની પાસે થી સમગ્ર છીનવી લીધું.

પૃથ્વી : હા એવું લાગે છે જાણે ....જાણે હમણાં વિશ્વા પવન વેગે આવશે અને કહેશે ચાલ ભાઈ એક વાર ફરીથી આખા જંગલ ની ફરતે એક દોડ લગાવીએ.

આ એક વર્ષ એના વગર મને એક સદી સમાન લાગે છે...

નંદની : હા... રોજ સવારે દિવસ ઊગતા એવી આશા જન્મે છે કે આજે વિશ્વા વિષે કોઈ સમાચાર મળશે.

અને સ્વરલેખા પણ આપણાં થી દૂર ચાલ્યા ગયા.

પૃથ્વી : એમનું દૂ:ખ તો બમણું છે, વિશ્વા ની સાથે સાથે અવિનાશ પણ એમને છોડીને ચાલ્યો ગયો.

......

ખબર નહીં મારુ નસીબ ક્યાં સુધી મારી પરીક્ષા જ લીધા રાખશે.... સૌ પ્રથમ તું મારા થી દૂર ચાલી ગઈ...હવે વર્ષો બાદ તું મારી પાસે આવી તો પુનઃ મારા નસીબે મારી વિશ્વા ને મારા થી દૂર કરી લીધી.

નંદની : આપણાં ભવિષ્ય માં કઈક સારું લખ્યું હશે પૃથ્વી ...દૂ:ખ ના દિવસો ને હિમ્મત થી પસાર કરી દઇશું તો સુખ પણ જલ્દી જ આવશે.

એટલામાં વીરસિંઘજી ઘર માં પ્રવેશ્યા ..

વીરસિંઘ : પૃથ્વી ... મને લાગે છે કે આપણે નજરગઢ આપણાં ઘરે જવું જોઈએ.

પૃથ્વી : પરંતુ કદાચ વિશ્વા આવશે એન આપણ ને નહીં જોવે તો એને એમ લાગશે કે આપણે એને મૂકી ને ચાલ્યા ગયા.

વીરસિંઘ : તું પાગલ થઈ ચૂક્યો છે પૃથ્વી .... વિશ્વા પાછી નહીં આવે...તું એ વાત કોઈ દિવસ કેમ સ્વીકારતો નથી કે એ તને છોડીને ચાલી ગઈ છે.

પૃથ્વી ઊંચા અવાજે બોલ્યો

“ એ ક્યાય નથી ગઈ ... તમે હાર માની શકો છો પણ હું નહીં ....હું આજીવન એની પ્રતિક્ષા કરીશ...બહેન છે એ મારી ..પ્રાણશક્તિ છે મારી .... જો તમે અમારા હકીકત માં પિતા હોત તો કોઈ દિવસ હાર સ્વીકારી ના હોત”.

પૃથ્વી ની વાતો થી વીરસિંઘ ને ખૂબ જ આઘાત લાગ્યો.એમની આંખો માથી આંસુ આવ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાથી નીકળી ગયા.

પૃથ્વી ના આવા વર્તન થી નંદની ક્રોધ આવ્યો.

નંદની : વિશ્વા ની કમી અમને બધા ને મહસૂસ થાય છે પૃથ્વી ...પણ અમે કોઈ દિવસ પોતાના પર થી કાબૂ ગુમાવી ને પોતાનો આક્રોશ બીજા પર ઠાલવતાં નથી.વીરસિંઘજી સાથે તારું આવું વર્તન જરા પણ યોગ્ય નથી.એ સદાય તારા દરેક દૂ:ખ માં તારા પડખે ઊભા રહ્યા છે.ભલે એ તારા જન્મદાતા પિતા ના ના હોય પણ એમને તને અને વિશ્વા ને પોતાના સંતાનો કરતાં પણ અધિક પ્રેમ આપ્યો છે.અને તને શું લાગે છે કે વિશ્વ ને ફક્ત તું એકલો જ પ્રેમ કરે છે એ નથી કરતાં ? આજે પણ રાત રાત ભર તેઓ યુદ્ધ ની એ જગ્યા એ જ્યાં વિશ્વા ને આખરી સમય આપણે જોઈ હતી ત્યાં બેસી રહે છે બસ એજ અપેક્ષા માં કે ક્યાક એમને એની એક ઝલક દેખાઈ જાય.એક બાપ માટે એના સંતાન શું હોય એ તું નહીં સમજી શકે એ પોતાનો પ્રેમ પ્રકટ નથી કરતાં એનો મતલબ એમ નથી કે એ નિર્દયી છે, આજે આપનો આખો પરિવાર વિખરાઈ ગયો છે છતાં પણ એ આપણાં બંને ની સાથે છે બસ એક જ કારણે કે તું ભાગી ના પડે.અને આજે તું એમને એવા શબ્દ સંભળાવે છે કે એમણે હાર માની લીધી છે .... કારણ કે તારા પિતા નથી. મને તારા પાસે આવા વર્તન ની અપેક્ષા નહતી.

નંદની ત્યાથી નીકળી ની બહાર ચાલી ગઈ.

ચાલતા ચાલતા એ જંગલ તરફ આવી જ્યાં Black hole રચાયું હતું ત્યાં એની નજીક એક વૃક્ષ પાસે વીરસિંઘજી એક પથ્થર પર બેઠા હતા.

નંદની ધીમેક થી એમની પાસે ગઈ ..નંદની ને જોતાં જ એમણે પોતાના અશ્રુ લૂછી લીધા.

વીરસિંઘજી : તું અહી .. ?

નંદની : આપ પૃથ્વી ની વાતો થી દૂ:ખી ના થશો. એ જ્યારે પણ દૂ:ખ થી ભરાઈ જાય છે એટ્લે પોતાનો કાબૂ ગુમાવી બેસે છે.

વીરસિંઘજી થોડુક હસ્યાં

વીરસિંઘજી : તને ખબર છે નંદની આખી દુનિયા માં એક પૃથ્વી જ છે જે મારા દિલ ની સૌથી નજીક છે, એની વાતો નું મને કોઈ દિવસ દૂ:ખ લાગતું નથી.વિશ્વા ભલે મારી પુત્રી ના હોય પણ એ મારી આત્મા નો ભાગ છે. તું એક વાત જાણે છે નંદની ? vampires નું એક રહસ્ય છે.જેના વિષે પૃથ્વી પણ અજાણ છે.

નંદની : શું ?

વીરસિંઘજી : જ્યારે પૃથ્વી અને વિશ્વા vampire ના transformation દરમિયાન મને જંગલ માં મળ્યા ત્યારે એ ખૂબ જ ખરાબ અવસ્થા માં હતા. એક માનવ શરીર જ્યારે પણ એક શક્તિશાળી vampire માં પરિવર્તિત થાય ત્યારે એને ઉર્જા ની જરૂર હોય છે એક અદ્વિતીય ઉર્જા ...અને જો ઉર્જા એ શરીર ને પ્રાપ્ત ના થાય તો એ શરીર નષ્ટ થઈ જાય છે.

પૃથ્વી અને વિશ્વા પણ બસ એજ હાલત માં હતા,ત્યારે એમનો જીવ બચાવવા માટે મે મારા શરીર ની ઉર્જા એટ્લે કે પ્રાણશક્તિ એમના શરીર માં મૂકી મારી..એટ્લે મારા આત્મા ના ટુકડા એમના માં હયાત છે.... તે બંને મારી આત્મા સાથે જોડાયેલા છે,એ બંને માથી કોઈ પણ આહત થાય તો મારા પ્રાણ કપાય છે અને અહી મારી વિશ્વા .............

નજાણે....ક્યાં ચાલી ગઈ છે...

એટલું બોલતા બોલતા એમના આંખો માથી આંસુ સારી પડ્યા.

નંદની : પૃથ્વી ના શબ્દો થી તમને જે પણ પીડા થઈ એના માટે હું તમારી પાસે ક્ષમા માંગુ છું.

વીરસિંઘ : પૃથ્વી તો મારો પ્રાણ છે એને તો હું ક્યારનો માફ કરી ચૂક્યો છું

“ પણ હું પોતાને કોઈ દિવસ ક્ષમા નહીં કરી શકું.”

પાછળ થી પૃથ્વી પ્રવેશ્યો.

વીરસિંઘ ઊભા થયા.

પૃથ્વી દોડી ને વીરસિંઘ ને ભેટી પડ્યો.

પૃથ્વી : મને માફ કરી દો પિતાજી ....હું ક્રોધ માં કેટલું બોલી ગયો,ભૂલી ગયો કે આપ શું છો અમારા માટે ...આપ તો જાણો છો હું મૂર્ખ છું ...ક્રોધ કઈ પણ બોલી દઉં છું.

બંને ના આંખ માં આંસુ હતા

વીરસિંઘે પૃથ્વી ને બેસાડયો.

વીરસિંઘ : તને આજથી નહીં એક સદી થી ઓળખું છું છેલ્લા સો વર્ષો થી તું આવો જ છે જ્યારે પણ દૂ:ખ આવે છે પોતાની જાત ને ગુમાવી બેસે છે.પેહલા પણ તું નંદની ના વિરહ માં બાવરો થઈને જંગલ માં ભટકતો હતો.

પણ આ વખતે એ ઘટના પુનઃ પુનરાવર્તન કરવા નથી માંગતો.

તું ફરી થી પોતાને ખોઈ બેસે એ પેહલા હું તને એ વિરહ માંથી બહાર લાવીશ.

નંદિની : તેઓ સાચું કહે છે પૃથ્વી આપણે નજરગઢ ચાલ્યું જવું જોઈએ .એ પણું ઘર છે ત્યાં આપણા મિત્રો છે.. અને આપણે વિશ્વ ની શોધ ખોળ માં સતત લાગેલા રહીશું.

પૃથ્વી : ઠીક છે તમને એવું લાગે છે તો .....

નંદની : તો પછી કાલે સૂર્યોદય થતાં જ આપણે નજરગઢ જવા રવાના થઈશું.

બધા સહમત થયા.

સૂર્યોદય થતાં જ પૃથ્વી,નંદિની અને વીરસિંઘ જરૂરી સામાન લઈ ને ઘોડા પર રવાના થયા.

પૃથ્વી અધૂરા કચવાતા મને નજર્ગધ તરફ આગળ વધ્યો.

બે દિવસ વિત્યા ....

નજરગઢ ના જંગલો ની સીમા શરૂ થઈ.

ધીમે ધીમે આકાશ માંથી હિમવર્ષા થઈ રહી હતી.બરફ ની નાની નાની બુંદો ફૂલો ની પાંખડિયો ની જેમ નંદિની ના કાળા લાંબા વાળ માં ગજરા ની જેમ શોભા વધારી રહ્યું હતું.ત્રણેય જણા ઘોડા પર થી નીચે ઉતર્યા.

પૃથ્વી અને નંદિની ના નજરગઢ માં પ્રવેશતા જ જાણે આખું જંગલ એમની આગમન ની ખુશી માં ઝૂમી ઉઠ્યું હતું. બધા વૃક્ષો પવન સાથે લહેરાતા હતા. અને ધીમે ધીમે વહેતા એ પવન અને ફુવારા ની જેમ થતી હિમવર્ષા થી જાણે એક મધુર સંગીત સંગીત વાગી રહયું હતું.

નજરગઢ ને જોતાં જ નંદિની ના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ.પૃથ્વી પણ નજરગઢ પહોચી ને થોડોક હલકું અનુભવ કરી રહ્યો હતો એનો અડધો ભાર જાણે એમ જ ઉતરી ગયો.

તેઓ ધીમે ધીમે જંગલ ના રસ્તે આગળ વધ્યા.

ચાલતા ચાલતા તેઓ રસ્તા ના કિનારે એ બેન્ચ પાસે પહોચ્યા.

નંદની એ બેન્ચ પાસે ગઈ.

પૃથ્વી : સમય કેટલો બળવાન છે નંદની ... એના આગળ આપણે બધા પાંગળા છીએ.

નંદિની : હા ..અંતિમ વાર જ્યારે આપણે નજરગઢ છોડીને નીકળ્યા ત્યારે એવું સમજી ને નીકળેલા કે કદાચ ફરીથી આ જગ્યા ,આ જંગલ , આ બેન્ચ પાસે પાછા નહીં ફરી શકીએ.પણ સમય સાચે બળવાન છે ....કોઈ નથી જાણતું કે ભવિષ્ય ના ગર્ભ માં શું છુપાયેલું છે.બસ હવે એજ આશા રાખીએ છે કે આવનારું ભવિષ્ય કઈક શુભતા લાવે.

નંદિની એ પ્રેમ થી બેન્ચ પર હાથ ફેરવ્યો અને ત્યાથી નીકળ્યા.

આખરે એ પોતાના ઘરે પહોચ્યા.

વીરસિંઘજી એ ઘર ખોલવાનો પ્રયત્ન કર્યો .

પણ એમના ઘર નો દરવાજો અંદર થી બંધ હતો.

ત્રણેય અચરજ માં પડી ગયા કે ઘર તો બહાર થી બંધ હતું તો અંદર થી કોને બંધ કર્યું હશે.

પૃથ્વી એક જ કુદકા માં ઘર ના છાપરા પર ચડી ગયો , ત્યાથી ઘર માં પ્રવેશ્યો તુરંત ઘર નો મુખ્ય દ્વાર ખોલ્યો.

વીરસિંઘજી અને નંદિની ઘર માં પ્રવેશ્યા પણ ઘર ની અવસ્થા જોઈ ને એ લોકો ની આંખો પહોળી થઈ ગઈ.

એક વર્ષ સુધી ઘર બંધ રહેવા છતાં પણ ઘર એક દમ સ્વચ્છ હતું.

અને સામાન બધો વ્યવસ્થિત ગોઠવાયેલો હતો.

એવું લાગતું હતું કે ઘર બંધ હતું જ નહીં ...

નંદની :મને એવું પ્રતીત થાય છે કે આપણાં ગયા બાદ અહી કોઈ વસવાટ કરી રહ્યું છે.

પૃથ્વી : હા પણ કોણ હોય શકે ?

એટલામાં ઉપર ના માળ થી કોઈક વસ્તુ પડવાનો અવાજ આવ્યો.

વીરસિંઘજી : પૃથ્વી સતેજ રહજે ....એ જે કોઈ પણ છે ..મનુષ્ય તો નથી જ.... નહીં તો એમના રક્ત ની ગંધ અવશ્ય આવી જાય.

પૃથ્વી એ અવાજ નાખ્યો

" જે કોઈ પણ અહી છે એ અમારી સમક્ષ આવી જાઓ..."

ધીમે ધીમે એ વ્યક્તિ ની નીચે ઉતરવા નો અવાજ આવવા લાગ્યો.

ક્રમશ ........

આ પૃથ્વી નવલકથા season 2 નો પ્રથમ ભાગ છે .... પૃથ્વી નવલકથા ના દ્વિતીય season નું નામ પરીવર્તન થઈને પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ...માથી .....પૃથ્વી : એક પ્રેમ કથા થયું છે.

આ season પણ પ્રથમ season ની જેમ જ રહસ્યમઈ અને રોમાંચક રહેશે.

સાથે સાથે મારી બીજી નવલ કથા શરૂ થઈ છે જેનું નામ છે રહસ્ય: એ રસ્તા નું.

એ નવલ કથા માં પણ અમુક વિચિત્ર અને અદ્ભુત રહસ્યો થી ભરપૂર હશે .. જે તમે મારા પ્રોફાઇલ માં જઈને વાંચી શકશો.આશા છે કે પૃથ્વી નવલકથા ની જેમ રહસ્ય નવલકથા પણ એટલી જ રોચક લાગશે.