No return-2 Part-62 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૬૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૬૨

નો રીટર્ન-૨

ભાગ-૬૨

સૌથી છેલ્લે ક્રેસ્ટો આવતો હતો. તેનાં પગે કંઇક અથડાયું હોય એવું એવું તેણે મહેસૂસ કર્યુ. કદાચ કોઇ જળચર તેનાં પગ સાથે ઘસાઇને પસાર થઇ ગયું હતું. પણ બીજી જ સેકન્ડે તેની બરાબર આગળ ચાલતાં માણસે ભયાનક બૂમ પાડી હતી અને રીતસરનો તે પાણીમાં ઉછળ્યો હતો. તે ઉછળ્યો બરાબર એ સમયે જ એક વિકરાળ મગરમચ્છનું મોઢુ પાણીમાંથી બહાર નિકળ્યું અને પેલાં માણસનાં બન્ને પગ તેનાં ખૂલ્લા જડબામાં સમાઇ ગયાં. કોઇ કંઇ સમજે કે અચાનક શું થયું એ પહેલાં તો એ ઘટના ઘટી ગઇ હતી. એ કાર્લોસનો માણસ હતો. હાથમાં રાઇફલ પકડીને સાવધાનીથી ચાલતો તે નદી ક્રોસ કરતો હતો. તેણે સ્વપ્નેય નહીં વિચાર્યુ હોય કે ઓચીતાં જ તે મગરમચ્છનો શિકાર બની જશે. તેનાં બન્ને પગ મગરનાં સાણસાં જેવા જડબામાં સખ્તાઇથી ભીંસાયા હતા અને તે ઉંધે માથે પાણીમાં ખાબકયો. ક્ષણનાં ચોથા ભાગમાં તેની આંગળી આપોઆપ રાઇફલનાં ટ્રીગર ઉપર દબાઇ હતી અને ગોળીઓનો ધોધ વછૂટયો હતો. એ આકસ્મીક રીતે જ બન્યું હતું. મોત સામે બાથ ભીડતા માણસને પોતે શું કરે છે એનું બીલકુલ ભાન હોતું નથી. જો તેણે મગરનું નિશાન લઇને ગોળીઓ ચલાવી હોત તો એનું પરીણામ કંઇક અલગ આવ્યું હોત, પરંતુ તે ધરબાઇ ગયો હતો. તેનાં પગનાં હાડકા મગરનાં અણીયાળા અને શક્તિશાળી દાંતનાં દબાણથી કેટલાય કટકામાં ભાંગ્યાં હતાં. વાત એટલે જ ખતમ નહોતી થઇ, ઉછળીને નદીનાં ડહોળા પાણીમાં તે ઉંધેકાંધ પટકાયો હતો. તેનું માથું અને ધડ પાણીમાં અંદર ઉંડે ખલાયુ હતું જેનાથી તેનું રહ્યું સહ્યું જોશ કે બચવાની જીજીવિષા ખતમ થઇ ગઇ હતી. આમપણ તે કંઇ કરી શકે એમ નહોતો, કારણકે બસ્સો કીલોનાં ભારેખમ મગરમચ્છ સાથે તેનાં જ ઇલાકામાં પાણીની અંદર બાથ ભિડવાનું તેનું ગજું નહોતું. અને તે એવી રીતે મગરનાં મોઢામાં ફસાયો હતો કે છટકી પણ શકે એમ નહોતો.

મગર પણ જાણી ગયો હતો કે હવે શિકાર છટકી શકવાનો નથી એટલે પાણીમાં જ તેણે ગુલાંટો ખાવાનું શરૂ કર્યુ હતું જેથી શિકારની હિંમત પસ્ત થઇ જાય અને પાણીમાં જ એ ગુંગળાઇને મરી જાય. થયું પણ એવું જ, પેલા માણસનાં હવાતીયા ધીરેધીરે શમતાં ગયા હતાં. તેનાં હાથમાની રાઇફલ તો ક્યારની છૂટીને પાણીમાં અંતર્ધાન થઇ ચૂકી હતી. જ્યાં એ ધમાચકડી ચાલતી હતી એ જગ્યાનું પાણી લાલ હિંગોળક બન્યું હતું. અને પછી... મગર એ વ્યક્તિને પાણીની અંદર ખેંચી ગયો. કદાચ નદીનાં તળીયે તરીને પોતાનાં શિકાર સાથે તે દુર નિકળી ગયો. થોડીવારમાં જ બધું શાંત પડી ગયું. હમણાં જ્યાં જીવન મરણની ખતરનાક જંગ છેડાઇ હતી ત્યાં પાણીની સપાટી રક્તરંજીત પરપોટાથી ઉભરાવા લાગી હતી. ક્રેસ્ટો જેવો ભીમકાય વ્યક્તિ પણ ધરબાઇ ગયો હતો. તેની નજરો સમક્ષ.. અરે તેનાં પગ પાસે જ એ ભિષણ જંગ ખેલાયો હતો. ફાટી આંખોએ તેણે નજારો નિહાર્યો હતો. તે પોતે એક ખૂખાંર માણસ હતો, વગર કારણે કોઇનું પણ ઢીમ ઢાળી દેતાં તેને સહેજે થડકારો ઉદભવતો નહીં. પણ અત્યારે તેણે જે દ્રશ્ય જોયું હતું એ છેક અંદર સુધી તેને થથરાવી ગયું હતું. તે કોઇ પથ્થરનાં બૂતની જેમ ત્યાંજ, નદીમાં અધવચ્ચે સ્તબ્ધ બનીને ઉભો હતો. તેની આગળ હતાં એ બધા માણસો તો ક્યારનાં ભાગીને સામે કીનારે પહોંચી ચૂકયાં હતાં. તેઓ બૂમો પાડી- પાડીને ક્રેસ્ટોને બોલાવતાં હતાં જેથી જલદી એ ત્યાંથી ભાગીને કીનારે પહોંચી શકે. તેમને ડર હતો કે જો નદીમાં બીજા મગરમચ્છો પણ હશે તો વળી એક માણસને તેમણે ગુમાવવાનો થશે. ક્રેસ્ટોને એ હોકારા- પડકારાથી ભાન આવ્યું અને સફાળા તેણે કીનારા તરફ દોટ મુકી હતી.

બધાનાં હદય જોરજોરથી ધડકતાં હતાં. હમણાં નદીમાં જે નજારો તેમણે જોયો હતો એનાથી ભારે ડરનાં કારણે શરીરમાં કંપવા ઉપડયો હોય એમ ધ્રૂજારી છવાઇ હતી. ફાટી આંખોએ મોતનો ખૂની ખેલ અમે બધાએ જોયો હતો. એ ભયાનક દ્રશ્ય હતું. જીંદગીમાં ક્યારેય ન જોયું હોય એવું ભયાવહ અને ક્રૂરતાની તમામ સીમાઓ વટાવતું દ્રશ્ય...! કાર્લોસનો એક માણસ વિશાળકાય મગરમચ્છનો શિકાર બની ગયો હતો. કાર્લોસ ખુદ સહેમી ગયો હતો. તેનાં ચહેરાની રેખાઓમાં ડરનો પરસેવો સ્પષ્ટ ઝલકતો હતો. એક મોતે અમને બધાને આ જંગલમાં અમારી ક્ષણભંગૂરતાની સાબિતી આપી દીધી હતી. કદાચ... અમારા બધાની પણ કબર એમેઝોનનાં જંગલમાં જ ખોદાવાની હતી. શરૂઆત જ આટલી ખતરનાક હતી તો ખબર નહીં અંત કેટલો ભયાનક હશે...?

@@@@@@@@@@@@@

મોતનાં ખૌફ હેઠળ અમારી આગળની સફર શરૂ થઇ. આ કોઇ ફિલ્મ નહોતી કે જે બની ગયું એ તુરંત ભૂલાઇ જાય, અમારી નજરોની સામે એક વ્યક્તિએ બહું ખરાબ રીતે એનો જીવ ખોયો હતો. એનો ધ્રાસ્કો અમારા બધાનાં દિલમાં હતો. ભારે ગમગીન વાતાવરણમાં અમે આગળ વધ્યાં. ખબર નહીં હજું કેવી કેવી પરિસ્થિતિઓમાંથી અમારે પસાર થવાનું હતું..? અને સફર પુરી થતાં થતાં અમારામાંથી કોણ-કોણ જીવીત બચશે...?

બીજા પડાવે અમે બપોર ઢળતાં પહોચ્યાં હતાં. દાદાનાં નકશા પ્રમાણે અહીં એક ગુફા હતી જેમાં રાતવાસો થઇ શકે તેમ હતો. અમારે એ ગુફા શોધવાની હતી. પુરા વીસ માઇલ ચાલીને અહી પહોંચ્યા બાદ જંગલનાં આવડા મોટા વિસ્તારમાં ગુફા શોધવાનું કામ કંઇ ખાવાનો ખેલ નહોતો. છતાં એ કરવું પડે એમ હતું કારણકે અણધાર્યા વરસી જતાં વરસાદથી રક્ષણ મેળવવું હોય તો ગુફા જેવું કોઇ સલામત સ્થળે જ વધું યોગ્ય ગણાય. અહીં જંગલ ઘણું ઘાટું હતું. જમીન તો જાણે હતી જ નહી. ચો-તરફ ઉગેલાં ઘેઘૂર પાંદડા વાળા વૃક્ષો...એ વૃક્ષોને ઢાંકતી હોય એમ તેનાં ઉપર છવાયેલી ફૂલો આચ્છાદીત વેલો... એ વેલો જેટલી વૃક્ષો ઉપર હતી એટલી જ જમીન ઉપર પથરાયેલી હતી. જાણે અહીની તસુ એ તસુ જગ્યાને પોતાની લીલીછમ ચાદરથી ઢાંકી ન દીધી હોય,..! અને આવું તો કેટલાય કી.મી.ની ત્રિજીયામાં ફેલાયેલું હતું. અમે ગુફા શોધવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું.

બધાં અલગ- અલગ દિશામાં વહેંચાયા. હું અને ક્રેસ્ટો અમારી જમણી બાજું ચાલ્યા. મારે અનેરી સાથે રહેવું હતું પરંતુ અનેરીને એના સાથે બહું સારું ફાવી ગયું હતું એટલે એ તેની સાથે ગઇ હતી. અને વિનીત એ બન્નેની પાછળ ગયો હતો. ગહેરા વનમાં દસ ફૂટ આગળ શું છે એ કળાવું પણ મુશ્કેલ હતું. અમે ખાલી અનુમાનનાં આધારે જ આગળ વધતાં હતાં. એક એવું અનુમાન જેનો કોઇ અંત નહોતો...પણ, એ ગુફા અમને જડી...! ઘેઘૂર વૃક્ષોનાં વન વચાળે એક મોટી, લગભગ વીસેક ફૂટ ઉંચા પથ્થરની શીલા અમારી નજરોએ ચડી. એ શીલા ઉપર પણ જથ્થાબંધ વેલો લપેટાયેલી હતી. દુરથી જોતા ખ્યાલ આવતો નહોતો કે એ શીલામાં અંદર પ્રવેશવાનું કોઇ બાકોરૂં હશે. પણ ક્રેસ્ટોએ તેનાં જંગી હાથો વડે વેલાની ઝાડીઓ હટાવી હતી. અને... અહો આશ્વર્યમ, ત્યાં એ પથ્થરમાં અંદર પ્રવેશવાનું બાકોરૂં હતું. હું આભો બનીને એ જોઇ રહ્યો. મારા જીગરમાં કંઇક અકળ લાગણીઓ જન્મી. મતલબ કે મારા દાદાએ જે રસ્તો વર્ણવ્યો હતો એ સત્ય હતો. “ હે ભગવાન....! “ એનો મતલબ એ પણ નિકળતો હતો કે તેઓએ ખજાના સુધીનો જે નકશો બનાવ્યો હતો કદાચ એ પણ સાચો હોઇ શકે...! અને એનો મતલબ કે તેઓ છેક ખજાના સુધી પહોંચી ગયા હતા. ઓહ.... ઓહ....! તો શું ખજાનો ખરેખર હશે...? તો દાદાએ એ વિશે કેમ કશો ઉલ્લેખ કર્યો નથી...? મારી વીચાર શક્તિ બહેર મારી ગઇ. મનમાં બીજો પણ એક વિચાર ધમાસાણ મચાવતો હતો... હવે અનેરી અને તેનાં દાદા પણ મને રહસ્યમય પ્રતીત થતાં હતાં.

( ક્રમશઃ )

મિત્રો... મને ખબર છે કે તમારે જલ્દીથી ખજાનાનું રહસ્ય જાણી લેવું છે. પણ, જે મજા સફરમાં છે એ મજા જલ્દી મંઝીલે પહોચવામાં નથી. મંઝીલે પહોચ્યાં પછી તો ધ એન્ડ આવી જાય. સો... હેવ સમ પેશન. અને નો રીટર્ન-૨ ની આ આહલાદક, મનોરંજક, રહસ્યમય સફરનો દીલથી આનંદ ઉઠાવતાં રહો.

પ્રવિણ પીઠડીયા.